SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાને મળી હોય કે ન મળી હોય એવી અનેક વ્યક્તિઓનાં નામ યાદ રાખવાની એમની ગજબની શક્તિ હતી. એમની સ્મૃતિ એવી હતી કે એમને લગભગ સાઠ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. પૂજ્ય મૃગાવતીજીના પવિત્ર જીવનનો એવો પ્રભાવ હતો કે ઉપાધિવાળા કેટલાક લોકો એમના સાનિધ્યમાં શાંતિ અનુભવતા. કંઈક આપત્તિ આવી પડી હોય, કંઈક વ્યક્તિગત કે કૌટુમ્બિક પ્રશ્નો હોય અને એમની પાસે જઈને માણસ વાસક્ષેપ નંખાવે અને માંગલિક સાંભળી આવે તો પોતાના પ્રશ્નો ઊકલી ગયા હોય એવા અનુભવની વાતો ઘણા પાસેથી મને સાંભળવા મળી છે. ગુજરાનવાલાપાકિસ્તાન)માં પૂજ્ય આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા હતા અને જ્યાં સુંદર સમાધિ મંદિર બંધાવવામાં આવ્યું હતું ત્યાં હિન્દુસ્તાનપાકિસ્તાનના વિભાજન પછી જૈનો જઈ શકતા ન હતા. શીખોને પાકિસ્તાનમાં આવેલા તેમના ગુરુદ્વારાઓમાં જવા માટે પાકિસ્તાનની સરકાર સમાંતર ધોરણે જેમ છૂટ આપતી હતી તે જ રીતે જૈનો માટે પણ ગુજરાનવાલાની છૂટ ઉચ્ચ કક્ષાની સરકારી વ્યક્તિઓ સુધી પોતાની વાત પહોંચાડીને મૃગાવતીજીએ મેળવી આપવાનું કાર્ય કર્યું હતું. પાકિસ્તાનના ગુજરાનવાલામાં અને અન્યત્ર જૈન જ્ઞાનભંડારોમાં કેટલીય હસ્તપ્રતો રહી ગઈ હતી. પાકિસ્તાનની સરકાર પાસેથી એમાંથી છ હજાર જેટલી જૈન હસ્તપ્રતો મૃગાવતીજીએ પાછી મેળવી લાવવા માટેનું પોતાના આચાર્ય ભગવંતોની પ્રેરણા અને સહકારથી ભગીરથ કાર્ય કર્યું. જૈન-જૈનેતર શ્રેષ્ઠીઓ, અમલદારો, ધારાસભ્યો, સંસદસભ્યો, પ્રધાનો તેમનું કાર્ય કરવા તત્પર રહેતા. સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુવર્ય વિજયવલ્લભસૂરિજી માટે યોગ્ય સ્મારક કરવાની યોજના વિચારાતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં તે સાકાર થતી નહોતી. વડોદરામાં પૂજ્ય વિજયસમુદ્રસૂરિજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂજ્ય મૃગાવતીજીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં મૃગાવતીજી ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યાં. દિલ્હી, અંબાલા, લુધિયાણા, લંધર, હોશિયારપુર વગેરે સ્થળોના શ્રેષ્ઠીઓ સાથે વિચારવિનિમય કરીને તે માટે તેમણે જરૂરી વિહાર કર્યો. તેઓ અંબાલાથી દિલ્હી વિહાર કરતાં હતાં ત્યારે વિસામો લેવા રસ્તા પરના એક ખેતરમાં એક વૃક્ષ નીચે બેઠાં હતાં એ વખતે એ સ્થળ અને એનું વાતાવરણ એમને એટલાં બધાં ગમી ગયાં અને જાણે કોઈ દિવ્ય પ્રેરણા મળતી હોય તેમ મનમાં ભાવના થઈ કે આ જ સ્થળે વલ્લભ સ્મારક કરવામાં આવે તો કેવું સારું ! જાણે વલ્લભ સ્મારકને ત્યાં સાકાર થતું મનોમન તેઓ નિહાળી રહ્યાં. દિલ્હી આવી સંઘના આગેવાનોને વાત કરી. દિલ્હીથી ૧૮-૨૦ કિલોમીટર દૂર એ નિર્જન સ્થળે કોણ જાય અને ત્યાં કેવી પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ - ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy