SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વાર મારે એમને મળવાનું થયું હતું. શીલવતીશ્રીજી અપાર વાત્સલ્યથી સભર હતાં એવું એમને મળતાં જ પ્રતીત થતું. એક વખત હું એમને વંદન કરવા ગયો. પાછો ફરતો હતો ત્યારે તેઓ એટલું જ બોલ્યાં, “ભાઈ, દાદરમાં અંધારું છે. જરા સાચવીને જજો.' એ વાક્યમાં વાત્સલ્યનો એવો અભૂતપૂર્વ રણકો મને સંભળાયો કે આજ દિવસ સુધી એ વાક્ય હજુ કાનમાં ગુંજ્યા કરે છે. શીલવતીજી સંવત ૨૦૨૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યાં. એમણે પોતાનાં પુત્રી-શિષ્યા મૃગાવતીજીને એવાં તૈયાર કર્યા હતાં કે એમનામાં એમની માતાગુરુણી પૂજ્ય શીલવતીશ્રીજીનાં દર્શન થતાં. પૂજ્ય મૃગાવતીજીએ પોતાનાં માતાગુરણી શીલવતીજી સાથે સંવત ૨૦૨૪ સુધી એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યો. ત્યાર પછી છેલ્લાં અઢાર વર્ષમાં તેમણે પોતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાઠ હજાર માઈલ જેટલો પાદવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેમણે સંવત ૨૦૦૯માં કલકત્તા-શાંતિનિકેતનમાં સર્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સંવત ૨૦૧૦માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સંવત ૨૦૧૬માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧મું અધિવેશન પૂજ્ય વિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં યોજાયું ત્યારે મૃગાવતીજીનાં પ્રવચનોથી પ્રેરાઈને “વિજયવલ્લભ હાઈસ્કૂલ માટે અનેક બહેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ એ મૃગાવતીજીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સંવત ૨૦૧૦માં અંબાલામાં “વલ્લભવિહાર' નામના સમાધિ મંદિરનું નિર્માણ થયું હતું. એમના ઉપદેશથી પંજાબમાં જરિયા, લહેરા વગેરે સ્થળોએ જિનાલય, ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલ્લભ સ્મારકનું નિર્માણ થયું. વળી એ સ્મારકમાં “ભોગીલાલ લહેરચંદ જૈન એકેડમી ઓફ ઇન્ડોલોજિકલ સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી. મૃગાવતીજી પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વિજયવલ્લભસૂરિ મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા નહોતી. ઉદાર દૃષ્ટિથી ભારતના વિહાર દરમિયાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ તેઓ ગયાં હતાં. એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લોકોને ઉપદેશ આપ્યો હતો. મૂર્તિપૂજક ફીરકાના હોવા છતાં, સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકોમાં તેઓના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેતાં અને તે તે સમુદાયના સાધુ-સાધ્વીઓને જ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy