SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યા. પરંતુ જોવા બેઠેલા કેડેટોમાં અચાનક મોટો ગણગણાટ ચાલુ થઈ ગયો. અમારા એડ઼યૂટન્ટ ઑફિસરે તે બધાને ચૂપ રહેવા માટે કડક શબ્દોમાં વારંવાર કહ્યું. તોપણ ગણગણાટ શમ્યો નહીં. એટલામાં દોડવાની સ્પર્ધામાં ભાગ લેનાર કેડેટો દોડતા દોડતા અમારા શમિયાણા નજીક આવવા લાગ્યા. ઊંચાઈ અને લાંબી છલાંગ જોતાં જ અમને થયું કે આમાં આન્નાદે જેવા જ કોઈ કેડેટે ભાગ લીધો લાગે છે. અમારી સામે ટ્રેકમાં એ બધા કેડેટો દોડતા પસાર થયા ત્યારે અમને આશ્ચર્ય થયું. અમે માની ન શક્યા કે એમાં આન્નાદે કેવી રીતે હોઈ શકે. એટલામાં અમારો સી. એસ. એમ. દોડતો આવીને સમાચાર આપી ગયો, “સર, ખુશ ખબર! આન્દ્રા આવી ગયો છે. સ્પર્ધામાં જોડાઈ ગયો છે.” અમે સાનંદાશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. કેમ આમ બન્યું હશે તેના વિચારમાં પડી ગયા. બીજા ઓફિસરો પણ પોતાની બેઠક પરથી ઊભા થઈ અમને એ વિશે પૂછી ગયા, પરંતુ અમારી પાસે પૂરી માહિતી નહોતી. આખું વાતાવરણ ફરી પાછું પલટાઈ ગયું. એક પછી એક સ્પર્ધાઓમાં આદ્રાદે ભાગ લેવા લાગ્યો અને પ્રથમ નંબરે આવવા લાગ્યો. અમારા માર્કસ ઝડપથી વધતા ચાલ્યા. સ્પર્ધાઓ પૂરી થઈ. રમતગમતમાં અમારી કંપનીએ સૌથી વધુ માર્કસ મેળવ્યા અને શ્રેષ્ઠ કંપની માટેની ટ્રોફી મેળવવા ઉપરાંત સતત ત્રીજી વાર ટ્રોફી મેળવી જવા માટે વિશેષ માન'ની ટ્રોફી પણ અમે મેળવી. અમારી કંપનીના ઇતિહાસમાં અને અમારી બેટેલિયનના ઇતિહાસમાં એક નવો વિક્રમ સર્જાયો. અમારી કૉલેજ માટે એક ગૌરવરૂપ ઘટના બની. જુદાં જુદાં ઈનામોની મેજર જનરલના હાથે વહેંચણી થઈ. શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી લેવા માટે તો સી. એસ. એમ. જ આવે, પરંતુ મેજર જનરલે સૂચના કરી કે સાથે આન્નાદે પણ આવે જ. બંને આવ્યા. સલામ ભરી. ટ્રોફી લીધી. બધાએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આન્નાદેની આંખમાં આંસુ આવી ગયાં. અમારા બધાની પણ આંખ ભીની થઈ ગઈ. કાર્યક્રમ પૂરો થતાં ટ્રોફી લઈ અમારી કંપનીના બધા કેડેટ નાચવાકૂદવા લાગ્યા. કેટલાક તો આન્નાદેને ખભા પર ઊંચકી ગીતો ગાતા ફેરવવા લાગ્યા. કેટલીક વારે આ નાચગાન શાંત થયું એટલે અમે આન્નાદેને બોલાવ્યો. આવતાં જ તે રડી પડ્યો. બોલ્યો, “સર, તાર ખોટો હતો ! મારી માતાને કંઈ ન હતું. મને એમ લાગે છે કે આપણને હરાવવા બીજી કોઈ કંપનીવાળાએ ઈર્ષ્યા અને દ્વેષથી આવો તાર મુંબઈથી કોઈની પાસે કરાવ્યો હોવો જોઈએ.' કેડેટ આન્નાદે ૨૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy