SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કોપરલ બારશી લશ્કરી જગતનાં કેટલાંક આશ્ચર્યોનું એક આશ્ચર્ય છે. સાધારણ સ્થિતિનો બારશી જાતે ખ્રિસ્તી છે, અન્ય કેડેટ્સમાં જુદો તરી આવે તેવી તેની લાંબી-ઊંચી દેહયષ્ટિ છે, સિફતપૂર્વક તે જૂઠું બોલી શકે છે, ચોરી કરી શકે છે, છતાં સારી છાપ પણ પાડી શકે છે. પણ છેવટે તપાસને અંતે તે જ ચોર સાબિત થાય, એટલું જ નહિ રીઢા ગુનેગાર જેવી તેની વર્તણૂક પુરવાર થાય અને પરિણામે તેની રેન્ક પાછી લેવાઈ જાય, કેમ્પમાંથી કાઢી મૂકવામાં આવે અને જાતે જ જિંદગી બરબાદ કરી મૂકે – આ અને આવા પ્રસંગોથી યુવાનીનો એક બીજો ચહેરો ચરિત્રકારે અહીં સહજ રીતે પ્રકટ કરી આપ્યો છે. આ ચારેય ચરિત્રો લશ્કર સાથે સંકળાયેલ જુદા જુદા સ્તરે કામ કરતાં માણસોનાં છે. એક નોકર છે, એક બ્રિગેડિયર છે, એક જમાદાર છે તો એક તાલીમાર્થી છે. અહીં દરેકની નવી-નોખી રેખાઓ છેવટે લશ્કરીજગતને ઉઘાડી આપે છે. સાચો જીવનરસ પણ કથારસથી ક્યારેય ઊણો હોતો નથી. તે આવાં રોચક ચરિત્રો વાંચતાં જણાય છે. આપણે ત્યાં આવા વિષય-વ્યક્તિને લગતાં ચરિત્રો ઘણાં ઓછાં છે. રમણલાલનો એ દિશામાં આ પ્રયત્ન તેથી વધુ પ્રશંસનીય અને સ્વાગતાહ બને છે. સહૃદય ભાવકોએ અહીં સમાવિષ્ટ થઈ શક્યાં નથી તેવાં, હવાલદાર નાયડુ, મેજર તેજાસિંગ, અંડર ઑફિસર એલન, લેફટનન્ટ મોઘે, કેડેટ આન્નાદે વગેરે ચરિત્રો પણ વાંચવા જેવાં છે. રમણલાલની કારકિર્દીના એક મૂલ્યવાન હિસ્સા જેવું બની ચૂકેલું લશ્કરીભાવજગત અહીં અનેક મિશે, અનેક રૂપે ઊઘડ્યું છે. ગુજરાતી વાચકભાવક માટે આવાં ચરિત્રો નવભાવબોધનાં પરિચાયક બની રહે તેમ છે. (૧૦) રમણલાલનો જીવનઘટાટોપ અનેક બિન્દુઓને સ્પર્શતો રહ્યો છે અને એ દરેક વેળા તેઓ તેમના કોઈ નવા-નવા અંશનો આપણને પરિચય આપતા રહ્યા છે. તેઓ પ્રેમાળ વ્યક્તિ છે, કહો કે તેમના વ્યક્તિત્વનો સ્થાયી ભાવ જ પ્રેમ છે. પુત્રી હોય, પત્ની હોય, માતા-પિતા હોય, સન્મિત્ર હોય, સહકાર્યકર હોય કે પછી દૂરનું કે નજીકનું કોઈ પરિચિત હોય, સૌની સાથે તેમનો વર્તાવ માયાળુ, સહૃદયતાભર્યો રહ્યો છે. સમાજ સાથેના કે અંગત સ્નેહીજનો સાથેના સંબંધોમાં તેઓ કશે કટુ નથી બન્યા, દોષદેખું નથી રહ્યા, આપવડાઈ કે હુંકારને વચ્ચે નથી લાવ્યા. ચંદનની જેમ ઘસાતા રહ્યા છે, સુગંધ પ્રસારતા રહ્યા છે. એ બધાંમાં તેમનું સદા ઉમદા માનવીય પાસું જ કોઈક ને કોઈક રીતે નીખરી આવતું જોવા મળે છે. અહીં ત્રણેક ચરિત્રો તેમના એવા એકદમ અંગત-આત્મીય કહી શકાય તેવી વ્યક્તિઓનાં પસંદ કર્યા છે. જેમાં પ્રેમાળ પુત્ર તરીકેનું, પ્રેમાળ સ્વજન તરીકેનું-વ્યક્તિત્વ-એકદમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy