SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ કૅપ્ટન સક્સેના. તેઓ ઉદયપુરની કૉલેજમાં અધ્યાપક હતા. બીજા હતા પતિયાલાના કૅપ્ટન કપૂર; ત્રીજા કલકત્તાના કૅપ્ટન ચેટરજી; ચોથા ધારવાડના લેફ્ટેનન્ટ પાટિલ અને મુંબઈથી હું હતો. પાંચમો હું સૌથી જુનિયર ઑફિસર હતો. અમારામાં હું અને કૅપ્ટન સક્સેના શુદ્ધ શાકાહારી અને શરાબ-સિગારેટ ન પીનાર હતા. ડોગરા રેજિમેન્ટ સાથે અમારા એક અઠવાડિયાના એટેચમેન્ટ' દરમિયાન રેગ્યુલર આર્મીના જીવનનો અમને સરસ અનુભવ મળ્યો. અમારે રહેવાનું તથા જમવાનું ઑફિસર્સ મૅસમાં હતું. ઑફિસર્સ મૅસની એક જુદી જ દુનિયા હોય છે. વાતે વાતે મૅસ એટિકેટ' સાચવવામાં અમારે બહુ ધ્યાન રાખવું પડતું. ભૂલ થાય તો તરત ઠપકો મળે. કશું ચલાવી ન લેવાય. શર્ટનું એકાદ બટન બંધ કરવાનું રહી ગયું હોય, બૂટની દોરી ઢીલી બાંધી હોય, કમરનો પટ્ટો વાંકો વળી ગયો હોય, મૅસમાં દાખલ થતાં સિનિયર ઑફિસ૨ને wish કરવાનું ચૂકી જવાયું હોય, બેસતી વખતે ખુરશી ખસેડવાનો અવાજ થયો હોય, છરીકાંટા ખોટા હાથમાં પકડ્યા હોય, ખાતાંપીતાં મોઢાનો અવાજ થયો હોય તો તરત ટોકવામાં આવે, જરૂર પડે તો શિક્ષા પણ થાય. ખાતી વખતે કોઈ ભાવતી પેય વાનગીના સબડકા તો ડિનર ટેબલ પર લેવાય જ નહિ. દિવસ દરમિયાન અમારે સવારે પરેડ ઉપ૨ જવાનું રહેતું. ત્યાર પછી રેજિમેન્ટલ સેન્ટ૨માં જ્યાં જ્યાં ફરજ બજાવવાની કહેવામાં આવે ત્યાં ત્યાં જવું પડતું. સાંજનાં ચારથી સાડા પાંચ સુધી ફૂટબૉલ, હોકી, વૉલિબૉલ વગેરેમાંથી જે કોઈ રમત સમયપત્રક પ્રમાણે રેજિમેન્ટમાં ચાલતી હોય તેમાં ફરજિયાત ભાગ લેવાનો રહેતો. કોઈ દિવસ કોર્ટ માર્શલ હોય અને અપરાધી સૈનિકને શિક્ષા કરવામાં આવતી હોય તો તેની રીતરસમ જોવાની રહેતી. અમારા આ ડોગરા રેજિમેન્ટના ઇન્સ્પેક્શન માટે દિલ્હીથી બ્રિગેડિયર દારૂવાલા ટ્રેનમાં આવવાના હતા. એટલે ઇન્સ્પેક્શનની તડામાર તૈયારીઓ ચાલતી હતી. સ્વચ્છતા અને સુશોભન માટે સૈનિકો ચૂનો અને ગેરુનો ડબ્બો લઈને ફરતા જ હોય. જ્યાં જરા પણ ડાઘો લાગે ત્યાં પીંછી ફેરવતા જ હોય. નિયત દિવસે અને સમયે બ્રિગેડિયર રેજિમેન્ટમાં આવી પહોંચ્યા. એમના આગમનના સમાચાર તરત આખા સેન્ટરમાં પ્રસરી ગયા રેજિમેન્ટના બધા ઑફિસો અને સૈનિકો સજાગ તો હતા જ, હવે વધુ સજાગ બની ગયા. ક્વાર્ટર ગાર્ડની સલામી લઈ બ્રિગેડિયર અમારી કૉન્ફરન્સ રૂમમાં આવી પહોંચ્યા. એમણે પ્રવેશ કર્યો કે તરત જ લશ્કરી રીતભાત પ્રમાણે બધા ઑફિસરો ઊભા થઈ એટેન્શન પોઝિશન'માં આવીને ‘ગુડ મોર્નિંગ, સ૨' બોલ્યા. લશ્કરમાં ૨૩૨ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy