SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ મળતી ન હતી. એક સાંજે અચાનક હું કેન્ટીનના વિશાળ તંબુમાં જઈ ચડ્યો. ઘણા કૅડેટો ચા કે કોલ્ડડ્રિંક પીતા હતા. કેટલાક ગપાટા મારતા બેઠા હતા. એક ખૂણામાં એક ટેબલ પાસે રંગત જામી હતી. તેમાં બારશી અને ફર્નાન્ડિઝ પણ હતા. પાનાં રમતા હતા. હું ત્યાં પહોંચ્યો એટલે બારશી ઊભો થઈ ગયો. સિગારેટ તરત ફેંકી દીધી. મને સલામ ભરી. બીજા કૅડેટો ઊભા થઈ ગયા. મેં તેમની રમત ચાલુ રાખવા કહ્યું. બધા બેઠા. હું ચાલ્યો. તંબુમાંથી બહાર નીકળતો હતો ત્યાં બા૨શી આવીને મને કહી ગયો કે ફર્નાન્ડિઝ પાસેથી વાત કઢાવવા તે આ બધા ખેલમાં સાથ આપે છે. ચોરીઓની ફરિયાદો વધતી ગઈ. એટલે પકડવા માટે કેડેટોના બિસ્તરા અને કિટબૅગની બધી ચીજવસ્તુઓ ખોલાવીને ત્રણેક વખત સરપ્રાઈઝ ચેકિંગ કર્યું, પરંતુ કોઈની પાસેથી કશું નીકળ્યું નહિ. ફર્નાન્ડિઝની કિટબૅગમાંથી પણ કશું મળ્યું નહિ. ફર્નાન્ડિઝને પકડવાનું કામ બારશીને સોંપાયું હતું, પરંતુ તે પણ તેમાં હજુ સફળ થયો ન હતો. કૅમ્પ પૂરો થવાને હવે બે દિવસ રહ્યા હતા, પરંતુ હજુ કોઈ ચોર પકડાયો નહોતો. બીજે દિવસે સવારે અમે ઑફિસરોએ નક્કી કર્યું કે કેડેટો સવારના ઊઠે તે પહેલાં તંબુઓમાં પહોંચી જવું. તેઓ તૈયાર થઈ પરેડ-ગ્રાઉન્ડ ઉપર જાય ત્યાં સુધી તેમની સાથે જ રહેવું. તેમની હિલચાલ ચૂપચાપ નિહાળવી. હું વહેલી સવા૨માં કેડેટોના તંબુઓમાં પહોંચી ગયો. બધા તૈયાર થયા. લાઇન સેન્ટ્રી બેસાડવામાં આવ્યા. કંપનીના ઑફિસરો અને સી.એસ.એમ. આખી કંપનીના લગભગ દોઢસો કૅડેટોને લઈ પરેડ-ગ્રાઉન્ડ તરફ માર્ચ કરતા ચાલ્યા. સાથેસાથે હું પણ ગયો. રસ્તામાં અધવચ્ચે મેં કંપની ઊભી રખાવી. ઓપન ફાઇલ કરાવી કે જેથી બધા કૅડેટો એકબીજાથી આઘા આઘા ઊભા રહે અને કોઈ એકબીજાને કશું આપી ન દે. એટેન્શનમાં હોય એટલે એકબીજા સાથે વાત કરવાની હોય જ ક્યાંથી ? તરત જાહેર કર્યું કે પૈસાની ચોરીની ઘણી બધી ફરિયાદો આવી છે. એટલે અત્યારે જ અચાનક બધાનાં ખિસ્સાં તપાસવામાં આવશે. જેની પાસે પચીસથી વધારે રૂપિયા હોય તેણે પહેલેથી હાથ ઊંચો કરી જણાવી દેવું. પછીથી જેની પાસેથી વધારે પૈસા નીકળશે તેણે કદાચ ચોરી કરી હશે તેવું માનવામાં આવશે અને સજા થશે. કોઈએ કોઈની પાસેથી ઉછીના લીધા હોય કે કોઈને ઉછીના આપ્યા હોય તો તે પણ જણાવી દેવું.' સૂચના ત્રણ વખત ફરીફરીને જોરથી જાહેર કરવામાં આવી, જેથી પોતાને સમજાયું નથી એમ કહીને દલીલ કોઈ કરે નહિ. પરંતુ કોઈનો હાથ ઊંચો થયો નહિ. કોઈની પાસે વધુ પૈસા હતા નહિ, કારણ કે કૅમ્પના છેલ્લા દિવસો હોવાથી ૨૦ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy