SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષાબહેને ચંદુભાઈને ઉપાય સૂચવ્યો કે હાથમાં ઝંડા રાખવાને બદલે અમારો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાખો. તરત ખાદીના તાકા લેવાયા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી વસ્ત્રો એવી રીતે બનાવાયાં કે તે ઝંડા જેવાં લાગે. હવે લાઠીમાર થાય તોપણ પોલીસ ઝૂંટવી નહિ શકે કે ફેંકી નહિ દે. એ સમયના લડત માટેના ઉત્સાહની ભરતી કિશોર-કિશોરીઓમાં પણ કેટલી બધી હતી તે આ પ્રસંગ બતાવે છે. લડત માટે ચંદુલાલ દેસાઈએ છોકરાઓની વાનરસેના તૈયાર કરી તો ઉષાબહેનની ભલામણથી છોકરીઓની માંજારસેના' પણ તૈયાર કરી. છોકરા પોલીસને હૂપ હૂપ કરે તો છોકરીઓ મ્યાંઉ મ્યાંઉ કરે. એકસાથે અનેક છોકરાંછોકરી લડત લડવાના ભાવથી આવા પોકારો કરતાં હશે ત્યારે એ દૃશ્ય હાસ્યજનક નહિ પણ શૂરતાપ્રેરક બની જતું હશે ! બી. એ. થયા પછી ઉષાબહેને એમ. એ.નો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર-Political scienceનો વિષય લઈને ચાલુ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્વતંત્રતાની ચળવળ જોર પકડતી જતી હતી એટલે એમણે અભ્યાસ છોડી લડતમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું. ૧૯૪૨ની ‘હિંદ છોડો'ની લડતમાં ઉષાબહેનનું મહત્ત્વનું કાર્ય તે ગુપ્ત રીતે ‘કૉંગ્રેસ રેડિયો”ની પ્રવૃત્તિ ચલાવવાનું હતું. ૧૯૪૨ની ચળવળમાં ગાંધીજી, સરદાર, નહેરુ, મૌલાના વગેરેને જેલમાં પૂરવામાં આવ્યા તે વખતે બીજી-ત્રીજી હરોળના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. એ બધાંની પ્રવૃત્તિના અહેવાલ એકબીજાને પહોંચાડવા માટે ગુપ્ત પત્રિકાઓ રોજ નીકળતી અને ઘરે ઘરે પહોંચતી કરવામાં આવતી. એની સાથે આ વાયરલેસ ટ્રાન્સમિશનની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ. એક ભાઈએ વાય૨લેસ સેટ બનાવી આપ્યો. આ કાર્યમાં ડૉ. રામમનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન વગેરે પણ જોડાયા. રોજ સાંજે નિશ્ચિત સમયે રેડિયો વાગતો : This is Congress Radio, speaking somewhere in India from 42.34 meter.' અમારી કિશોરાવસ્થામાં અમે પત્રિકાઓ વહેંચવા જતા અને રાતના રેડિયો પણ સાંભળતા. યરવડાની જેલમાં બાપુ સાથે રહેલા મહાદેવભાઈ દેસાઈ જ્યારે અવસાન પામ્યા, ત્યારે બ્રિટિશ સરકારે એ સમાચાર દબાવી દીધા. છાપામાં એ વિશે કશું આવ્યું નહિ પણ કૉંગ્રેસ રેડિયોએ એ સમાચાર મેળવીને પ્રસારિત કર્યા ત્યારે છાપાંવાળાઓને ખબર પડી હતી. પછી એ સમાચાર છાપાંઓમાં છપાયા હતા. Jain Education International ૨૨૨ ચરિત્રદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy