SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દૃઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશક્તિ, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભક્તિ, બીજાના હૃદયને જીતવાની સહજસાધ્ય ધર્મકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશક્તિ, અનોખી દીર્ઘદૃષ્ટિ, તાજગીભરી સ્મૃતિશક્તિ, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ વગેરે જોતાં એમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એવા અનેક ઉચ્ચ સદ્ગુણોનો સુભગ સમન્વય થયો હતો. એને લીધે જ એમના કાળધર્મથી અનેક લોકોએ એક માતાતુલ્ય સ્વજન ગુમાવ્યા જેવી લાગણી અનુભવી છે. માતા ગુરુણી પૂજ્ય શીલવતીજી વિનમ્રતા અને વાત્સલ્યનાં મૂર્તિ સમાં હતાં. પોતાની પુત્રી સાધ્વી-શિષ્યા મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજ્જ કરીને આત્મસાધનાના ઉજ્જ્વળ પંથ તરફ દોરી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ આપ્યું હતું. પોતાની માતા પૂજ્ય શીલવતીશ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂજ્ય મૃગાવતીશ્રીજીએ સવાયો સમૃદ્ધ કરીને દીપાવ્યો. પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે યુવાન વયનાં હતાં ત્યારે વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહ્યતા જોઈને, એમના જેવી સાધ્વીને માટે જ્ઞાન સંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂજ્ય વલ્લભસૂરિજી, પૂજ્ય સમુદ્રસૂરિજી, પૂજ્ય શીલવતીશ્રીજી અને સંઘના શ્રેષ્ઠિઓએ વિચાર્યું. એ માટે અનુકૂળ સ્થળ અમદાવાદ જણાયું. પૂજ્ય મૃગાવતીજીએ અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત છોટેલાલ શાસ્ત્રી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કોષ, આગમ ગ્રંથો અને પૂર્વાચાર્યોના અનન્ય મહાન ગ્રંથોના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મોના મહત્ત્વના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પરિણામે મૃગાવતીજીની વિદ્યાપ્રતિભા ઘણી વિકાસ પામી. એમની એ પ્રકારની પરંપરાગતતા જોઈને કલકત્તામાં ચાતુર્માસ દરમિયાન પૂજ્ય વલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. એથી મૃગાવતીજીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર વિશેષતઃ પંજાબમાં વિચરવાનું થતાં. વ્યાખ્યાન માટે ગુજરાતી અને હિન્દી એમ બન્ને ભાષા ઉ૫૨ એમણે પ્રભુત્વ મેળવી લીધું. તેમનાં વ્યાખ્યાનોની શ્રોતાઓ ઉપર ઊંડી અસર થતી, કા૨ણ કે એમની શાસ્ત્રસંગત વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી. લગભગ બે દાયકા પહેલાં પૂજ્ય શીલવતીશ્રીજી અને પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઈમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેક્ટર મુરબ્બી શ્રી કાન્તિલાલ કોરાએ મને તેમનો પરિચય કરાવ્યો હતો. ત્યાર પછી મુંબઈમાં કેટલીક પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy