SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સંમતિ જણાવીશ.' પરંતુ આજ દિવસ સુધી તેમનો કોઈ પત્ર આવ્યો નથી કે તેમણે મારો કોઈ સંપર્ક સાધ્યો નથી. કાર્યક્રમ માટે તેઓ ક્યારે ક્યાં મને તેડવા આવશે તેની કશી જ વાત થઈ નથી. તેમણે માની લીધું લાગે છે કે હું શોધતો શોધતો હૉલમાં પહોંચી જઈશ. પણ હું આ કાર્યક્રમમાં હાજર રહેવાનો નથી. આપણા ગુજરાતી આયોજકોને આયોજન અંગે પોતાની શી શી જવાબદારી હોય છે એની પણ પૂરી સમજ હોતી નથી.” કોઈ સભામાં જરૂર જણાય તો ચંદ્રવદન પોતાના વક્તવ્યનો સમય પહેલાં જણાવી દે અને પછી બરાબર એટલી જ મિનિટ બોલે. કોઈ સભામાં પોતે પ્રમુખ હોય અને કોઈ વક્તા આપેલી સમયમર્યાદા કરતાં વધારે લાંબું બોલવા જાય તો ચંદ્રવદન ઊભા થઈ વક્તાની પાસે જઈને ઊભા રહે. એટલે સભાને તો ખબર પડી જ જાય કે વક્તાનો સમય પૂરો થઈ ગયો છે અને વક્તા પણ સમજી જાય. કોઈ વક્તા ન સમજે તો તેઓ સ્પષ્ટ શબ્દોમાં પૂરું કરવાનું કહે. આવે પ્રસંગે ચંદ્રવદન કોઈ શરમ ન રાખે. સભામાં ચંદ્રવદન નિયત કરતાં વધારે ન બોલે. આપેલા સમય જેટલી તૈયારી અચૂક કરીને લાવ્યા હોય. પૂર્વ તૈયારી વગર ચંદ્રવદન બોલવા ન જાય. એક વખત અમારા શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ચંદ્રવદનને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપેલું. પચાસ મિનિટનું વ્યાખ્યાન હતું. સભાના પ્રમુખ તરીકે મેં એમનો પરિચય આપ્યો અને કહ્યું કે “ચંદ્રવદનભાઈ સમયનું ચુસ્ત પાલન કરનારા છે. પરંતુ તોયે આજે દસ-પંદર મિનિટ વધારે લેશે તો પણ અમને ગમશે...” ચંદ્રવદને પોતાનું વ્યાખ્યાન ચાલુ કર્યું, પણ અડધા કલાકમાં પૂરું કરીને બેસી ગયા. અલબત્ત, વિષયને પૂરો ન્યાય આપ્યો. પણ ઓછો સમય લીધો એથી મને આશ્ચર્ય થયું. સભા પૂરી થઈ પછી મેં એમને પૂછ્યું, “કેમ આટલો ઓછો સમય લીધો? તેમણે કહ્યું, “કારણ કોઈને કહેવાય એવું નથી. કોઈને કહીએ તો ગાંડા ગણે. પણ તમને કહેવામાં વાંધો નથી. ગઈ કાલે વડોદરાથી નીકળીને સવારે મુંબઈ આવ્યો અને ચા-નાસ્તો કરવા બેઠો ત્યારે ખબર પડી કે દાંતનું ચોકઠું તો વડોદરા ભૂલી ગયો છું. મને એમ કે ચોકઠા વગર કલાક બોલવામાં વાંધો નહિ આવે, પણ વીસ મિનિટ બોલ્યો ત્યાં તો જડબાં દુખવા આવ્યાં. બોલવાની મઝા નહોતી આવતી. એટલે કહેવું હતું તો ઘણું, પણ પછી તરત પૂરું કરી નાખ્યું.” ચંદ્રવદન સાથે વાત કરવામાં ઔપચારિક રહીએ તો તે તેમને ગમે નહિ. ચંદ્રવદનભાઈ' કહીએ તોપણ લઢે. મિત્ર તરીકે જ તેઓ વાત કરવા ચાહે. તેઓ મારા કરતાં ઉંમરમાં પચીસ વર્ષ મોટા હતા. પરિચય થયા પછી શરૂશરૂમાં મેં એમને ચંદ્રવદન મહેતા ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy