SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરીના ઇરાદાથી ઓછી થાય. એકની ખોવાય એટલે તે બીજાની ઉપાડીં લે અને એમ ચક્ર ચાલે. કૅમ્પ પૂરો થવા આવે ત્યારે દરેકના સામાનની બધી વસ્તુઓ ખોલાવીને ચેકિંગ કરાય. તે વખતે ઘણાની ઘણી વસ્તુઓ પાછી મળી જાય, કારણ કે કોઈની પાસે એક કરતાં વધારે હોય તો તે મોટે ભાગે બીજાની જ હોય. પણ કૅમ્પમાં કોઈના પૈસા ચોરાયા હોય તો તે પાછા મેળવવાનું કામ લગભગ અશક્ય, સિવાય કે ચોરી કરતી વખતે જ તે ચોરના૨ પકડાઈ જાય. કૅમ્પમાં ચોરી ન થાય એ માટે પહેલા દિવસથી જ બંદોબસ્ત કરવામાં આવે. પરેડના સમય દરમિયાન જ્યારે બધા કૅડેટો પરેડ-ગ્રાઉન્ડમાં હોય ત્યારે તંબુઓમાં રખેવાળું કરવા માટે ફરજ ઉપર કેટલાક કૅડેટોને ‘લાઇન સેન્ટ્રી’ તરીકે મૂકવામાં આવે. જેઓ માંદા હોય અથવા જેમણે રાતની ડ્યુટી બજાવી હોય અથવા બીજાં કોઈ કા૨ણોસ૨ જેમને પરેડમાં જવાનું ન હોય તેવા કૅડેટોની લાઇન સેન્ટ્રી તરીકે સામાન્ય રીતે પસંદગી થાય. એ કૅડેટોને તે દિવસ પૂરતી પરેડમાંથી મુક્તિ મળે. પરેડ પર ગયેલા બધા કૅડેટોના બિસ્તરા અને કિટબૅગ બરાબર માપસર હારબંધ ગોઠવવાની (લાઇન ડ્રેસિંગની) જવાબદારી તેમને સોંપાય. કોઈની કિટબૅગ વ્યવસ્થિત ન હોય તો એ ખોલીને ફરી ગોઠવવાની સત્તા પણ લાઇન સેન્ટ્રીને અપાય. ક્યારેક લાઇન સેન્ટ્રી ચા-નાસ્તા માટે કે કુદરતી હાજત માટે તંબુ છોડીને જાય ત્યારે તેની ગેરહાજરીમાં ચોરી થઈ જાય. ક્યારેક આવી ચોરીમાં કૅમ્પના ઝાડુવાળા, રસોઇયા કે બીજા નોકરોનો હાથ પણ હોય. નાસિકના અમારા કૅમ્પમાં ચીજ-વસ્તુઓની ચોરી કરતાં પૈસાની ચોરીનું પ્રમાણ ઘણું વધી ગયું. રોજ કેટકેટલી ફરિયાદો આવવા લાગી. મેં અને મારા બીજા મદદનીશ ઑફિસરોએ પરેડ-ગ્રાઉન્ડમાંથી ચૂપચાપ આવીને તંબુઓની અચાનક ઝડતી લેવાનું ચાલુ કર્યું, પણ કોઈ ચોર પકડાતો ન હતો. સી.એસ.એમ. અને સાર્જન્ટોને બોલાવીને ખાનગીમાં પૂછી લીધું, તમને કોઈ કૅડેટ ઉ૫૨ વહેમ આવે છે ?” તેમણે કહ્યું, ‘કૉર્પોરલ બારશી કહેતો હતો કે ફર્નાન્ડિઝ કદાચ આ ચોરી કરતો હોવો જોઈએ એવો તેને વહેમ છે.’ તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું કે કૅડેટ ફર્નાન્ડિઝ માંદગીના બહાને લાઇન સેન્ટ્રી તરીકે ચાર-પાંચ વાર રહ્યો હતો. એક વખત અચાનક હું તંબુમાં જઈ ચઢ્યો ત્યારે કૉર્પોરલ બારશી ત્યાં બેઠો બેઠો સિગારેટ ફૂંકતો હતો. મને જોતાં જ એણે સિગારેટ નાખી દીધી. મેં પૂછ્યું, “કેમ બારશી, તું અહીં શા માટે છે ?” ‘સર, હું હમણાં જ આવ્યો. લાઇન સેન્ટ્રી ફર્નાન્ડિઝને બ્રેકફાસ્ટ માટે જવું હતું એટલે સી.એસ.એમ.એ મને મોકલ્યો છે. કૅડેટ ફર્નાન્ડિઝ આવે એટલે હું તરત ૨૬૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy