SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ એ માટે કાં તો તેઓ કાઠિયાવાડમાં પધારે અને કાં તો પોતે તેમની પાસે જઈને અભ્યાસ કરવો જોઈએ. સંઘે વિચાર્યું કે જો ોલતરામજી મહારાજ ઝાલાવાડમાં પધારે તો લોકોને પણ લાભ મળે. એ માટે ખાસ માણસ મોકલીને સમગ્ર પરિસ્થિતિ સમજાવી શ્રી દોલતરામજી મહારાજને વિનંતી કરવામાં આવી. શ્રી દોલતરામજી મહારાજે એનો સ્વીકાર કર્યો. તેઓ પોતાના શિષ્ય-સમુદાય સાથે અમદાવાદ થઈને લીંબડી પધાર્યા. ઝાલાવાડમાં તેઓ બે વરસ વિચર્યા અને અજરામરસ્વામીએ તેમની પાસે આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ પાછા ફર્યા ત્યારે અજરામરસ્વામીએ તેમને પોતાના ગ્રંથસંગ્રહમાંથી કેટલાક ઉત્તમ મૂલ્યવાન ગ્રંથો ભેટ આપ્યા હતા. અજરામરસ્વામી શાસ્ત્રજ્ઞાતા થયા હતા અને શાસનનો ભાર ઉપાડી શકે એવા તેજસ્વી હતા. એ જોઈ સંઘે વિ. સં. ૧૮૪૫માં લીંબડીમાં મોટું સંમેલન યોજી એમને ૩૫ વર્ષની યુવાન વયે આચાર્યપદે સ્થાપ્યા હતા ત્યારે સંપ્રદાયમાં જે કંઈ શિથિલતા હતી તે દૂર કરવા એમણે જબરો પુરુષાર્થ કર્યો હતો. મહાસતીજીઓના વિદ્યાભ્યાસ માટે પણ તેમણે પ્રબંધ કરાવ્યા હતા. તેમના વ્યક્તિત્વમાં સરળતા, નમ્રતા, વત્સલતા, મધુરતા, ઉદારતા, ગંભીરતા વગેરે ગુણો એવા વિકસ્યા હતા કે જૈન-જૈનેતર એવા અનેક લોકો તેમના ચાહક બન્યા હતા. અજરામરસ્વામીની સાધના ઘણી ઊંચી હતી. તેમનામાં આત્મબળ પણ ઘણું હતું. આવી વિભૂતિઓના જીવનમાં કેટલાક ચમત્કારના પ્રસંગો બને તે સ્વાભાવિક છે. એમ કહેવાય છે કે એક વખત અજરામર સ્વામી જામનગરથી કચ્છ જવા માટે માળિયા ગામે પધાર્યા. ત્યાંથી તેઓ રણ ઊતરીને વાગડ તરફ જતા હતા તે વખતે રસ્તામાં લૂંટારુઓની એક ટોળી મળી. અજરામરસ્વામીએ લૂંટારુઓને કહ્યું કે પોતે બધા સાધુઓ છે અને તેમની પાસે કોઈ માલ-મિલકત નથી, તોપણ લૂંટારુઓએ તેમને શરીર પર એક જ વસ્ત્ર રાખીને બાકીનાં વસ્ત્રો, પાતરાંઓ, પોથીઓ વગેરે બધું આપી દેવા તોછડાઈથી હુકમ કર્યો. લૂંટારુઓ કોઈ રીતે માનવા તૈયાર ન હતા. તે વખતે પરિસ્થિતિ જોઈ અજરામરસ્વામીએ મંત્રોચ્ચાર કર્યો. એથી લૂંટારુઓ સ્થભિત થઈ ગયા અને આંખે દેખતા બંધ થઈ ગયા. એથી ગભરાઈ ગયેલા લૂંટારુઓ માફી માગવા લાગ્યા એટલે ફરી ક્યારેય તેઓ લૂંટ નહિ કરે તેવી પ્રતિજ્ઞા તેમની પાસે અજરામરસ્વામીએ લેવડાવી હતી. પછીથી તો એ લૂંટારુઓ પણ સ્વામીજીના ભક્ત બની ગયા હતા. બીજા એક પ્રસંગે અજરામરસ્વામી પોતાના શિષ્યો સાથે કચ્છથી વિહાર કરીને લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જંગલમાંથી એક સિંહ સામેથી શ્રી અજરામર સ્વામી એ ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy