SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ એ ઢોર જેવું જીવન કહેવાય. એ દિવસોમાં જ્ઞાતિનાં બંધનો અત્યંત કડક હતાં. જ્ઞાતિ બહાર કોઈ લગ્ન કરી ન શકે. વળી ગામમાં ને ગામમાં લગ્ન કરવાનું ઇષ્ટ મનાતું નહિ. જાનમાં જવાનું મળે એનો આનંદ જુદો હતો. પચીસ-પચાસ ગાડાં જોડાય, રસ્તામાં મુકામ થાય અને લગ્નના સ્થળે સાત દિવસ જાન રોકાય. રેવાબાની સગાઈ પાદરાના શ્રીમંત શેઠ અમૃતલાલ વનમાળીદાસ અને અમથીબહેનના બીજા પુત્ર ચીમનલાલ મારા પિતાશ્રી) સાથે થઈ હતી. અઢાર વર્ષની ઉંમરે એમનાં લગ્ન લેવાયાં, પાદરાથી જાન નાવલી આવી અને પરણીને તેઓ પાદરા સાસરે આવ્યાં. બા જ્યારે પરણીને સાસરે આવ્યાં ત્યારે તે મોટા ઘરની વહુ તરીકે આવ્યાં હતાં. એમના સસરા (મારા દાદા) શેઠ શ્રી અમૃતલાલનો રૂ-કપાસનો ધમધોકાર ધંધો ચાલતો હતો. ભરૂચ, ઇંટોલા, મિયાંગામ, ભાયલી વગેરે છ ગામોમાં એમની જિનિંગ ફેક્ટરી હતી. આખા તાલુકામાં પ્રથમ નંબરના ધનવાનમાં તેમની ગણના થતી હતી. એમનો કેટલોક વેપાર તે વખતના ભરૂચના પ્રખ્યાત પા૨સી વખારીઆ કુટુંબ સાથે હતો. એ જમાનામાં શ્રીમંત ઘરની સ્ત્રીઓ બધું જ ઘરકામ હાથે કરતી, પણ તેઓને નોકરચાકરની મદદ મળતી. ત્યારે બજારમાં ખરીદી કરવા, શાકભાજી લાવવા સ્ત્રીઓ જતી નહિ. ઘરના પુરુષવર્ગ દ્વારા તથા નોકરચાકર દ્વારા આવું કામ થતું. બાનાં સાસુ અમથીબહેન એક ગોરાં, દેખાવડાં, જાજ્વલ્યમાન સ્ત્રી હતાં. તેઓ ધર્મપ્રેમી, સંસ્કારી, ઉદાર મનનાં અને મંત્રતંત્રનાં સાધક હતાં. સાબુ, ધૂપેલ, તપખીર વગેરે તેઓ હાથે બનાવતાં અને ઘણાંને પ્રેમથી મફત આપતાં. બાને એક જેઠાણી, બે દેરાણી અને એક નણંદ હતાં. અમૃતલાલભાઈનું એક મોટું પચાસ માણસનું સંયુક્ત કુટુંબ હતું. દસ તો નોકરચાક૨ હતા. કેટલાંકને ગોલા' કહેતા. રેવાબાનાં અમે આઠ સંતાનો, છ ભાઈ અને બે બહેન. મારા બે મોટા ભાઈ તે વીચંદભાઈ અને જ્યંતીભાઈનો જન્મ પિયરમાં નાવલીમાં થયો હતો. મારા ત્રીજા મોટા ભાઈ નવીનભાઈનો જન્મ પણ પિયરમાં ઓડ પાસે કણભાઈપરામાં થયો હતો, કારણ કે મારાં નાના-નાની નાવલી છોડીને દીકરીઓ પાસે ઓડ તથા પાસે કણભાઈપરામાં રહેવા આવ્યાં હતાં. મારો તથા બીજા બે ભાઈ પ્રમોદભાઈ અને ભરતભાઈનો અને બે બહેન પ્રભાવતીબહેન તથા ઇન્દિરાબહેનનો જન્મ પાદરામાં થયો હતો. મારો જન્મ બાના ચોથા દીકરા તરીકે વિ. સં. ૧૯૮૩માં કારતક વદ ૧૩ના દિવસે (૩-૧૨-૧૯૨૬) થયેલો. આ વખતે બા પિયર ગયા નહિ, એટલે મારો જન્મ માર્ચ માતુશ્રી સ્વ. રેવાબા * ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy