SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું કે બધાએ ફળિયામાં ખાટલા ઢાળીને સૂઈ જવું. થોડાક પુરુષો લાકડી સાથે જાગતા રહે. બાએ અમને–ભાઈબહેનને ખાટલામાં સુવાડ્યાં. અને પોતે જાગતાં રહીને નવકારમંત્રનું રટણ કર્યું. પિતાજી પણ જાગતા રહ્યા. બીકને લીધે આખી રાત સાપ નીકળ્યો નહિ પણ સવાર થતાં ઘરની બહાર નીકળ્યો તે અમે બધાંએ જોયું પણ એને કોઈ પકડે તે પહેલાં તો તે ઝડપથી વગડામાં પહોંચી ગયો. મોભામાં સ્ટેશનની પાસે જ અમારું ઘર હતું. એટલે સ્ટેશન પર અમે કેટલાંક છોકરાં રમવા જતાં. સ્ટેશન માસ્તરને પણ એ ગમતું, કારણ કે એમને અમારી ઉંમરનો એક દીકરો હતો. આખા દિવસમાં એક ગાડી આવે અને એક જાય. પછી માસ્તરને કંઈ કામ નહિ. ત્યારે અમે પાટા પર સમતોલપણું રાખીને ચાલવાની હરીફાઈ કરતા. સિગ્નલથી કેવી રીતે પાટા છૂટા પડે તે તથા એન્જિનનું મોઢું બદલવું હોય તો તે માટેના કૂવાના પાટા કેવી રીતે ફેરવવા તથા ક્યારે કેટલા ડંકા વગાડવા તે માસ્તરનો મદદનીશ અમને સમજાવતો. મોભામાં એક વર્ષ રહી દુકાન સંકેલી પિતાજીને પાદરા પાછા ફરવું પડ્યું. મારા અમૃતલાલદાદાના છેલ્લા માંદગીના દિવસોનું અને એમના અવસાનના દિવસનું ચિત્ર હજુ નજરમાં તરવરે છે. માંદગીના વખતે ઉપરના માળે ભેડા ઉપ૨) એમને સુવાડ્યા હતા. તેઓ શૌચાદિ માટે ઘરબહાર જઈ શકે એમ નહોતા એટલે એમને માટે પાટ મંગાવવામાં આવી હતી. અમે એમને જોવા જઈએ તો તરત નીચે જવાનું કહેવામાં આવતું. તેઓ ગુજરી ગયા તે વખતે અમને બધાં છોકરાંઓને બાજુના એક મકાનમાં પૂરવામાં આવ્યાં હતાં જ્યાંથી અમે જોઈ શકીએ. દાદાની ઠાઠડી ઊંચકીને લઈ ગયા પછી અમને છોડ્યાં હતાં. દાદાના ગુજરી ગયા પછી અમુક દિવસ સુધી રોજ સવારે ફળિયામાં રોવા-કૂટવાનું રાખવામાં આવતું. એ માટે સગાંસંબંધીની સ્ત્રીઓને કહેણ મોકલાતું. નજીકની શેરીમાં રહેતા બે હીજડાઓ મરશિયા ગવડાવતા. કેટલીક સ્ત્રીઓ છાતી કૂટવામાં માત્ર બે હાથનો અભિનય કરતી. દાદીમા અમથીબા તથા ચારે વહુઓ જોરથી કૂટતી અને છાતી લાલઘૂમ કરતી. અમે છોકરાંઓ એ વર્તુળની બહાર ઊભાં રહીને નિહાળતાં. રેવાબા જ્યારે બહુ કૂટતાં અને લાલઘૂમ છાતીમાં લોહીની ટશરો ફૂટતી ત્યારે એ દશ્ય જોઈને અમે છોકરાંઓ રડતાં. ત્યારે અમથીબા પણ રેવાબાને અટકાવતાં. એક દિવસ તો તડકામાં છાતી કૂટતાં રેવાબા બેભાન પણ થઈ ગયાં હતાં. પારકે ઘેર ફૂટવા જવાનું હોય તોપણ રેવાબા પોતાનું ઘર હોય તેમ સમજી જોરથી છાતી કૂટતાં. અમૃતલાલદાદાના અવસાન પછી એકાદ વર્ષે મારા પિતાશ્રી અને એમના ભાઈઓએ મિલકતની વહેંચણી કરી એ દિવસો મારી નજર સમક્ષ અત્યારે પણ ૨૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy