SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ એટલે આપણા રાષ્ટ્રસ્થ વીરોમાંના એક. તેઓ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા, એક નામાંકિત સોલિસિટર, અનેક સામાજિક-શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, વિચારશીલ લેખક અને સમર્થ તત્ત્વચિંતક હતા. ચીમનભાઈ એટલે સેલ્ફ મેઈડ મેન, એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણશીણા ગામમાં ઈ. સ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે સ્થાનકવાસી જૈન કોમમાં થયો હતો. એમના પિતા ચકુભાઈ ગુલાબચંદની આર્થિક સ્થિતિ સારી નહિ એટલે ઈ. સ. ૧૯૦૦માં તેઓ મુંબઈમાં નોકરી કરવા ગયેલા. મુંબઈમાં ઝવેરી બજારમાં સુથારચાલમાં એક નાનકડી ઓરડીમાં તેઓ રહેતા હતા અને દવા બજારમાં દવાની એક દુકાને નોકરી કરતા. બાળક ચીમનભાઈ બે વર્ષના થવા આવ્યા ત્યાં એમની માતાનું અવસાન થયું. પિતા ચકુભાઈ ભરયુવાન વયે વિધુર થયા. બીજાં લગ્ન કર્યા. અપર માતા રંભાબહેને બાળક ચીમનભાઈને પોતાની જન્મદાત્રી માતા જુદી છે એવી ખબર સુધ્ધાં પડવા દીધી નહિ. પોતાના જ સંતાનની જેમ ઉછેર્યાં – એટલે બધી સારી રીતે કે ચીમનભાઈને રંભાબહેનને પોતાનું કોઈ સંતાન થયું નહિ એથી પણ એમનું સમગ્ર વાત્સલ્ય ચીમનભાઈ પર વરસ્યું હતું. પ્રાથમિક શિક્ષણ પાણશીણામાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની બાબુ ૧૧૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy