SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ધોયેલાં સ્વચ્છ પણ ઇસ્ત્રી વગરનાં ખાદીનો ઝભ્ભો, બંડી અને પાયજામો પહેરેલા, ખભે ખાદીનો આછા રંગનો થેલો ભરાવેલા, ગામઠી ચંપલવાળા નીચું જોઈને ચાલતા સિત્તેર-એંસી વર્ષના કોઈ કાકા આણંદથી અમદાવાદની કે ગાંધીનગ૨ જતી બસમાં ચડે અને જગ્યા હોય તો બેસે, નહિ તો દાંડો ઝાલીને ઊભા ઊભા પ્રવાસ કરે એમને તમે જુઓ તો સમજો કે એ ચિખોદરાની આંખની હોસ્પિટલવાળા ડૉ. રમણીકલાલ દોશી-દોશીકાકા છે. અમદાવાદ-ગાંધીનગરની બસમાં જ નહિ, બીજી કોઈ બસમાં પણ તમે એમને જોઈ શકો. ગુજરાતની બસોમાં સેંકડો વાર એમણે પ્રવાસ કર્યો હશે. ગાંધીજી અને રવિશંકર મહારાજ દાદાના પ્રભાવ નીચે આવેલા, અને લોકસેવાનો ભેખ ધારણ કરેલા ડૉ. દોશીકાકાને આજે ૮૯-૯૦ની ઉંમરે એ જ તરવરાટથી કામ કરતા તમે જોઈ શકો ! એમના પરિચયમાં આવો તો તમને એમની મહત્તાનો ખ્યાલ આવે. એ ચાલ્યા જતા હોય તો એમના પહેરવેશ પરથી કોઈ અજાણ્યા માણસને ખ્યાલ ન આવે કે આ ડૉક્ટર છે, આંખના મોટામાં મોટા ડૉક્ટર છે. એક વખત કાકાને અમે પૂછ્યું કે, ‘કાકા, તમારી પાસે સંસ્થાની પાંચ ગાડી છે, તો તમે સંસ્થાના કામ માટે અમદાવાદ કે ગાંધીનગર બસમાં કેમ જાવ છો ?’ કાકાએ કહ્યું, “જો મારે એકલાએ જવાનું હોય અને સમય હોય તો હું જીપ નથી વાપરતો. બીજા એક-બે વધારે હોય તો હું જીપમાં જાઉં છું. અમારી સંસ્થાની બધી જીપ આખો વખત કામ માટે ક્યાંથી ક્યાં જતી હોય છે. કોઈ વાર એક જ ડૉક્ટર હોય અને જીપ લઈ જાય છે. પરંતુ આ નિયમ તો મેં મારે માટે રાખ્યો છે. એથી અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy