SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ બચુભાઈના કાર્યાલયમાં દિવસ ચાલુ થાય છે. કાર્યાલયમાં આવતાં પહેલાં કેટલુંક કાર્ય ઘરેથી સવારે તૈયાર કરીને તેઓ લાવ્યા હોય છે. પથારીવશ થયા ત્યાં સુધી બચુભાઈએ કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું હતું. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વૃદ્ધાવસ્થાને કારણે, તબિયતને કારણે પ્રથમ તેમણે રાતના બેસવાનું બંધ કર્યું. પછી અડધો દિવસ બેસવાનું રાખ્યું. પછી અઠવાડિયામાં ત્રણ દિવસ, બે કે એક દિવસ જવાનું રાખ્યું. જીવનના અંત સુધી તેમણે કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું. અને ઘરે રહીને પણ આખો વખત ‘કુમા૨’નું કાર્ય કર્યા કર્યું. બચુભાઈની કુમાર-નિષ્ઠા અજોડ હતી. એમણે ‘કુમાર'નો ૧૦૦મો, ૨૦૦મો, ૩૦૦મો, ૪૦૦મો, ૫૦૦મો, ૬૦૦મો અંક વિશિષ્ટ દૃષ્ટિથી તૈયાર કર્યા હતા. ‘કુમા૨’નો ૬૭૯મો અંક છપાવો શરૂ થયો હતો. એમ હતું કે પથારીવશ થવા છતાં બચુભાઈ 900મો અંક જોઈને જશે, પરંતુ તે પહેલાં એમણે દેહ છોડ્યો. કુદરતની લીલા અકળ છે. ‘કુમાર’ પ્રગટ થતું હતું ત્યારે શાળા અને કૉલેજમાંથી પસાર થયેલો ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી યુવાન હશે જેણે એક વા૨ ‘કુમાર’ વાંચ્યું ન હોય. ‘કુમા૨’ ભિન્ન રુચિવાળા વાચકોની રસવૃત્તિને પોષી અને સંસ્કારી છે. કવિતા, વાર્તા, નિબંધ, નાટિકા, જીવનચરિત્ર, ઇતિહાસ, પુરાણ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, શરીરવિજ્ઞાન, ટિકિટ અને સિક્કા, પ્રાણીઓ અને વનસ્પતિ, યોગ અને આયુર્વેદ, રમતગમત અને આકાશદર્શન – કેટકેટલા વિભાગો ‘કુમા૨’ના પ્રત્યેક અંકમાં જોવા મળે. ‘કુમાર’ના ટાઇપ ઝીણા અને સ્થળની કરકસર. હાથમાં સીધો ઝાલીને આખો ‘કુમાર'નો અંક વંચાય નહિ; પૂરો વાંચવા માટે આડો, ઊંધો કરવો પડે. ઝીણા ટાઇપથી આંખો બગડે નહિ પણ સુધરે એ વૈજ્ઞાનિક સત્યની પ્રતીતિ પછી જ ‘કુમારે’ ઝીણા ટાઇપમાં વધુમાં વધુ સામગ્રી આપવા માટે ચાલુ કરેલા. ‘કુમાર’ના પ્રૂફ બચુભાઈ પોતે બધાં વાંચી જાય અને એક પણ મુદ્રણદોષ, ભાષાદોષ ન રહે તેની જાતે કાળજી રાખે. ‘કુમા૨’ માટે આવેલાં લખાણો પોતે વાંચી જાય, પસંદ કરે, સુધારે અને ‘કુમાર'ના ધોરણને જાળવી રાખે. સત્તાવન વર્ષ સુધી ‘કુમાર’માં ક્યારેય એવું કંઈ છપાયું નથી કે બચુભાઈએ પોતે પહેલાં એ વાંચ્યું ન હોય. એટલે તો ‘કુમા૨’નો અંક પસ્તીમાં વેચાતો જોવા ન મળે. જૂના અંકો માટે ખરીદનારાઓની હાર લાગે. 'કુમાર'નું ધો૨ણ જાળવી રાખવા માટે બચુભાઈ હંમેશાં બહુ ચીવટ રાખતા. ગમે તેવા મોટા લેખકનું નબળું લખાણ આવ્યું હોય તો તે તરત પરત કરતા. પોતે યુવાન હતા ત્યારે તે સમયના વડીલ ગણાતા લેખકોની નબળી કૃતિઓ પાછી મોકલતાં તેઓ અચકાતા નહિ. એક વખત બળવંતરાય ઠાકોરની કવિતા એમણે બચુભાઈ રાવત ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy