SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજરામરસ્વામી સ્થાનકવાસી સંપ્રદાયમાં થઈ ગયેલા મહાત્માઓમાં સ્વ. પૂ. શ્રી અજરામરજી સ્વામીનું સ્થાન અનોખું છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન ધર્મના ક્ષેત્રે ભગીરથ કાર્યો કર્યા હતાં. એમણે જૈન દર્શન ઉપરાંત અન્ય ભારતીય દર્શનોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમનામાં સાંપ્રદાયિકતા, સંકુચિતતા કે કટ્ટરતા રહી નહોતી. તેઓ બહુ ઉદાર અને સમન્વયકારી દષ્ટિ ધરાવતા હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ તેઓ ઘણું વિચર્યા હતા. કચ્છમાં પણ વાગડ વિસ્તાર ઉપર તેમનો ઘણો મોટો પ્રભાવ રહ્યો હતો. તેમના જીવન વિશે કેટલીક માહિતી મળે છે. તે ઉપરથી શતાવધાની પંડિત રત્નચંદ્રજી મહારાજે તેમનું જીવનચરિત્ર લખેલું છે અને તેમના વિશે “ભક્તામર પાદપૂર્તિ'ની રચના સંસ્કૃત શ્લોકમાં કરેલી છે. અજરામરસ્વામીનો જન્મ વિ. સં. ૧૮૦૯ના જેઠ સુદ ૯ના દિવસે જામનગર પાસે પડાણા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ માણેકચંદ હતું, માતાનું નામ કંકુબાઈ હતું, તેઓ જ્ઞાતિએ વીસા ઓસવાલ હતા. અજરામરસ્વામીનું જન્મનામ પણ અજરામર હતું. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. દુ:ખી થયેલાં વિધવા માતા કંકુબાઈ ધર્મ તરફ વળ્યાં હતાં. બાળક અજરામર ગામઠી નિશાળમાં ભણવાનું ચાલુ કર્યું હતું. પોતાની માતા રોજ ઉપાશ્રય ગુરુમહારાજ પાસે જતાં ત્યારે સાથે તેમને પણ લઈ જતાં. માતા કંકુબાઈને રોજ સામાયિક અને પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. તેમને સૂત્રો વગેરે આવડતાં નહોતાં, પરંતુ સ્થાનકમાં જઈ બીજા બોલે તે સાંભળીને તેઓ સામાયિક કે પ્રતિક્રમણ કરતાં. એક દિવસ બહુ જ વરસાદ પડ્યો. એથી સ્થાનકે જવાનું શક્ય નહોતું. એટલે શ્રી અજરામરસ્વામી - ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy