SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ એવાં ઉજ્જવળ પાસાંઓનું વધુ ને વધુ સુભગ દર્શન આપણને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજસાહેબના જેમ જેમ નિકટના પરિચયમાં મારે આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનના અત્યંત ઉજ્વળ પાસાંઓનું વધુ ને વધુ સરસ દર્શન મને હંમેશાં થતું ગયું હતું. મુંબઈ શહેરમાં એમના વિહાર દરમિયાન મહારાજશ્રી મારા ચોપાટીના ઘરે પગલો કરી ગયા હતા, પરંતુ વાલકેશ્વરના ચાતુર્માસ દરમિયાન મારે એમનો જેટલો લાભ જોઈતો હતો તેટલો, કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓને કારણે, લઈ શક્યો નહોતો. હું ઘણી વાર રાત્રે દસ વાગે એમની પાસે જતો, અને બાર-એક વાગ્યા સુધી બેસતો. તેઓ અડધી રાત સુધી ઘણુંખરું જાગતા જ હોય અને કંઈક લેખન-વાચન કરતા જ હોય. એ અરસામાં નાનાં ટેપરેકર્ડર નીકળ્યાં હતાં. મેં એમની વાતો, ઉપદેશવચનો, અનુભવો, કેટલાંક સ્તોત્રો વગેરે રેકર્ડ કરી લીધાં હતાં. એમની શ્રદ્ધાંજલિ સભામાં મેં જ્યારે આરંભમાં અને અંતિ મહારાજશ્રીની વાણી સંભળાવી ત્યારે સૌ શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. મુંબઈમાં બીજા ચાતુર્માસ પછી મહારાજશ્રીની બીમારી વધી જતાં એમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી સાંજે છૂટીને હું એમની ખબર જોવા જતો. જે દિવસે રાત્રે તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે મારે એમને મળવાનો યોગ નહિ હોય. કૉલેજથી છૂટીને લગભગ સાડા સાત વાગે હું એમની પાસે જવા નીકળ્યો. પહોંચવા આવ્યો ત્યાં એ આખા વિસ્તારની લાઈટ ગઈ. હોસ્પિટલના મકાનમાં અંધારું વ્યાપી ગયું. લિફ્ટ બંધ થઈ ગઈ. વીસેક મિનિટ રાહ જોવા છતાં લાઈટ આવી નહિ, એટલે નિરાશ થઈ બીજે દિવસે જવાનો વિચાર કરી ત્યાંથી ઘરે આવવા મેં બસ પકડી. થોડી વાર થઈ ત્યાં લાઈટ ચાલુ થઈ, પણ હવે બસમાંથી ઊતરી પાછા ફરવાનું મન ન થયું. હું ઘરે આવ્યો ત્યાં કલાકમાં જ સમાચાર આવ્યા કે મહારાજશ્રી કાળધર્મ પામ્યા છે. એ સમાચાર સાંભળતાં જ મેં જાણે વજાઘાત અનુભવ્યો. જીવનનો એક આધારસ્તંભ ગુમાવ્યા જેવું લાગ્યું. અંતિમ મિલનનો અવસર ચૂક્યાનો વસવસો મનમાં રહી ગયો. વિદ્વત્તા, ઉદારતા, સમતા અને વત્સલતાના અવતાર સમા પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના કાળધર્મથી મારું તો એક આશ્રયસ્થાન ચાલ્યું ગયું એવું મને લાગ્યું. એમની વાત્સલ્યસભર વાણી અને મધુર સ્વરે થતા વાર્તાલાપનું શ્રવણગુંજન તો હજુ પણ થયા કરે છે. આવી એ વંદનીય પ્રેરણામૂર્તિને આપણી કોટિશ વંદના હો! (તિવિહેણવંદામિમાંથી) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy