SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલી જ હોય. લશકરમાં બધાને માટે સવારે હજામત કરવાનો ફરજિયાત કડક નિયમ હોય છે. તેલ નાખીને માથું ઓળેલું હોય; ક્યાંય ડાઘ સરખો પડવા દીધો ન હોય. આ ધોન્ડી સવાર-સાંજ મેસમાં અમને પીરસવા આવતો, પરંતુ અમે મેસમાં એને બે દિવસ સુધી તો ઓળખી શકેલા નહીં, કારણ કે તેણે બેરર યુનિફૉર્મ પહેરેલો હોય. સફેદ ડગલો, નીચે સફેદ પેન્ટ, કમ્મરે ઘેરા લાલ રંગનો જાડો પટ્ટો, માથે લાલપીળા રંગની આકર્ષક મોટી પાઘડી વગેરે સરસ પહેર્યા હોય. ડગલા ઉપર ડાબી બાજુના ખભા નીચે ચંદ્રકની પટ્ટીઓ લગાડેલી હોય. આ બધું એણે એવી સરસ રીતે પહેર્યું હોય અને પાઘડી પણ કાણી આંખ ઢંગાય એવી રીતે પહેરી હોય કે એ અમારો ધોન્ડી છે એવો ખ્યાલ પણ ન આવે. જમવામાં એટિકેટની દષ્ટિએ અમારી રોજ શી શી ભૂલ થાય છે તેની એણે ત્રીજે દિવસે જ્યારે વાત કરી ત્યારે ખબર પડી કે મેસમાં તે પીરસવા આવે છે. એણે જ અમને સમજાવેલું કે બેરર અમારા ડાબા ખભા પાસે બાઉલ લઈને પીરસવા ઊભો રહે ત્યારે જ તેમાંથી લેવાય, જમણા ખભા પાસે ઊભો હોય ત્યારે નહીં. દિવસે દિવસે બેરર ધોન્ડી સાથેની અમારી નિકટતા વધતી ગઈ. પછી તો એનામાં અમને એટલો બધો વિશ્વાસ બેસી ગયો કે અમારા ટૂંકની ચાવીઓ પણ અમે એને સોંપી દીધી. અમારા પૈસાનાં પાકીટ પણ એ સંભાળતો અને પૈસાનો હિસાબ પણ એ રાખતો. જ્યારે અમે અમારા ટૂંક અને રૂમને તાળું મારીને ચાવી અમારી પાસે રાખતા ત્યારે ધોન્ડી રૂમની બહાર બેસી રહેતો, પણ તેના ચહેરા ઉપર ક્યારેય તે માટેની નારાજગી જોવા મળી નહોતી. પછી જ્યારે અમે એને ટૂંકની ચાવી, પાકીટ અને પૈસા સોંપ્યા ત્યારે તેના ચહેરા ઉપર અચાનક આનંદ પ્રગટ્યો હોય તેવું પણ નહોતું. આ બાબતમાં ધોડી જાણે સ્થિતપ્રજ્ઞ હોય તેવો લાગતો. ધોડીના હાથે કોઈ પણ વસ્તુ આઘીપાછી થઈ ન હોય કે તેનો દુરુપયોગ પણ થયો ન હોય. ઊંચી પાયરીના અંગ્રેજ ઓફિસરોના હાથે તાલીમ પામેલો ધોડી એક આદર્શ બેરર જેવો હતો. તે શાંત હતો. યસ સર’ અને ‘નો સર' જેવા બેચાર શબ્દો સિવાય તે ભાગ્યે જ કશું બોલતો. પરંતુ એક દિવસ ફુરસદના સમયે અમે એને પૂછ્યું ત્યારે તેણે થોડી પોતાની અંગત વાત કરી હતી. ધોન્ડી કહે, “સર, મને મૅસમાંથી બેરર તરીકે પગાર મળે છે, ખાવાનું પણ મળે છે. મારે માટે એ પૂરતું છે. મને કોઈ વ્યસન નથી. બીજા કેટલાક બેરરો ઓફિસરોની ડ્રિન્કિંગ પાર્ટી પતી ગયા પછી વધેલો શરાબ પી જતા હોય છે, ક્યારેક રાતના બહાર રખડવા જતા હોય છે; મને તો એ કશું ગમતું નથી. મેસની આજ્ઞા પ્રમાણે “ઑફિસર લોગનું હું બરાબર કામ કરું એમાં જ મને સંતોષ છે.' બેરર ધોડી ક ૨૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy