SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ એવામાં બાને વિચાર મૂક્યો. તેઓ ઉપાશ્રયે ગયાં. સાધુ મહારાજને વિનંતી કરી એટલે મહારાજ કામળી ઓઢીને ઘરે આવ્યા. જ્યાં મને દર્દ થતું હતું ત્યાં હાથ મૂકીને મંત્ર ભણ્યા. પછી એમણે મને કહ્યું, “તું ઊંઘ આવે ત્યાં સુધી “વીતરાગ નમો જિણાણું’ બોલ્યા કરજે. તને જરૂર મટી જશે.” પથારીમાં સૂતાં સૂતાં મેં રટણ ચાલુ કર્યું. બા મને પંપાળતી રહી અને કહેતી રહી કે હમણાં મટી જશે.” એમ કરતાં થોડી વારમાં જ હું ઊંઘી ગયો. સવાર પડતાં તો કંઈ થયું જ ન હોય એમ લાગ્યું. બીજી એક વખત પણ મને વીંછી કરડ્યો હતો. આ વખતે મોટો વીંછી નહિ પણ વીંછીનું બચ્યું હતું. સવારે નાહીને મેં સ્કૂલ જવા માટે વળગણી પરથી ખમીસ ઉતાર્યું. પહેરવા જતાં બાંયમાં રહેલા વીંછીએ હાથ પર ડંખ માર્યો. મેં ચીસાચીસ ચાલુ કરી. બાએ ધમકાવ્યો, “કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે ?” ત્યાં તો બાએ ખમીસ ઝાપટું તો નીચે વીંછી પડ્યો. ઘરમાં એક જણ વીંછી પકડવા રોકાયું. પિતાજી બહારગામ હતા. એટલે બા મને અમારા એક વડીલ નાથાકાકાને ત્યાં લઈ ગયાં. નાથાકાકા મને ઊંચકીને બજારમાં લઈ ગયા. બાથી (સ્ત્રીઓથી બજારમાં જવાય નહિ. કાકા મને એક મોટરવાળા પાસે લઈ ગયા અને વીંછી કરડ્યાની વાત કરી. એણે મોટરનું બોનેટ ખોલી બેટરીના બે વાયર મારા બે હાથમાં પકડાવ્યા અને કહ્યું ‘બિલકુલ સહન ન થાય ત્યારે જ હાથ છોડી દેજે. ત્રણચાર વખત કરીશું.’ મોટરનું એન્જિન ચાલુ કરતાં મને હાથે ધડધડ થવા લાગ્યું. (હળવો શોક લાગવા માંડ્યો. સહન થતું નહોતું છતાં હિંમત રાખી. ચાર વખત એમ કર્યું અને કહ્યું, જા, મટી ગયું છે. હવે રડતો નહિ.” મારી પીડા ચાલી ગઈ. ઘરે આવીને કપડાં પહેરીને હું સ્કૂલે ગયો. વીંછી કરડવાના બનાવો ત્યારે ગામડાઓમાં વારંવાર થતા. એ મટાડવા માટે વિવિધ ગામઠી ઉપચારો થતા. અમૃતલાલ દાદાને રૂના વેપારમાં મોટી ખોટ આવી અને માથે દેવું થઈ ગયું ત્યારે એમણે પોતાના ચારે દીકરાઓને ગામ છોડીને બીજે જઈ નોકરીધંધો કરવાની ભલામણ કરી. ત્યારે ચારે ભાઈઓ દ્વારા પાદરા અનાજ, કાપડ વગેરેની પ્રકીર્ણ ચીજવસ્તુઓની દુકાન કરવાનો વિચાર કર્યો. એ માટે ચારે ભાઈઓએ ત્યાં દુકાન ભાડે રાખી. મારા પિતાશ્રીએ એ માટે પહેલ કરી અને રેવાબા સાથે મને અને મારી નાની બહેન પ્રભાવતીને લઈ ગયા. ત્યારે મને પાંચમું વર્ષ બેઠું હતું. પરંતુ પિતાશ્રીના બીજા કોઈ ભાઈઓ આવ્યા નહિ, મોભામાં અમે એક વર્ષ રહ્યાં, પણ સંતોષકારક કમાણી ન થતાં અને દાદાની તબિયત બગડતાં પાછા પાદરે આવ્યાં. મોભામાં અમારા ઘરની પાછળ જ વગડો અને ખેતરો હતાં. વગડામાં થોડે ૨૦૬ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy