SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ બ્રિગેડિયર દારૂવાલા ઑફિસરો માટેનો રિફ્રેશર કોર્સ કરવા છ અઠવાડિયા માટે મારે દહેરાદૂન જવાનું હતું. સમગ્ર ભારતમાંથી લગભગ સવાસો જેટલા એન.સી.સી.ના ઑફિસરો આવ્યા હતા. ઓફિસરો જુદાં જુદાં રાજ્યોનાં યુનિટોમાંથી આવતા હોવાથી અમારા રિફ્રેશર કેમ્પમાં વાતાવરણ પચરંગી લાગતું હતું. આ કોર્સ માટે ભારતની બધી જ ભાષાઓ બોલનારા ઑફિસર એકત્ર થયા હતા. હિન્દી અને અંગ્રેજી ભાષા મુખ્ય માધ્યમ તરીકે હતી. બધા ઓફિસરો કૉલેજની કક્ષાએ ભણાવતા અધ્યાપકો હતા. એટલે અમારી વચ્ચે અનુભવોની સારી આપ-લે થતી હતી. “અમારા યુનિટમાં તો આમ થાય છે; તમારા યુનિટમાં શું થાય છે?” એવી વાતચીત સામાન્ય હતી. એમાં પણ પગારો અને પ્રવાસભથ્થાંની રકમની સરખામણીની વાતો વિશેષ થતી. અમુક લાભ પોતાની કૉલેજમાં કે પોતાના એન.સી.સી. યુનિટમાં ન મળતો હોય તો અફસોસ વ્યક્ત થતો. એ મેળવવા માટેના ઉપાયો વિચારાતા, સૂચવાતા, તરકીબો બતાવાતી. એન.સી.સી.ના સ્ટોરમાં કઈ કઈ નવી ચીજવસ્તુઓ આવી છે કે જે બદલી લેવાય અથવા મિલિટરી કેન્ટીનમાંથી લકરના માણસોને મળતી ટેક્સરહિત વસ્તુઓની કેવી રીતે ખરીદી કરી શકાય એના રસ્તા પણ બતાવાતા. જ્યાં ખાનપાનની જુદી જુદી પદ્ધતિવાળું મોટું જૂથે આખા દેશમાંથી ભેગું થાય ત્યાં ખાવાની બાબતમાં થોડીઘણી ફરિયાદ હંમેશાં રહ્યા કરે. અમારો કોર્સ ઉત્તર ભારતમાં હતો એટલે પંજાબી અને ઉત્તર ભારતીય પ્રકારની રસોઈ થતી. તે પ્રત્યે દક્ષિણ ભારતના ઓફિસરોને અસંતોષ વધુ રહ્યા કરતો. અલબત્ત, પરેડ-ગ્રાઉન્ડ ઉપર અમારી લશ્કરી તાલીમ તો સંતોષકારક રીતે ચાલતી હતી એમ કહી શકાય. લકરમાં એકના એક પ્રકારની જૂની ઘરેડની તાલીમ વર્ષો સુધી ચાલી ન ૨૩૦ ર ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy