SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ એક ગ્લાસમાં થોડો દારૂ કાઢવામાં આવ્યો. પાણી કે સોડા ભેળવ્યા વગરના ચોખ્ખા (Neat) દારૂનો ગ્લાસ બૅન્ડ માસ્ટર સુબેદારને શાબાશી સાથે ઇનામ તરીકે આપવા માટે બ્રિગેડિયરે હાથ લંબાવ્યો. સુબેદારે સલામ ભરી એક ડગલું આગળ આવી ગ્લાસ લીધો. ગ્લાસ ઊંચે ધરી, મોઢું ઊંચું કરી, આખું ખોલી તેમાં દારૂ રેડી દીધો. એક જ ઘૂંટડે તેઓ દારૂ ગટગટાવી ગયા. બધા જ આશ્ચર્યમુગ્ધ બનીને તે જોઈ રહ્યા. આટલો જરાક જેટલો દારૂ પીવામાં શી નવાઈ એમ મારા જેવા બિનઅનુભવીને લાગ્યું હશે, પણ મારી બાજુમાં બેઠેલા ઑફિસરે કહ્યું, “આટલો ૨મ ભરપૂર સોડા સાથે ધીમે ધીમે પીતાં અમને દોઢ-બે કલાક થાય. ઉતાવળ કરીએ તો નશો ચડે કે ઊલટી થાય. બૅન્ડ માસ્ટરના હોદ્દા ઉપર જે વ્યક્તિ પહોંચે એ વ્યક્તિએ આવી રીતે ચોખ્ખો દારૂ પીવાની ટેવ પાડવી જોઈએ. વળી તેઓ તેના મારણ તરીકે કશુંક ખાઈ લે અથવા પીધા પછી બહાર જઈ થોડી વારે ઊલટી કરી નાખે. જો તેમ ન કરે તો ઍસિડ જેવા દારૂથી પેટમાં ચાંદું પડે અને એનું લિવર ખલાસ થઈ જાય પણ રેજિમેન્ટલ ડિનર નાઇટમાં બ્રિગેડિયર હોય કે મેજર જનરલ હોય, જે ઑફિસ૨ હોય તેણે જ્યારે ઇનામ તરીકે રમનો ગ્લાસ આપે ત્યારે એક ઘૂંટડે ગટગટાવી જવો પડે. બ્રિટિશ ઑફિસરોએ લશ્કરમાં ચાલુ કરેલી આ રસમ છે. એમ ન કરે તો ઇનામ આપના૨નું અપમાન લેખાય; આજ્ઞાનો ભંગ ગણાય. આમ પણ ઉપરી ઑફિસ૨નો હુકમ થાય તો સૈનિકોએ મ૨વા તૈયાર રહેવાનું હોય છે. એટલે ગમે તે બાબતમાં આજ્ઞાભંગ તો ન જ થાય. ૨મનો ઘૂંટડો લઈ બૅન્ડ માસ્ટરે પોતાના બૅન્ડ સાથે બેગ-પાઇપ વગાડતાં વગાડતાં અને તાલબદ્ધ રીતે કદમ મિલાવતાં ડિનર ટેબલના ત્રણ રાઉન્ડ મારીને વિદાય લીધી. ડિનર પૂરું થયું. બ્રિગેડિયર ઊભા થયા. તેની સાથે તો સૌ ઑફિસો પોતાના સ્થાનેથી ઊભા થયા. ડાઇનિંગ હૉલમાંથી સૌ પ્રથમ બ્રિગેડિયર નીકળ્યા. તેમની પાછળ સૌ ઑફિસરો સિનિયોરિટી પ્રમાણે નીકળ્યા. એન્ટિ રૂમમાં બધાને માટે કૉફી આવી. તે પીધા પછી બ્રિગેડિયરે વિદાય લીધી. સૌ છૂટા પડ્યા. અમે પોતપોતાની રૂમમાં જઈ નિદ્રાધીન થઈ ગયા, કારણ કે આખા દિવસનો બહુ થાક લાગ્યો હતો અને બીજા દિવસે વહેલી સવારે પરેડ ઉપર પાછું હાજર રહેવાનું હતું. પરંતુ બ્રિગેડિયર અને કર્નલ મોડી રાત સુધી Secret Documentsની ચકાસણી માટે બેસવાના હતા. બીજે દિવસે પણ વહેલી સવારથી આખો દિવસ ઇન્સ્પેક્શનનું કામ સતત ૨૩૬ ત્રિદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy