Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/034724/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Ge%e||lble |દ | Illlebic 1% આ છે દાદાસાહેબ, ભાવનગર. eeeeAe-2eo : Pઉં+ ૩૦૦૪૮૪૬ જૈન સ્ત્રીરનો, ત્યાગ બીજુ કે , DIG Keep AT 8 A મથક, ધારા A GITLETS RTI- ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaraqyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ બહેન રસીલા સ્ત્રીઉપયોગી સિરિઝ નાં ૧ an ' IE הברבתם SUCA nlGnrile כתבתכחבר શ્રી જેન આત્માનંદ ગ્રંથમાળા નં. ૮૭ תכתברבותכתכתבותכן וכתב תבחכחכחכחכתב આદર્શ જૈન સ્ત્રીરત્નો. [ભાગ બીજો. 1 כתכוכתכתבתכחלתב: :תכעחככותבתכתכתבתכם Ur ETT TI ( જેમાં મહાસતીઓના અનુકરણય, સુંદર, રસિક ચરિત્ર આપવામાં આવેલા છે.) : CUC CUCUcuz uc NARSINESS UCUCUCUCUCL પરીરિnl =ાપEER F પ્રસિદ્ધકર્તા. શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. UÇUCUc CUCIUC ક વીર સંવત ૨૪૭૬ આત્મ સંવત ૧૪ વિ સં. ૨૦૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કે પ્રકાશક : ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ (સાહિત્યભૂષણ), ન, સેક્રેટરી શ્રી જેને આમાનંદ સભા (તરફથી) ભાવનગર, શાહ ગુલાબચંદ લલુભાઈ શ્રી મહાદય પ્રી. પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્ર-સ્તા-વ-ના. જૈન દર્શનના વિદ્વાન, પ્રતિભાશાળી, જનસમાજનું કલ્યાણ કરનારા, પૂજય પૂર્વાચાર્ય મહારાજાઓએ પ્રાચીન અર્વાચીન કાળના પવિત્ર જેના દર્શનના તીર્થંકર પરમાત્માઓ, મહાપુરુષો, સત્વશાળી ઉત્તમ નરેની જેમ સતીધર્મની પવિત્ર રમણીઓના ઉત્તમ ભાવનાથી ભરપૂર, અનુપમ, સુંદર, આનંદ ઉત્પન્ન કરનાર અને આદર્શ ગૃહિણ, જૈન સ્ત્રીરત્નની રસમય કથાઓ ચરિતાનુગમાંથી લઈ જેને કથા સાહિત્યમાં જે ગુંથણ કરી છે તેમાંથી વીણી લઈ આ આદર્શ જે સ્ત્રીરને બીજા ભાગમાં અનુપમ કથાઓ આપવામાં આવેલી છે. છવીસ વર્ષ પહેલાં આદર્શ જૈન સ્ત્રી રત્નને પ્રથમ ભાગ અમોએ પ્રગટ કર્યો હતે; આજે આ તેના બીજા વિભાગનું પ્રકાશન કરી જૈન સમાજ પાસે મૂકીએ છીએ, કે જે ચરિત્રોમાં આવેલ પવિત્ર સતી સ્ત્રીઓએ પિતાના સમય અને શીલવતનું રક્ષણ કરવા અનેક પ્રકારની આપત્તિઓને સામને કરી, અનેક સંકટે શાંતિપૂર્વક સહન કરી, તેનું અનુપમ રીતે રક્ષણ કર્યું છે. સ્ત્રી જીવન ઉપર જગતના જીવન અને ઉન્નતિને મુખ્ય આધાર છે, કારણ કે ઉત્પન્ન થએલા અને થનાર મહાપુરુષોને પ્રાથમિક સંસ્કાર પ્રેરનાર તેની માતાઓ છે, જેથી સ્ત્રી જીવન શુદ્ધ, સંસ્કારી હોવાની ખાસ જરૂર છે, તેથીજ પૂર્વાચાર્ય મહારાજાઓએ અનુકરણીય, દબંતરૂપ લખેલા ઉત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) સ્ત્રીચરિત્રનું પ્રકાશન પણ ઉત્તમ પુપયોગી ચરિત્રેના પ્રકાશનની કરતાં પણ કેટલીક અપેક્ષાએ વિશેષ ઉપયોગી છે. તેવા ઉત્તમ પવિત્ર, પતિવ્રતા આદર્શ સ્ત્રોતનેને પ્રતાપ, પ્રભાવ પણ અલૌકિક હોય છે. રૂષિઓ તેમજ તપસ્વીઓ વગેરે પુરુષો કરતાં પણ તેવા સ્ત્રીરત્ન વચનસિહ પણ વિશેષ હોય છે અને તેવા તેમના પ્રભાવથી સુરાસુરે પણ તેમને આધીન થઈ તેમના શિયળનું રક્ષણ કરવામાં હાજર થઈ સહાયભૂત થાય છે. આવા સુંદર સ્ત્રી ચરિત્રો મનનપૂર્વક વાંચવાથી સ્ત્રીઓને ધર્મ શું છે, આવી પવિત્ર વીરાંગનાઓને મહિમા કે છે, બાલ્યકાળમાં તેઓને કેવી જાતનું શિક્ષણ આપવામાં આવે તે સંસ્કારી, મહાન પુરૂષોને જન્મ આપનારી, પતિભક્તિ કરનારી સુશીલા આદર્શ સતીરત્ન થઈ શકે વગેરે પ્રતાપી સતી ચરિત્રે વાંચવાથી તેવું જ્ઞાન મળી શકે, તેમજ તેવા ચરિત્રનું મનનપૂર્વક પઠન પાઠનથી તે તેવી આદર્શ રમણ પણ થઈ શકે છે. સ્ત્રી ઉપર આખા ઘરને આધાર હેવાથી તેમને કેળવી કુશળ બનાવવી જોઈએ, કારણ કે તેવી સ્ત્રીઓ ઘરની શોભારૂપ બને છે. સ્ત્રીઓને શિક્ષણ આપવું તે સમજશક્તિ પ્રાપ્ત થવા માટે છે અને તેથી તેઓને ધરા કાર્યની આવડત રસોઈ, અને રીતભાતમાં નિષ્ણાતપણું, ભરત ગુંથણ, શિવણ, કરકસરપૂર્વક ખર્ચ ચલાવવાની કુશળતા એ વગેરે ગૃહકાર્યો તેમજ, પત્ની તરીકેની પિતાની ફરજ, નમ્રતા, સભ્યતા, મર્યાદા, પતિવ્રતાના ધર્મો, નીતિ, સદાચાર, સ્ત્રીઓનું કર્તવ્ય, વિવેક, વિનય, મર્યાદા, સુઘડતા, પતિવ્રતાના સાચા અલંકારે શું છે? સાસરીયામાં કેવી વર્તણુંક ચલાવવી, કેમ બેલવું, ચાલવું, ખરા વસ્ત્રાભૂષણ કયા હેઈ શકે, સદ્ગુણી સ્ત્રીઓના લક્ષણો, વડીલે પ્રત્યેને પૂજ્યભાવ વગેરે સ્ત્રીઓને ધર્મ અને કર્તવ્ય જાણવા માટે છે, પરંતુ આવું શિક્ષણ વર્તમાનકાળમાં કુલેમાં જેમ નથી અપાતું તેમ અનેક સ્થળોએ આપણી જૈન કન્યાશાળાઓમાં પણ અપાતું નથી, પરંતુ સામાયિક, પ્રતિક્રમણ, પ્રકરણદિનું માત્ર શિક્ષણ આપવામાં આવે છે, ( જો કે તેની પણ જીવનમાં જરૂર છે.) જે કે માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) તેથી બાળા-કન્યાએ ભવિષ્યમાં ગૃહણી, આદર્શ સ્ત્રીરત્ન કે પ્રાતઃસ્મરણીય સતી માતાઓ થઈ શકે નહિ તેટલું જ નહિ પરંતુ તેમની ભાવિમાં થનારી સંતતિ પણ ધાર્મિક સંસ્કારવાલી બની શકે નહિ, માટે ઉપરાકત શિક્ષણ આપવાની વર્તમાનકાળમાં જૈન સમાજની ભાવિ ઉન્નતિ માટે ખાસ જરૂરત છે; ઉપરાક્ત અનેક કારણથી અમારા તરફથી પ્રથમ ચપકમાળા ચરિત્ર, આદર્શ જૈન શ્રી રત્ના પ્રથમ ભાગ, સત્તી સુરસુંદરી, શ્રી મહાવીર દેવના વખતની મહાદેવીએ શ્રી દમયંતી ચરિત્ર એ પાંચ શ્રી ઉપયોગી સુંદર ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે અને છઠ્ઠો આ આદર્શ જૈન શ્રી રત્ના બીજો ભાગ સ્રો ઉપયોગી કથા સાહિત્ય ગ્રંથનુ પ્રકાશન કરેલ છે. જેમાં આ પવિત્ર સતી સ્ત્રીઓના વૃત્તાંતેા છે. કથાનુયાગ( કથા સાહિત્ય )માં એક એક કરતાં વધારે રસિક, સુ ંદર અનુપમ સતી ચરિત્રા પ્રકાશન થયા સિવાય જ્ઞાનભંડારામાં અનેક છે, જેમ અમેએ ઉપરાક્ત સ્ત્રી ચરિત્ર ક્રમે ક્રમે પ્રકટ કર્યાં છે, તેમ નવીન આવા સ્ત્રી ઉપયાગી સાહિત્યના પ્રકાશન માટે જેમ જેમ સમાજને સહકાર, સહાય અને અવકાશ મળ્યે જશે તેમ તેમ હજી પણ પ્રાચીન ભડારામાંથી પૂજ્ય પૂર્વીયા કૃત અન્ય સ્ત્રીરિત્ર!નું પ્રકાશન કરવાનો આ સભાની ઉત્તમ ભાવના છે, આ આશ' જૈન સ્રરના ખીજા ભાગમાં આ સભાના સેક્રેટરી ભાઈ જાદવજી ઝવેરભાઇએ પોતાની પ્રિય સુપુત્રી રસીલાના મરણુાથે એક રકમ પ્રકાશન કાર્યોમાં આપેલ હાવાથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. સદરહુ ગ્રંથમાં દષ્ટિ કે પ્રેસદેષને લઈને કોઈ સ્ખલના જણુાય તે તે માટે ક્ષમા ચાહી અમાને તે જણુાવવા નમ્ર સૂચના કરીએ છીએ કે જે સુધારી લેવામાં આવશે આત્માનંદ ભવન. સ. ૨૦૦૬ માન એકાદશી ગુરૂવાર તા. ૧–૧૨–૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદ્દાસ. ભાવનગર www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Six Six SÉx Bfx gxR છે અનુક્રમણિકા, પદ [ X{É XSFxFXSFX UR X નામ ૩૫ નંબર ૧ સતી શાળવતી ૨ સતી નર્મદા સુંદરી સતી રતિસુંદરી ૪ સતી મદનરેખા ૫ સતી ઋષિદા ૬ સતી કલાવતી ૭ સતી તારા ૮ સતી જયસુંદરી છે જા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ સુશીલા-સંસ્કારી હેન રસીલા જાદવજી ઝવેરભાઈ શાહ (ભાવનગર) Page #9 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ સુશીલા બહેન રસીલાને જીવન પરિચય. અનંત પુણ્યની રાશીઓ એકઠી થતાં મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, તેમાં પુણ્યવાન અને સંસ્કારી કુટુંબમાં જન્મ થ. તે પણ પૂર્વને પુચ્છેદય છે અને તેથી જન્મથી જ સાંપડેલા તે ધાર્મિક સંસ્કારો ભાવિમાં ધાર્મિક જીવનને ઉજવળ બનાવે છે. છતાં તેવા (બંધુ કે) બહેનના સંસ્કાર, સુવાસ, સગુણ વિકસિત થતાં પહેલાં લઘુવયમાં જ આયુષ્ય પૂર્ણ થતાં તેમનાં સણોને સમાજ જાણી શકતું નથી. આજે અમે તે જ બનેલ પ્રસંગને-હેન રસીલાને પરિચય આપીયે છીયે. અહિંના અગ્રગણ્ય, ધાર્મિક જ્ઞાન માટે વિદ્વાન ગણાતા, પ્રતિષ્ઠિત વ્યાપારી અને જૈન સંઘના અગ્રગણ્ય, ઉત્તમ સંસ્કારી પુરુષ શેઠ ઝવેરભાઈ ભાઈચંદના પુત્ર ભાઈ જાદવજીને ત્યાં શ્રીમતી વિજ્યાલક્ષમીની કુક્ષિએ બ્લેન રસીલાને ૧૯૮૬ ભાદરવા સુદી (ઝષિપંચમી)ના રોજ જન્મ થયો હતો. આખું કુટુંબ ધર્મિક હોવાથી પ્લેન રસીલાને ઉચ્ચ આચાર વિચાર, સંસ્કાર તે કુટુંબમાંથી જ લધુવયથી સાંપડેલા હતા. પરમાત્માના કલ્યાણક દિવસે પર્વ દિવસે વગેરેમાં જન્મ થે તે પણ પુણ્યની નિશાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ બહેન રસીલાને લઘુવયથી બંને પ્રકારની કેળવણી લેવાની ઉત્કંઠા જાગી અને માતપિતા સહાયક બનવાથી દરેક ધોરણમાં પાસ થતાં છેવટે મહિલા-વિદ્યાલયમાં એફ.વાઈ કર્વે પ્રીવીયસની પરીક્ષામાં પસાર થયાં. શરૂઆતમાં તે મુંબઈ વીલાપારલામાં ગોકળીબાઈ હાઈસ્કુલમાં ઈંગ્લીશ અભ્યાસની શરૂઆત કરી હતી. ધાર્મિક અભ્યાસની પણ તેવી જ જિજ્ઞાસા હેવાથી સામાયિક, પ્રતિક્રમણ, નવસ્મરણ સુધી અભ્યાસ કર્યો હતો, જેથી અત્રેનાં શ્રી બહેનના શ્રી મહાવીર મંડળમાં તેમજ કૃષ્ણનગર શ્રી વર્ધમાન મંડળમાં દાખલ થઈ પ્રભુભક્તિ પૂજા ભર્ણવવામાં ભાગ લેતાં તેમજ કેટલેક સંગીતને અભ્યાસ પણ કર્યો હતે. જ્ઞાનપંચમી, ચૈત્રી પુનમ તપનું આરાધન ચાલતું હતું અને પર્યુષણ જેવા પવિત્ર દિવસમાં અઠ્ઠમ જેવી તપસ્યા લઘુવય છતાં શાંતિપૂર્વક કરતા હતા. જીવનમાં શ્રી શંખેશ્વરજી, તારંગાજી, આબુજી, ગિરનારજી, શ્રી શત્રુંજ્ય વગેરે તીર્થોની યાત્રાને પણ લાભ લીધે હતે. જીવલેણ છેલ્લી માંદગીના છેડા વખત પહેલાં કોઈ, પાટણ અને અન્ય તીર્થોની યાત્રા પણ કરી હતી. માંદગી શરૂ થઈ ત્યારથી છેલ્લી ઘડી સુધી પરમાત્મા અને મુનિ મહારાજાઓના દર્શન-લાભ પણ લેવા ચૂકેલ નથી. બહેન રસીલા સ્વભાવે સુશીલ સરલ, મિલનસાર, વિનયી અને શાંત હોવાથી કુટુંબ અને પરિચયમાં આવનાર સંબંધીઓને પણ ચાહ મેળવ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ હિન રસીલા લ્યા સિવાય કે ( ૭ ) બહેન રસીલાનું જીવન ભાવિમાં દૃષ્ટાંતરૂપ થયા પહેલાં એક અણવિકસેલ પુષ્પ ખીલ્યા સિવાય, પિતાના સગુણની સુવાસ જગતમાં ફેલાવ્યા પહેલાં (સં. ૨૦૦૪ નાં ભાદરવા સુદી ૩ ના રેજ) મહાન પુન્યકારી પર્યુષણ પર્વના દિવસમાં અને લઘુવયમાં જ કાળને આધીન થયા છે. ભાવિભાવ બળવાન છે, ત્યાં કેઈનું ચાલતું નથી. છેવટે બહેન રસીલાનાં પવિત્ર આત્માને અનંત શાંતિ પ્રાપ્ત થાઓ એમ પ્રાથયે છીયે. ના ભાદરવા 1 PM Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ saumeoga wong@Wo00% oxacOOXOXOOX00QC 1000000 JOGOWO Benaco V oor OE2O1600 જીવનનું મૂલ્ય. (મન્દાક્રાન્તા) રસ્તે જોતાં સુભગ દીઠું મેં પુષ્પ એ એક ત્યાં તે ડેલનું તે, પવન લહરીમાં રમતું હતું કે, ફેલાવતું, સકળ દિશમાં, સૌરભ સ્વાત્મની ને અપે શેભા સ્થળ સકળને આત્મસૌન્દર્યશ્રી તે. પૂછયું મહું તે, “અતિ સરસ છે પુષ્ય! ખીયું ભલે તું શાનિત દેતું અમિત મનને મીઠી સોરભવડે ને વર્ષે વિશ્વ ઝરણું મધુરું પ્રેરણામૃતનું તું. આવું સારું જીવન પણ હે ! કેટલું અ૫ તારૂં? પુષ્પ પ્યારા! દિનકરણે અસ્ત થાતાં પહેલાં કરમાવાનું તવ નશીબમાં શું નહીં છે લખાયું?” પ્રત્યુત્તરમાં સ્મિત મુખ કરી પુષ્પ એ ત્યાં વદીયું, “ના ના જાયે જીવનપથને મમ હે સુજ્ઞ બંધુ! | (અનુષ્ટ્રપ) નજી પ્રશ્ન એ છે કે “કેટલું જ જીવ્યા હમે”? ભાઈ એ પ્રશ્ન પૂછે કે “કેવી રીતે જીવ્યા હમે...? અનંતરાય. wow OOGOOCOWODWODOG AROUWW2.00600000232000600.000: w Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ॐ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ આદર્શ જૈન સ્ત્રીરત્નો. ભાગ ૨ જે. સતી શીળવતી. લીલા સહિત શુભ ભાવથી શીળ પાળનારા જજે, D ણ શીળવતીની પેઠે શીધ્ર મેક્ષસુખ પ્રાપ્ત કરે છે. જબૂદ્વીપના દક્ષિણ ભારતમાં નંદનપુર નામનું શોભાયમાન નગર છે. તેમાં અનેક રાજાઓ વડે સેવા અરિમર્દન નામે રાજા રાજ્ય કરતું હતું. તેને અતિ માનીતે રત્નાકર નામને શેઠ ત્યાં રહેતા હતા. તેને ગુણરૂપી મણિની ખાણ જેવી શ્રી નામની સ્ત્રી હતી. તે શ્રી નિરાબાધપણે જૈન ધર્મ પાળતી હતી, પરંતુ શેઠને ચિરકાળે પણ સુખના હેતુરૂપ પુત્ર થયે નહીં. પુત્રના અભાવથી પીડા પામતી શેઠાણું એકદા શેઠને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૨ ). કહેવા લાગી “હે સ્વામિન ! ઉપવનને વિષે આવેલા વિતરાગના જિનાલયની પાસે મહાપ્રકટ શક્તિવાળી અજિતબળા નામની દેવી છે, તે પુત્ર વિનાને પુત્ર આપે છે, નિર્ધનને ધન અને દુર્ભાગીને સૌભાગ્ય આપે છે, અવિદ્વાનને વિદ્યા આપે છે, દુઃખીને સુખી કરે છે, આંધળાને ચક્ષુ આપે છે અને રોગીને નિરોગી કરે છે. ફક્ત તેને સેવવાની જરૂર છે, માટે હે આર્યપુત્ર ! તમારે એની પાસે જઈને પુત્રને માટે પ્રાર્થના કરવી. ઘણું તે પુત્ર મેળવવાને પોતાના પ્રાણ પણ દેવીને સમર્પણ કરે છે.” એ સાંભળીને શેઠે દેવીનું આરાધન કર્યું, તેથી તે પ્રસન્ન થઈને બોલી. “ ત્યારે હવે પુત્રના અભાવરૂપ અંતરાયકર્મને ક્ષય થયે છે; માટે પુત્ર થશે.” પછી અનુક્રમે તેને પુત્ર થયે, કારણ કે યોગ્ય અવસરે આરાધેલી કિયા ભાગ્યના યોગે ફળે જ છે. પછી જન્મોત્સવ કરી પુત્રનું અજિતસેન એવું નામ પાડયું. અનુક્રમે તે યૌવન પામ્યું એટલે બુદ્ધિમાન પુરુષ જેમ શાસ્ત્રના દહનને વિષે મન પવે, તેમ શેઠે તેને માટે એગ્ય કન્યા ધી લાવવા વિચાર કર્યો. “મહારા પુત્રને તુલ્ય ગુણવાળી કઈ કન્યા મળે તે ઠીક, કારણકે “મૂર્ખ શેઠ, પરવશપણું, અવિનીત પુત્ર અને દુષ્ટ ભાર્યા” એ ચાર માણસને શલ્ય જેવાં જાણવાં.” આ વખતે, શેઠે પૂર્વે વ્યાપારને અર્થે મોકલેલે કોઈ વ્યાપારી પુત્ર વ્યાપાર કરીને પાછા આવ્યું ને શેઠ પાસે આવીને બેઠે. શેઠે તેને વ્યાપારનું સ્વરૂપ પૂછયું એટલે તેણે ઉપજ ખરચની સર્વ વાત કહી બતાવી. પછી તે બે. “શેઠ જ્યારે હું પાછો ફર્યો ત્યારે માર્ગમાં મંગળપુરી શહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) સતી શાળવતી આવ્યું ત્યાં થોડે વખત હું રહ્યો અને ત્યાં મેં જિનદત્ત શેઠની સાથે વ્યાપાર કર્યો. તેણે મને એકદા ભજન અર્થે નેતર્યો. ત્યાં મેં તેને ઘેર એક અદ્ભુત કન્યા જોઈ. ભેજનને અંતે મેં શ્રેષ્ઠીને એકાંતે પૂછયું. " આ દેવકન્યા જેવી કન્યા કેણ છે?” તેણે ઉત્તર આપ્યું. “એ મારી શીવતી નામની પુત્રી છે, વર યોગ્ય છે પણ તેણને એગ્ય વર મળતા નથી તેથી મને બહુ ચિંતા થાય છે. કન્યાને ગ્ય વર મળશે કે નહિ ? પિતાનું શીળ પાળશે કે નહિ ? વળી તેને પુત્રાદિક પ્રાપ્તિ થશે કે નહિં? વળી તેણીના ઉપર શકય ન આવે અને એની માતા પણ દુઃખ ન પામે, એવી ચિંતાઓ તેણીના પિતાને થવા લાગી. જેનાં ઘરમાં કન્યા છે તેના પિતાને હંમેશા ચિંતા થાય તે સ્વાભાવિક છે. આ મ્હારી પુત્રી ગુણરૂપી માણિક્યની બાણ છે; તેણના સદશ વર હું ક્યાંય જતું નથી. તે વખતે મેં તેને કહ્યું “તમે ચિંતા ન કરો. નંદનપુર નગરને વિષે રત્નાકર શ્રેષ્ઠીને પુત્ર અજિતસેન તમારી પુત્રીને યંગ્ય વર છે.” તે વખતે મહારા પ્રત્યે જિનદત્ત બોલ્યા, “ભાઈ તે એ સારું કહ્યું. વર શોધવાની ચિંતારૂપ સમુદ્રમાંથી તે મને ઉદ્ધર્યો છે.” એમ કહીને તેણે પિતાની પુત્રીને દેવાને અને વર જેવાને નિમિત્ત પિતાના પુત્ર જિનશેખરને મારી સાથે મેક છે, તે હાલ મ્હારે ઘેર છે.” એ સાંભળી રનાકર શેઠે કહ્યું, “તેને અહિં બોલાવે.” તે ઉપરથી જિનશેખર ત્યાં આવ્યું. તેણે વરને જોઈ. વિવાહ નક્કી કર્યો એટલે અજિતસેન ત્યાં જઈને શીલવતીને પરણી મહામહોત્સવ સહિત ઘેર પાછા આવ્યા. રત્નાકર શેઠ, પણ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૪ ) વિનયવતી વધુને જોઈને પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યો. કહ્યું. છે કે–“કુળના તેમજ ઘરના દીપક જેવી ઉત્તમ વધૂ પ્રાપ્ત કરીને મનુષ્ય ગૃહસ્થાશ્રમના ત્રણે વર્ગ સારભૂત માને છે.” એકદા મધ્યરાત્રીના સમયે શિયાલણીને શબ્દ સાંભળીને શીળવતી મસ્તક ઉપર ઘડે લઈને ધીમેથી ઘર બહાર નીકળી. તે વખતે સસરાએ વહુને આમ કવખતે બહાર જતી જોઈ વિચાર્યું કે “ આ વહુને હું પ્રથમ સુશીલા જાણતો પણ હમણાં તો આવું ( અગ્ય) કરતી જણાય છે માટે સ્ત્રીનું ચરિત્ર સમ્યક્ પ્રકારે જોઈ શકાતું નથી.” કહ્યું છે કે અશ્વને કૂદકો, વસંતને ગરવ, સ્ત્રીનું ચરિત્ર, ભવિતવ્યતા. અને વર્ષાદનું વરસવું. એટલાં વાનાં દેવ પણ જાણી શકતા નથી, તે મનુષ્ય તે કયાંથી જ જાણે? સ્ત્રીઓનું મન કંઈક હોય છે, વાણી બીજી હોય છે અને કાર્ય વળી કઈ ત્રીજું જ હોય છે. આમ તેઓમાં એ માટે દેષ છે. સારા ગેત્રમાં ઉત્પન્ન થયા છતાં સ્ત્રીઓ નદીની પેઠે પ્રાયે બહુ પાણીના મેજની પેઠે રસિક્તારૂપી આનંદથી ભરપૂર અને નીચે (હેઠેતુચ્છ) માર્ગે પ્રવર્તે છે. એ સ્વાર્થી નારીઓ સુવર્ણની છરીની પેઠે બહારથી જ મનહર જણાય છે; એમનાં અંતઃકરણ તે અત્યંત દારૂણ હોય છે.” સસરો રત્નાકર શેઠ આમ વિચાર કરે છે, એવામાં તે સતી શીળવતી જે કપટ રહિત અને નિષ્કલંક હતી, તે કંઈ પણ અનિંદિત કાર્ય કરીને પાછી આવી, ઘડાને મૂકીને પાછી પિતાની શધ્યામાં સૂતી. પ્રભાતે ચિંતામાં ભરપૂર એવા શેઠે પિતાની સ્ત્રીને પૂછ્યું-આપણું વહુ તને શીળગુણની વૃદ્ધિમાં કેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com છે દાના પેઠે રસિક્તા તરૂ Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) સતી શાળવતી દેખાય છે? તેણીએ ઉત્તર આપ્યો-ઉત્તમ કુળની મર્યાદા પ્રમાણે તેણીનું વર્તન છે. શ્રેષ્ઠીએ કહ્યું “આપણી વહુ સારી નથી કારણ કે આજ રાત્રે મેં એને ગુપ્ત રીતે કયાંય જતાં જોઈ છે.” સાસુ બોલી–ના, એ એવી નથી. ત્યારે શેઠે કહ્યું “તેં પિતે દીઠી હોય તે તું તે સત્ય સમજ્યા વગર રહે નહીં. મેં પિતે આજ રાત્રે એને ઘડે લઈને બહાર જતાં જોઈ છે. થોડો કાળ કોઈ અન્ય પુરૂષ સાથે કીડા કરીને તે પાછી આવી. સાંભળેલી વાત કરતાં પ્રત્યક્ષ જેએલી વાત વધારે બળવાન છે માટે મેં જે કહ્યું છે તે સત્ય માન.” એવામાં પુત્ર અજિતસેન પ્રભાતે દેવગુરૂની સેવા કરીને માતપિતાના ચરણમાં નમવાને આવ્યું. જુદા જુદા માત તાતના ચરણે પડીને પાસે બેઠે એટલે પિતાએ તેને ખેદ સહિત કહ્યું “ પુત્ર તને શું કહું? વિધાતાએ તે આપણું ગૃહના આંગણામાં પારિજાતકની વેલ રેપી છે, પણ એવા વંશમાં ઉત્પન્ન થયેલી અને ઉત્તમ ગુણના સંસર્ગવાળી છતાં લતાની પેઠે હારી વહ કુટિલતા સેવે છે. મેં તે આજ રાત્રે તેણીનું ચરિત્ર જોયું છે. રાત્રીને વિષે તે કઈ સ્થળે જઈ આવી. હે વત્સ ! હું જાણતા હતા કે તે આપણું કુળરૂપી વનને વિષે કલ્પલતા સમાન છે, પણ હમણું તે તે દુષ્ટ દેષ યુક્ત અને વિષવેલથી પણ અધિક જણાઈ છે, માટે સ્ત્રીને શે વિશ્વાસ ? શીળ ત્યાગ કરવામાં ઉદ્યમવંત એવી સ્ત્રીઓને પતિ ગુણથી(દેરડીથી) બાંધી શકતું નથી. પરીક્ષક પારખી શકતો નથી તેમ ધનથી પણ તેણીઓને અટકાવી શકાતી નથી. શાસ્ત્રમાં જે સાંભળીએ છીએ અને લેકે પણ જે કહે છે, તે સર્વ આવી દુરશીળા કામવિહલ નારીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે સત્ય કરી બતાવે છે. ત્યારી વહુ રાત્રીએ જળ લાવવાને દંભ કરીને બહાર ગઈ ને થેડી વાર પછી પાછી આવી, માટે તે અવશ્ય ત્યજવા ગ્ય છે.” પુત્રે પિતાનું વચન પ્રમાણ કર્યું એટલે શેઠે, વહુને અસત્ય પ્રગથી કહ્યું. “તમારા પિતાએં મને તમને સાથે લઈને બોલાવ્યું છે, માટે ચાલે ત્યાં જઈએ.” વહુએ કહ્યું-“અહો ! એમાં શું ? એક તે પિતાદિ સ્વજનને મેળાપ થશે અને વળી આપનું વચન પ્રમાણ થશે.” એમ શીળવતીએ સાસરે કહ્યું તે સત્ય માન્યું. કહ્યું છે કે –સત્ય પરીક્ષા કર્યા વિના વિશેષ ગુણ માલમ પડતી નથી. જ્યાં સુધી ઉત્તમ પરીક્ષકોએ પરીક્ષા કરી નથી ત્યાં સુધી રત્નને બીજા માણસે કાંકરે ધારે છે. પછી રથ જોડાવી શેઠે શીળવતીને લઈને માંગળિક કરી પ્રયાણ કર્યું. રસ્તે ચાલતાં એક નદી આવી એટલે શેઠે વહુને કહ્યું “પગમાંથી પગરખાં કાઢી નાંખીને નદી ઉતરજે.” પણ તે તે કંઇક વિચાર કરીને પગરખાં સહિત નદી ઉતરી. તેથી શેકે ધાર્યું કે “ એ દુવિનીત(વિવેક વગરની) છે.” વળી આગળ ચાલતાં એક મગનું ક્ષેત્ર આવ્યું. તે જોઈ શેઠ બેલ્યા. “અહે! આ ક્ષેત્રના ધણને બહુ સરસ ધાન્ય હાથે થશે.” તે સાંભળી વહુએ કહ્યું. જે એને કોઈ ખાઈ નહીં જાય તે આપનું વચન સત્ય થશે. શેઠે કહ્યું- આ વહુ એવું અસંબદ્ધ કેમ બોલે છે ? ક્ષેત્ર તે તદ્દન ફળેલું છે, કેઈએ ખાધું હેય એમ જરાપણ દેખાતું નથી.” વળી આગળ પ્રયાણ કરતાં ધનની સમૃદ્ધિમાં કુબેરના નગર જેવું અને આનંદી માણસથી ભરપૂર એક નગર આવ્યું. તેને જોઈ સસરાએ મસ્તક ધુણાવી વખાણ ક્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) સતી શીળવતી પણ વહુ છાની રહી નહીં. તેણીએ તે કહ્યું “જે એ ઉજ્જડ હોત તે સારું.” ત્યારે શેઠે વિચાર્યું “આ વહુ તે મહારી હાંસી કર્યા કરે છે, માટે એને એનું ફળ મળશે.” આગળ એક સુભટ મળે. તે પ્રહારથી જર્જરિત થઈ ગયું હતું. તેને જોઈશેઠે એની પ્રશંસા કરીને કહ્યું કે “વાહ ! વાહ ! તમે બહુ પરાક્રમી છો !” પણ શીળવતી તે હંમેશાં ઊલટું કહેનારી. તે બોલ્યા વગર રહી નહીં “હે શ્વસુર ! એણે તે કયાંક માર ખાધે છે, બાકી છે તે એ પામર અને બીકણ.” શેઠે હવે વિચાર્યું. અવશ્ય આ વહુ હારાથી પ્રતિકૂળ છે. હું જે જે કહું છું તેને એ અસત્ય પાડે છે. કહ્યું છે કે-સહુ પિત. પિતાની પ્રશંસા કરે છે, પારકા દોષ જોવામાં કુશળ હોય છે. પારકામાં કંઈક દેષ કાલ્યા જ કરે છે, પણ પિતાનામાં દોષ હોય છે તે છતાં તે કહેતા નથી. શેઠ આમ વિચાર કરે છે, એવામાં રસ્તે એક વડનું વૃક્ષ આવ્યું. ત્યાં તેણે રથ રખા ને પિતે વડની છાયામાં બેઠે પણ વહુ તે વડની છાયા ત્યજી ને દૂર તડકામાં મસ્તક ઉપર એક લુગડું નાંખીને બેઠી. સસરાએ વહને છાયામાં બેલાવી, પણ તે તે તે સાંભળ્યા છતાં ત્યાં ગઈ નહીં; એટલે શેઠે વિચાર્યું. “કુશિષ્યની પેઠે એને પણ ઉપદેશ દેવા જેવું નથી.” વળી આગળ ચાલતાં એક ઘણી વસ્તીવાળું ગામ આવ્યું તે જોઈ શેઠ બોલ્યા. “શું સુંદર શહેર છે? એમાં સાત સાત તે પિળ છે.” પણ વહુ બેલીએ તે ઉજજડ ગામડું છે. સસરાએ વિચાર્યું કે-“એ તે સદા મારૂં કહ્યું અસત્ય કહે છે.” વળી માર્ગે જતાં એક ત્રણ ચાર ઝૂપડાંવાળું ગામડું જોઈ શેઠે એને ઉજ્જડ કહ્યું ત્યારે વહુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે ( ૮ ). વિચાર કરીને એને બહુ લોકોની વસ્તીવાળું ઠરાવ્યું. એટલે શેઠે કહ્યું “ સર્વથા વિપરીત બેલનારી આ વહ, કુશિક્ષિત અશ્વિની પેઠે મને હઠથી શીધ્ર અનર્થ કરશે.” શેઠ આમ વિચારે છે, એવામાં શીળવતીને માને ત્યાં આવી શેઠને તથા શીળવતીને ગૌરવ સહિત પિતાને ઘેર લઈ ગયે. તેમને ભેજનાદિકથી સત્કાર કર્યો. વળી ત્યાં રહેવાને બહુ આગ્રહ કર્યો, પણ શેઠ રહ્યા નહીં. એટલે પેલાએ કરંબાનું ભાતું આપ્યું તે લઈ વળી આગળ પ્રયાણ કર્યું. ત્યાં કેરડાના વૃક્ષની પાસે ઝાડની હેઠે શેઠ પેલે કર મૂકીને સૂતા. એટલે વહ ખાવા લાગી; તેવામાં ત્યાં એક કાગડે બોલવા લાગે. તેની ભાષા સમજીને વહ બેલી. “કાક! શું કકળાટ કરે છે? મ્હારા મનમાં જે છે તે હું સમજું છું.” સૂતો સૂતો પણ શેઠ વહુનાં વચન સાંભળી વિચારવા લાગે. વહ તે કાક વગેરેની ભાષા જાણતી જણાય છે. ફરી ફરી કાકનો અભિપ્રાય જાણુંને વહુ બોલી. “હે કાક! પૂર્વે એકના વચને કરીને તે હારે પતિને વિયેગા થયે છે, માટે વળી જે ફરીથી કંઈ કરૂં અથવા બેલું તે તો મ્હારા માતપિતાને પણ મળવા પામું નહીં.” જાગતે સૂતેલે શ્વસુર એ સાંભળીને બલ્ય, “ અરે વિવેકહીન વહ ! એમ કેમ કહે છે ?” “જે સત્ય કહીએ તે ગુણ છે તે દોષને અર્થે થાય છે, કારણ કે વનસ્પતી ઉપર ફૂલને સમૂહ થયે તે તેની શાખાને કાપી નાંખવામાં આવે છે; મેરને વિષે રહેલી ડગમગતી ચાલ અને તેના પીંછને આડંબર એજ તેના વધનું કારણ થાય છે. વળી ચતુર ગતિવાળા ઉત્તમ અશ્વ પણ બળદની પેઠે જોડાય છે. આ પ્રમાણે ગુણવાનને વિષે રહેલા ગુણ એ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ). સતી શાળવતી પ્રાયે તેના શત્ર થાય છે. બાલ્યાવસ્થાને વિષે બંધુના આગ્રહથી હું સર્વશાસ્ત્ર ભણું, તે સાથે તિર્યંચની ભાષાનું જ્ઞાન પણ અર્થ અને આમ્નાય સહિત શીખી.” એ સાંભળી સર્ષથી દંશ પામેલે માણસ જેમ ગારૂડીના શબ્દથી એકદમ બેઠે થાય તેમ શેઠ ઊભે થઈને વહુની પાસે ગયે. ત્યાં જઈ તેણે કહ્યું હારો અપરાધ ક્ષમા કરો.” તે સાંભળી વહુ બોલી. “હે પિતાજી ! તે વખતે તમે જાણતા હતા ત્યારે હું જે મસ્તક ઉપર ઘડે લઈને બહાર ગઈ હતી તે. એક શિયાળણીને શબ્દ સાંભળીને ગઈ હતી. તે એમ કહેતી હતી કે “એક મૃતક નદીમાં તણાતું આવે છે, તેના શરીર ઉપર લક્ષ મૂલ્યનાં આભરણે છે. તે સાંભળીને હું ત્યાં ગઈ, ને મૃતકના આભરણ લઈ તે જ સ્થાને નદીતીરે ગુપ્ત રીતે દાટીને ઘડે લઈ પાછી આવી. તે તમે જાણ્યું કે હું કંઈ દૃોષિત કરી આવી. ને તેથીજ મને તમે અહિં લાવ્યા છે. પણ હે સસરાજી ! એમાં તમારે દોષ નથી; એ તે આ ધૂર્ત કર્મનું જ કર્તવ્ય છે. શુભ યા અશુભ કર્મને કેટી યુગે પણ ભેગવ્યા વિના ક્ષય થતું નથી. હમણું આ કાક પક્ષી જે બેલે છે, તે આપણે કરબ માંગે છે ને સૂચવે છે કે, આ કેરડાના વૃક્ષની નીચે દશ લાખ સુવર્ણ છે. ત્યારે મેં તેને કહ્યું “પૂર્વે એક કાર્ય કર્યું તે હારા સસરાને રૂચિકર થયું નહિં, તે વળી બીજું કરવા જઉં તે તો હારૂં મૃત્યુજ થાય.” વહુનું આવું કહેવું સાંભળી શ્રેષ્ઠીએ મસ્તક ધૂણાવીને કહ્યું. “ તમે કહે છે તે ખરૂં છે શું?” વહુએ કહ્યું–જે તમને સંશય હોય તે આ કુહાડી છે, તે લઈને બેદી જુઓ. તે સાંભળી પ્રથમ એ કાગડાને કરંબાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન વીર ભાગ ૨ જે ( ૧૦ ) બળિદાન દઈ શેડ લેભને લીધે તરૂણ પુરૂષની પેઠે કેદાળીવડે તે વૃક્ષની હેઠે દવા લાગે. કહ્યું છે કે –“દાંત સર્વે ચાલવા લાગ્યા, બુદ્ધિ જાડી થઈ હાથ પગ કંપવા લાગ્યા, દષ્ટિ બંધ થઈ, બળ ગળી ગયું અને રૂપ-સૌદર્ય નાશ પામ્યું–આ પ્રમાણે યમ ભૂપતિની મહાધાડપી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા છતાં, તૃષ્ણારૂપી સુભટી એકાકી પણ હૃદયરૂપ નગરને વિષે નૃત્ય કર્યા કરે છે.” શેઠે એવું તે ચાર સુવર્ણના કુંભ નીકળ્યા. તે જોઈને તે બોલ્યો. અહો ! મ્હારા ઘરને વિષે આ વહુ તે સાક્ષાત્ લક્ષ્મી જ આવી છે. અહે! મેં મરક્ત મણિની કાચની ભ્રાંતિથી અવગણના કરી. એમ કહી શેઠે પિતાને અપરાધ પ્રકટ બતાવી તેની પાસે ક્ષમા માગી ને તે જ ક્ષણે તેણે રથ પાછો વાળે.. પાછાં વળતાં શેઠે વહુને પૂછયું. આ ગામ જેમાં સાત સાત તે પિળ છે, તેને તમે ઉજ્જડ કેમ કહ્યું? વહુએ ઉત્તર આપ્યો. જેમાં બહુ વસ્તી હેય, છતાં આપણું કેઈન હેય તે ઉજજડ જાણવું. કારણકે વસ્તીવાળું છતાં જેને વિષે આપણા ઉપર સ્નેહ કે પ્રીતિ બતાવનારૂં કઈ પણ વલ્લભ ન હોય, તે ગામ પૃથ્વી ઉપર અરણ્ય જેવું છે. વળી શેઠે પૂછ્યું “તમે ઊજડ જેવા દેખાતા ગામને વસ્તીવાળું કેમ કહ્યું? ” વહુએ કહ્યું. તે ગામમાં એક હારા મામાનું ઘર હતું, તેથી મેં તે ગામ વસ્તીવાળું કહ્યું. વળી શેઠે પૂછયું–તમે વડની છાયા મૂકીને તડકામાં જઈને બેઠાં, તેનું શું કારણ? વહુએ કહ્યું “વડ. ઉપર ઘટામાં કાગડે બેઠો હોય, તે જે સ્ત્રીના મસ્તક ઉપર ચરકે તે છ માસમાં તેણીના પતિને મહાઅનર્થ થાય. વળી વૃક્ષના મૂળ પાસે સર્પાદિ ને ભય હેય છે માટે હું દૂરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સતી શાળવતી જઈને બેઠી હતી.” આ સાંભળી શેઠ બોલ્યા. હે કુળાધાર ! સર્વ ભાવમાં વિચક્ષણ! તે બહુ ઠીક કર્યું કે વૃદ્ધપણાને લીધે બુદ્ધિહીન થયેલા અને તે બેધ આપે. વળી શેઠે પૂછ્યું. ત્યારે મેં પિલા સુભટનાં વખાણ કર્યા તેને તમે “બહ કાયર છે” એમ કેમ કહ્યું? વહુએ કહ્યું “તેના પ્રહાર સર્વ તેની પીઠ ઉપર હતા, તેથી જે તે ખરેખર સુભટ હેત તે તેણે સઘળા પ્રહાર અગ્રભાગ(છાતી)ને વિષે ખમ્યા હતા. ત્યારે શેઠે પૂછયું મેં જે મગના ક્ષેત્રને પરિપકવ દશાવાળું કહ્યું, ત્યારે તમે એમ કેમ કહ્યું કે જે તે પૂર્વે ખવાયું ન હોય ? તેને તે વખતે તો કોઈએ ખાધું નહોતું. વહુએ સમજણ પાડી કે “આ ક્ષેત્રવાળા કણબી લેકે દરિદ્રી જેવા હોય છે. તેઓ બમણ આપવા કરીને કણાદિક લાવે છે ને ખેડ કરે છે, હવે જ્યારે ધાન્ય નિપજાવીને ઘેર લાવે છે ત્યાં તે પેલા પૂર્વે ધાન્ય આપનારા (લેણદારે) આવીને તે લઈ જાય છે. એટલે મેં એમ કહ્યું કે, બમણું આપવું કરીને ધાન્ય લાવેલા એટલે તે કૃષિકાર પ્રથમથીજ ક્ષેત્રને ખાઈ ગયા કહેવાય.” વળી શેઠે શંકા પૂછી “ જળ ભરેલી નદી આવી ત્યારે મેં તમને મોજડી ઉતારવાનું કહ્યા છતાં તમે તે કેમ ન ઉતારી ?” તે ઉપરથી વહુએ ખુલાસો કર્યો કે, “ નદીને વિષે કાંકરા, જીવડા આદિ હોય તેના ભયને લીધે મેં તે ઉતારી નહીં, કારણ કે તેથી કાયાને કલેશ થાય.” આ પ્રમાણે પુત્રવધુનાં વચનથી બહુ સંતોષ પામેલ શ્રેષ્ઠી ઘેર આવી પહોંચ્યો. ત્યાં વહુએ ઘડામાં રહેલાં ભૂષણે બતાવ્યાં. ત્યારથી તેણે તેણુને બહુ સન્માન આપી પોતાના ઘરની સ્વામિની કરી સ્થાપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જો ( ૧૨ ) અનુક્રમે આયુક્ષયે શેઠ પરલેક પામ્યા. તેની સ્ત્રી પણ સ્વર્ગે ગઈ એટલે હવે અજિતસેન કુટુંબને નાયક છે. એ વખતે અરિમર્દન રાજાને ચાર ને નવાણું મંત્રી હતા, તે બરાબર પૂર્ણ પાંચસે કરવાની ઈચ્છાથી તેણે પ્રત્યેક નગરથકી માણસને બેલાવીને એ પ્રશ્ન પૂછે. “જે મને પાદપ્રહાર કરે તેને શે દંડ કરે?” સર્વેએ ઉત્તર આપે “તે માણસને શિરરછેદ કરો.” આ ઉત્તર રાજાએ માન્ય કે નહીં ત્યારે શીળવતીની વિસ્તીર્ણ બુદ્ધિથી તે પ્રશ્નને ઉત્તર અજિતસેને જઈને રાજાને કહ્યો. “તે પાદપ્રહાર કરનારને નુપૂર આપવાં.” આવે પિતે ચિંતવેલ ઉત્તર સાંભળીને રાજાને તેને સુવસ્ત્રાભરણું આપીને સંત. તેને બુદ્ધિમાન જાણીને પિતાને મુખ્ય પ્રધાન . એકદા રાજા છ પ્રકારનું સૈન્ય લઈને સીમાડા નજીકના રાજા સિંહરથ રાજાને જીતવાને નીકળે, ત્યારે તેણે અજિતસેનને સાથે આવવાની આજ્ઞા કરી. તે ઉપરથી એ તે ચિંતામાં પડ. મહાસતી શીળવતીએ ઉદ્વેગનું કારણ પૂછવા ઉપરથી તેણે સ્પષ્ટ કહ્યું. “જે કે તું સુશીલા છે, તે પણ તને ઘરને વિષે એકલી મૂકી રાજા સાથે જવાને મ્હારૂં મન માનતું નથી.” શીળવતીએ કહ્યું “ગમે તેમ પણ રાજાનાં કાર્ય કરવાં જોઈએ. હારૂં શીળ તે નિશ્ચળ સમજજે. એમજ ધારજે કે, દેવ દાનવ આદિ પણ તે ખંડન કરવાને અસમર્થ છે.” એમ કહી તેણીએ તેના કંઠને વિષે એક પુષ્પમાળા પહેરાવીને કહ્યું કે, “જ્યાં સુધી આ માળા કંઠને વિષે કરમાય નહીં ત્યાં સુધી એમ ધારજે કે હારૂં શીળ નિશ્ચળ છે.” પ્રિયાનાં આવાં વચન ગ્રહણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) સતી શીળવતી અજિતસેન રાજા સાથે નિશ્ચિતપણે ગયે. રસ્તે ચાલતાં પુષ્પ વગરની અટવીને વિશે પણ અજિતસેનના કંઠમાં પુષ્પની તાજી માળા જોઈને રાજાએ પૂછ્યું. તમારા કંઠને વિષે આવી અટવીમાં આવી તાજી પુષ્પમાળા ક્યાંથી? મંત્રીશ્વરે કહ્યું “એ માળા હારી પ્રિયાએ મહારા કંઠને વિષે આપી છે; તે તેના શીળપ્રભાવથી નિરંતર કરમાયા વગરની રહે છે.” રાજા તે શીળવતીને શીળનું સ્વરૂપ સાંભળીને ચમત્કાર પામે. એકદા તે રાજા પિતાના નર્મમિત્રે ( ગમ્મત કરાવનારા મિત્રોઆગળ શીળવતીના શીળવ્રતની પ્રશંસા કરવા લાગ્યું. એટલે ૧ કામાકુર મિત્રે ઈર્ષ્યાથી કહ્યું “ચંચળ નેત્રવાળી સ્ત્રીઓને વળી શીળવ્રત કેવું ?” તે વખતે ૨ લલિતાગે કહ્યું. કામાંકુર મિત્રે કહ્યું એ સત્ય છે. પછી ૩ રતિકે લિએ કહ્યું. એમાં સંશય શો? એટલે જ અશોક બે. “શીળનું ખંડન કરવાને હું જઈશ.” તે ઉપરથી કૌતુકી રાજાએ તેને બહુ ધન આપીને મેકલ્ય. એ અશક અબધૂતને વેષ લઈને ઉત્તમ વસ્ત્ર ધારણ કરી નંદનપુર જઈ શીયળવતીના ઘરની પાસે આસન નાખીને બેઠે. ત્યાં રહ્યો રહ્યો અને હર અંગવાળો તે પંચમ રાગનાં ગીત પ્રમુખ ગાતે જવા આવવા લાગે તથા સુશીલા શાળવતી તરફ બહુ પ્રકારના કામવિકાર બતાવવા લાગ્યું. એ સર્વ જોઈને સતી વિચારવા લાગી. નિશ્ચ એ હારૂં શીળ ખંડન કરવા ધારે છે. પણ એ મૂર્ખ વિચાર કરતા નથી કે, કેસરીસિંહ જીવતો હોય ત્યાં સુધી તેની કેસરા (વાળ) કેઈ ગ્રહણ કરી શકે? એમ વિચારીને તેણે વિકલ્પ વિના પણ ચક્ષુના ખૂણામાંથી તેના તરફ દષ્ટિ કરી; તેથી તે તે હર્ષ પામી ચિંતવવા લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૪ ) હારું વાંછિત સિદ્ધ થયું; કારણ કે એ સુમુખીએ હારા તરફ નજર કરી છે. એમ ધારી તેણે દૂતી મેકલી. તે શીળવતીને જઈને કહેવા લાગી–બાઈ, ત્યારે સ્વામી રાજા સાથે ગયે છે, તેનું કોણ જાણે શું થશે ? ગયે દિવસ ફરી પાછો નહિં આવે; હારું યૌવન ભેગ વિના નિષ્ફળ જાય છે.” પછી શીળવતી બોલી કુળવાન સ્ત્રીઓને પરપુરૂષ સાથે સંગમ તે શું પણ વાતો પણ કરવી યુક્ત નથી. પણ પિલી દૂતીએ ફરી ફરી કહ્યું, તેથી શીળવતીએ હા કહી કે, “તેને પાંચમે દિવસે મેકલજે.” દૂતીએ જઈને અશેકને એ વાત કહી. અશોક હર્ષ પામે ને પ્રથમથી અર્ધલક્ષ સુવર્ણ તેણીને મેકલાવ્યું. હવે શીળવતીએ પિતાના શીળની રક્ષાના અર્થે ઓરડામાં એક ઊંડે ખાડે દા. તેના ઉપર એક ફક્ત તંતુથી ભલે પલંગ મૂક્યો ને ઓછાડ પાથર્યો. પાંચમે દિવસે અશોક બાકીના અર્ધ લક્ષ સેનયા લઈને આવ્યો. શીળવતી બેલી ભેજન થાય છે અને સ્નાન કરવાને ઉષ્ણ જળ મૂક્યું છે, ત્યાં સુધી તમે આ પલંગ ઉપર બેસે. તે પ્રમાણે તે તેની ઉપર બેઠે એટલે તે પડી ગયે, અને ખાડામાં પડ્યો ! ત્યારથી એક દેરડીવડે તે તેને માટે શરાવલાને વિષે અન્ન પાણી મેકલવા લાગી, પરંતુ અશકને તે ખાડામાં નરકનું દુઃખ સહન કરવું પડ્યું. આ વાતને એક મહિને થયે. રાજાએ વિચાર્યું –અશકની તો શેધ મળતી નથી. એટલે રતિકેલિ તેવી જ પ્રતિજ્ઞા કરીને ત્યાં ગયે. તે પણ અશેકની માફક તે જ ખાડામાં પડ્યો. એ પ્રમાણે કામાકુર પણ ત્યાં ગયે, ને પેલા બેની દશાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) સતી શીળવતી પામ્યા. તેજ અવસ્થા લલિતાંગની પણ ત્યાં આવવાથી થઈ. -આ પ્રમાણે ચારે કૂવામાં પડયાં તેમને દેરડે બાંધેલા શરીવલામાં અર્ધ અન્ન પાણી મળતું. નરકને વિષે નારકી જીવની પેઠે દુઃખ પામતા તેઓએ એકદા શીળવતીને કહ્યું “અમે સુધાથી પીડાઈએ છીએ; અમારા જેવા આત્માના અજાણ જ આ પ્રમાણે દુઃખના ભાજન થાય છે. હે સતિ ! મૂઢ એવા અમે લ્હારૂં માહાસ્ય જોયું; હવે કૃપા કરીને અમને કૂવામાંથી બહાર કાઢ.” શીળવતીએ કહ્યું. “જે તમે એક મહારૂં કહ્યું માને તે બહાર કાઢું. પેલા બોલ્યા. તમે કહેશે તે સુલભ હશે કે દુર્લભ હશે તે પણ કરીશું. પછી શીળવતીએ તેમને શીખવી રાખ્યું. એવામાં તેને સ્વામી અજિતસેન આવ્ય, તેને સતીએ પેલા ચારે જણનું વૃત્તાંત ગુપ્ત રીતે કહ્યું. પછી શીળવતી કહે “એક વાર આપણે રાજાને પરિવાર સહિત ભજનને અર્થે નિમંત્રણ કરીએ. પછી એમને ઉઘાડા પાડીએ.” ત્યારપછી નેતરું આપી રાજાને જમવા બેલા. તે પણ આવ્યા. શીળવતીએ છાની રીતે રસવતી તૈયાર કરાવી મુકી હતી. હવે તેણીએ અવસર જાણીને પેલા ચારેને કુવામાંથી બહાર કાઢીને ઓરડામાં આસન ઉપર બેસાર્યા ને હુવરાવીને ચંદનનો લેપ કર્યો. એવામાં રાજા કહેવા લાગ્યા, “અરે મંત્રી ! જમવાનું અસુર થાય છે; ને તમારા ઘરમાં તે રસઈ પણ કરેલી જણાતી નથી.” મંત્રીએ કહ્યું- હે રાજન મ્હારા ઘરમાં હારી પ્રિયાને વશ એવા ચાર યક્ષે છે, તે જે જે માગશે તે તે આપશે. પછી રાજા પરિવારસહ જમવા બેઠે એટલે એ યોની પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ આદ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૬ ) રાઈ માંગીને તેમને જમાડ્યા. તે જોઈ રાજાએ કહ્યું. હે મંત્રી ! જે આ યક્ષે છે, તે પ્રિય અને મનગમતી રસોઈ આપે છે, માટે જે તે આપણી પાસે હોય તે માર્ગમાં રાંધવાની અડચણ વિના સૈન્યને ભેજન મળે. મંત્રીએ કહ્યું-હારી પ્રિયાને કહીને હું તમને આપીશ. પછી શીળવતીએ પેલા ચારેને કહ્યું–જે તમે હારૂં કહ્યું કરશે, તે જ તમને છોડીશ. પેલાએ હા કહી, એટલે તેમને પેટીમાં બેસાર્યા ને તેમને કહ્યું કે, આ પેટી રાજાને આપવાની છે. રાજા એક પ્રયાણ કરીને મધ્યાન્હ ભેજન માગે, ત્યાં સુધી તમારે બિલકૂલ બેલવું નહીં. જે વચ્ચે બોલ્યા તે મૃત્યુ આવ્યું જાણજે. તેઓએ હા કહી એટલે એ પેટી ભૂપતિને આપી તે તેણે હર્ષથી સ્વીકારી. એક પ્રયાણ કરી મધ્યાન્ડે રાજાએ પેટી ઉઘાડી તેમની પાસે રઈ માગી ત્યારે તે બેલ્યા. ભજન વિના તે અમારાં ય ગાત્ર શિથિલ થઈ ગયાં છે, તે તમને તે ક્યાંથી જ આપીએ? એ સાંભળી તેમને સ્વર તુરત ઓળખી તેમને બહાર કાઢયા ને શીળવતીનું સ્વરૂપ પૂછયું. તેમણે એ સ્વરૂપ નિવેદન કર્યું તે સાંભળીને રાજા હર્ષ પામે. પાછો આવી શીળવતીના શાળવ્રતની પ્રશંસા કરવા લાગે. “ તું હારી બેન છે” એમ કહીને તેણીને વસ્ત્રાભરણ આપ્યાં. આ વૃત્તાંત ઉપરથી સર્વ લેકે ચમત્કાર પામી બેલવા લાગ્યા. આ શીળવતી સતીઓમાં શ્રેષ્ઠ છે.” પછી અજિતસેન પિતાની પ્રિયા સતી શીળવતી સાથે સંસારસુખ ભોગવતે ચિરકાળ પર્યત સુખમાં રહેવા લાગ્યું. તેને અનુક્રમે લક્ષ્મીધર અને ચંદ્રસેન નામના પુત્ર થયા. તેઓ નિરંતર જિનેક્ત ધર્મ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સતી શીળવતી એકદા તે નગરને વિષે દમણ નામના સૂરિ પધાર્યા. તેમની પાસે અજિતસેન પ્રિયાને લઈને ધર્મ સાંભળવા ગયે. સૂરિએ દેશના આપી. ધર્મથી ઉત્તમ કુળને વિષે જન્મ, શરીરે સૌભાગ્ય, આયુષ્ય, બળ, નિર્મળ યશ, વિદ્યા અને દ્રવ્ય એટલાં વાનાં મળે છે. વળી મહાભયંકર અરણ્યમાંથી ધર્મ વિસ્તાર કરે છે. એ જે ધર્મ તે સમ્યક પ્રકારે સે છતાં, સ્વર્ગ અને મેલને દાતા થાય છે. પછી દેશનાને અંતે શીળવતીએ મુનિને પૂછ્યું. હે ભગવાન! મેં પૂર્વ ભવે શું કર્યું હશે ?” જ્ઞાની મહારાજાએ કહ્યું. “કુસુમપુર નગરને વિષે સુલસ નામને શ્રાવક રહેતો હતો, તેને સુયશા નામની સ્ત્રી હતી. તેમને સ્વભાવે ભદ્રક એ દુર્ગત નામને સેવક હતા. એ દુર્ગતને દુર્ગલા નામની સ્ત્રી હતી. એકદા એ દુર્ગિલા સુયશાની સાથે સાથ્વી પાસે ગઈ ત્યાં સુયશાને પુસ્તકની પૂજા કરતી જોઈ દુMિલાએ પૂછયું. “હે સાધ્વી ! આજે શું પર્વ છે?” સાધ્વીએ કહ્યું-“આજે શ્રતતિથિ વિખ્યાત જ્ઞાનપંચમી છે. આજ જ્ઞાનપંચમીને દિવસે ઉપવાસ કરીને જે પુસ્તકપૂજાપૂર્વક જ્ઞાનની પ્રભાવના કરે, તે સુખ, સૌભાગ્ય, ભાગ્ય, બુદ્ધિ આદિ વૈભવ પામીને અનુક્રમે મેક્ષ પ્રાપ્ત કરે છે. એ સાંભળી દુMિલા બેલી. “હારી સ્વામિનીને ધન્ય છે કે જે આ પ્રમાણે પંચમીનો તપ કરે છે. હું આ તપશ્ચર્યા કરવાને સમર્થ નથી. ” તેથી સાધ્વીએ કહ્યું-“ ત્યારે તું તારે આધીન એવું શીળવ્રત પાળ, જેથી તું સુખી થઈશ. હે વિવેકવાળી ! યાજજીવ પરપુરુષને ત્યાગ કર અને અષ્ટમી ચતુર્દશીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે (૧૮) સર્વ રીતે શિયલ પાલવું, હારા પતિથી તદ્દન દૂર રહેવું.” એ પ્રમાણે સાધ્વીએ આપેલે આ અભિગ્રહ લઈ હર્ષ પામી ઘેર આવી ને તે વાત પિતાના પતિને કહી. પતિએ કહ્યું “જે તે એ પ્રમાણે અષ્ટમી ચતુર્દશીને નિયમ કર્યો છે તે હારે પણ આજથી એ નિયમ અંગીકાર છે.” હળુકર્મી એવા એ બને જીવ શુદ્ધ શીલ પાળવા લાગ્યા. અનુક્રમે તેમણે સમક્તિ પ્રાપ્ત કર્યું. એમ કરતાં કરતાં દુર્ગિલાએ તે ગુરુ પાસે જ્ઞાનપંચમીને તપ લઈ તે આદર્યો. આયુરક્ષયે અને મૃત્યુ પામી સૌધર્મ દેવલેકે દેવતાપણે ઉત્પન્ન થયાં. દુર્ગતને જીવ દેવકથી ચ્યવી, તું અજિતસેન થયે અને દુલિાને જીવ તે આ શીળવતી થઈ.” ગુરુના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી, જ્ઞાન આરાધનારૂપ પુન્યથી તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાને પૂર્વભવ સ્મરણમાં આવવાથી વૈરાગ્ય પ્રાપ્ત થયે, તેથી તેમણે દીક્ષા લીધી. સંયમ પાળી તેઓ પાંચમે સ્વર્ગે ગયાં. ત્યાંથી વી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી કર્મક્ષય થયે મુક્તિ પામશે. 1 = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ܕܫܩ ܀ સતી નદાસુંદરી. જે આ નર્મદાસુ ંદરીની પેઠે સ્વ અને મોક્ષદાયક શીળસ્ત્રત પાળે છે, તેઓ પૃથ્વીમાં પૂજવા ચેોગ્ય છે. ભરતખંડના વર્ધમાન નગરને વિષે સપ્રત્તિરાજા રાજ્ય કરતા હતા. તે જ નગરમાં ઋષભસેન શ્રેષ્ઠીને પોતાની વીરમતી ભાર્યાંથી સહદેવ અને વીરદાસ નામના પુત્રો અને ઋષિદત્તા નામે પુત્રી થઇ. અનુક્રમે શેઠે પુત્ર પુત્રીને સારી રીતે ભણાવ્યાં. કહ્યું છે કે “ જેણે પ્રથમ વયમાં વિદ્યા, ખીજી વયમાં ધન અને ત્રીજી વયમાં ધર્મ નથી ઉપાર્જન કર્યાં· તે ચેાથી વયમાં શું કરશે ? ” શેઠની પુત્રી ઋષિદત્તાને બહુ જણ માગતા, પણ તે સર્વ મિથ્યાષ્ટિ હોવાથી શેઠ તેમને આપવાને ના કહેતા. તે તે તેણીને માટે કોઈ સમક્તિમૂળ આર વ્રતનાં ધારણહાર એવા વરની શોધમાં હતા. કહ્યું છે કે જેણે ન્યાય માગે સપત્તિ પ્રાપ્ત કરી હાય, વળી જે શિાચારના પ્રશંસક હોય, જે સમાન કુળ શીળવાળા હોય અને અન્ય ગાત્રના હાય તેવાની સાથે જ વિવાહ કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીને ભાગ ૨ જે ( ૨૦ ) એકદા રૂદ્રદત્ત નામને મહાદ્રવ્યવાન પણ મિથ્યાત્વી વણિકપુત્ર વેપારને અર્થે ચંદ્રપુર નગરથી ત્યાં આવ્યા. તે આવીને પિતાના એક મિત્ર કુબેરદત્તના મંદિરમાં રહ્યો. પિતાના જ ઘરમાં હેયની તેમ તે વર્ધમાનપુરને વિષે રહેતે. એકદા તે મંદિરના ગવાક્ષને વિષે બેઠા હતા તેવામાં તેણે સખીઓની સંગાથે જતી ઋષિદત્તાને જોઈ. દેવસુંદરી તુલ્ય રૂપવતી ઋષિદત્તાને જોઈ રૂદ્રદત્ત વિચારવા લાગ્યું. “અહો ! આ તે પાતાળકન્યા છે કે દેવસુંદરી છે? રતિ, પ્રીતિ કે લક્ષ્મી છે?” તેણે કુબેરદત્તને પૂછ્યું. આ કોની પુત્રી છે? તેણે કહ્યું “રાષભસેન શ્રાવકની પુત્રી છે. તે તેણુને મિથ્યાત્વીના કુળમાં આપતો નથી (કોઈ શ્રાવક વેરે આપવાનું કહે છે.)” તે સાંભળી રૂદ્રદત્તે જૈનમુનિ પાસે જઈને જૈન ધર્મને સારી રીતે અભ્યાસ કર્યો. એકદા આ માયાવી શ્રાવકને નષભસેને ભેજન નિમિત્તે નિમંત્રણ કર્યું એટલે તેણે વિધિ પ્રમાણે જિનપૂજા કરીને પછી આહાર ગ્રહણ કર્યો. એ ઉપરથી તેને શ્રાવક જાણીને કાષભસેને પિતાની પુત્રી આપી. અહો ! માયા કર્યા વિના આવું દુઃશક્ય કાર્ય સિદ્ધ થતું નથી. પછી મહાવિસ્તાર સહિત તે કન્યાને પરણીને પિતાને કૃતકૃત્ય માનતે રૂદ્રદત્ત કેટલાક દિવસ પછી બહુ લક્ષ્મી ઉપાર્જન કરી, સસરાની આજ્ઞા માગી પિતાની સ્ત્રી રાષિદત્તાને સાથે લઈ પિતાને નગરે ગયે. ત્યાં તે માતપિતાને મળે. તેમને પણ તેને વધુ સહિત આવેલે. જે હર્ષ થયે. પણ અહિં આવીને અપુન્યવાન એવા તેણે ચિંતામણિ રત્ન સમાન જૈનધર્મ ત્યજી દીધે. અનુક્રમે પતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) નર્મદાસુંદરી સંસર્ગથી વિદત્તાએ પણ એને ત્યાગ કર્યો. કહ્યું છે કે“આંબાનું અને લિંબડાના વૃક્ષનું એમ બે વૃક્ષના મૂળ એકઠાં થાય, તે તેમાં લિંબડાને સંસર્ગથી આંબાનું મૂળ વંઠીને લિંબડાના ગુણને પામે છે.” કુત્સિત શબ્દને મળેલ વાયુ દુર્ગધથી જ થાય છે. હવે ત્રાષિદત્તાને પણ એવી થઈ ગયેલી માની તેણીના માતાપિતા તેણીને જન્મ, વિવાહાદિ મહત્સવને વિષે પણ તેડું ન કરતાં. આ વિદત્તાને અનુક્રમે મહેશ્વરદત્ત નામને પુત્ર થયે. કિમે કરી યૌવન પામી તેણે પણ વધર્માદિ સર્વ કળા ગ્રહણ કરી. અહિં ઇષભસેનને પુત્ર સહદેવ, શ્રીદત્ત શેઠની પુત્રી વેરે પર. તેણીએ પણ કમે કરી સુસ્વપ્નસૂચિત ગર્ભ ધારણ કર્યો. એકદા તેણીને ગર્ભના મહિમાથી નર્મદા નદીને વિષે જળક્રીડા કરવાને દેહદ્ થયે. તે ઉપરથી સહદેવ તેણીને ત્યાં લઈ ગયે. ત્યાં જઈ શુભ દિવસે તેણે સ્ત્રી સાથે જળકીડા કરી. વ્યાપારને અર્થે હવે સહદેવે અહિં રહીને નર્મદા નામનું નગર વસાવ્યું. તેમાં વળી સમકિતના પિંડના પિષક એવા તેણે મેરુ તુલ્ય ઉત્તર એવું જિનમંદિર બંધાવ્યું. એટલે તે બહુ બહુ વ્યાપારીઓ પોતપોતાનાં સ્થાન ત્યજીને, ભ્રમરાઓ કમળ પાસે આવે તેમ અહિં વ્યાપારને અર્થે આવવા લાગ્યા. ત્યાં લોકેએ બીજાં અનેક જિનમંદિર બંધાવ્યાં. અનુક્રમે સહદેવની સ્ત્રીએ અહિં, વૈર્ય મણિની ભૂમિ જેમ વૈર્ય મણિને ઉત્પન્ન કરે તેમ, શુભ લને એક ઉત્તમ લક્ષણવાળી પુત્રીને જન્મ આપ્યો. પિતાએ જન્મોત્સવ કરીને તેણીનું નર્મદા સુંદરી એવું નામ પાડયું. તે પૂર્વના અભ્યાસથી જ હાયની તેમ સકળ કળા પ્રાપ્ત કરી શુકલ પક્ષના ચંદ્રમાની પેઠે ઉદય પામી યૌવનાવસ્થાએ પહોંચી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૨ ) આવું નર્મદાસુંદરીનું ઉત્તમ સ્વરૂપ શ્રવણ કરીને લિદત્તા તેણીને પિતાના પુત્રને અર્થે માગવાનું વિચારવા લાગી, પણ તે જ વખતે તે શેક કરતી બેલી. “ધિક્કાર છે મને! કે મેં જનધર્મને ત્યજી દીધે! સર્વ સંબંધીઓએ એ ઉપરથી મને ત્યજી છે. હા, હું સર્વ હારી ગઈ! હવે તેઓ મહારા પુત્રને એમની પુત્રી કેમ આપે?” આમ વિલાપ કરતી જોઈને રૂદ્રદત્ત તેણીને કારણ પૂછયું. તેણીએ તેને પિતાના મનમાં હતું તે કહ્યું, પણ માતાનું કહેલું સાંભળીને મહેશ્વરદત્ત બેલ્ય. “હે માતા ! તું મને ત્યાં મેકલ એટલે હું ત્યાં જઈને સર્વ સ્વજનને વશ કરીને મારા મામાની પુત્રી નર્મદા સુંદરીને પરણી આવીને તને હર્ષ પમાડીશ. ” માતાએ તે તેને મોકલ્યા. તે થોડા દિવસમાં નર્મદાપુર પહોંચ્યા. ત્યાં તેના માતામહ ( માતાપિતા ) પ્રમુખ સર્વ સ્વજનોએ મિથ્યાત્વી એવા પણ એ ભાણેજને લજજાને લીધે સત્કાર કર્યો, કારણ કે ભગવાને પણ ઉચિતાચારને નિષેધ કર્યો નથી. તે ભાણેજે પણ ધૈર્ય–ગાંભીર્ય આદિ ગુણોએ કરીને સર્વનાં મન હરણ કર્યા. એકદા તે માતામહના ખેાળામાં બેઠે હતું, તે વખતે તેણે કહ્યું. “હે પુત્ર! જેમ જાંગુલિ મંત્ર સર્પનું મન હરે છે, તેમ તે અમારા ચિત્તનું હરણ કર્યું છે માટે બેલ, જે હારી ઈચ્છામાં આવે તે માગ.” મહેશ્વરદત્ત બેલ્ય. નર્મદાસુંદરી મને પરણું.” પણ માતામહ છે. તે કહ્યું તે યુકત છે; પણ હારૂં કુળ મિથ્યાત્વી છે માટે મિથ્યાદષ્ટિ એવા તને હું પુત્રી આપવા ઈચ્છતા નથી. ” પૂર્વે જેણે જ્ઞાન આરાધેલું છે એવા તેણે તે ઉપરથી ગુરુ પાસે જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩ ). નર્મદાશુરી ગ્ય ધર્મજ્ઞાન મેળવીને કહ્યું. “હારું કુળ ભલે દૂર રહ્યું. તે કુળની વાત કરવી રહેવા દ્યો. કારણ કે લોકો શું કમળ આદિની ઉત્પત્તિ જોતા હશે કે ? હું તે જૈન ધમ છું, સર્વે જણ હારી પરીક્ષા કરે” એમ કહીને તેણે સર્વને વિશ્વાસ પમાડ્યો; એટલે તેના માતામહ (ષભસેને) તેને નર્મદા સુંદરી આપી. મહેશ્વરદત્ત નર્મદા સુંદરીને પર. નર્મદાસુંદરી જે જૈનધર્મ કર્મ શાસ્ત્રમાં કુશળ હતી તેણુએ જૈન શાસ્ત્રને તથા મહેશ્વરદત્તના શાસ્ત્રને સંબંધ તેને કહી બતાવીને, પિતાના (જૈન) ધર્મમાં કુશળ કર્યો. આમ કેટલાએક કાળ વ્યતીત થયા પછી શ્વસુરની આજ્ઞા માંગી, સ્ત્રી સહિત મહેશ્વરદત્ત પિતાને ગામ ગયો. ત્યાં નર્મદા સુંદરીએ ઋષિદત્તાને પગે પડીને બહુ હર્ષ ઉત્પન્ન કર્યો, ત્યાં આવી સુશીલા નર્મદાસુંદરીએ સર્વ કુટુંબનું મિથ્યાત્વ-વિષ દૂર કર્યું. વળી તે એ પ્રમાણે બેલવા તથા ચાલવા લાગી કે, જેથી તેણીના સૂર આદિ સર્વ હર્ષ પામવા લાગ્યા; મિથ્યાત્વને ત્યાગ કરીને સૌ કોઈ સુખી થયાં. એકદા નર્મદા સુંદરી દર્પણને વિષે પિતાનું મુખ જેતી, તાંબૂલ ચાવતી ગવાક્ષને વિષે બેઠી હતી, તે વખતે ગવાક્ષની નીચેથી કઈ સાધુ જતા હતા, તેના ઉપર તેણીનું તાંબૂલ પડયું. તે ઉપરથી તેણે ઊચું જોયું તે ગવાક્ષમાં નર્મદાસુંદરીને દીઠી. તેણીને જોઈ જ્ઞાનવાન એવા તે યતિ કેપ કરીને બોલ્યા–અમારા જેવા સાધુની આશાતના કરવાથી તું ત્યારા પતિથી વિયેગ પામીશ. તે નર્મદા સુંદરીએ સાંભળ્યું, તેથી ખિન્ન ચિત્તવાળી તે શીવ્ર હેઠે ઉતરી આવી સાધુના ચરણમાં પડીને બેલી-હે સાધુ! હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીને ભાગ ૨ જે (૨૪) મૂર્ખ છું, નિર્ભાગ્ય છું, દુરાત્માવાળી છું, જિનની ઉપાસિકા છું, છતાં મેં એ અવિનીત કાર્ય ભૂલથી કર્યું છે; માટે હે વિશ્વવત્સલ! પૂજ્ય તથા કરુણાના સિંધુ! આપ તે મહાત્મા છે માટે હારો અપરાધ ક્ષમા કરો. મુનિએ શત્રુ ઉપર કોપાયમાન થતાં નથી. પોતાની ઉપર મેહ રાખતા નથી; પિતાને નાશ થાય તે પણ તેઓ સમદષ્ટિ રાખે છે, માટે મને આપેલો શાપ આપ પાછો લઈ લે. તે સાંભળી કોપ દૂર કરીને યતિએ કહ્યું, “હે શ્રાવિકા ! હે પુત્રી ! તું ખેદ ન કર. કદાપિ પણ જૈન મુનિઓ શાપ દેતા નથી. કહ્યું છે કે રાગદ્વેષને ઘાત કરનારા મુનિઓ વંદન કરવાથી ખુશી થતા નથી અને હાલના કરવાથી ખેદ પામતા નથી, પરંતુ તે એક ચિત્તને દમીને જ વિચરે છે. આ તે મેં અકસ્માત ત્યારું ભવિષ્ય કહ્યું છે. કેઈના કહેવાથી કેઈને દુઃખ થતું નથી. એ તે દુષ્ટ કર્મના ઉદયે જ વિયેગાદિ દુખ થાય છે, પિતાનાં ઉપાર્જન કરેલા કર્મ ભગવતાં કયે ડાહ્યો પુરુષ ખેદ પામે?” આમ ઉપદેશ આપી નર્મદાસુંદરીએ કરેલા દાનને સ્વીકારતા સાધુ પિતાને માર્ગે ગયા. એટલે પતિએ પ્રિયાને કહ્યું “ હે પ્રાણવલ્લભ ! ખેદ ન કર.” પછી વિનયી નર્મદાસુંદરી નિરાબાધપણે ધર્મ પાળતી સુખે રહેવા લાગી. એકદા મહેશ્વરદત્ત પણ દૂર દેશાવરમાં યવનદ્વીપને વિષે વ્યાપારાર્થે જવાને તૈયાર થયે, તે વખતે અતિશય આગ્રહ કરીને નર્મદા સુંદરી પણ તેની સાથે ચાલી. મહેશ્વરદત્ત બહુ કરીઆણાં લઈને પ્રવહણમાં બેસી સમુદ્રમાર્ગે ચાલે. મહાસાગરને વિષે કઈ દ્વિીપમાં દર કેઈ પુરુષનું મધુર સંગીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) | નર્મદા સુંદરી શ્રવણ કરી નર્મદાસુંદરી બેલી-“હે સ્વામિન ! સ્વર સ્વભાવથી એમ જણાય છે કે, જે પુરુષ મધુર વાણીથી આ ગીત ગાય છે; તેનું શરીર શ્યામ છે; તેના હસ્ત, પાદ ને કેશ સ્થલ છે અને તે મહાસત્વવંત પુરુષ છે. કહ્યું છે કે જેનાં ચક્ષુ નેહવંત હોય તે ભાગ્યશાળી જાણ; જેના દાંત સ્નેહ યુક્ત હેય તે ભેજન પામે, જેની ત્વચા અનેહ યુક્ત હોય તે લક્ષમીવાનું થાય અને સ્નેહ યુક્ત પગવાળે પુરુષ વાહન પામે. વળી તે પુરૂષને ગુહ્યસ્થાન ઉપર મસ છે તથા વક્ષસ્થળને વિષે લાંછન છે, તેનું વય લગભગ બત્રીશ વર્ષનું છે તથા તેની છાતી બહુ . પહેલી છે.” આ સાંભળીને મહેશ્વરદત્ત વિચારવા લાગ્યો. “જેમ કૌશિક પક્ષી સાથે મેન લુબ્ધ છે તેમ આ હારી પ્રિયા એ પુરુષની સાથે લુબ્ધ જણાય છે; અન્યથા જેનું શરીર દેખાતું નથી એવા મનુષ્યનું રૂપ તે કેવી રીતે જાણી શકે? આટલા સમય સુધી હું એણીને મહાસતી જાણતો હતો, પણ એ તે અમારા કુશળ અને ઉજવળ કુળને કલંકરૂપ નીકળી ! અથવા શાકિની જેવી આ સ્ત્રીઓને કે બુદ્ધિમાન વિશ્વાસ કરે? કારણ કે, સ્વાર્થે સ્ત્રીઓ પોતાના પુત્રાદિકને પણ તૃણ સમાન ગણનારી છે. માટે આને આ જળસમુદ્રમાં પાડી નાખું કે કદલીની પેઠે ખડગવડે છેદી નાંખું?” એમ વિચારી આ વણિક એ ભલી સ્ત્રીનું કંઈ ભૂંડું કરવાનો વિચાર કરે છે, તેવામાં વહાણને માલુમ(ખા ) શઢ ઉપર ઊભા રહીને ઊંચે સ્વરે કહેવા લાગે. “ વહાણ ઊભું રાખે ને શઢ ઉતારી લે. રાક્ષસ દ્વીપ આવ્યો છે. ત્યાંથી જળ ઇંધણ પ્રમુખ સામગ્રી લઈયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૨૬ ) એ સાંભળીને સર્વ વહાણના હાંકનારાએ(ખારવાઓએ) એ પ્રમાણે કર્યું તે સમયે ઋષિદત્તાને પુત્ર મહેશ્વરદત્ત પણ પિતાના વિચારને માયાવડે ગુપ્ત રાખીને વહાણથી હેઠે ઊતરીને સમુદ્રના કિનારા ઉપરના વનમાં નર્મદા સુંદરીને કીડાથે લઈ ગયે. ત્યાં જઈ કઈ તળાવને કિનારે બેઠા. તેવામાં નર્મદાસુંદરીને નિદ્રા આવી તે વખતે તેણીને સ્વામી વિચારવા લાગ્યું કે“ જે હું એણના પ્રાણ લઈશ, તે મને સ્ત્રીહત્યાનું પાપ લાગશે; માટે એણીને અહીં જ મૂકીને જતો રહું. ” એમ ધારી તેણીને તે જ સ્થિતિમાં મૂકીને જતો રહ્યો. પછી વહાણ ઉપર આવીને તે માણસને કહેવા લાગ્યું. “અરે કઈ વાઘ આવીને મારી પ્રિયાનું ભક્ષણ કરી ગયે; હવે એના વિના હારું શું થશે ?” એમ કહી તે રુદન કરવા લાગે, એટલે માણસોએ કહ્યું. “હે સ્વામિન ! પ્રિયાને અર્થે તે વળી કેણ ખેદ કરતું હશે ? જે તે ગઈ તે એક બીજી સારી નવી આવશે.” મહેશ્વરદત્તે કહ્યું “તે હવે અહિં એ રાક્ષસના રૂપમાં રહેલો વાઘ રહે છે, માટે આપણે શીધ્ર ચાલે. આપણે ક્ષણ પણ અહિં રહેવું ગ્ય નથી.” એટલે પછી ખારવાઓએ પ્રવહણને જલદી હંકાર્યું. પછી મહેશ્વરદત્તે વિચાર્યું. મેં એ મરજી મુજબ ચાલનારીને અહીં મૂકી તે ઠીક થયું.” અનુક્રમે ચાલતાં ચાલતાં તે યવનદ્વીપ પ્રત્યે પહોંચે. ત્યાં બહુ લક્ષ્મી ઉપાર્જન કરીને તે પિતાને નગરે પાછો આવે. માતપિતાને તેણે જણાવ્યું કે, “હારી સ્ત્રીનું કઈ રાક્ષસ ભક્ષણ કરી ગયે.” એટલે તેમણે વહનું કાર્ય કરી પુત્રને એક બીજા શ્રેણીની પુત્રી પરણવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) નર્મદસુંદરી હવે અહિં પાછળ વનને વિષે નર્મદા સુંદરી પંચ પરમેષ્ટીનું મરણ કરતી જેવી નિદ્રા ત્યજી ઊભી થાય છે, તેવી જ પતિને ન જેવાથી દુખી થઈ “પતિ હાસ્ય કરતા હશે” એમ ધારીને તે બેલી. “હે પતિ! આવે, અહિં આવ; મને ઉત્તર દઈને હર્ષ પમાડે.” પછી ભય પામતી નર્મદા સુંદરી જળાશયને તીરે, પગલે પગલે સ્થાને સ્થાને જોવા લાગી; પરંતુ તેણીએ પતિને જોયા નહિ. વનાદિકને વિષે જ્યારે કોઈપણ સ્થળે તેણના સ્વામી જડ્યા નહી ત્યારે તે ગાઢ સ્વરે એવી રીતે રુદન કરવા લાગી કે, પાસે રહેલા તે પણ તેને જોઈને વિલાપ કરવા લાગ્યા. પિતાના રૂદનનો પ્રતિધ્વનિ(પડઘે) ગુફા આદિને વિષે સાંભળીને તે જેમ મૃગતૃષ્ણા જઈ મૃગી દડે તેમ સર્વત્ર ફરવા લાગી. એવું એકે વન, વૃક્ષઘટા કે ગુફા નહોતી કે જ્યાં તે ફર્યા વિના રહી કે ગાઢ સ્વરે રૂદન કર્યા વિના રહી હોય ! એટલામાં ચંદ્ર ઉદયાચળ ઉપર આવ્યું, તેને જોઈને તો તે પતિના વિયેગથી અતિશય દુઃખી થવા લાગી. તેણીએ રાત્રીને સે વરસ જેવી કાઢી. વળી પ્રભાતે રૂદન ને રૂદન જ કરવા લાગી. “હે નાથ ! હે મહાપ્રેમરૂપી અમૃતથી પૂર્ણ ચંદ્રમા ! આ પ્રિયાને મૂકીને કેમ જતા રહ્યા ? ગયા તો ભલે, પણ એક વાર ઉત્તર, તો આપ.” આમ પિતે રડતી તથા પક્ષી, વૃક્ષ પ્રમુખને પણ રડાવતી, એવી અવસ્થામાં તેણે પાંચ દિવસ નિર્ગમન ક્ય. વળી વહાણ જ્યાં પૂર્વે લાંગર્યું હતું, તે સ્થળે જઈને પણ તેણીએ અત્યંત વિલાપ કર્યો. પણ પ્રાંતે નિરાશ થઈ પરમેશ્વરના વચનનું સ્મરણ કરી તેણીએ શેકનો ત્યાગ કર્યો “હે આત્મા ! તેં પૂર્વે ઉપાર્જન કરેલું જે કર્મ, તે જ હારે ભેગવવું પડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે ( ૨૮ ). તેમાં તું શાને વિષાદ કરે છે?” એમ તેણીએ પિતાના આત્માને બોધ આપે. પછી સરોવરને વિષે સ્નાન કરી જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધરી ફળાહાર ઉપર તે ત્યાં રહેવા લાગી. દીવાને ખપ પડેયે ઇંગુદિના ફળના તેલથી તે દીપક પણ કરતી. આમ સર્વથા શાકને ત્યાગ કરીને તે વ્રતગ્રહણમાં પરાયણ થઈ. એવામાં વિવેકબુદ્ધિવાળો તેણીને પિતરાઈ ( કાકે) વીરદાસ બર્બરકુળ પ્રત્યે જતો હશે, તે રસ્તે નર્મદા સુંદરી રહેલી હતી તે પ્રદેશમાં આવી ચઢ. પિતરાઈને ત્યાં આવેલા જોઈને તે તે ગાઢ સ્વરે રૂદન કરવા લાગી. વીરદાસે પૂછ્યું “હે પુત્રી! તું કેમ એકલી દેખાય છે?” તેના ઉત્તરમાં તેણીએ પિતાના કર્મ સ્થિતિની નિંદા કરી સર્વ હકીક્ત કહી સંભળાવી. પછી તેણે તેણીને પિતાની સાથે લીધી. બર્બરદેશ પહોંચ્યું, ત્યાં તેણે પિતાના સાર્થને ગામ બહાર ઉતારો આપ્યું અને ન તંબૂ નાંખી તેને વિષે મહાસતી નર્મદાસુંદરીને મૂકીને પિતે ભેટ લઈ રાજ્યસભામાં ગયે. ત્યાં રાજાને તે ભેટ આપીને પ્રણામ કર્યો. એટલે રાજાએ તેની જકાત માફ કરી. પછી નગરને વિષે જઈ તે કરીઆણાં વેચવા તથા ખરીદવા લાગે. આ નગરને વિષે સુપ્રસિદ્ધ હરિ! નામે વેશ્યા રહેતી હતી, તે રાજાનું પ્રાસાદપાત્ર હતી, અને સર્વ સૌભાગ્યનું સ્થાન હતી. રાજાએ એવી વ્યવસ્થા કરી હતી કે જે વ્યાપારી ત્યાં આવે તેની પાસેથી તે પ્રતિવર્ષ ૧૦૮ સુવર્ણ મહારો લે. તે ઉપરથી તે વેશ્યાએ વીરદાસને બેલાવવાને પિતાની દાસીને મકલી, પણ વીરદાસ તો સ્વદારાથી સંતોષવાન હતો. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ ) સતી નર્મદા સુદરી તેણે તેની સાથે હરિણીને માટે ઉપર કહ્યું છે તેટલું દ્રવ્ય મેકલાવ્યું. તે લઈ જઈ દાસીએ પિતાની સ્વામિનીને આપ્યું. વેશ્યાએ કહ્યું. “હારે દ્રવ્યનું લેશ માત્ર પ્રજન નથી. એ વીરદાસને અહિં લાવ.” એટલે દાસીએ જઈ તેને ગમે તે પ્રપંચે સમજાવીને તેણીની પાસે આયે. વેશ્યા હરિણીએ તેને હાવભાવાદિવડે ક્ષેભ પમાડવાનું બહુ બહુ કર્યું પણ સર્વ વૃથા ગયું. છેવટ કંઈ કપટ કરવાને નિમિત્ત તેણુએ તેના હસ્તમાંથી એક મૂલ્યવાન મુદ્રિકા કાઢી લીધી. તે ગુપ્ત રીતે તેણીએ પિતાની દાસીને આપીને કહ્યું કે “નગર બહાર જઈ આ મુદ્રિકાની નિશાની બતાવી વીરદાસની સાથે આવેલી સ્ત્રી જે તેને ઉતારે છે, તેણીને અહિં લઈ આવ.” તે ઉપરથી કપટમાં કુશળ એવી તે દાસીએ ત્યાં જઈને નર્મદા સુંદરીને કહ્યું. “શેઠ અમારે ઘેર બેઠેલા છે, ત્યાં તમને શીઘ બોલાવે છે. નિશાની તરીકે તેણે આ મુદ્રિકા મેકલાવી છે.” નર્મદા સુંદરી વીરદાસની નામાંકિત મુદ્રિકા જેઈ નિઃશંકપણે દાસીની સાથે ચાલી. દાસી તેણીને વેશ્યાના ઘરમાં લઈ ગઈ. ત્યાં વેશ્યાએ તેને પિતાના ભૂમિગૃહને વિષે સંતાડી. આમ ગણિકાએ પિતાનું ધાર્યું કરીને પછી પેલી મુદ્રિકા વીરદાસને આપી. વીરદાસ પણ અખંડિત વ્રત સહિત બહાર આવી હર્ષ પામતે પિતાને ઉતારે ગયે. ત્યાં નર્મદા સુંદરીને ન જેવાથી તે ક્ષોભ પામે. સેવકને પૂછ્યું ત્યારે તેઓએ પણ તેણને ક્યાંય દીઠી નહતી એમ કહ્યું. આમ જોઈ બહુ દુઃખી થઈ તે વિચારવા લાગ્યું. “જે એ નર્મદાને હરી ગયે હશે, તે હું અહિં હઈશ ત્યાં સુધી તેણીને કદાપિ પ્રકટ કરશે નહી.” આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૩૦ ) વિચારી બહુ બહુ વ્યાપારની વસ્તુઓ લઈને તે રાજાની આજ્ઞા માંગી પિતાના નગર ભણું ચાલ્યું. અનુક્રમે તે ભગપુર પહે. ત્યાંથી એણે નર્મદાની શોધમાં જિનદાસને પાછો મેક. તેણે બર્બરકૂલ જઈને તેને બહુ બહુ ખેાળી, પણ તેની શોધ લાગી નહી. - હવે જ્યારે વીરદાસે પ્રયાણ કર્યું ત્યારે પાછળ ગણિકાઓ નર્મદાસુંદરીને કહ્યું. “હે ભદ્ર! અન્ય પુરૂષને રંજન કરીને સુવર્ણ પ્રાપ્ત કર. વેશ્યાપણું અંગીકાર કરીને પોતાના જન્મને સફળ કર. જેમ ઉર્વશી મહેંદ્રને માન્ય છે તેમ તું પણ રાજાઓને માન્ય થા.” તે સાંભળીને હસ્તને કંપાવતી નર્મદા બેલી. “જ્યાંસુધી હાર દેહમાં પ્રાણ છે, ત્યાંસુધી હારૂં શીળરૂપી માણિજ્ય કોણ હરવાને સમર્થ છે?” વેશ્યાએ કહ્યું. “આ મહીતળને વિષે આપણે જન્મ સફળ છે, કારણ કે અહિં રહેતાં છતાં આપણે સ્વર્ગ ભજન જમીએ છીએ.” નર્મદા સુંદરી બેલી. “એવું તે કણ હોય કે જે તમારા જન્મને મેક્ષ માની પિતાના આત્માને વંચે ? માણિજ્યને બાળક હેય તેજ ચણું જાણું કીડારૂપ કરે.” તેણીનાં આવાં વચન સાંભળીને કપાતુર થઈ વેશ્યા પિતાના મનોરથની સિદ્ધિને અર્થે તેણીને પ્રહાર કરવા લાગી, તે પણ પેલીએ માન્યું નહી. વેશ્યાએ તેને ફરી પ્રહાર કર્યા. ત્યારે તેણી એ પંચ પરમેષ્ટિ નમસ્કારનું સ્મરણ કરવા માંડયું. એટલે એના પ્રભાવથી અકસ્માત્ ગણિકા મૃત્યુ પામી. એટલે રાજાને તે વાતની ખબર પડી. ત્યારે મંત્રિઓએ તેના આદેશથી નર્મદાને તેણીનું પદ લેવાને બહુ બહુ પ્રાર્થના કરી. નર્મદાએ વિચાર્યું કે – જે બળાત્કાર કરીશ તે મંત્રી અને રાજા પાસે લઈ જશે ને રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) નર્મદસુંદરી પણ મહારા રૂપથી મેહિત થઈને પિતાના અંતઃપુરને વિષે મને રાખશે; પણ હારે તો પ્રાણ જતાં સુધી એ હારા શાળવ્રતની રક્ષા કરવાની છે.” એમ વિચારી તેણીએ મંત્રીનું વચન માન્યું. મંત્રીએ રાજાને કહ્યું. એટલે તેણે તેણીને માટે સુખાસન મેકલાવ્યું. રાજાના માણસે તેણીને તે સુખાસનને વિષે બેસારી મસ્તકને વિષે છત્ર ધરતા શીધ્ર જવા લાગ્યા. તે વખતે તેણીને શીળ સાચવવાનો એકનો એક વિચાર સૂઝ; તે નગરની વિશાળ ખાળ પાસે તેઓ આવ્યા એટલે તેણીએ એકદમ તેમાં પડતું મૂકયું ને તેમાં રહેલી અશુચિથી પિતાનું શરીર બધું લેપન કરીને તે બહાર નીકળીને તે પિતાનાં વસ્ત્ર ખેંચીને ફાડી નાંખવા લાગી તથા ફરી ફરી મસ્તકે ધૂળ નાખવા લાગી. પછી વ્યંતરીની પેઠે દેડતી ચિત્કાર કરવા લાગી; તેથી લોકો :ભય પામી દશે દિશ નાસી ગયા ને કહેવા લાગ્યા. “એ કન્યાને વ્યં તરીએ ગ્રસ્ત કરી છે. આમ થવાથી મંત્રીએ જઈને રાજાને કહ્યું “હે સ્વામિન ! એ કન્યા તે ઘેલી થઈ છે ને વ્યંતરી જેવી દેખાય છે.” રાજાએ તે ઉપરથી મંત્રવાળાઓને મેકલ્યા, તેમણે તેણુને બહુ તાડન કરવા માંડયું. એકદા વળી તે ઘેલી થઈને જિનેશ્વરના રાસ ગાતી ગાતી ફરતી હતી, તેવામાં તેણીને જિનદાસે દીઠી; એટલે તે તેણીની આગળ જઈને કરુણયુક્ત થઈ પૂછવા લાગે. તું કોણ છે? પેલીમાં પણ એવા પ્રકારની સામે પ્રશ્ન કર્યો. ત્યારે જિનદાસ . “ હે વ્યંતરના અધિપતિ નેજિનનો ભક્ત છું.” નર્મદાએ કહ્યું જે તું જૈન હોય તો ત્યારે મ્હારી સાથે ગુપ્ત રીતે ભાષણ કરવું.” એ ઉપરથી જિનદાસે તેણીની પાછળ જઈને અંજલિ જોડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે (૩૨) પૂછયું. “ ધાર્મિક અંત:કરણવાળી એવી તું કોણ છે ?” નર્મદસુંદરીએ તેને સુશ્રાવક જાણીને એ પ્રશ્નના ઉત્તરમાં પિતાની સર્વ હકીકત કહી. તે સાંભળીને જિનદાસ પણ છે. “બહુ સારું થયું કે આજે મેં તને દીઠી. હારા મિત્ર વીરદાસે ભગુકચ્છથી મને અહિં તારે માટે જ મોકલ્યો છે, માટે તું ખેદ ન કર. વખતે સૌ સારા વાનાં થશે, સારી રીતે કરેલી માયાને શું અસાધ્ય છે? પણ ત્યારે ઘડા અને વસ્ત્ર આદિ ભાગી ફાડી નાંખવા કે, જેથી રાજા તને નગર બહાર કઢાવી મૂકે. તેથી રાજાએ પ્રધાનને આદેશ કરીને તેણીને નગર બહાર કઢાવી મૂકી. એટલે જિનદાસ તેણીને લઈને પાછો વળે. માર્ગમાં તેણીને સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્ર પહેરવા આપ્યાં. સમુદ્રતીરે આવી પ્રવહણમાં બેસારી તે તેણીને નર્મદાપુર લાવ્ય. તેણીને આવી જાણ સર્વ સ્વજને ત્યાં એકઠા થયા. તેણીના પિતા પ્રમુખ સર્વ તેને જીવતી જોઈ હર્ષ પામ્યાં. ને તેણીનો જન્મોત્સવ સમાન હે ઉત્સવ કર્યો. વળી જૈન મંદિરોમાં મહાપૂજાદિક કરાવ્યાં તથા સાધર્મિક વાત્સલ્ય આદિ ધર્મકર્મ કર્યા. જિનદાસ પણ ત્યાં કેટલાએક દિવસ ગૌરવ સહિત રહીને પછી વીરદાસની આજ્ઞા માગીને ભૂગપુર ગયે. એવામાં એકદા નર્મદાપુરને વિષે આર્યસહસ્તી નામના ધર્માચાર્ય આવ્યા. તેમને વંદન કરવાને નર્મદાસુંદરી પિતા પ્રમુખની સાથે ગઈ ધર્મોપદેશ શ્રવણ કરીને દેશનાને અંતે વીરદાસે આચાર્યને પૂછ્યું. “હે ભગવન્! નર્મદાએ પૂર્વે એવાં શાં કર્મ કર્યા હશે કે જેથી તે નિષ્કલંક છતાં તેણીને માથે કલંક આવ્યું? ને વળી દુઃખનું ભાજન થઈ?” તે સાંભળીને જ્ઞાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩ ) નર્મદાસુંદરી ગુરૂ બોલ્યા. “વિધ્યાચળ નામે મહાન પર્વત છે, તેના એક ભાગમાંથી તેને આશ્રિત નર્મદા નદી નીકળે છે. એ નદીની નર્મદા નામે મિથ્યાત્વી દેવી અધિષ્ઠાયિકા હતી. એકદા એ દેવીએ નર્મદાના તટ ઉપર કાયેત્સર્ગે રહેલા એક મુનિને બહુ ઉપસર્ગ કર્યા, પણ એ મુનિએ એના ઉપર બીલકુલ દ્વેષ કર્યો નહીં. એ દેવી ત્યાંથી ચ્યવને આ નર્મદાસુંદરી થઈ. એ નર્મદાસુંદરી ગર્ભમાં હતી. ત્યારે તેણીના પૂર્વના અભ્યાસને લીધે જ તેની માતાને નર્મદા નદીમાં ન્હાવાને દેહદ્દ થયે હતું. તેણીએ સાધુને ઉપસર્ગ કર્યો હતો તેને લીધે તેણીને આ કલંક દુઃખ આદિ થયું છે.” પિતાને પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી નર્મદા સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. એ સાવીને તપશ્ચર્યા કરતાં અવધિજ્ઞાન પ્રાપ્ત થયું અને પોતે પ્રવતિનીનું પદ મેળવ્યું. અનુક્રમે વિહાર કરતાં કરતાં એકદા તે ચંદ્રપુર નગરે ગઈ ત્યાં મહેશ્વરદત્ત ધર્મ સાંભળવા ગયે. નમન કરીને બેઠે. ધર્મ સાંભળીને પછી પૂછવા લાગે. “ મેં મારી સ્ત્રી કલંકિત જાણુને ત્યજી દીધી તો તે કલંક્તિ હતી કે નહીં?” સાધ્વીએ કહ્યું. “તે તે નિષ્કલંક અને સતીઓમાં શિરોમણી હતી.” એવું જાણુંને મહેશ્વરદત્ત પિતે પ્રિયાનો વૃથા ત્યાગ કર્યો, માટે પિતા ઉપર ધિક્કાર ધિક્કાર આપવા લાગ્યું. તેને દુઃખી થત જોઈ સાધ્વીએ કહ્યું. “એ હારી પ્રિયા હું જ” એ સાંભળીને મહેશ્વરદત્ત બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “ ધિક્કાર છે મને ! કે મેં એવા વનને વિષે તને એકલી ત્યજી દીધી! ! હારાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૩૪ ) બીજે કઈ પાપિષ્ટ નહિ હોય? ” નર્મદા સાદેવીએ કહ્યું. “ વૃથા ખેદ ન કરે, સર્વ જી પોતાના કર્મને અનુસારે જ સુખ દુઃખ ભોગવે છે. કહ્યું છે કે–સર્વ પ્રાણુઓ પૂર્વ ભવનાં કર્મથી પ્રેર્યા થકા વર્તે છે, કયાંય પણ કોઈને દોષ કાઢવે નહીં. દોષ તે ફકત આત્માનો જ છે.” એ સાંભળી નર્મદસુંદરીની ક્ષમા માગી તેણીના ગુરુ પાસે મહેશ્વરદત્ત દીક્ષા લીધી. સુષિદત્તાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. મહેશ્વરદત્ત અને ઋષિદત્તા સર્વ કર્મનો ક્ષય કરીને નર્મદાના તટે મુક્તિ પામ્યા. દેવોએ આવીને મહોત્સવ કર્યો. તે ઉપરથી લેકમાં એ નર્મદાતીર્થ થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ સતી રતિસુંદરી. genceg દૂ જે હૈં શુભ આશયવાળા પ્રાણીને પિતાનું શીળવ્રત ઉત્તમ દંeo રીતે પાળવાની ઈચ્છા હોય છે, તે રતિસુંદરીની પેઠે મોક્ષ પ્રાપ્ત કરે છે. - સાતપુર નગરને વિષે કેસરી રાજ ન્યાય માર્ગે રાજ્ય કરતો હતો. તેને કમળસુંદરી નામની પત્ની અને રતિસુંદરી નામે પુત્રી હતી. રતિસુંદરી અનુક્રમે યૌવન અવસ્થા પામી. એકદા રતિસુંદરી સાધ્વીને વંદન કરવા ગઈ. ત્યાં સાધ્વીએ એને ધર્મોપદેશ આપ્યો. “નિધાન જેવા દુર્લભ મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને બુદ્ધિમાન જનોએ ધર્મ ફળરૂપી રત્ન ગ્રહણ કરવાની જરૂર છે. જેમ રત્નથી પૂર્ણ એ નિધાન પામીને પણ બાળક એક કરીને વાંછે છે તેમ મૂર્ખ જન મેક્ષ ફળ મૂકીને ભેગની ઈચ્છા કરે છે, માટે સમક્તિ ગ્રહણ કરવું, સંયમ લે, અને નિર્મળ તપશ્ચર્યા કરીને ભવસમુદ્રનો અંત પામ તે મનુષ્ય જન્મનું સાર્થક છે. અગ્નિથી પવિત્ર વસ્ત્રની પેઠે, જીવ તારૂપી અગ્નિથી તપ્ત થઈ અને શીળરૂપી ઉજ્વળ જળથી છેવાઈને કર્મરૂપી મળને ત્યજી દે છે. આ શરીર મળમુત્રથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે (૩૬ ) ભરેલું છે, તેનું ફળ તપ કરે એ જ છે; માટે હે રાજપુત્રી ! તું યાજજીવ જૈનધર્મ અંગીકાર કર. સાધ્વીનો આ ઉપદેશ સાંભળીને “બહુ સારું” એમ કહીને રતિસુંદરી બેલી. “હું વ્રત લેવાને સમર્થ નથી, માટે તમે મને સંસાર સમુદ્રમાં પ્રવહણ સમાન તારનારો એ ગૃહસ્થને ઉચિત ધર્મ આપ.” એટલે પ્રવર્તિનીએ કહ્યું તું સમક્તિ અંગીકાર કર અને શુદ્ધ શીળ પાળ અને તારે પિતે પાપથકી નિવર્તવું અને પરને નિવર્તાવવું. વળી (પિતાના સ્વામિ સિવાય) અન્ય પુરૂષને વર્જવારૂપ શીળવ્રત પાળજે. શીળવ્રત પાળવાથી ચંદ્રમા તથા સૂર્ય રહે ત્યાં સુધી પૃથ્વી ઉપર કીર્તિ રહે છે; શીળથકી કલ્યાણ થાય છે અને શીળથી મુક્તિ પમાય છે. જેમ મેઘથી લત્તાના અંકુર ઉત્પન્ન થાય છે તેમ એ શીળવ્રતના પ્રભાવથી કુલાંગનાના સર્વ મનોરથ આ ભવને વિષે સિદ્ધ થાય છે. વળી એ શીળવ્રત આ સંસારને વિષે રહેલા દુઃખ, દુર્ગતિ આદિ પર્વતોને વજ આયુધની પેઠે તોડી નાંખીને પરંપરાએ કરીને મેક્ષ આપવાવાળું થાય છે.” ગુરૂણીએ કહેલો એ ધર્મ સાંભળીને રતિસુંદરીએ સમ્યકત્વ અને શીળત્રત આદિ અંગીકાર કર્યા. આ વખતે નંદન નગરના રાજા ચંદ્ર ભૂપતિએ પિતાના કાર્યને અર્થે સાકેતપુર દૂત મોકલ્યો હતો, તે ત્યાંથી પાછો તેને નગરે ગયે. ત્યાં જઈને પિતાના રાજાને દેશ સ્વરૂપ આદિ કહ્યા પછી તેણે રતિસુંદરીની રૂપરંપત્તિની પ્રશંસા કરી; તે ઉપરથી તે ચંદ્ર નરેશ્વર તેણીને વરવાને ઈછાતુર થયે; એટલે પિતાના દૂતને નરકેસરી રાજા પાસે મેકલી, રતિસુંદરીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) રતિસુંદરી માગું કર્યું ને સાથે કહેરાવ્યું કે આપણે પરસ્પર પ્રીતિ છે. ને તે વળી જો તમે રતિસુંદરીને આપશે તે અધિક થશે. કહ્યું છે કે:-“ ઉત્તમ જનની સાથે સંગતિ, પંડિત પુરુષની સંગાથે વાતચીત અને નિર્લોભી પુરૂષની સાથે મિત્રી એ ત્રણ કરનારો માણસ કદાપિ દુઃખી થતો નથી. સજજનોની મૈત્રી દિવસના પહેલા બે પહોરના જેવી પહેલાં વધતી અને પાછળથી ક્ષય પામતી છાયા જેવી નહીં પરંતુ પાછલાં બે પહેરનાં જેવી પહેલેથી થેડી અને પાછળથી વૃદ્ધિ પામતી છાયા જેવી છે.” તે ઉપરથી સાકેતપુરના અધિપતિએ આ સંબંધને યંગ્ય જાણી જેમ દક્ષ રાજાએ રોહિણીને ચંદ્રમાને આપી હતી, તેમ પિતાની રતિસુંદરીને ચંદ્રરાજાને દીધી. પછી તેણે શુભ દિવસે મહાઅદ્ધિ સહિત તેણીને નંદનપુર મેકલી અને લક્ષ્મી જેમ પોતે જઈને શ્રી કૃષ્ણને વરી હતી, તે પ્રમાણે એ તેને વરી. ત્યાં તેમનો સુમુહૂર્તે મહત્સવપૂર્વક વિવાહ થયે લેકે રતિસુંદરીનું સિદર્ય જોઈને કહેવા લાગ્યા. અહે! આ તે શું દેવી, વિદ્યાધરી કે પાતાલ કન્યા હશે? પછી સ્નાથી જેમ ચંદ્રમા તેમ આ રતિસુંદરીથી અલંકૃત થયેલ ચંદ્ર નરેશ્વર સર્વોત્કૃષ્ટ સ્થિતિને પામે. એકદા કુરૂપતિ બળવાન રાજા મહેન્દ્રસિંહે ચંદ્રનરેશ્વરને દૂત સાથે કહેવરાવ્યું કે હે દેવ! જેમ પદ્મ અને સૂર્યને તથા ચંદ્ર અને સમુદ્રને પ્રીતિ તેમ છે, આપણે પણ કુળક્રમાગત પ્રીતિ છે, તે લોપવી જોઈએ નહીં. તે જ કુળને ઉદ્યોત કરનારા પુત્ર કહેવાય જે સત્ત્વવાળા થઈને મહિમાના સ્થાનરૂપ પૂર્વજોએ કરેલા સંબંધને લેપતા નથી. સતુપુરૂષોએ સજજનતા ત્યજવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે (૩૮). જોઈએ નહીં, માટે આપણી પ્રીતિની વૃદ્ધિને અર્થે નવી પરણેલી રતિસુંદરીને અમારી તરફ ભેટ તરીકે મેકલે. એ સાંભળીને ચંદ્રનરેશ્વર જરા હાસ્ય કરીને બોલ્ય. - સ્ના જેમ ચંદ્રમાને પ્રિય છે, તેમ સ્વજન કેને પ્રિય ન હોય? દાક્ષિણ્ય, પ્રિય ભાષણ, સુશીલ, વિનય ને દાન એ સજજનોના ગુણ છે; પરંતુ હે દૂત ! લ્હાર રાજાએ કહેવરાવ્યું છે તે સારૂં નથી, કારણ કે, મહાન કુળપતિઓ પણ પિતાની મર્યાદા ત્યજતા નથી, તે તારો રાજા તે મર્યાદા ત્યજીને મ્હારી સ્ત્રીને માગે છે, તે શું કઈ નીચ માણસે પણ પિતાની સ્ત્રી કેઈને આપી જાણી છે? તે કહ્યું. હે રાજન ! તમે એમ ન બેલો. સમુદ્ર મર્યાદા મૂકે તેને કેણ રેકી શકે? એ સમુદ્ર જ જ્યારે ક્ષેભ પામે ત્યારે પાળ બાંધવા કોણ સમર્થ થાય? અમારે રાજા અતિ બળવાન છે, તેની સેનાના ભારથી પૃથ્વી પણ કંપે છે, માટે તમારે સમતાથી અને વિચાર કરી બેલવું. તે સાંભળી ચંદ્રરાજા રોષે ભરાઈને કહેવા લાગ્યું. “હે દૂત ! હારી સ્ત્રીની ઇચ્છા કરનારા તારા રાજાને નરકને વિષે જવું પડશે. અકુલીન જે એ એમ કેમ બોલે છે? કેઈએ પિતાની સ્ત્રીને પારકે ઘેર કદાપિ મેકલી છે? નાગ જીવતો હોય ત્યાંસુધી તેની મણિ કોણ લઈ શકે ? ” દૂતે કહ્યું–હે રાજન ! ગમે તે પ્રકારે આત્માનું રક્ષણ કરવું એમ નીતિ કહેલી છે. જીવતો નર ભદ્રા પામે છે, મૃત્યુ પામેલાને કંઈ મળતું નથી. વળી કુળની રક્ષાને અર્થે એકનો ત્યાગ કરે, ગામની રક્ષાને અર્થે કુળનો ત્યાગ કરે, દેશની રક્ષાને અર્થે ગામનો ત્યાગ કરે. અને આત્માને અર્થે પૃથ્વીનો પણ ત્યાગ કરે.” દૂતે આવું કહ્યું તેથી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ ) શતિસુંદી સભામાંથી બહાર કાઢી મૂક્યો. તેણે જઈને પિતાના સ્વામિને ચંદ્રરાજાનું ચેષ્ટિત કહી બતાવ્યું, તેથી કોપાયમાન થઈને મહેંદ્ર નરેશ્વર પિતાનું સૈન્ય સજજ કરીને ચાલે, તેને સમુદ્ર સમાન સૈન્ય સહિત આવતો સાંભળીને ચંદ્રરાજા યુદ્ધ કરવાને સજ્જ થયે, તે સન્મુખ આવ્યું. અનુક્રમે બને રાજાઓ વચ્ચે ખડગથી અને બાણથી યુદ્ધ થયું. તેમાં મહેન્દ્રસિંહે ચંદ્ર ભૂપતિને જીવતો પકડી બાંધ્ય, પછી તેની સેના નાસી જવા લાગી; અને વિજયી એવા મહેંદ્રસિંહ રાજાએ, સિંહ મૃગલીને પકડે, તેમ રતિસુંદરીને હસ્તગત કરી. પછી ચંદ્રને છેડી મૂકી રતિસુંદરીને લઈને સંતુષ્ટ થઈ પિતાને નગરે ગયે. ત્યાં જઈ મહેંદ્રસિંહે તેણીને કહ્યું. “હે ભદ્રે આ બધો યુદ્ધનો આરંભ તારે અર્થે કર્યો છે, બહુ કાળે હારૂં વાંછિત પૂર્ણ થયું છે, માટે હવે હારી પ્રિયા થઈને તારા જન્મને સફળ કર.” એ સાંભળી રતિસુંદરી વિચાર કરે છે કે “ ધિક્કાર છે મ્હારા રૂપને ! તેનાથી જ મહારા સ્વામીની આ દશા થઈ છે. આ દુરાચારી કામી રાજા જુગારીની પેઠે ઉત્સુક છે; હારું ચિત્ત વિચારતો નથી. મહારાં આવાં સ્વરૂપને ધિક્કાર છે ! પણ હારે હવે મ્હારૂં શીળ કેવી રીતે સાચવવું? કસાઈની દુકાને બાંધેલા બેકડાના જીવિત જેવું આપણું જીવિત છે. (તે જીવિતનો અંત લાવ એ જ શ્રેયસ્કર છે.) પરંતુ નીતિશાસ્ત્રનું વચન એવું છે કે, પ્રાણસંકટ સમયે કાળનો વિલંબ થાય એ જ શ્રેયસ્કર છે. એમ વિચારી તે તેની સાથે ધીમે ધીમે બોલવા લાગી. અને ગાઢ અનુરાગ બતાવવા લાગી. તેણીએ રાજાને કહ્યું- હે નકુંજર ! જે તમે હારી પ્રાર્થને નિષ્ફળ ન કરે તે, હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૪ ) તમારી પાસે કંઈ માંગું. રાજા –હે રંભેરૂ ! એ પ્રાર્થનાનું વચન શું છે? ત્યારે અર્થે વાપરવામાં આવતા હારા પ્રાણને પણ હું તૃણ સમાન ગણું છું. હે સુભ્ર ! જેણે પિતાનું શીર આપ્યું છે અને હવે પિતાની ચક્ષુ કયાં આવી રહી છે? માટે ગમે તેવું દુર્લભ હોય તો તે પણ માગ, હું હારી માગણી કબૂલ રાખીશ. તે ઉપરથી રતિસુંદરી બોલી. હમણું આપણે માત્ર શબ્દોથી જ બલીને રહેવું, ચાર માસ પર્યત તમારે હારું બ્રહ્મચર્ય ભંગ કરવું નહીં. એ સાંભળી રાજા બેલ્યો “ તું બોલી તે મને રૂચતું નથી, તો પણ તે કહ્યું તે ભલે તેમ થાઓ.” ત્યારપછી રતિસુંદરી આંબિલ આદિને તપ કરવા લાગી, શરીર ઉપરથી પિતાના સર્વ આભૂષણે ત્યજી દીધાં, તે દિવસે દિવસે વધારે દુર્બળ થવા લાગી. એનાં અંગ દુર્બળ થઈ ગયેલાં જોઈ એકદા રાજાએ કહ્યું: “હે હરિણાક્ષિ ! મ્હારી આ શી અવસ્થા થઈ? તને કોઈ રોગ થયે છે?” રતિસુંદરીએ કહ્યું મને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે. મહારે ચાર માસ સુધી આંબિલને તીવ્ર તપ કરે છે. જો તમે મહારૂં વ્રત ભંગ કરશે તો તમારે અને મારે નરકને વિષે જવું પડશે.” રાજાએ પૂછયું. હારા વૈરાગ્યને શે હેતુ છે? કે આવા ભેગને એગ્ય એવા હારા શરીરને તું પુષ્પમાળાની પેઠે તારૂપી અગ્નિને વિષે ફેંકી દે છે?” પતિવ્રતા રતિસુંદરી બોલી. “આ દેહ નિંદનિક છે; અપવિત્ર ગંધવાળા એના નળ દ્વારને વિષે રુધિર, માંસ, મેદ, અસ્થિ, પિત્ત, વિષ્ટા મૂત્રાદિ અશુચિ ભરેલી છે; એને ફરી ફરી સ્નાન, વિલેપન, ધૂપ આદિથી ગમે તેટલું સુધારે તો પણ એ પિતાની દુર્ગધ મૂકતું નથી. એ શરીરને અંદર કે બહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) રાતિસુંદરી જે જે ભેગ આપવામાં આવે છે, તે તે બળ પુરુષના ઉપકાર સમાન નિષ્ફળપણાને પ્રાપ્ત થાય છે. એવું એ દેખાવમાં મનોહર પણ અશુચિના નિધાનરૂપ શરીર કેને વૈરાગ્ય ન પમાડે ? માટે તપ વિના આત્મા શુદ્ધિ પામતો નથી.” રાજાએ કહ્યું. હમણા તું હારી તપશ્ચર્યા સંપૂર્ણ કર.” પછી તપ પૂર્ણ થયે એટલે રાજાએ કહ્યું. “હવે હાર મનોરથ પણ પૂર્ણ કર.” રતિસુંદરીએ કહ્યું. “ આજ તે હારે પારણું છે. ” એ પછી તેણીએ શાસનદેવીનું સ્મરણ કરીને તેણીને કહ્યું. “હે દેવી ! એવું કરે કે જેથી મહારૂં શીળ અખંડ રહે.” એ સાંભળી શાસનદેવીએ તેણીનું એવું કુત્સિત રૂપ કર્યું કે, રાજા તેણીને ગળતા કોઢ આદિ વ્યાધિથી ભરેલી જોઈ વિચારવા લાગ્યું. “અહ! આ દેહ તો અશુચિથી ભરેલે છે. મેં વૃથા પારકી સ્ત્રીનું હરણ કર્યું.” એમ કહી તેણે ચંદ્રભૂપતિને પાછી આપી. ત્યાં તેના શીળ પ્રભાવથી તે ફરી દિવ્ય રૂપવાળી થઈ. રાજાને અને તેને પરસ્પર પ્રીતિ થઈ ને દેવીએ સાન્નિધ્ય કરેલું તેણીનું શીળવ્રત તેણે વખાણ્યું. અનુક્રમે એ રતિસુંદરી આયુરક્ષયે મૃત્યુ પામી સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી મનુષ્ય ભવ પામી, પ્રાતે મેક્ષે જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ A : સતી મદનરેખા. 1મના નગી 1 જે. ભવ્ય અને મદનરેખાની પેઠે મુકિત આદિ સુખ આપનારૂં શીળવ્રત નિરંતર મન-વચન-કાયાએ કરીને પાળે છે તે સ્વર્ગ અને મોક્ષના સુખ પામે છે. - ભરતખંડના ભૂષણરૂપ એવા સુદર્શનપુર નામના નગરને વિષે મણિરથ નામને રાજા રાજ્ય કરતું હતું. તેના લઘુભાઈ યુગબાહુ યુવરાજને સુશીલા એવી મદનરેખા નામની સ્ત્રી હતી. તેના સર્વોત્કૃષ્ટ રૂપથી મેહ પામીને મણિરથ રાજાએ વિચાર્યું કે, “આ મદનરેખા હારે નિચ્ચે ગ્રહણ કરવી. જે તેણીની સાથે હું કામક્રીડા નહિ કરી શકું તે મહારો જન્મ નિષ્ફળ જશે.” એમ વિચારીને તેણે ઉત્તમ પુષ્પ, તાંબૂલ, વસ્ત્રાભરણું આદિ વસ્તુઓ મદનરેખાને લેભાવવાને એક દાસી સાથે મેકલાવી. તેણીએ તે, “રાજાને આ મહાપ્રસાદ છે.” એમ ગણને અંગીકાર કરી. અન્યદા રાજાએ મોકલેલી દાસી મદનરેખા પાસે જઈને કહેવા લાગી. “હે ભદ્રે મણિરથ રાજા હારા ગુણના સમૂહથી આસક્ત થઈને તને ભેગવવા ઈચ્છે છે, એમ તેણે મને તને કહેવાનું કહ્યું છે.” તે વખતે દાસીનાં વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) મદના જેવાં વચનથી હણાએલી મદનરેખા દાસીને કહેવા લાગી. “ગણિકા પ્રમુખ સ્ત્રીઓના બંધુજન પણ તેણીની પાસે જવાને અર્થાત્ તેણીને ભેગવવાને ઈચ્છતા નથી. જે સ્ત્રીને વિષે શીળ ગુણ નથી હેતે, તો તે કઈવાર વાત બગડે છે, અને એવી સ્ત્રીઓ નરકગામી થાય છે. શ્રી મહાવીરે ગૌતમને કહ્યું છે કે-પાપકર્મની અનંત રાશિઓ ઉદય આવે છે ત્યારે જીવ સ્ત્રીવેદપણું પામે છે.” વળી હે દાસી ! હારા રાજાને આવું ઉત્તમ પ્રકારનું અંતઃપુર છતાં તે મૂઢ શા સારુ નરકે જવાની ઈચ્છાથી પરસ્ત્રીને ભેગવવાની ઈચ્છા કરે છે? મ્હારા પ્રાણનાથ હૈયાત છતાં જે માણસ હારા ઉપર કુદૃષ્ટિ કરશે, તે જરૂર મૃત્યુ જ પામશે.” અને જે કદિ તે બળાત્કાર કરશે, તે હું મારું શરીર આપવાને બદલે તેને હારા પ્રાણજ આપીશ. ઉત્તમ પુરુષે તે આ લોક કે પરલેકને વિષે વિરુદ્ધ આચરણે કરતા નથી, કારણ કે જીવહત્યા, અસત્ય વચન, પારદ્રવ્યહરણ અને પરસ્ત્રીસેવન એ ચાર પાપે માણસને નરકને વિષે લઈ જાય છે. વળી નૃપતિએ તે વિશેષે કરી પરસ્ત્રીની વાંછા ન કરવી, કારણ કે વિશ્વને વિષે સર્વ લેકે એમનું જ અનુકરણ કરે છે.” આવું સાંભળી રાજા પાસે જઈ દાસીએ મદનરેખાનું કહેલું સર્વ તેને કહી બતાવ્યું, તેથી તે તે વિશેષે કામાતુર થયે. તે તેણુંને ભેગવવાના ઉપાય શોધવા લાગ્યું. તેણે વિચાર્યું કે, “જ્યાં સુધી યુગબાહુ જીવતે છે, ત્યાં સુધી હું એણુને મેળવી શકીશ નહીં; માટે પ્રથમ કેઈ ઉપાય કરીને યુગબાહુને હણું ને પછી મદનરેખાને અંગીકાર કરું.” એમ વિચારીને તે નિરંતર ન્હાના ભાઈને રાત્રિ સમયે હણવાને છિદ્ર શેધવા લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૪૪ ). એકદા મદનરેખાએ રાત્રીને વિષે સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જે. એ સ્વપ્ન તેણીએ પિતાના ભર્તારને કહ્યું. ભર્તાર યુગબાહુ બોલ્યો. “ તને ચંદ્રમા તુલ્ય સૌમ્ય ગુણ યુક્ત પુત્ર થશે.” અનુક્રમે ત્રીજે માસે તેણીને એ દેહદ થયું કે, હું જિર્નોની પૂજા કરું, ગુરુને પ્રતિલાવ્યું અને ધર્મકથાને શ્રવણ કરું. કહ્યું છે કે-“ગર્ભને વિષે પુન્યવાન કે પાપિષ્ટ જે જીવ આવ્યા હોય છે, તે માતાના ચિત્તને વિષે મનોરથ થાય છે.” એવામાં એક વાર વસંતસમયને વિષે યુબાહુ પ્રિયાને સાથે લઈને ઉદ્યાનમાં કીડા કરવા ગયો. ત્યાં ઉદ્યાનમાં જળાદિ કીડા કરીને રાત્રીએ કદલીગૃહને વિષે તે નવકાર મંત્રનું સ્મરણ કરતે સૂતે, એવામાં મણિરથ રાજા “ યુવરાજ યુગબાહુની સાથે સ્વલ્પ પરિવાર છે,” એમ જાણીને તેને હણવાને એકાકી ખ લઈને ત્યાં ગયે. હાર ભાઈ એક ઉપવનને વિષે રહે એ ઠીક નહીં એમ કહીને તે પેલા કદલીગૃહને વિષે ગયે. ત્યાં યુગબાહએ તેને આ જાણી તક્ષણ ઊભા થઈને નમસ્કાર કર્યો. તે વખતે મણિરથે તેની સાથે કલ્પિત વાર્તા કરતાં કરતાં તેનો ખડગથી ઘાત કર્યો. તે જોઈ મદરેખાએ કળાહળ કરી મૂક્યું એટલે સુભટે તેને હણવાને દોડી આવ્યા, પણ ખડગે હણાયેલ યુગબાહ તેમને કહેવા લાગ્યું. “અરે સુભટ તમે હારા સહેદરને હણશો નહીં કારણ કે, આ ભાઈને કંઈ દેષ નથી. એ તે હારા પૂર્વના કર્મનો જ દેષ છે.” એટલે મણિ સ્થ તે પિતાનું ધારેલું કાર્ય સિદ્ધ થયું જાણી હર્ષ પામતે ઘેર ગયે, ત્યાં તેને અકસ્માત્ સર્ષે ડો ! કહ્યું છે કે-“અત્યગ્ર પુચ પાપનું ફળ આ લેકને વિષે જ ત્રણ માસમાં, ત્રણ પક્ષમાં, ત્રણ દિવસ કે ત્રણ પહોરમાં જ મળે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪૫) મદન આમ બનાવ બન્યું છે, એવામાં યુગબાહને પુત્ર ચંદ્રયશા પિતાના પિતાના ત્રણની ચિકિત્સાને અર્થે ત્યાં આવ્યું. તે વખતે મદનરેખાએ શ્વાસ લેતા પતિને કહ્યું “હે પતિ ! આપે હવે કિંચિત્ માત્ર ખેદ ન કરે, કારણ કે, જીવ કરેલાં કર્મથી છૂટી શક્તો નથી. માણસ આ ભવમાં કે પરભવમાં જે કર્મ કરે છે, તે તેણે અન્ય ભવમાં કરેલા કર્મના નિમિત્તરૂપ જાણવું. હવે આપ ધર્મરૂપ ભાતું ગ્રહણ કરો. અને આપે મન, વચન કે કાયાથી જે કંઈ દુષ્કૃત્ય કર્યું હોય તે સર્વ આપ નિંદ. સતપુએ શત્રુ, મિત્ર કે પુત્રને વિષે અથવા મણિ કે પાષાણને વિષે કદાપિ મેહ કરવો નહીં, કારણ કે એ અનંત સંસારનું કારણ છે.” આમ કહી પછી તેણીએ તેને સમ્યક પ્રકારે આરાધના સંભળાવી, તે પ્રમાણે તેણે આરાધના સહી. મદનરેખા બેલી. “જે આપનો મિત્ર હેય કે શત્રુ હોય, સ્વજન હોય કે પરિજન હોય તેની સાથે આપ ક્ષમા કરો ને તેની પ્રકટપણે ક્ષમા માગે. વળી આપે છે કે તિર્યંચને, નારકીના જીવને, દેવતાઓને કે મનુષ્યને દુભવ્યા હોય તેમની આપ ક્ષમા માગે, ને તેમની સાથે મૈત્રીભાવ જેડીને તેમને પણ આપ ક્ષમા આપે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ એ સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રતરંગના જેવાં અસ્થિર છે. વ્યાધિ, જન્મ, જરા, મૃત્યુ આદિથી ગ્રસ્ત થયેલા પ્રાણિઓને આ લેકને વિષે જિનભાષિત ધર્મ એજ શરણ છે. આ જગતને વિષે સર્વ જન સ્વજન થયા છે, ને સર્વ જન પરિજન પણ થયા છે. એક જીવ ઉત્પન્ન થાય છે ને એક જીવ મૃત્યુ પામે છે; એક સુખ અનુભવે છે ને તેને જ * - - t ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૪૬ ) દુઃખ પણ અનુભવવું પડે છે. ઇત્યાદિ અનિત્યાદિ ભાવના છે. માટે આપે પૈર્ય રાખવું, કાયાપણું ત્યજી દેવું; કારણ કે એવી કઈ જાતિ નથી, એવી કોઈ એનિ નથી, એવું કઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વ જીવ અનંતવાર જમ્યા કે મૃત્યુ પામ્યા નહિં હેય. હું એકાકી છું, મહારું કોઈ નથી, હું પણ અન્ય કેઈનો નથી. એવું અદીન મન રાખીને આત્માને શિખામણ આપવી.” ઈત્યાદિ પ્રિયાનાં આવાં હિતવચનો ગ્રહણ કરીને યુગબાહુ શુભ ધ્યાન સહિત મૃત્યુ પામીને બ્રહ્મ દેવલેકને વિષે દેવતા થયે. આ વખતે ત્યાં આવેલે ચંદ્રયશા યુગબાહુને મૃત્યુ પામેલે જે અત્યંત વિલાપ કરવા લાગે. મદનરેખા પણ ચિરકાળ પર્યત રુદન કરી વિચારવા લાગી. મને ધિક્કાર થાઓ. કે હું પતિના મરણના હેતુરૂપ થઈ. હવે મણિરથ આવીને મને કહેશે કે-હારો ભર્તાર તે મરણ પામ્યા ને સ્ત્રીને પતિ વિના અન્ય શરણ નથી, એમ કહી તે દુષ્ટ મને પકડી જશે. હવે મ્હારે કઈ રક્ષક નથી; તેથી હવે મ્હારે મહા સ્વર્ગ અને એક્ષનાં સુખ આપનાર એવા શીળની રક્ષા કરવી પડશે. એમ ધારીને તે ગુપ્ત રીતે ત્યાંથી નીકળી ગઈ મદનરેખા ત્યાંથી જતી રહી, તેને બીજે દિવસે એક મહા અટવીમાં પહોંચી. ત્યાં કઈ જળાશયમાં જળપાન કરીને કદલીગ્રહને વિષે સૂતી. ત્યાં તે સાત દિવસ રહી. સાતમે દિવસે તેણીએ એક પુત્રને જન્મ આપે. પ્રભાતે તે બાળકના હાથને વિષે યુગબાહુના નામથી અંકિત થયેલી મુદ્રિકા પહેરાવી, તેને રત્ન કબળને વિષે વીંટાળીને, તરાની છાયામાં મૂકી સરેવરને તીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૭) મદનરેખા વસ્ત્ર ધેવા ગઈ ત્યાં જળમાં પ્રવેશ કર્યો કે તુરત જ તેણીને જળહસ્તીએ સૂંઢમાં પકડીને આકાશમાં ઉછાળી. તે વખતે નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા વિદ્યારે તેણીને આકાશમાંથી નીચે પડતાં ઝીલી લીધી. તેણુના રૂપથી મેહિત થઈને તે વિદ્યાધર તેણીને વૈતાઢય પર્વત પર લઈ ગયા. ત્યાં તેણે તેણીના રુદનનું કારણ પૂછ્યું. મદનરેખાએ તે ઉપરથી પિતાનો સંબંધ કહી બતાવીને જણાવ્યું કે “જે સ્થાનથકી તેં મને અહિં આણી છે, ત્યાં મેં પુત્રને જન્મ આપે છે. તે પુત્રને કદલીગૃહને વિષે મૂકીને હું જળાશયમાં ગઈ હતી. ત્યાંથી મને હસ્તીએ ઉછાળી ને હું હારા વિમાનને વિષે પડી. પહેલું બાળક હારા વિના મૃત્યુ પામશે; માટે કૃપા કરી મહારા તે પુત્રને અહિં લાવ અથવા તે મને ત્યાં પહોંચાડ.” વિદ્યાધરે કહ્યું. “જે તું મને હારા ભર્તાર તરીકે અંગીકાર કરે, તે હું હારો કિકર થઈને રહું.” એટલે મદનરેખા આલંબન વિના શીળ રક્ષણ થવું દુષ્કર છે. “ એમ ધારીને બેલી.” પ્રથમ તું મ્હારા પુત્રને અહિં લઈ આવ.” વિદ્યાધરે કહ્યું “હું વૈતાઢય પર્વત ઉપર આવેલા રત્નાવર નગરમાં મણિચૂડ વિદ્યાધરનો પુત્ર મણિપ્રભ છું. વૈરાગ્ય પ્રાપ્ત થવાથી હારા પિતાએ મને રાજ્ય સેંપી ચારણ મુનિ પાસે સંયમ ગ્રહણ કર્યો છે. અનુક્રમે તે મહારા પિતા વિહાર કરતાં અહીં આવી ગઈ કાલે નંદીશ્વર દ્વીપના દેને વંદન કરવા ગયા છે. તેમની પાછળ હું આજે જતા હતા ત્યાં તું મને મળી, તે હવે તું સર્વ વિદ્યાધરીઓની સ્વામિની થાં. મેં હારા પુત્રનું સ્વરૂપ પ્રજ્ઞપ્તિ વિઘાથી જાણ્યું છે. મિથિલા નગરીના પદ્યરથ રાજાને તેનો અશ્વ વનમાં લઈ ગયે, ત્યાં તેણે હારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ આશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે (૪૮ ) પુત્રને જોઈ તેને લઈ પિતાના નગરમાં આણી પિતાની પ્રિયા પુષ્પમાળાને સેંગે છે, તે તેને પોતાના પુત્રની પેઠે ઉછેરે છે ને તે સુખમાં રહે છે. માટે તું પ્રસન્ન થઈને હારું વચન અંગીકાર કર.” આ પ્રમાણે સાંભળીને રાણું મદનરેખાએ વિચાર્યું. “અહા ! મહારાં આવાં અવળાં કર્મ નડ્યાં કે દુઃખ ઉપર દુઃખ મને આવી મળવા લાગ્યાં છે, તે હવે હારે નિશ્ચ શીળરક્ષણનો ઉપાય શોધે અગત્યનું છે. કામના બાણથી પીડાતે આ વિદ્યાધર કૃત્યાકૃત્ય જાણતું નથી, માટે મહારે હવે કંઈક મિષ શોધીને ઢીલ કરવી જોઈએ.” એમ વિચારીને તે બેલી. “હે બેચર ! તું મને પ્રથમ નંદીશ્વર દ્વીપે લઈ જા. ત્યાં સર્વ દેવને નમન કર્યા પછી હું તું કહીશ તે પ્રમાણે કરીશ.” એ સાંભળી બેચર સંતુષ્ટ થઈ તેણીને ક્ષણમાં નંદીશ્વર તીર્થે લઈ ગયા. ત્યાં મદનરેખાએ શાશ્વત ચૈત્યને વાંદ્યા. ત્યાં અંજન નામના પર્વતને વિષે ચાર દધિમુખ પર્વત ઉપર સેળ અને રતિકર પર્વત ઉપર બત્રીશ જિનાલય છે. એમ એ બાવન જિનાલયમાં પ્રત્યેક સો જન લાંબાં, પચાસ યોજન પહોળાં અને બહોતેર યોજન ઊંચા છે. ત્યાં આવી વિમાનથકી ઉતરી બનેએ સર્વ જિનમંદિરમાં પ્રત્યેક પ્રત્યેક જિનેશ્વરને વંદન કર્યું. રાષભ, ચંદ્રાનન, વારિષણ અને વદ્ધમાન એ ચાર શાશ્વતા જિનેશ્વર પણ ત્યાં છે. એમને વંદન કરીને ત્યાંથી મણિર્ડ મુનીશ્વર પાસે આવી તેમને નમસ્કાર કરી અને તેમની પાસે યાચિત ધર્મ સાંભળવા બેઠાં. તે વખતે યતીશ્વર મણિર્ડ મુનિ, પુત્ર અકાર્ય કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) મદન ધારે છે તેમ જાણને બેલ્યા કે, “હે ભવ્ય જનો ! તમારે સર્વથા કુમાર્ગ ત્યજ, કારણ કે પરસ્ત્રીગમનાદિ કુમાર્ગનો ત્યાગ નહિં કરવાથી નરકમાં પડવું પડે છે. વળી જેમ પદારાસેવનથી પુરુષે નરકગતિ પામે છે, તેમ સ્ત્રીઓને પણ અન્ય નરસેવનથી તેવી જ ગતિમાં ભ્રમણ કરવું પડે છે. સ્ત્રી છે તે પરભવની બેડી છે, બંધુજનો બંધન છે, વિષયો વિષ સમાન છે, છતાં અહા ! જનોને કે મોહ છે કે જે વૈરીઓ છે તેમની પાસેથી મિત્રની આશા રાખે છે! હારે પુત્ર, હારે બંધુ, મ્હારાં સગાં, હારી સ્ત્રી, એમ હારું હારું કરતાં મનુષ્ય પશુની પેઠે મૃત્યુ પામે છે. હું કોણ છું? કેવી રીતે કયાંથી આવ્યું હારી માતા કોણ? મ્હારા પિતા કેણુ? એમ ભાવના ભાવતાં આ સર્વ સંસાર સ્વપ્ન તુલ્ય જણાય છે. બિલાડી દૂધ જ જુએ છે, તત્ક્ષણ દંડપ્રહાર થવાને છે તે જતી નથીપિપટ આંબાની સાખને જુએ છે, પણ પત્થરના કકડાને દેખતો નથી; કાકપક્ષી પણ માંસને દેખે છે, પરંતુ બળવાન સિંહના મસ્તકને દેખતો નથી; તેમ આ જીવ પણ આ ભવને જ દેખે છે, પરભવને દેખતો નથી.” | મુનિને આ ઉપદેશ શ્રવણ કરી મણિપ્રભ વિદ્યાધર ઊભે થઈ રાણીની ક્ષમા માગી કહેવા લાગ્યું. “હવેથી તું હારી બહેન છે. હું હવે ત્યારે શે ઉપકાર કરું?” રાણી મદનરેખાએ કહ્યું “ તે હારા ઉપર તીર્થવંદન કરાવીને ઉપકાર કર્યો છે તેથી તું હારે પરમ બાંધવ છે.” પછી તેણીએ મુનિને પિતાના પુત્રને વૃત્તાંત પૂ. મુનિએ કહ્યું “પૂર્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૦ ) બે પરસ્પર પ્રીતિવાળા રાજપુત્ર હતા. તેઓ અનુક્રમે પિતાના પુન્યવિશેષને લીધે દેવતાપણે ઉત્પન્ન થયા. તેમનામાંનો એક ત્યાંથી રચવીને પદ્યરથ રાજા થયે; બીજે ત્યારે પુત્ર થયે. પદ્યરથ રાજાને એકદા અશ્વ અટવીમાં લઈ ગયે ત્યાંથી તે હારા પુત્રને લઈ ગયે, ને પિતાની રાણી પુષ્પમાળાને તે સેં. ત્યાં રાજાએ પૂર્વભવના સ્નેહને લીધે તેને જન્મ મહોત્સવ કર્યો, માટે હમણાં ત્યારે પુત્ર સુખી છે.” મુનિ આ પ્રમાણે ખબર આપે છે એટલામાં ત્યાં આકાશમાર્ગેથી એક વિમાન આવીને ઉતર્યું. તેનું તેજ સૂર્ય અને ચંદ્રમાથી પણ ચડિયાતું હતું. તે રત્નના સમૂહથી બનાવેલું હતું અને તેની સાથે લટકતી ઘૂઘરીઓ નાદ કરી રહી હતી. તે વિમાનમાંથી મહાતેજસ્વી, અનેક આભરણથી શેભત અને ગંધર્વદેવ જેમના ગુણગાન કરી રહ્યા છે એવો એક દેવ ઉતરીને મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેણીના જ ચરણે નમ્યું. પછી તેણે મુનીશ્વરને નમસ્કાર કર્યો ને તેમની પાસે ધર્મ શ્રવણ કરવા બેઠે. તેને આવું અસંબદ્ધ કાર્ય કરતે જોઈ, નમીને વિદ્યાધર બે, “દેવે પણ અનીતિને માર્ગે ચાલે છે, ત્યારે અમારે શ દોષ? આમણે ચાર જ્ઞાનધારી મુનિને મૂકીને આ સ્ત્રીને કેમ પ્રથમ વંદન કર્યું ?” પિલ દેવ કંઇ કહેવા જાય છે, તેવામાં મુનિ પિતે જ ખેચરને કહેવા લાગ્યા. “અરે વિદ્યાધર ! તું એમ ન બેલ. આ દેવ ઠપકો દેવા ગ્ય નથી. જ્યારે આ મદનરેખાના સ્વામી યુગબાહુને તેના ભાઈ મણિરથે માર્યો, તે વખતે (તે યુગબાહુના મૃત્યુ સમયે) આ સ્ત્રીએ પિતાના ભર્તારને મધુર વચનવડે આરાધના કરાવી નિઝામ્યું હતું એટલે શુભ અધ્યવસાય રહ્યાથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) મદરેખા યુગબાહુ મૃત્યુ પામીને પાંચમે દેવલેકે ગયે. ત્યાં ઇદ્રનો સામાનિક દેવતા થયા છે. તેણે અવધિજ્ઞાને કરીને મદન રેખાને પિતાના ગુરુ તરીકે ઓળખીને અહિં આવી પ્રથમ તેણીને નમસ્કાર કર્યો. એણીએ એને ધર્મ પમાડે માટે તે તેની ધર્માચાર્યો થઈ તેથી તેના વંદનને પણ યોગ્ય છે; ને પ્રણામ કરવાથી એ દેવ વિશેષે કરીને જણ રહિત થાય છે. કોઈ યતિએ કે ગૃહસ્થ જેને ધર્મને વિષે સ્થાપે હોય, તે જ તેને ધર્મદાતા કે ધર્મગુરુ કહેવાય છે. સમ્યકત્વ આપવાની સાથે સનાતન મેક્ષ સુખ આપ્યું; એવા દાનરૂપી ઉપકારથી કેઈ અન્ય ઉપકાર નથી. આપણને સમક્તિ પમાડનારને, આપણે સર્વ સગુણ મેળવીને તથા બહુ બહુ પ્રકારે કરીને સહસ કેટિ ઉપકાર કરીએ તે પણ તે તેને તુલ્ય થાય નહિ.” - મુનિરાજને આવે ઉપદેશ સાંભળીને જૈન ધર્મની ભાવના ભાવતા સામર્થ્યવાન ને બુદ્ધિમાન વિદ્યાધરે દેવતાની ક્ષમા માગી. પછી દેવે રાણી પ્રત્યે કહ્યું-“હું હારું શું પ્રિય કરું? તે કહે.” ત્યારે તે બેલી “મને તે જન્મ–જરા-મૃત્યુ-રોગ ને શેકથી વર્જિત, નિરપાધિ અને અચળ એવું મિક્ષસુખ પ્રિય છે. તે આપવાને આપ સમર્થ નથી, તે પણ આપ મને શીઘ મિથિલા નગરીએ લઈ જાઓ. ત્યાં હું પુત્રનું મુખ જોઈને યતિધર્મ અંગીકાર કરીશ.” એ ઉપરથી દેવતા તેણીને મિથિલાએ લઈ ગયે, કે જ્યાં મલ્લિનાથના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કલ્યાણક થયાં હતાં. ત્યાં જઈ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી પ્રથમ તેઓ સાધવી પાસે ગયાં ને સાવીને પ્રણામ કર્યા ત્યારે સાધ્વીએ ધર્મોપદેશ આપ્યો કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( પર ) “આવો મનુષ્યનો અવતાર પ્રાપ્ત કરી જરા પણ પ્રમાદ ન કરે. પુરુષ બાંધાને નિમિત્તે પાપ કરે છે, તે શરીરને નિમિત્ત એકલે નરકાદિ ગતિને વિષે ભેગવે છે. માણસે યત્ન કરીને પાપાચરણ કરે છે, પરંતુ પ્રસંગે ધર્મ પણ આદરતા નથી; તો આ મનુષ્ય લેકને વિષે કેવું આશ્ચર્ય કે તેઓ ક્ષીર ભજનનો ત્યાગ કરીને વિષપાન કરે છે!” ચાદિ ધર્મોપદેશ સાંભળ્યા પછી દેવતાએ મદરેખાને કહ્યું. “ચાલ, ત્યારે હવે હું તને રાજપુત્રનાં દર્શન કરાવું.” ત્યારે મદનરેખાએ કહ્યું. “પુત્ર ઉપર સ્નેહ તે પણ ભવભ્રમણને હેતુ કહ્યો છે અને વળી ગુરુ પાસે તે મેં સર્વ સંસાર અસાર છે એમ જાણ્યું છે. વળી સંસારને વિષે પરિભ્રમણ કરતા પ્રાણીઓને પતિ, પુત્ર આદિ અનેક સંબંધે ઘણીવાર થયા છે, થાય છે અને થશે. ભવમાં ભ્રમણ કરતાં આ પુત્રને મેં અનેક વાર જન્મ આપે છે અને તેણે પણ મને અનંત વાર જન્મ આપ્યું છે. વળી હું કોણ? કેવી રીતે ક્યાંથી આવ્યું? હારી માતા કોણ? હાર પિતા કેણ? એમ ભાવના ભાવતાં આ સર્વ સંસાર સ્વપ્ન તુલ્ય જણાય છે. સ્ત્રી પરભવની બેડી છે, બંધુજને બંધન છે, વિષયે વિષ સમાન છે છતાં અહા ! જનેને કે મેહ છે? કે જે વૈરીઓ છે તેમની પાસેથી મિત્રની આશા રાખે છે, માટે મહારે તો આ સાધ્વીઓના ચરણનું જ શરણ છે.” મદરેખાએ આ પ્રમાણે કહ્યું એટલે દેવતા સ્વર્ગમાં ગયે. અહિં મદનરેખાએ સાધ્વી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તેણીનું સુત્રતા એવું નામ સ્થાપન કર્યું અને તે અનુક્રમે નાના પ્રકારની તપશ્ચર્યા કરવા લાગી... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) મદનરેખા હવે મદન રેખાનો બાળપુત્રને લઈ જનાર પદ્યરથ રાજાને તે બાળના પ્રભાવને લીધે સર્વ શત્રઓ નમવા લાગ્યા. રાજાએ પછી તે પુત્રનું નમિ એવું નામ પાડયું. ધાવમાતાઓથી ઉછેરાતે નમિકુમાર અનુક્રમે યૌવનાવસ્થા પામ્યું. તેને ઉપાધ્યાય પાસે ભણવા મૂક્યું. ત્યાં તેણે ધર્મ અને કર્મશાસ્ત્રની કળાઓ ગ્રહણ કરી. પછી રાજાએ તેને રાજકુળમાં જન્મેલી દેવસુંદરી સમાન રૂપવતી એક હજાર ને આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી તેણે પુત્રને રાજ્ય યોગ્ય જાણીને રાજ્ય સેપી જ્ઞાનસાગરસૂરિ પાસે દીક્ષા લીધી. દિક્ષા લઈ તીવ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તે રાજર્ષિ મોક્ષે ગયા. નમિરાજાએ પણ રાજ્ય કરતાં અનેક રાજાઓને નમાવીને શકેંદ્રની કીર્તિને સંપાદન કરી. હવે જે રાત્રીએ મણિરથ રાજાએ ન્હાના ભાઈ યુવરાજ યુગબાહુને વધ કર્યો, તેજ રાત્રીએ મણિરથ રાજાને સર્ષ ડો. તેથી તે મૃત્યુ પામીને ચેથી નારકીએ ગયે. પછી મંત્રી પ્રમુખ રાજ્યના મુખ્ય અધિકારીઓએ વિચાર કરીને બન્ને ભાઈઓને એક જ સ્થાનકે અગ્નિસંસ્કાર કર્યો, અને યુગબાહુના પુત્ર ચંદ્રયશાને મણિરથની ગાદી ઉપર અભિષેક કર્યો. દરમ્યાન એક દિવસે નમિરાજાને પ્રધાન હસ્તિ આલાનસ્તંભનું ઉમૂલન કરીને નાઠે. તે વંધ્યાટવી ભણી ચાલ્ય. તે ચંદ્રયશા રાજાના હાથમાં પકડાયે. તેણે તે ઐરાવત સમાન હસ્તીને બળથી બંધનમાં નાંખી પિતાને નગરે આયે. ચર પુરુષોથી આ વાત જાણી નમિરાજાએ તે હસ્તીને લાવવાને પિતાને દૂત મેક. દૂતે જઈને કહ્યું. “ હે ચંદ્રયશા નૃપતિ ! મિથિલાને સ્વામી નમિરાજા નીતિશાસ્ત્રને અભ્યાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સીરત્ન ભાગ ૨ જે ( ૫ ) નથી, તેથી તે આ નીતિવાક્ય જાણતું પણ નથી કે–લમી છે તે કુળક્રમથી આવેલી નથી, તેમ દસ્તાવેજમાં પણ લખી આપેલી નથી, તેને તે ખગવડે પ્રાપ્ત કરીને ભેગવવાની છે. કારણ કે, વીરમેઘા વસુંધરા છે, માટે હે રાજવીર ! જે તમે હસ્તીને હમણું પાછો નહી આપે તો અમારે સ્વામી તમને સંગ્રામને વિષે હણીને તે લેશે.” દૂતનાં આવાં વચન સાંભળીને કોપાયમાન થઈ ચંદ્રયશાએ તેને સભામાંથી કાઢી મૂકાવ્યું, એટલે તેણે પણ નમિરાજાને જઈને સર્વ વૃત્તાંત કહ્યો. નમિરાજ પણ પિતાના સકળ સૈન્યને સાથે લઈ ભેરી આદિ વાજિંત્રના નાદથી દિશાઓના અંતરાળને પૂરાવી નાંખતે સુદર્શનપુર ભણી ચા. આવા બળવાન નમિરાજાને બાહુબળ સાથે આવતે સાંભળીને ચંદ્રયશા નૃપ યુદ્ધ કરવા સન્મુખ ચાલ્યા. ત્યાં તે પ્રતિકૂળ શુકને રાજાને પ્રતિષેધ કર્યો. એટલે મંત્રીઓએ આવીને તેને વિજ્ઞાપના કરી કે “આપે બહાર નીકળીને યુદ્ધ કરવું એગ્ય નથી માટે દરવાજા બંધ કરી, અંદર રહી યુદ્ધ કરે. શત્રુ સબળ છે કે દુર્બળ છે તે જાણ્યા પછી બહાર નીકળો.” રાજાએ તે માન્ય કર્યું. કહ્યું છે કે-ચિત્તને જાણનાર, શીલસંપન્ન, વાચાળ, દક્ષ, પ્રિય બેલનાર, યક્ત વાદી અને સ્મૃતિમાન એ સાત દૂતના ગુણે કહ્યા છે. નમિરાજાએ આવીને ચંદ્રયશાના નગરને ચેતરફ પિતાની સેનાથી ઘેરી લીધું. હવે સુવ્રતા સાધ્વી જે સંસારાવસ્થામાં મદનરેખા રાણી હતી, તેણીએ એ બને સહદરના કલહને લીધે થતાં યુદ્ધમાં હજારે જીને ઘાત થશે એમ જાણી વિચાર્યું કે “અહો ! આ અસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) મદનરેખા સ'સારને ધિક્કાર છે ! કારણ કે એ સગા ભાઇઓ થઈ ને પણ પરસ્પર યુદ્ધ કરે છે; તેા તેઓ નરકે જશે.” એમ વિચારી તે પેાતાની ગુરુણીની આજ્ઞા લઈ સાધ્વીઓના પરિવાર સહિત તે બન્ને યુદ્ધકર્તાએની વચ્ચે આવીને નમિરાજા પાસે ગઇ. ત્યાં તેણે સાધ્વીને અભ્યુત્થાનપૂર્વક વંદના કરી; એટલે પછી સાધ્વીએ ધૌપદેશ આપ્યા. “ આ સંસારમાં જીવને મનુષ્યપણું, ધર્મનું સાંભળવું, તેને વિષે શ્રદ્ધા અને ધકૃત્યને વિષે ખળ ફારવવુ' એ ચાર અંગ પામવાં દુર્લભ છે. આ જીવિત સંધ્યાના રંગ સરખું, જળના પરપોટા જેવું, પાણીના બિંદુ સમાન ચંચળ છે અને યૌવન નદીના વેગ જેવું છે; તેા પણ હે પાપિ જીવ! તું કેમ ખૂઝતા નથી ? ” આ પ્રકારનો ઉપદેશ આપીને પછી એ સાધ્વીએ મિરાજાને એકાંતમાં કહ્યું કે હે રાજન ! રાજ્ય છે તે આ ભવમાં તે દુઃખદાયક છે, એટલું જ નહિ પણ પરભવમાં તે નરકે લઇ જાય છે. ત્યાં જતા જીવનો કાઇપણ રક્ષક નથી, માટે તમારે જ્યેષ્ટ ભ્રાતા સાથે યુદ્ધ કરવું ચેાગ્ય નથી.” નમિરાજાએ પૂછ્યું–“ કેમ ? આ ચંદ્રયશા કેવી રીતે મ્હારા મ્હોટા ભાઈ થાય ?” સાધ્વીએ એ ઉપરથી એ સંબંધ મિરાજાને કહી સંભળાન્યા એટલે નમિરાજાએ વિશ્વાસને અર્થે પેાતાની પુષ્પમાળા માતાને પૂછાવ્યું, ત્યારે તેણીએ પણ કહ્યું.—“ તું આ સાધ્વીનો પુત્ર છે. ” એમ કહી તેણીએ તેને મુદ્રા યુક્ત રત્નક બળ બતાવી. આમ સાંભળવા છતાં પણ નમિરાજા યુદ્ધથી વિરમ્યા નહી. એટલે સુત્રતા સાધ્વી ચંદ્રયશા પાસે ગઇ અને ત્યાં એને પણ તેણીએ ધર્મોપદેશ આપ્યા. ચંદ્રયશાએ તેણીને પૂછ્યું . “અરે મહાસતી! તમે આવું યુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૬ ). ચાલે છે ત્યાં કેમ આવ્યા છે?” એટલે તેણીએ તેને તેના બીજા ભાઈને વૃત્તાંત કહ્યો. તે ઉપરથી ચંદ્રયશાએ પૂછ્યું તે હારો ભાઈ ક્યાં છે ? ” સાધ્વીએ કહ્યું “ આ તારા નગરને વીંટીને પડ્યો છે તે જ હારે ભાઈ છે.” આવી ખબર પામીને ચંદ્રયશા તે તત્ક્ષણ ભાઈને મળવા ચાલ્યું. ભાઈ મળવા આવે છે એમ જાણી નમિરાજા પણ સંગ્રામ ત્યજી દઈને સન્મુખ આવી, જ્યેષ્ઠ ભ્રાતાના ચરણમાં પડે. એટલે હોટે ભાઈ પણ તેને ઊભે કરી હૃદયથી ભેચ્યો. આ વખતે બને ભાઈઓને મળતાં જે હર્ષ થયે તેનું સ્વરૂપ બ્રહસ્પતી પણ કહી શકે નહી. આમ બન્ને ભાઈઓ હર્ષ સહિત મળ્યા પછી ચંદ્રયશાએ નમિરાજાને મહાન ઉત્સવ સહિત પિતાના નગરમાં પ્રવેશ કરાવ્ય. બન્નેએ સ્નેહપૂર્વક સાધ્વીને વંદન કર્યા પછી ચંદ્રયશાએ નમિરાજાને કહ્યું, “ભાઈ, પિતાના ઘાત પછી રાજ્યને ભારે ધારણ કરનાર પુત્ર ન હોવાથી, આટલે કાળ મેં રાજ્યકર્યું. તેને હું જાણતો નહોતે. હમણું જ માતાએ આપણે સંબંધ જણાવ્યું, તે હવે હારે રાજ્યને ખપ નથી. પૂર્વે પણ હું રાજ્યને ત્યાગ કરવાનું હતું, તે હવે તું રાજ્યભાર ધારણ કરવા સમર્થ છે ” ત્યારે નમિરાજાએ કહ્યું “મને પણ આ રાજ્ય રુચિકર નથી. હું પણ સંયમ લઈશ.” પણ ચંદ્રયશાએ કહ્યું. “ મહટ ભાઈ નાનાભાઈને રાજ્ય સેપી ત્રત અંગીકાર કરે તે ચગ્ય જ છે.” એમ તેને સમજાવીને તેણે મહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. આમ ચંદયશાએ ચારિત્ર લીધા પછી પ્રતાપી નમિરાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) મદરેખા ન્યાયમાગે વસુધાનું પાલન કરવા લાગે. એ વાતને છ માસ થયા એટલામાં તે તેને (નમિરાજાને) દાહજવર ઉત્પન્ન થયે. વૈદ્યો ચિકિત્સા કરવા લાગ્યા પણ કિંચિત્ માત્ર ફેર પડ્યો નહી. એવામાં દાહવરની શાંતિને અર્થે રાજાની સર્વ રાણુઓ ચંદન ઘસતી હતી. તેમના ચૂડલાને ઝણકાર કરતે શબ્દ નમિરાજાને અત્યંત વેદના કરવા લાગ્યું. રાજાએ કહ્યું: “મને આ દારુણ શબ્દ શાને સંભળાય છે?” તેના ઉત્તરમાં સેવકોએ ચંદન ઘસાતું હતું તેનું સ્વરૂપ કહ્યું ત્યારે રાજાએ કહ્યું-“એ હજારે સ્ત્રીઓના હસ્તથકી અનેક વલય (ચૂડલે) ઉતરાવી નાખો.” એમ કરાવ્યું એટલે રાજાને જરા શાંતિ વળી. એમ કરતાં કરતાં તેણે તેમના સર્વ વલય ઉતરાવી નાંખ્યા; ફકત મંગળાથે અકેક વલય રહેવા દીધું એટલે અવાજ થતો બંધ થયે. તે ઉપરથી રાજાએ પૂછાવ્યું કે-“હવે રાણીઓ ચંદન ઘસે છે કે નહિ? કારણ કે હવે વલયન શબ્દ સંભળાતો નથી.” મંત્રીઓએ એનું સ્વરૂપ જણાવ્યું. એ ઉપરથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો ને પોતે વિચારવા લાગેઃ ઘણું કંકણને શબ્દ દુઃખકર્તા થઈ પડ્યો, પણ એકેક કંકણ રહ્યું ત્યારે સુખ મળ્યું. તે પ્રમાણે એકલાપણામાં જ મહાસુખ છે. કહ્યું છે કે “ જેમ જેમ તંત્ર બહુ મેટો અને વિસ્તારપણે વધતો જાય તેમ તેમ દુઃખ પણ વધતું જાય છે. સુખ વધતું નથી. સર્વે વિસ્તાર કલેશરૂપ છે; સંક્ષેપ એ જ સુખનું કારણ છે, માટે સર્વ વિસ્તારને ત્યાગ કરે એ જ આત્મહિત છે. વળી તેણે વિચાર્યું કે-“જે આ હારો દાહજવર બિલકુલ શાંત થશે તે હું ચારિત્ર અંગીકાર કરીશ.” આમ વિચારીને તે સૂઈ ગયો; તેવામાં તેને દાહજવર તદન શમી ગયે. પ્રભાતે વાજિંત્રના શબ્દ જાગીને વિચારવા લાગ્યો. “અહો ! આજે મેં સ્વપ્નને વિષે ઐરાવણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ આદશ જન ચીરત્ન ભાગ ૨ જે (૫૮) હસ્તી અને મેરુપર્વતને જે. તે રૂડું થયું છે, કારણ કે તેથી હાર રાગ ગમે છે.” કહ્યું છે કે “દેવતા, યતિ, ગાય, માતા-પિતા, લિંગી અને રાજા સ્વપ્નને વિષે જે કહે છે તેમજ થાય છે. ( સત્ય પડે છે.)” તે સ્વપ્નને ફરી ફરી વિચાર કરતાં નમિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મેં પૂર્વભવને વિષે સાધુપણું પાળ્યું હતું ત્યાંથી મૃત્યુ પામીને હું પ્રાણુત દેવલોકે દેવતા થયે હતું. આમ જાતિસ્મરણ જ્ઞાન થવાથી નમિરાજાએ પોતાના પુત્રને રાજ્ય સેંપી દેવતાએ આપેલ જેહરણ લઈ દીક્ષા ગ્રહણ કરી. નમિરાજાએ ચારિત્ર લીધું એટલે તેની પરીક્ષા કરવાને ઈંદ્ર દ્વિજનું રૂપ લઈને આવ્યું. આવીને તેણે કહ્યું. “હે રાજન ! તે રાજ્યને તૃણવત્ ગણીને અંત:પુર સહિત તેને જે ત્યાગ કર્યો તે બહુ સારું કર્યું પણ તેં જીવદયા પાળવાને દીક્ષા લીધી છે ને તેં વ્રત ગ્રહણ કર્યું તેથી આ હારી સ્ત્રીઓ તે રુદન કરે છે, તે ત્યારે એવું વ્રત ગ્રહણ કરવું ન જોઈએ; કારણ કે એમ કરવાથી પૂર્વાપર બાધ આવ્યું.” એ સાંભળીને નમિમુનિએ ઉત્તર આપ્યું “મહારું વ્રત કંઈ દુઃખનું કારણ નથી, પરંતુ લોકોને પોતપોતાના સ્વાર્થમાં હાનિ પહોંચે છે, તે જ એમને દુઃખકર્તા છે માટે હું તે મહારું કાર્ય કરું છું, બીજા જન કહે તેથી શું ?” પછી ઇંદ્રે કહ્યું “હે રાજન ! હારા મહેલ, અંતઃપુર આદિ સળગે છે, તેની તું કેમ ઉપેક્ષા કરે છે? તને એમાં દૂષણ લાગે છે, કારણ કે આશ્રિતની ઉપેક્ષા કરવી તે પાપ છે. તું તે ચતુર છે તેથી કહેવું પડે તેવું નથી.” નમિરાજર્ષિએ કહ્યું “આ મહેલ મ્હારા નથી. અંતઃપુર પણ હારું નથી.” ત્યારે વળી ઇદ્રે કહ્યું. “હે રાજન ! જ્યારે તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com "હે રાજન ! સળગે છે, તેને એમાં છે Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૫૯ ) મદના જાય જ છે ત્યારે આ નગરીના કેટને મજબૂત કરીને તથા નાના પ્રકારના મંત્રોથી યુક્ત કરીને પછી જજે.” રાજાએ કહ્યું. “અરે ભાઈ ! મહારે તે સંયમ એ જ નગર છે, તેમાં શમ નામે કેટ છે, તે નય નામે મંત્રથી યુક્ત છે.” આવો ઉત્તર મળ્યા પછી પણ ઇંદ્ર ફરી કહ્યું. “હે ક્ષત્રિય ! લેકને રહેવાને માટે મનોહર પ્રાસાદ કરાવી આપીને પછી વ્રત લેજે.” મુનિએ તે ઉપરથી જવાબ આપે. “એ તે કુબુદ્ધિજન કરે. મહારે તે ત્યાં મહારે દેહ છે ત્યાં જ મંદિર છે.” વળી ઈંદ્રે કહ્યું. “ચાર લોકોનો નિગ્રહ કરીને પછી જજે.” યતિ બોલ્યા “મેં ક્યારને ય રાપદિ ચરાનો નિગ્રહ કર્યો છે.” ત્યારે ઈંદ્રે કહ્યું “કેટલાએક ઉદ્ધત રાજાઓ તને નમતા નથી, તેમનો પરાજય કરીને પછી તે પ્રત્રજ્યા લેજે.” રાજાએ કહ્યું “યુદ્ધને વિષે લક્ષ સંખ્યામાં સુભટેને જીત્યાથી શે જય ગણાય? ખરો ય તે એક આત્માને જીત્યાથી થાય છે. અને એને જીત્યાથી જ મેં પરમ જય મેળવ્યું છે. (ઈત્યાદિ નમિ રાજર્ષિ અને ઇદ્રનો સંવાદ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારથી જણાવેલ છે.) આવા આવા વિપ્રના રૂપમાં રહેલાં ઇંદ્રના વચનોની અવગણના કરીને નમિરાજા જેવો આગળ ચાલવા જાય છે તેવામાં ઇંદ્ર પિતાનું સ્વરૂપ પ્રકટ કરીને બે . “હે યતીશ્વર! તમને ધન્ય છે, તમે કૃતાર્થ છે, તમે સર્વ ભાવ-વૈરીને પરાભવ કરીને તમારે ઉત્કૃષ્ટ સ્વભાવ જણાવી આપે છે.” એમ સ્તુતિ કરીને ઇંદ્ર સ્વર્ગમાં ગયે. નમિ રાજર્ષિ અનુક્રમે મુક્તિએ ગયા. સાધ્વી મદનરેખા પણ સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મેક્ષ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ સતી રાષિદના. con * શુભ આશયવાળા પ્રાણીઓ નિરંતર શુદ્ધ ભાવથી જ શીળવ્રતનું પાલન કરે છે, તેઓ ત્રાષિદત્તાની પેઠે સુખનું ભાજન થાય છે. આ ભરતક્ષેત્રના મધ્યદેશને વિષે રથમર્દન નામનું નગર છે. તેમાં હેમરથ નામને રાજા ન્યાય માર્ગે રાજ્ય કરતે હતે. તેની સુયશા નામે રાણી રૂપ-લાવણ્યરૂપી મણિની ખાણ સમાન હતી અને સિંદર્યમાં દેવાંગનાને પણ પરાભવ કરનારી હતી. તેમને કનકરથ નામને પુત્ર હતું. આ પુત્ર અનુક્રમે ધર્મકળામાં કુશળ થયો અને બહેતર કળા તેણે પ્રાપ્ત કરી. એ સમયે કાવેરી નામની નગરીને વિષે સુંદરપાણિ રાજા રાજ્ય કરતા હતા. જેમ ઇદ્રને ઈંદ્રાણી, તેમ તેને વાસુલા નામની પત્ની હતી. તેનાથી તેણીને રુકિમણું નામે પુત્રી થઈ. તે વૃદ્ધિ પામી એટલે તેણીના પિતાએ તેણુને શાસ્ત્ર આદિને અભ્યાસ કરાવી સર્વ કળાને વિશે કુશળ કરી. એકદા યૌવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ત્રષિદના વસ્થાને પામેલી આ પુત્રીને જોઈને તેણીની માતાએ તેણીને પિતા પાસે મેકલી. પિતાએ તેણીને પરણાવવા યોગ્ય જોઈને વિચાર્યું કે-આ હારી પુત્રી યૌવનવતી થઈ છે, તો હવે હારે એને કયા વરને દેવી ? મંત્રીને પૂછવા ઉપરથી તેને વૃદ્ધ મંત્રી બેલ્યો. “રથમર્દન નગરના હેમરથ નૃપતિને પુત્ર કનકરથ છે, તે આપણી પુત્રીને એગ્ય છે.” એ સાંભળી રાજાએ ત્યાં પોતાનો દૂત મોકલે. તે દૂતે કન્યાના રૂપનું વર્ણન કર્યું. તે સાંભળીને હેમરથ ભૂપતિએ પિતાના કનકરથને સુંદરપાણિ રાજાની પુત્રી પરણવા મકલ્ય. કુમાર કનકરથ ત્યાં જતાં રસ્તે એકદા સંધ્યા સમયે સૈન્ય પડાવ નાંખે ને કુમાર ત્યાં રથથી ઉતરીને સિંહાસન ઉપર બેઠે. એવામાં કઈ તે ત્યાં આવીને કહ્યું. “હે કુમાર ! હે પૈર્યવંત પુરુષ! તમારે આ માર્ગે આવવું ન જોઈએ. અહિંનો સ્વામી અરિમર્દન રાજા તમને કહેવરાવે છે કે,કહ્યા વિના તમે કેમ હારા દેશમાં આવ્યા છતાં પણ જે આવ્યા તો યુદ્ધ કરો.” ત્યારે કુમારે કહ્યું “જે ત્યારે સ્વામી એ પ્રમાણે આદેશ કરતે હોય તે ભલે, તે અહિં આવે. હું તેના હાથની ખરજ ઉતારવાને તૈયાર છું.” વળી તે ભ્રકુટી ચઢાવી ભયાનક મુખ કરી કર્કશ વાણુથી બોલ્યું. અરે દૂત! તું જઈને હારા સ્વામીને કહે છે કે, ગરૂડ જેમ સર્પને હણે છે તેમ આ રાજપુત્ર તને હણવાને જ અહિં આવ્યું છે.” આ વાત તે જઈને પિતાના સ્વામી અરિમર્દન રાજાને કહી. તે સાંભળી તે સજજ થઈ કુમાર સામે યુદ્ધ કરવાને આવ્યું, એટલે બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીને ભાગ ૨ જે ( ૬૨ ) તુલ્ય શક્તિવાળા અને સરખી રીતે લડાઈ કરનારની સેના સામસામે મળી અને દાણુ યુદ્ધ થયું. તે વખતે સકળ વિશ્વ તામ્રના વાજિંત્રના શબ્દથી અને સિંહનાદ જેવા અશ્વના શ્રેષારવથી ગાજી રહ્યું અને નાદમય થઈ રહ્યું. કુમારના વીર દ્ધાઓએ બાણનો અત્યંત વર્ષાદ વરસાવી મૂર્યો. તેણે દુશ્મનની સેનાના માણસોને નસાડી મૂક્યા. પછી સેવકેએ વાર્યા છતાં પણ કુમાર અરિમર્દન સામે ધસી જઈને બોલ્યા. “અરે ! સંગ્રામરૂપી સરેવરમાં દેડકા સમાન અને વિવેક રહિત અરિમર્દન રાજા હું આવ્યો છું. તું હારો હાથ છે. તે તને ક્ષણમાં હારી તરવારનો એક કોળિયો કરી નાંખશે.” એમ કહીને તેની સામે લડતાં લડતાં તેને જીવતે પકડ્યો. તેને કેટલાક દિવસ સુધી પિતાની સાથે રાખીને પિતાની આજ્ઞા મનાવી તેને દેશ પાછા મેક. તે વખતે અરિમર્દન રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી તેણે પિતાના પુત્રને રાજ્યનો ભાર સેંપી ગુરુ પાસે દીક્ષા વીધી. અનુક્રમે સર્વ કર્મ ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરી. હવે કનકરથ કુમાર પણ આગળ પ્રયાણ કરતાં એક અટવીમાં પહોંચ્યા. ત્યાં તેણે સૈન્યનો પડાવ નંખાવ્ય; એટલે એક નગર જેવું થઈ રહ્યું. સંધ્યાસમયે કુમાર સભામાં બેઠે હતો, તે વખતે તેને જળની ધમાં ગયેલા માણસે આવીને કહેવા લાગ્યાઃ “અમે જતા જતા આપના આદેશથી દૂર ગયા ત્યાં અમે એક સમુદ્ર તુલ્ય સરેવર જોયું. અને વનને વિષે એક હિંચકા ખાતી દેવાંગના તુલ્ય સ્ત્રી જોઈ. જેવા અમે તેણીની પાસે જવા લાગ્યા તેવી જ તે વિજળીના એક ચમકારાની પેડે અદશ્ય થઈ કઈ વૃક્ષની ઘટામાં પેસી ગઈ અને એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩ ) વિદત્તા બહુ બહુ જોઈ, પણ જેમ અભાગ્યવાન પુરૂષને નિધાન દેખાતું નથી તેમ તે અમારી નજરે પડી નહી. એટલે અમે પછી ત્યાંથી પાછા ફર્યા.” આ સાંભળીને તે નૃપકુમાર બહુ ચમત્કાર પામે. એ વખતે સૂર્ય પણ અસ્ત પામ્યું એટલે કુમાર પ્રતિક્રમણ ક્રિયા કરી પરમેષ્ટી મંત્રના ધ્યાન સહિત, હંસચૂળા યુક્ત શય્યાને વિષે નિદ્રા લેવા ગયે. પછી પ્રભાત થયે મંગળપાઠકે જ્ય શબ્દથી આશીર્વચને કહેતા બલવા લાગ્યા. “હે કુમાર ! રાત્રી વ્યતીત થઈ છે ને પુરાયમાન કિરણે વાળ સૂર્ય અંધકારના સમૂહને નાશ કરતે ઉદય પામે છે. વળી હમણાં સૂર્યની કાંતિથી પ્રફુલ્લિત થએલા કમળ જળથકી નીકળીને આદર સહિત પિતાની લક્ષ્મીને વરે છે, માટે શય્યાને ત્યજી દ્યો.” આવાં મંગળ વચને શ્રવણ કરીને કુમારે શય્યા છેડી. પછી મુખ ઈ દેવપૂજા કરીને પ્રયાણને અર્થે તેણે કે વગડાવ્યું. એ શબ્દ સાંભળીને સર્વ સૈન્ય ચાલવા સજજ થયું. આગળ રાજકુમાર પિતાના સમાન વયના મિત્ર સાથે ચર પુરુષ બતાવતે હતે તે માર્ગે ચાલવા લાગે. રસ્તે એક મિત્ર મંગળ ગ્લૅક કહેવા લાગ્યો. તેનો અર્થ આ પ્રમાણે –“આકાશરૂપી સ્ત્રીના સ્તન તટને કુંકુમના લેપ સમાન, દીનમુખવાળા વૃક્ષોને પ્રવાળાના ભાર સમાન અને અંધકારના દીન વદનને દહન કરનાર એ આ સૂર્યદેવ ઉદય પામે છે. વળી પિતાના સ્વામીના સંગમની આશાએ ( આખી રાત્રિ) સરેવરના તટ ઉપર ગાઢ સ્વરે આક્રોશ કરતી ચકવાકીને હવે દિવસ થશે એટલે તેનો સંયોગ થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે ( ૬૪ ). એમ કરતાં કરતાં તે પેલા સરોવર પાસે આવી પહોંચ્યું. ત્યાંના વનને વિષે ભમતાં ભમતાં કનકરથે પેલી સ્ત્રી દીઠી. તેણીને જોઈ તે વિસ્મય પામી વિચારવા લાગ્યો. “અહો ! આવું સ્ત્રીરત્ન મૃત્યુલોકમાં હોય નહીં. એ તે કેઈ કારણથી સ્વર્ગથકી આવેલી દેવાંગના હશે, કારણ કે, લવણસમુદ્રમાં કપૂરની ઉત્પત્તિ હોય નહીં. તેમ મરુદેશની ભૂમિકામાં જળથી પૂર્ણ સરોવરનો સંભવ પણ હેય નહી. તે આમ વિચાર કરે છે એવામાં તે તેનું સૈન્ય પણ ત્યાં આવી પહોંચ્યું. એટલામાં પેલી સ્ત્રી તે કુમારની નજરથી અદૃશ્ય થઈ ગઈ અને એક કૈલાસ સમાન મંદિર તેની દૃષ્ટિએ પડયું. કદાચિત એ સ્ત્રી આ મંદિરમાં ગઈ હશે એમ ધારી તેણે તેની અંદર પ્રવેશ કર્યો, તે તેણે ત્યાં રાષભદેવ તીર્થકરની પ્રતિમા દીઠી. એટલે તેણે પ્રતિમાની પૂજા કરી. પછી તેણે સ્તુતિ કરી કે, “હે અસંખ્ય ગુણવાળા કાષભ જિનેશ્વર ! હે નિઃશેષ સુખના સમૂહરૂપી કંદના મેઘ સમાન ! તમે જયવંતા વર્તો. આજ આપના દર્શનથી મહારાં ચક્ષુ સફળ થયાં. આજ (આપની પૂજાથી) મહારા હસ્ત સફળ થયા. આપને વંદન કરવાથી મ્હારું મસ્તક સફળ થયું. અને આજ આપની સ્તુતિ કરવાથી હારી વાણી પણ સફળ થઈ.” એમ કહીને તેણે ફરી ફરી પ્રણામ કર્યા. એવામાં ત્યાં એક લાંબી લાંબી જટાવાળે અને ધૂળથી મેલા દેખાતા શરીરવાળે વૃદ્ધ તાપસ આ. વળી પેલી કન્યા પણ હસ્તને વિષે એક મહા પુષ્પને કરંડીઓ લઈને ત્યાં આવી. તેણીએ પ્રભુની પૂજા કરીને સ્તુતિ કરી. તે ત્યાં પિલા કુમારને જોઈને વિચારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) ત્રવિદત્તા લાગી. અહે! આ તે અહિં ઇંદ્ર, ચંદ્ર કે સૂર્ય આવ્યા છે કે સાક્ષાત્ કામદેવ જ પિતે અહિં આવ્યા છે? પછી કુમાર તે સ્તુતિ કરી ઊભે થઈ, નમસ્કાર કરી બહાર નીકળવા જાય છે તેવામાં તે પેલા મુનિને સહસા જેઈ અતિ વિસ્મય પામી તેમને વંદન કરવા લાગ્યું. તેને તાપસે પૂછયું. “તું કેણ છે? અહિં ક્યાંથી આવ્યું ત્યારું નામ શું?” તે ઉપરથી કુમારે તેને પોતાનો સંબંધ કહી બતાવ્યો. એટલામાં ફરી તેણે પેલી કન્યાને દીઠી, તેથી તેણે મુનિને પૂછ્યું. “અહે મુનિ ! આ મંદિર કેણે બંધાવ્યું ? અને આ કન્યા કેણ છે?” મુનિએ ઉત્તર આપે. એ કથા સ્ટેટી છે. દેવપૂજા કર્યા પછી એ કહીશ.” એમ કહી તેણે દેવપૂજા કરી બહાર નિકળી કુમારને કહ્યું. “હારે સ્થાનકે ચાલે. ત્યાં હું તમને સર્વ વાત કહીશ.” કુમાર મુનિની ઝુંપડીએ ગયે. ત્યાં તેણે તેને ભેજનાદિ જમાડી પછી પેલે કન્યાનો સંબંધ કહ્યો. અમરાવતી સમાન મિત્રાવતી નામે નગરી છે. ત્યાં હરિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયદર્શના નામે પટ્ટરાણી હતી. તેણીની કુક્ષિએ અજિતસેન નામે પુત્ર થ. એકદા એમ બન્યું કે એ રાજાએ પિતાની અધશાળામાંથી એક અશિક્ષિત અલ્પ આયે. તે ઉપર સ્વાર થઈ તે વનમાં નીકળી પડે. રસ્તે તે રાજા એક વડના વૃક્ષની લટકતી શાખામાં વળગી રહ્યો. અને વૃક્ષ ઉપર થઈને નીચે ઉતર્યો. નીચે ઉતરી પાસેના સરવર ઉપર જઈ જળપાન કરી, સ્નાન કરી, બહુ વૃક્ષોથી સંકીર્ણ એવા ત્યાં આવેલા એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ આદ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૬૬ ) મુનિના આશ્રમમાં ગયે. ત્યાં કચ્છ મહાકચ્છના વંશને વિષે ઉત્પન્ન થયેલા વિશ્વભૂતિ કુળપતિએ રાજાને દીઠે. રાજાએ તેને નમસ્કાર કર્યા. મુનિએ તેના લક્ષણ ઉપરથી તેને મહાન પુરુષ જાયે. પછી તે વળી તેણે રાજાને નામ લઈને આશીર્વાદ આપ્યા કે, “હે હરિષણ રાજા! આ ત્રણ ભુવનના પૂર્ણ કુંભ એવા શ્રી કષભદેવ પ્રભુ હારા મંગળ કાર્યને પુષ્ટિ આપે કે જે પ્રભુના કાનની પાસે રહેલી ભ્રમરના જેવી નીલ કેશની ગુચ્છ, (પૂર્ણકુંભ ઉપર) આપણુ કરેલાં એવાં લીલાં પાંદડાની લીલાને ધારણ કરે છે. આવી આશિષ દઈને તાપસે રાજાને પૂછ્યું: “હે ભૂપતિ! અહિં ક્યાંથી? એકાકી કેમ?” આના પ્રત્યુત્તરમાં તેણે સર્વ નિવેદન કર્યું. પછી તે મુનિના ચરણની સેવા કરવા લાગે. એટલામાં વનને વિષે બહુ મહેટા નાદ સંભળાવવા લાગ્યા. “આ શું? આવો ભયાનક નાદ ક્યાંથી ?” એમ બોલતાં સર્વ આશ્રમવાસી જનો એક બીજાના મુખ સામું જોવા લાગ્યા. એટલે રાજા હરિષેણે ધાર્યું કે વખતે હારું સૈન્ય હારી પાછળ આવ્યું હોય ! એમ વિચારી મુનિને નમસ્કાર કરીને કહ્યું. “હે કુળપતિ ! મ્હારું સૈન્ય મહારી પાછળ આવતું હોય એમ મને સંભવ છે, માટે હું અહિં છું એમ હારી તે સેનાને હું બતાવી આવું.” એમ કહી ત્યાંથી ઊઠીને તેની સેના પાસે ગયે, જેથી ત્યાં સર્વ સ્થળે હર્ષ થઈ રહ્યો. પછી પિતાના સૈન્યને રાજાએ ત્યાં જ સ્થાપ્યું અને પોતે એક માસ પર્વત મુનિસેવામાં કાળ નિર્ગમન કર્યો. એ રાજાએ જ એ દહેરું કરાવ્યું છે. ત્યારપછી એ રાજા જ્યારે પિતાને નગરે પાછો ગમે ત્યારે એ કુળપતિએ તેને વિષાવહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). ઋષિદત્તા મંત્ર આપ્યો હતે. પછી એ હણિ મહોત્સવ સહિત નગરપ્રવેશ કરી પ્રજા પાલન કરવા લાગ્યું. એક્તા તે સભામાં બેઠો હતો તેવામાં કોઈએ ત્યાં આવીને કહ્યું. “હે સ્વામિન ! સ્વસ્તિમતી નામની નગરીના પ્રિયદર્શન રાજાને વિદ્યુતપ્રભા રાણીની કુક્ષીએ એક પુત્રીનો જન્મ થયે અને તેણીનો જન્મોત્સવ કરી પ્રીતિમતી એવું નામ પાડયું. અનુક્રમે તે વૃદ્ધિ પામી છે. એવામાં હમણું તેને સર્વે ડંશ દીધું છે. તે વિષ કઈ રીતે પણ ઉતરતું નથી, તે તે અમે સાંભળ્યું છે કે, તમે વિષાપહાર મંત્રના જાણ છે માટે આપ એ વિષ ઉતારે તે બહુ સારું. તે ઉપરથી હરિણ રાજાએ વેગવાળી હાથણી ઉપર બેસીને ત્વરાથી જઈ તે પ્રીતિમતીનું વિષ ઉતાર્યું એટલે હર્ષ પામી પ્રિયદર્શન રાજાએ એ પિતાની પુત્રી હરિષેણ ભૂપાળને દીધી. તેણીને લઈને એ હરિર્ષણ બહુ આડંબર સહિત પિતાને નગરે આ. અનુક્રમે એ પ્રીતિમતી સાથે સંસારસુખ ભેગવતાં તેને એક પુત્ર થયે. તેનું “ધીર' એવું નામ પાડયું. એવામાં એ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી બાળક પુત્રને રાજ્ય સેપી પિતે તપસ્વી વ્રત ગ્રહણ કર્યું. તેની સ્ત્રીએ પણ તપસ્વીનીનું વ્રત અંગીકાર કર્યું. એમ કરી બન્ને નગરમાંથી આશ્રમ તરફ ચાલ્યા. તે સમયે પ્રજાજન તેમને જાતા જોઈ રૂદન કરવા લાગ્યા. પછી વનને વિષે જઈ તેઓ તાપસવેષ ધારણ કરી વિશ્વભૂતિ મુનિ પાસે સેવાપૂજા કરવા લાગ્યા. એટલામાં પ્રીતિમતીને ગૃહસ્થાશ્રમમાં ગર્ભ રહ્યો હશે, તે ગર્ભ પાંચમે માસે પ્રકટ થયે; તેથી તે તાપસીએમાં શરમાવા લાગી. તેના પતિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જન ઢોરત્ન ભાગ ૨ ( ૬૮ ) પણ તેણુને પૂછયું. “હે પ્રિયે ! સદા સદાચારમાં લીન એવી જે તું, તેણીને આ ગર્ભશે?” તે સાંભળીને તેણીએ શરમાતાં કહ્યું. “હે સ્વામિન ! મને ગૃહસ્થાશ્રમમાં જ ગર્ભ રહ્યો છે, પરંતુ આપણું સંયમમાં અંતરાયના ભયથી મેં પ્રકટ કર્યું નહીં.” એ સાંભળી હરિણે ખેદ સહિત કહ્યું. “આપણી તપશ્ચર્યાને વિષે આપણને ધિક્કાર મળશે; માટે આપણે પ્રભાતે અન્યત્ર જઈને રહીશું.” એમ વિચાર કરીને તેઓ પ્રભાતે અન્યત્ર ગુસસ્થાને જઈ રહ્યા. એટલામાં તાપસેએ તપોવનમાં તેમને દીઠાં નહીં અને વૃદ્ધ મુનિને કયાંય જતા જોયા. તેઓએ જઈને હરિષણને પત્ની સહિત પાછા આપ્યા. ત્યારે હરિષણે તેમની પાસે કહ્યું. “હારી પત્નીએ પ્રથમથી જ ગર્ભની વાત મને ન કહી, એ ઠીક ન કર્યું; માટે હવે હું આ મુખ લઈને બીજે રહીશ.” તે સાંભળીને મુનિએ કહ્યું. “હે ભદ્ર! એમ કેમ કહે છે? તમે આ આશ્રમ સ્થાનમાં રહ્યા છતાં પણ તે ગૃહસ્થાશ્રમ જેવું થયું છે. તમારે પરસ્પર સમ્યક પ્રકારે શીળ પાળવું. તમારે શું દેષ ? એ તો પૂર્વે કરેલાં કર્મનું વિલસિત છે, પછી આ દંપતી ત્યાં વસુભૂતિ મુનિની સેવામાં પિતાના કર્મને નિંદતા રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં ચાર માસ વ્યતીત થયા એટલે નવમે માસે પ્રીતિમતીને એક પુત્રી પ્રસવી. એ ષિના આશ્રમમાં જન્મી એ ઉપરથી તેણીના પિતાએ એનું નામ ઋષિદત્તા પાડયું. એટલામાં પ્રસૂતિ રોગને લીધે પ્રીતિમતી મૃત્યુ પામી, તેથી તેણીને પિતા તેણીને પાળવા લાગે. આઠ વર્ષની વયે પહોચેલી એ આ હારી પુત્રી વિદત્તા રહી. એ રૂપવતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯ ) ત્રષદના હોવાથી કોઈ વનમાં ફરનાર એણીને લઈ જશે, એમ ધારીને મેં એને અદશ્ય કરણ અંજન આપ્યું છે, તેથી કઈ વાર તે અદૃશ્ય રહે છે ને કઈવાર દષ્ટિગોચર થાય છે. હું એને પિતા અને આ હારી પુત્રી. તે અલક્ષ્ય રહેતી છતાં પણ તમારી દૃષ્ટિએ પડી છે.” કુમાર તે તેણીને જોઈને રાગયુક્ત થયે, પણ એટલામાં તે ઋષિએ જ કહ્યું. “હે કુમાર ! મહારા અતિથિ એવા તમને પરેણાગતમાં હું જેમ વિનમિએ ભરતને પોતાની પુત્રી આપી હતી તેમ આ હારી પુત્રી આપું છું.” તે સાંભળીને ઋષિદત્તાએ લજ્જાથી નીચું મુખ કર્યું પણ કુમારે તે તેણીનો હસ્ત ગ્રહણ કરી મુનિને કહ્યું કે-“જે આપ પૂજ્ય એ આદેશ કરે છે તે તે હું કબૂલ કરું છું.” એ વખતે બંદીજને કહેવા લાગ્યા. “હે મુનિ ! તમે આ કુમારને તમારી પુત્રી આપીને સુખી થાઓ.” પછી તે ઋષિએ પિતાની પુત્રીને મહોત્સવ સહિત કુમારને પરણાવી. એટલે કુમાર કેટલાક દિવસ ત્રાષિદત્તા સાથે સંસારસુખ ભગવતે ત્યાં જ રહ્યો. અન્યદા મુનિ ગદ્ગદ્ વાણીએ કુમારને કહેવા લાગ્યા. “હે જગદાધાર કુમાર ! હે કીર્તિવત્સલ! તમને અમારે વધારે શું કહેવું? એટલું જ કે આ હારી પુત્રીને તમે કદાપિ અપમાન ન આપશે. એ મ્હારી પુત્રી વનમાં વસવાથી ભેળી છે. એવી ભેળી છતાં મેં તમને તે સેંપી છે. તમે ગુણવાન છે તે તે પણ ગુણવતી જ થશે, કારણ કે મૃગની નાભિમાં ગયેલી ધૂળ પણ સુગંધી થાય છે. વળી હવે હું વૃદ્ધ થયો છું, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૭૦ ), અગ્નિમાં પ્રવેશ કરવા ઈચ્છું છું; કારણ કે આવા મહારા સમાન વૃદ્ધ જનોને જીવિતવ્યથી મૃત્યુ કલ્યાણકારી છે,” પણ કુમાર તે મુનીશ્વરને ચરણે પડીને બોલ્યું. “અગ્નિ વેગથી પ્રાણ ત્યજવાથી દૂર રહે, કારણ કે એમ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે. તે વખતે ઋષિદત્તાએ પણ હસ્ત જોડીને કહ્યું. હે તાત! આપના આ જમાઈ જે આપને કહે છે, તે આપ મ્હારા ઉપર કરુણા કરીને અંગીકાર કરે.” એ સાંભળીને મુનિએ સુપ્રસન્ન થઈ પુત્રી પ્રત્યે કહ્યું. “હે વત્સ ! આમ શેક કર રહેવા દે. પણ હું આ તને શિક્ષાવચન કહું છું, તે તું કદાપિ ત્યજીશ નહીં. વડીલ જનની સેવા કરજે, પતિવ્રતા થઈ શીલનું પાલન કરજે, હારી છે લ્હારા ઉપર કોધ કરે, તથાપિ તું તેણીઓના ઉપર સામે કેપ કરીશ નહીં કારણ કે રાહુ ચંદ્રમાને ગ્રસે છે તથાપિ તે ચંદ્રમા તપાયમાન થતું નથી. વળી હે પુત્રી ! સુખમાં હો કે દુઃખમાં હે પણ કદાપિ ધર્મથી અવળા મુખવાળી થઈશ નહીં કારણ કે જીવોને ધર્મજ પિતારૂપ, માતારૂપ, પુત્રરૂપ અને પ્રભુરૂપ છે. હું હવે વૃદ્ધ થયે છું અને હારા શરીરને વિષે અતિશય વેદના થાય છે, માટે હું તે નિશ્ચ મૃત્યુ સાધીશ અને તે અગ્નિપ્રવેશ વિના સધાશે નહીં.” એમ કહીને તે વૃદ્ધ તાપસે જમાઈ અને મુનિની આજ્ઞા લઈ પંચપરમેષ્ઠી સ્મરણ સહિત અગ્નિ મધ્ય પ્રવેશ કર્યો. તે વખતે ઋવિદત્તા પૃથ્વી ઉપર આળોટતી વિલાપ કરવા લાગી. “હે તાત! હું તમારી પુત્રી ઉપર નહિ કહી શકાય એવા સ્નેહ દર્શાવનારા પિતા! હવે હું મૂળ રહિત થઈ ગયેલી કંદલીની પેઠે તમારા વિના શેક કરવા ગ્ય સ્થિતિમાં આવી પડી છું. હે પિતા! મેં હારી માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ (૭૧) કષિદના પણ જોઈ નથી, માતા પણ હારે તે આપ જ હતા તે આપના મૃત્યુથી તે હારે આજે બને (એટલે માતા કે પિતા) ગયા જેવું થયું છે.” આ પ્રમાણે રૂદન કરતી પત્નીને રાજપુત્ર બોધવચન કહેવા લાગ્યું. “હે પ્રિયે ! હવે વધારે રૂદન ન કર; કારણ કે એ હારા પિતા તે પરલેકવાસી થયા, તે હવે દુઃખ કરવાથી શું વળવાનું છે? એ હારા પિતાએ રાજ્ય પણ કર્યું અને વ્રત પણ પાળ્યું, તો તેને ત્યારે શેક ન કરે; કારણ કે જે આ સૂર્ય પણ અસ્ત પામ્યું તે તેને શું શેક કરવા યેગ્ય છે?” પ્રિયાને આ રીતે શાંત કરી પિતાની સાથે લઈ કનકરથ પિતાની રાજ્યધાની ભણી અખંડ પ્રયાણે ચાલ્યું. ત્યાં પહોંચે એટલે પિતાએ મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરાવ્યું. વરવધુ માતાપિતાના ચરણે નમ્યા. ત્યાં કુમારના માતપિતા પણ આવી વિનયવંત વધુને જોઈને હર્ષ પામ્યા. પછી ત્યાં એક કૈલાસ જેવા પ્રાસાદને વિષે ત્રાષિદત્તા સંસારસુખ અનુભવતી રહેવા લાગી. - અહિં આવા બનાવ બની રહ્યા છે, તે વાતની કાવેરી નગરીના સ્વામી રાજા સુંદરપાણિને ખબર પડી. તેની પુત્રી રુકિમણીએ પણ જાણ્યું કે, કનકરથકુમાર માર્ગને વિષે રાષિદત્તાનું પાણિગ્રહણ કરી પાછો વળે છે. રુકિમણું પતે તેને ઈચ્છતી હતી તેથી હવે તે કોઈ સુલસા નામની ગિનીની ભક્તિ કરવા લાગી. ભેજન, વસ્ત્ર આદિના દાનથી તેણીને બહુ સંતોષી એટલે તે બેલી. “હે પુત્રી જે હારું કાર્ય હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન શ્રીરને ભાગ ૨ જે ( ૭૨ ) કહે.” તેણે ઉત્તર આપે “હે ગિની ! તમારી વિદ્યાના પ્રભાવથી એવું કરો કે જેથી વિદત્તા ઉપર કલંક બેસે અને કનકરથ અહિં આવે. ગિનીએ કહ્યું-“કનકરથ સ્વયમેવ અહિં આવશે એમ હું કરીશ.” આમ રુકિમણીએ મેલેલી તે ગિની રથમર્દન નગરે ગઈ. એવામાં ત્યાં કુમાર અને તેની પ્રિયાના અભાગ્યને લીધે જ હાયની તેમ સૂર્ય અસ્ત પામ્ય અને સર્વ સ્થળે અંધકાર પ્રસર્યો. ચંદ્રમા ઉદય પામે તે પણ પૂર્વાચળની ચૂલિકાને વિષે ગયે. એવે સમયે અવસ્થાપિની નિદ્રા મૂકીને પેલી ગિનીએ એક મનુષ્યનો ગુણરીતે વધ કર્યો. વધ કરીને તે કનરથ કુમારની ચિત્રશાળાને વિષે ગઈ ત્યાં ઋષિદત્તાને કુમારની સમીપે સુખમાં સૂતેલી જોઈને વિચારવા લાગી. અહે! ધન્ય છે આ હરિનયનાના રૂપ અને તેજને ! આ કુમાર પણ મહાપુન્યવાન કે તેને આવી પત્ની પ્રાપ્ત થઈ. પછી નષિદત્તાનું મુખ રક્તથી ખરડીને તથા તેણીને ઓશીકે માંસનો કકડે મૂકી, અવસ્થાપિની નિદ્રા અપહરી તે પિતાને સ્થાનકે ગઈ એટલે માણસ જાગ્યાં. તેમણે એક જણને ઘાત થયેલ જોઈ કેળાહળ કરી મૂક્યું. એ ઉપરથી કુમાર જાગી ઊઠ્યો. તેણે પોતાની પ્રિયાનું મુખ લોહીથી ખરડાયેલું જોયું તથા તેને ઓશીકે માંસ જોયું તેથી તે ચકિત થયે. તે ભય સહિત વિચાર કરવા લાગે. એવામાં રાજા પાસે આવીને લેકોએ વિજ્ઞાપના કરી કે, કોઈ પુરુષ અથવા સ્ત્રીએ અમારા એક જનને ઘાત કર્યો છે, તો આપ પ્રજાપાળ રાજા ન્યાયી છે, તેથી તેની શોધ કરી તેને નિગ્રહ કરે.” રાજા બે, “નગર મધ્યે કઈ રાક્ષસ કે રાક્ષસી હશે માટે તેને તપાસ કરીને તેને હાંકી કાઢે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ત્રાષિદના એવામાં કુમારે વિચાર્યું: “ ત્યારે શું હારી પ્રિયા રાક્ષસી હશે? કારણ કે કોઈનું મૃત્યુ થયું સંભળાય છે. ત્યારે અહીં હારી પ્રિયા પ્રાણવલ્લભ! આવી રાક્ષસી ઠરી? મેં તે આજ પર્યત સાંભળ્યું છે કે રૂપ-સૌંદર્ય છે એ નિર્દોષતાસૂચક છે, તે હે વિધાતા! આજ એ વિપરીત કેમ થયું? બહુ બહુ સંકલ્પ કરી પ્રાતે તેણીને જગાડી. તે જાગી એટલે તેને કહેવા લાગે. હે પ્રિયા ! “હું તને કંઈ પૂછવા માગું છું તે તું છુપાવીશ નહીં. તું ભૂપની પુત્રી છે કે કઈ રાક્ષસી છે?” પેલી તે ભયભ્રાંત થઈને બેલી. “પ્રિય, તમે એમ કેમ કહે છે ?” ત્યારે તેણે કહ્યું-“હારું મુખ લેહીથી ખરડાયેલું છે અને ત્યારે એશકે માંસ છે. તે ઉપરથી મને લાગે છે કે તેં કોઈને ઘાત કર્યો છે.” પતિનું આવું કહેવું સાંભળીને તેણે કહેલે ઠેકાણે માંસખંડ જેઈ ઋષિદત્તા બોલી“હે દેવ ! હું તે પૂર્વ ભવને વિષે માંસની લભી હૈઉં તો કેણ જાણે? પણ હે આર્યપુત્ર! આ ભવમાં તે મહારે માંસને નિષેધ છે. આ કેમ થયું? તે હું જાણતી નથી. આપના ચરણ સ્વારા સામા ધ્રુજી રહ્યા છે, પણ એ તે હારા કર્મના ભેગે આજ કઈ વૈરીએ કરેલું છે. જે આપની હારા ઉપર પ્રીતિ હોય તે તમને રૂચે તેમ મને નિગ્રહ કરે, કારણ કે સડેલા અંગની પેઠે ઈષ્ટ વસ્તુને પણ જે તે દુષ્ટ હોય તે ત્યજી દેવી.” તેણીનાં આવાં વચન સાંભળીને કુમારે તે વિવેકી પત્નીને કહ્યું-“હે પ્રિયે! તું નિર્દોષ છે; ચિત્તને વિષે ખેદ ન કર.” આમ કુમારે માંસ વિગેરે જોયું છતાં નેહને લીધે તે દોષ જાશે નહીં. પછી વિદત્તાએ પિતાનું મુખ ધોઈ નાંખ્યું, પણ પેલી ચેગિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ આદ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૭૪ ) તો નિરંતર આય ત્રાષિદત્તાને એ પ્રમાણે કલંક્તિ કરવાને એકેક મનુષ્યનો વધ કરીને તેનું મુખ પૂર્વની પેઠે ખરડવા લાગી. નિરંતર એક મનુષ્યને ઘાત થતે સાંભળી રાજા પિતાના મંત્રીશ્વરેને કહેવા લાગ્યું. “અહા ! હારા નગરને વિષે આવી આકૂળ સ્થિતિ થઈ ગઈ છે, તે શું તમે નથી જાણતા ?” પેલા મંત્રીઓ બેલ્યા. “કઈ માનવ તે એવું લાગતો નથી; કેઈ સ્ત્રી એવી દુષ્ટ હશે તો રાજન! નગરમાંથી સર્વ ભેગી આદિ પાખંડીઓને બહાર કાઢી મૂકે.” તે ઉપરથી રાજાએ જૈન મુનિ સિવાય સઘળા પાખંડીઓને નગરમાંથી બહાર કાઢ્યા. એવામાં પિલી સુલસા ગિનીએ ગુપ્ત રીતે રાજાને આવીને કહ્યું. આજે કઈ દેવતાએ મને સ્વમને વિષે કહ્યું કે-“આ પાખંડીઓ તે નિર્દોષ છે, પણ રાજાની વધૂ ષિદત્તા વનમાં ઉછરેલી છે એ જ રાક્ષસી છે. એણીનું જ આ ચેષ્ટિત છે. જે રાજા ન માનતા હોય તે ગુપ્ત રીતે રાત્રિએ તપાસ કરવી. એ સાંભળી રાજાએ કહ્યું. “હું તપાસ કરીશ.” પછી તે એગિની ત્યાંથી ગઈ હવે રાજા પાસે બેઠેલ કુમાર ચિંતવવા લાગ્યો. “જે હારી પ્રિયાનો દેષ પ્રકટ થશે, તે હારે શું કરવું?” રાજાએ કહ્યું “હે પુત્ર ! તું અહિં બેસ; હારી પત્નીનું ચેષ્ટિત જેવું છે.” પુત્રે વિચાર્યું. “એક બાજુએ પિતાનો આદેશ હારે ઉલ્લંઘ ન જોઈએ અને બીજી તરફ સ્ત્રીને દુઃખ થશે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવું મન થયું છે.” એવામાં રાજાએ તે વિદત્તાના ઘરની આસપાસ પિતાના સેવકને ગુપ્ત રીતે બેસાર્યા. એવામાં તુલસા ગિની ત્યાં આવી ત્રાવિદત્તાનું મુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) રષિદના રક્તથી ખરડી અને માંસને ખંડ તેણીને ઓશીકે મૂકી ત્યાંથી જતી રહી. પેલા સેવકએ રાજવધુનું મુખ લાલ થયેલું જાણ્યું. એટલે આવીને રાજાને નિવેદન કર્યું. તે ઉપરથી રાજાએ કુમારને ઠપકો આપીને કહ્યું. “અરે ! તે જાણતાં પણ આવી દુરાચારી રાક્ષસીને કેમ અંગીકાર કરી ? જા, હારી પાસેથી જતો રહે. હે રાક્ષસીના પતિ ! તે હાર ચંદ્ર સમાન ઉજવળ કુળને કલંકિત કર્યું. ” પણ કુમારે અંજલિ જોડીને કહ્યું “આ સર્વ મિથ્યા છે, આપની વધુ નિર્દોષ છે; માટે આપ હારા ઉપર ક્રોધ ન લાવે; પરંતુ ક્ષમા કરે.” ત્યારે તે રાજા કેપ કરીને બે, “જે આ પ્રત્યક્ષ જોયું તે શું સત્ય નથી? તે તું પિતે ત્યાં જઈને તપાસ કર.” કુમાર ત્યાં ગયે તે પિતાની સ્ત્રીને તેવી જ જોઈને પૂછ્યું “પ્રિયા, આ લ્હારૂં દુશેષ્ટિત શું ?” તે બોલી. “હું કાંઈ જાણતી નથી.” પણ રાજાએ તે બહુ ક્રોધમાં આવી તેને કોટવાળ પાસે ઘાત કરાવા મેકલી. તેને કહ્યું કે “એ રાક્ષસી છે માટે તમારે સાવધ રહેવું.” પછી એ મારાઓ તેણીને નગર મધ્યે ફેરવીને સ્મશાનભૂમિમાં લઈ ગયા. નગરના લેકે તો એવું જોઈને રૂદન કરવા લાગ્યા, પણ પેલા એને તો દર વનને વિષે લઈ ગયા. એવામાં સૂર્ય અસ્ત પામે. કર આશયવાળા રાજપુરુષે તે વખતે તેણીને પ્રહાર કરવા લાગ્યા. તે પ્રહારથી તેણીને મૂછ આવી, તેથી ભૂમિ ઉપર પડી જઈને ચેષ્ટારહિત કાષ્ટ જેવી જણવા લાગી. એ ઉપરથી તેણીને મૃત્યુ પામેલી જાણ રાજસેવકો પિતાને સ્થાનકે ગયા. અહિં પાછળ તે વનના પવનથી સ્વસ્થ થઈ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સીરત્ન ભાગ ૨ જે ( ૭૬ ) કર્મને નિંદતી ઊભી થઈ. ભમતી ભમતી બોલી. “હે તાત! તે સમયે તમે મૃત્યુ પામ્યા ત્યારે મને શા માટે મૂકી ગયા ? વળી તે વિચારવા લાગીઃ “હે જીવ! તે શા પાપ કર્યા હશે કે જેથી નિર્દોષ છતાં પણ હારે આવું કલંક આવ્યું? અરે ! વિધિ જે તે મને આ વૃથા આવું કલંક આપ્યું તે તે મ્હારા પતિનું મહારા વિના શું થતું હશે? અથવા હે. સ્વામિનાથ ! અહિં આવે. હે જીવ! લ્હારો કર્યા કર્મ તું ભગવ.” આ પ્રમાણે ચિરકાળ વિલાપ કરી સ્વસ્થ થઈને તે આગળ ચાલી. ચાલતાં ચાલતાં તે પિતાના આશ્રમમાં આવી પહોંચી. ત્યાં જે સ્થાને તેણીના પિતા, અગ્નિપ્રવેશ કરીને ભસ્મીભૂત થયો હતો તે સ્થાને બેસીને તે ગાઢ સ્વરે વિલાપ કરવા લાગી. હે પિતા! તમારી પુત્રી અત્યંત દુઃખમાં પડી છે; તમે ક્યાં છે? અહિં આવે, ને વત્સને વત્સલ એવાં દર્શન ઘો. કરુણું કરી આવીને દૂષિત, અશરણ, દીન વદનવાળી અને એકાકી એવી જે હું તેણીને આશ્વાસન આપે. હે તાત ! આ શૂન્ય વનને વિષે આપના વિના હું દુઃખણી કોની પાસે પોકાર કરું? ક્યાં જઉં? શું કરું? હે તાત! આપ વિદ્યમાન હતા ત્યારે આ વન મને એક નગર જેવું રમ્ય ભાસતું હતું, પણ આપના મૃત્યુ પછી હવે તે એ મને ભયંકર અગ્નિસમાન જણાય છે. હે પિતા! જે આપને હું આ સમયે હયાત દેખું તે આ મહારું સર્વ દુઃખ પણ મને ઉત્સવરૂપ થાય. પણ હવે હું ગાંડા માણસની પેઠે કેટલુંક બોલુ? પૂર્વ જેવું વાવ્યું હોય તેવું જ લણવાનું મળે છે. ” એમ કહી શોક ઓછો કરી પોતાના પિતાની ઝૂંપડીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ઋષિદરા જઈ રહી. કંદમૂળ ફળ આદિને આહાર કરી વનમાં એકલી રહેવા લાગી. એકદા સમુખી એવી તે દુઃખને લીધે લમણે હાથ દઈને ચિત્રને વિષે આળેખલી કાષ્ઠની પૂતળીજ હોયની ! તેમ બેઠી હતી. તે વખતે ચિંતવવા લાગી. “પ્રાયે સ્ત્રીઓ વનને વિષે રહેલાં પાકાં મધુર બેર સમાન છે, તે હું પણ સ્ત્રી જાતિ છું એટલે મહારું શીલ અહિં કેવી રીતે પાળી શકીશ? પણ અહે! મને યાદ આવ્યું. મને પૂર્વે પિતાએ એક ઔષધી બતાવી છે કે જેના પ્રભાવથી સ્ત્રી હોય તે પુરુષ થઈ શકે છે.” એમ વિચારી તે ઓષધી લાવીને તેના પ્રભાવથી તે પુરુષપણું પામી. હવે તે જિનપ્રતિમાની પૂજા કરતી મુનિ (તાપસ) ના વેષમાં સુખે રહેવા લાગી. અહીં પાછળ તેનો સ્વામી કનકરથ અત્યંત રુદન કરવા લાગે ને વિરહાગ્નિથી તેનું શરીર દુર્બળ થઈ ગયું, પણ પેલી સુલસા ગિની તે પિતાનું કાર્ય પાર પડેલું જોઈ સંતેવા માનતી કાવેરી નગરીમાં ગઈ ને સર્વ વાતથી રુકિમણીને વાકેફ કરી એટલે તેણીએ પિતાના પિતાને કહ્યું. “કનકરથ સાથે હારે વિવાહ કરે.” તે સાંભળી રાજાએ પોતાના દૂતને રથમર્દન નગરના રાજા હેમરથ પાસે મોકલ્યો. તેણે જઈને કહ્યું-“કાવેરી નગરીનો સ્વામી સુંદરપાણિ આપને કહેવરાવે છે કે-હારી પુત્રી રુકિમણી આપના પુત્રને પરણવાને ઈરછે છે, તે આપે તેને અહિં પરણવા મોકલ.” એ દૂતની વાણી સાંભળીને હેમરથ રાજાએ પિતાના દુઃખિત પુત્રને એકાંતમાં કહ્યું “હે પુત્ર! તું શા માટે આમ નિરંતર ચિત્તને વિષે સંતાપ કર્યા કરે છે? શું તે હારી પ્રિયાને લીધે તું એમ વિષાદમાં રહે છે ? પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ આદ ન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૭૮ ) ક્ય કામને પશ્ચાતાપ શે? માટે ચાલ ઊઠી ને કાવેરી નગરીના રાજા સુંદરપાણિની રુકિમણી પુત્રીને પરણવા જ. ” ઈરછા વિના જ પુત્રે પિતાનું વચન માન્ય કર્યું. પછી તે શુભ દિવસે રુકિમણીને પરણવા ચાલે. રસ્તે ચાલતાં રષિદત્તા રહેતી હતી તે વન આવ્યું. પૂર્વે જેયેલું વન ફરી જોઈને સગુણ કુમારના નેત્રમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેણે વિચાર્યું –અહો ! આ તે જ વન કે જ્યાં મેં પૂર્વે કષિદત્તાનું પાણિગ્રહણ કર્યું હતું. પૂર્વે તે મને સુખરૂપ થતું હતું. પણ હવે તે દુઃખરૂપ થાય છે. એમ વિચારી તે જિનમંદિરને વિષે પ્રભુનાં દર્શન કરવા ગયે. તેવામાં અકસ્માત તેનું દક્ષિણ નેત્ર ફરકયું. એટલે તેણે ધાર્યું “પ્રિયાના સંગમનું સૂચક એવું મહારું દક્ષિણ નેત્ર ફરકયું પણ તેને તો દૈવે હરી લીધી છે, તે અહિં ક્યાંથી હોય? માટે ફરકવું વૃથા છે. ધર્મ વિના પ્રિયનો સંગમ થતો નથી. અને પાપના સિંચન વિના પ્રિયનો વિયોગ પણ થતું નથી. આજ દેહરૂ પૂર્વે હારી પ્રિયાનો સંયોગ કરાવનારૂં થયું હતું; તે આજ પણ એ મહારી પ્રાણવલ્લભાને સમાગમ કેમ ન કરાવે? તે આમ વિચાર કરતો હતો, તેવામાં તે મુનિવર્ય (તાપસના વેષમાં રહેલી) ત્રાષિદત્તા ત્યાં પુષ્પના કરડીઆ સહિત પ્રભુને નમસ્કાર કરવા આવી. કુમારે પણ તેના હસ્તમાંથી એક પુષ્પમાળા લીધી, ને પિતાની પ્રિયાને ભ્રમ થવાથી વિશાળ થયેલા નેત્રેવડે તે તેણીને વારંવાર જેવા લાગ્યો. નષિદત્તા પણ વિચારવા લાગી. કદાચિત આ મ્હારા પ્રાણપ્રિય પ્રાણનાથ રુકિમણને વરવા જતા હશે. કુમારે તો તેને વંદન કરી આદર સહિત લઈ જઈ પિતાને આસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ઋષિદત્તા બેસાર્યા જમાડ્યા ને વસ્ત્ર પહેરાવ્યાં. પછી વળી તેને કહેવા લાગ્યો. હારા નયનરૂપી કમળને સૂર્ય સમાન પ્રીતિ ઉપજાવનારા હે મુનિ ! આપ આ વનમાં ક્યારે અને કયાંથી આવ્યા ? મુનિએ કહ્યું-“અહિં એક હરિષેણ નામના મુનિ હતા. તેને પાલિત નામે પુત્ર તથા રાષિદત્તા નામે પુત્રી હતી. તે વિનયવતી અષિદત્તાને કઈ કુમાર પરણી ગયો છે. હરિર્ષણ મુનિ પણ પૂર્વે અગ્નિપ્રવેશ કરીને સ્વર્ગે ગયા છે, હું પણ પૃથિવી ઉપર ફરતે ફરતો શ્રી રાષભદેવ પ્રભુની સેવા અર્થે અહિં આવ્યો છું. મને અહિં આવ્યાને પાંચ વર્ષ થયાં છે, એવામાં વળી આપ જેવા ભાગ્યશાળીનાં દર્શનથી હારે જન્મ સફળ થયે. પછી ભૂપપુત્ર પણ આનંદ સહિત કહેવા લાગ્યો. હે મુનિ ! આપને જોતાં હારી દષ્ટિ તૃપ્તિ નથી પામતી તે શું ? મુનિએ કહ્યું. કઈ પણ એક બીજાને વત્સલ હેય તે અથવા તે પૂર્વ ભવને સંબંધ હોય તે પ્રમેદ થાય છે. જુઓ કે કુમુદ(પિયણું)નાં પુષ્પો ચંદ્રોદયે અને કમળ પુષ્પ સૂર્યોદયે વિકસ્વર થાય છે. તે પ્રમાણે જ મનુષ્યોને પણ સ્નેહીને દેખીને થાય છે. પછી તે મુનિને આગ્રહ કરીને રાજપુત્ર કહેવા લાગ્યો. હારે આગળ પ્રયાણ કરવું છે, પણ તમારા વિના હું જઈશ નહીં. તમારી સાથે હારું મન બેડીથી જ હાયની તેમ બંધાયું છે, માટે તમારા વિના મને જવું ગમતું નથી. તેથી હારી સાથે ચાલે. આપણે પાછા આવીશું ત્યારે આપ પાછા અહિં રહેજે.” પણ મુનિએ કહ્યું-“હે કુમાર ! એમ થાય નહિ. સંયમી સાધુઓનાં વ્રત રાજાની સંગતિમાં દેષ પામે છે; માટે સાધુઓએ તે એકાંતમાં જ રહીને પરમ મંત્રનું ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ આદશ જેન જીરત્ન ભાગ ૨ જે ( ૮૦ ) ધરવાનું છે.” ત્યારે વળી રાજપુત્રે કહ્યું-“ ત્યારે શું તમારા જેવા પુરુષે અમારી પ્રાર્થનાનો ભંગ કરે છે?” તે વખતે પ્રધાને પણ કહેવા લાગ્યા. “અરે મુનિ ! જેમ તેમ કરી આ કુમારનું વચન માન્ય કરે તે ઠીક.” ત્યારે મુનિએ કહ્યું-“ભલે તેમ થાઓ.” પછી સંધ્યા સમયે ધર્મકૃત્ય કર્યા પછી સી એકઠા રહ્યા. - હવે પ્રભાતસમયે કુમારે પ્રયાણ શરૂ કર્યું અને અનુક્રમે કાવેરીપુરી પહોંચ્યા એટલે સુંદરપાણિ મહીપતિ સામા આવ્યા. નગરને શણગારાવીને રાજાએ જમાઈનો પ્રવેશ કરા; ને વિવાહને અર્થે સજજ કરેલા મકાનને વિષે ઉતારો આપે. પછી તિષવેત્તાઓએ આદેશ કરેલા શુભ દિવસે તે કન્યાનું પાણિગ્રહણ કર્યું. ત્યારપછી કુમારને રાજાએ કેટલાક દિવસ પર્યત ત્યાં રાખે. એકદા રૂકિમણી પિતાના સ્વામીને પૂછવા લાગી. હે પ્રિય ! આપે જે પહેલાં ઋષિદત્તાનું પાણિગ્રહણ કર્યું હતું તે કેવી હતી? મેં સાંભળ્યું છે કે, તેણુએ તે તમારું ચિત્ત હરી લીધું હતું ?” રાજપુત્રે આંખમાં આંસુ લાવીને ઉત્તર આપે કે “તેણીના સમાન સ્ત્રી તે ક્યાંય પણ દેખાતી નથી; સૌંદર્ય લક્ષ્મીમાં તે કામદેવની સ્ત્રી રંભા જેવી હતી; વળી મેનકા આદિ અપ્સરાઓ અને નાગકન્યાઓ સુદ્ધાં તેણીના ચરણની ધૂળ જેવી છે. દેવે મને તેને વિરહ કરાવ્યો તેથી જ તું મ્હારી સ્ત્રી થવા પામી છે; કારણ કે ક્ષીરજનની ગેરહાજરીમાં ઘેંસનું ભેજન પણ પ્રીતિર થાય છે. તે ઉપરથી રુકિમણીએ પિતે જે ચેષ્ટિત વિદત્તાને કર્યા કરાવ્યાં હતાં, તે કુમારને કહી સંભળાવ્યાં. એ સાંભળીને વિદત્તા મુનિને તો અત્યંત હર્ષ થયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ (૮૧ ) ઋષિદત્તા . કારણ કે પાતાનું કલંક તેથી દૂર થયું, પણ કુમાર કનકરથને તે બહુ જ ક્રોધ ચઢ્યો. તે તુચ્છ સ્ત્રીને પકે આપવા લાગ્યા. “ અરે પાપિણી અને ક્રૂર સ્ત્રી ! તેં આવું કરીને પેાતાને માટે નરકગતિ વ્હારી લીધી છે અને મને પણ મહાદુ:ખને વિષે ધકેલી મૂકયા છે. અહા! મ્હારી ગુણવતી, રૂપમતી મહાસતી સ્ત્રીને તે વાત કરવા જેવી રહેવા દીધી. ધિક્કાર છે તને આવું અશુભ કાર્ય કરનારીને ! ફક્ત પેાતાનું જ હિત નિપજાવી લેવાને અર્થે તે આ બન્ને લેાકની વિરુદ્ધ કા કર્યું છે, તે એવી પાપકારિણી તું મ્હારી વૈરિણી થઈ છે. ” આમ ઠપકો દેતાં અનુક્રમે પ્રભાત થયા. તે વખતે પૂર્વની કાંતાના વિરહથી દુઃખી થયેલા કનકરથે પોતાના સેવક પાસે ચિતા તૈયાર કરાવી અને સ્વજનોએ વાર્યા છતાં તે અશ્રુપૂણ નેત્રા સહિત તેમાં ઝંપલાવવા ચાલ્યો, કાવેરી નગરીના રાજા સુંદરપાણિએ પણ ઉતાવળથી આવીને તેને નિવાયૅમાં કે–“ હું કુમાર ! એમ ધૈર્યને ત્યજી ન દ્યો, ને એ તમારી પ્રથમની સ્ત્રીને વિસરી જાએ. તમારા સમાન પુરુષોને આવુ' અબળાનું કૃત્ય કરવું ચેગ્ય નથી. ” શ્વસુરે આમ સમજાવ્યા છતાં પણ તેણે પેાતાના કદાગ્રહ મૂક્યા નહીં. ત્યારે તેના પરિજનાએ ઋષિવ્રુત્ત મુનિને કહ્યું “ તમે એને અગ્નિમાં પડવાથી નિવારા.” આમ સેવકોએ તેને પ્રાર્થના કરી ત્યારે તેણે જઇને મંદ મંદ હાસ્ય કરીને કનકરથને કહ્યું. “ હે કુમાર ! તમારા જેવા રાજાઓ પણ મનહર સ્ત્રીને અર્થે જ મરવા તૈયાર થયા છે, તે અજ્ઞાનતાનુ કારણ છે. હું પૃથ્વીપતિઓમાં } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ આદ સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૮૨ ) શિરોમણિ ! તમે મને હારા વનમાં પાછા મૂકી જવાનું વચન આપ્યું હતું તે શું તમે ભૂલી ગયા કે “તે સ્ત્રીને હવે પછી સમાગમ થશે.” એમ ધારીને તમે વૃથા મૃત્યુ આદર નહીં, કારણ કે પરલોક પહોંચેલા જીવની ગતિ ભિન્ન ભિન્ન થાય છે. તમે મૃત્યુ પામશે તે તમારી વલ્લભાના સમાગમની આશા પણ ન રાખતા. કદાચિત જીવતા હો તે જ તેણીને ક્યાંયથી આવી મળવાને સંભવ છે. આ૫ આમ વિલાપ કરે છે તે તે મૃત્યુ પામી હશે છતાં પણ તમને પ્રાપ્ત થશે, પણ પરલેકમાં ગયા પછી તે મનુષ્ય ભિન્ન ભિન્ન ગતિ પ્રાપ્ત કરે છે એટલે સમાગમ થવો અશક્ય છે.” આમ મુનિને બંધ શ્રવણ કરીને કુમાર બેલ્યો. હે મુને ! તમે મને કેમ નિવારો છે? જેમ નેમિનાથ અને રાજિમતિ મૃત્યુ પામ્યા પછી મેક્ષમાં મળ્યાં છે તેમ જ પણ મળે છે.” ત્યારે મુનિએ કહ્યું “હે મહામતિ ! વિષાદ ન કર. તમારા આવા સત્વથી તે તે મૃત્યુ પામેલી છતાં સજીવન થશે.” ત્યારે કુમાર પ્રાર્થના સહિત કહેવા લાગે, જે એમજ હોય અને તમે તેણીને ક્યાંય પણ દીઠી યા સાંભળી હોય તો તેણીને સત્વર પ્રકટ કરે.” મુનિએ કહ્યું “હું હારા જ્ઞાનના પ્રભાવથી જાણું છું કે તે દક્ષિણ દિશાના પતિ યમ પાસે છે. જે આદેશ આપે તે હું ત્યાં જઈને તેણીને ઝટ તેડી લાવું. હારો તમારા ઉપર માટે ઉપકાર થશે.” કુમાર . “તમે તેને ત્યાં જ જોઈ હોય તે વગર વિલંબે જઈ તેણીને અહિં લઈ આવે.” પણ મુનિએ કહ્યું “ત્યાં હું અનિપ્રવેશ કરીને જઈશ” ત્યારે કુમાર કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) વિદત્તા લાગ્યું. “મેં એ તે પ્રથમથી જ કહ્યું છે. ત્યારે તો હું પણ તમારી સાથે આવીશ. જેવી તમારી ગતિ તેવી જ હારી” મુનિએ કહ્યું-“હું જે કહું તે તમારે કરવું જ પડશે.” ભૂપપુત્રે પણ તે વાતની હા કહી, અને તે બેલે, “ત્યારે હવે મુનિ તમે કેમ વિલંબ કરે છે? તે હારી પ્રિયા વિના તે હવે મહારા પ્રાણ પરલોક પ્રયાણ કરવા તત્પર થઈ રહ્યા છે.” મુનિએ કહ્યું- હે કુમાર ! સાવધાન થઈને ઊભા રહે, હું જઉં છું અને તમારી પ્રિયાને જય જય શબ્દ સહિત પ્રકટ કરું છું.” એમ કહીને તેણે વસ્ત્રના પડદામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કહેવા લાગે. “ જે મુનિનું આ કૃત્ય ગ્ય હોય તો આ પૃથ્વીતળને વિષે હું ધન્ય તેમ ન્યવાન છું. હે મહીપતિ ! સતી સ્ત્રી અને પુરુષોને પ્રભાવ અહિં તરી આવશે. એમ પિતાના સનાથ હદયને વિષે તું ચિંતવન કરજે. ભૂપપુત્ર એવા તમે તમારી પ્રિયાને મળવાને ઉત્સુક છે. એવામાં સારા ભાગ્યે આજે મેં હારી દષ્ટિએ સંજીવિની ઓષધી જોઈ છે.” પછી તે વખતે મત્સ્યની ચક્ષુઓના જેવી સ્થિર ચક્ષુઓ વડે લક્ષગમે નગરજને પિતપોતાના ગેખમાંથી જોઈ રહ્યા. યક્ષ, કિન્નર, ગંધર્વ અને સ્વર્ગ વાસી દેવે પણ આકાશમાંથી હસ્તને વિષે પુષ્પમાળાઓ ધારણ કરી કૌતુક સહિત જેવા લાગ્યા. એટલામાં મુનિ, ઔષધિને ગે ટળીને મુનિ પુત્રી થયા અને સમુદ્રમાંથી જેમ લક્ષ્મી નિકળી હતી તેવી રીતે મુનિ પુત્રી કષિદત્તા પ્રગટ થઈ. તેના ઉપર આકાશમાં રહેલ દેવાંગનાઓએ પુષ્પવૃષ્ટિ કરી એટલે રૂપસૌંદર્યમાં સુરાંગનાને પણ હરાવનારી એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૮૪ ) તે સ્ત્રીને જોઈને હર્ષ પામેલા લેકે કહેવા લાગ્યા. સુવર્ણ પહજી ઉત્તરે તેવી પિતા પાસે રૂકિમણી પ્રકાર છે. આ પુમાં ક્રરણશરણ થવાને આગ્રહ લઈ Bક હસે વૈ શ્ય હતું, કારણ કે આવી મનહર આકૃતિ મો કોણ મૃધું અંગીકાર કરે? પછી કુમાર કનકરથ પણ પાણી પ્રિયાને બહુ કાળે આવેલી જોઈને રૂપ અને લાવણ્યરૂપી સ્કૃિતથી ભરપૂર અંગવાળી એવી તેણીનું નેત્રરૂપી પુટથી પાન કરવા લાગ્યું. રાષિદત્તા પણ નારંગીના પત્રને પિતાના મુખ પાસે રાખીને તેને (પિતાના સ્વામીને) પ્રેમ સહિત નિહાળવા લાગી. તે જ રાજા પણ પિતાના જમાઇને જીવાડનારી કન્યાને જેઈને પ્રમોદ પામ્યું અને તેણીને બહુ કાળે પ્રાપ્ત થયેલી સ્ત્રી સહિત હસ્તી ઉપર બેસારીને મહોત્સવ પૂર્વક પિતાને મહેલે લાવ્યું. ત્યાં તેણે ગૌરવથી ત્રાષિદત્તાને પણ વસ્ત્રાલંકારથી સત્કાર કર્યો. પછી તેને સુલસા ગિનીના કૃત્યની ખબર પડી એટલે તેણીના ઉપર બહુ ક્રોધાયમાન થયું. તે પાપિણીને તેણે નગરને વિષે ડિડિમનાદ સહિત ગર્દભ ઉપર બેસારીને ફેરવી. માર્ગે લકે તેણીની નિંદા કરવા લાગ્યા અને લાકડી તેમજ મૂઠીવડે પ્રહાર કરવા લાગ્યા. પછી તેણેના નાક કાન કાપી લઈને રાજાએ નગર બહાર કાઢી મુકાવી; કારણ કે પુરુષોએ સ્ત્રી, ગાય, દ્વિજ અને લિંગીઓને ઘાત કરે એગ્ય નથી. પછી તેણે પોતાની પુત્રીને પણ એકાંતમાં બેલાવીને બહુ કર્કશ વચને કહી ઠપકે આયે. અહિં કનકરથ કુમાર ઋષિદત્તા સાથે સંસારસુખમાં મહાલતો કેટલાક સમય રહ્યો. એકદા પિતાના ઉત્સગને વિષે બેઠેલી પિતાની પ્રિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫ ) ઋવિદત્તા ઋષિદત્તાને કનકરથ રાજકુમાર કહેવા લાગે. “હે પ્રિયે ! તું મળી એટલે સર્વ રૂડાં વાનાં થયાં પણ હારે મિત્ર રાષિપુત્ર વિધાતા પાસે ગયે, તે અદ્યાપિ આવ્યો નહી તેથી મને દુઃખ થાય છે. પરોપકારને વિષે તત્પર એવા હારા મિત્રની ગેરહાજરીમાં આ હારી સર્વ સંપત્તિ મને અગ્નિ સમાન લાગે છે.” તે સાંભળીને ઋષિદત્તાએ હસીને કહ્યું. “હે પ્રાણનાથ ! તમે વિષાદ ધરશે નહી. એ સર્વ હારી પાસે રહેલી ઓષધીને પ્રભાવ છે, પણ હું તમને હવે કહું છું કે તમારી પાસે મેં પહેલાં એક વર (વરદાન) માંગ્યું હતું તે આજ પૂર્ણ કરે; અને પ્રસન્ન થઈને આ રૂકિમણીને પણ હારી સમાન રાખે.” કુમાર તે આવી વિધવાળી વાણી સાંભળીને વિચારવા લાગ્યું. “અહે! દુષ્ટ એવી રુકિમણીને વિષે પણ આની મને વૃત્તિકૃપાયુક્ત છે. ઘણું કરીને સ્ત્રીઓ સ્વભાવે વક હોય છે; પણ આ તે કલ્પવલ્લીની સમાન સર્વનું હિત ઈચ્છવાવાળી છે.” એમ ધારીને તે હર્ષ સહિત બેલ્યો. હે પ્રાણવલ્લભે! હે વિવેકવાળી સ્ત્રી! હારું વચન પ્રમાણુ થાઓ, પરંતુ ત્યારા વિષે ને રૂકિમણી વિષે તે મોટું અંતર છે, કારણ કે ત્યારે તે જેવું ચિત્તમાં છે તેવું જ તું બોલે છે અને તેવું જ કરે છે.” આમ કહી પછી તેણે રૂકિમણીને પણ માન્ય રાખી. પછી પિતાના સસરા સુંદરપાણિની આજ્ઞા લઈ બને પ્રિયા સહિત કનકરથ પિતાને નગર જવા નિકળે. માર્ગે સ્થાને સ્થાને જિન-મંદિરમાં અરિહંત ભગવાનને નમસ્કાર કરતો એ તે પછી અનુક્રમે ઈચ્છિત સ્થાને આવી પહોંચે. ત્યાં તેને પિતા તેમની સન્મુખ આવ્યું. પુત્રે ભક્તિ સહિત પિતાને પ્રણામ કર્યા. પિતાએ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ આદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૮૬ ) તેને ઊભું કરી શરીર ઉપર હાથ મૂકી મસ્તકને ચુંબન કર્યું. પછી અંતઃપુરની સ્ત્રીઓએ જેને વિષે ચંદનમાળા બાંધી દીધી છે, એવી નગરીને વિષે રાજાએ પોતાના પુત્ર તથા વધુઓને હર્ષ સહિત પ્રવેશ કરાવ્યું. વળી પુત્ર પાસેથી “ઋષિદત્તા સતી નિર્દોષ છે.” એવું જાણીને તે તેને વિશેષ હર્ષ થયે. તે ઊભે થઈને તેણીની ક્ષમા માગવા લાગ્યું. પછી વૈરાગ્ય પ્રાપ્ત થવાથી આ હેમરથ રાજાએ પુત્ર કનકરથને રાજ્યભાર સોંપી ભદ્રંકર મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે નાના પ્રકારની તપશ્ચર્યાથી કર્મસમૂહને ક્ષીણ કરી તેણે મુક્તિ મેળવી. • - હવે કનકરથ ભૂપાળ ન્યાય માર્ગે રાજ્ય કરે છે, એવામાં અનુક્રમે અષિદત્તાએ સિંહ સ્વને સૂચિત એવા પુત્રને જન્મ આપે. જન્મોત્સવ કરીને રાજાએ તેનું સિંહરથ એવું નામ. પાડયું. એકદા ભૂપતિ ત્રાષિદત્તા સાથે ગેખને વિષે ઊભું હતું, તેવામાં તેની દૃષ્ટિએ આકાશમાંનું એક વાદળું પડયું. પણ તે જોતજોતામાં પ્રચંડ વાયુ નીકળે તેને લીધે ક્ષણમાં વિખેરાઈ ગયું. આમ ક્ષણમાં મળેલાં અને તક્ષણે વળી ગળી ગયેલા તે વાદળને જોઈને રાજા કનકરથને વૈરાગ્ય ઉપજે કે આવું ઘટ એવું પણ વાદળું જોતજોતામાં નાશ પામી ગયું તે આયુષ્ય પણ તેવું જ છે. અને આ વૈભવ આદિ પણ તેના જેવા જ ચલિત છે; એમ જાણી તે સંસારને અનિત્ય ભાવવા લાગે. આમ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે તે રાત્રિ કષિદત્તાની સાથે ધર્મવાર્તામાં નિર્ગમન કરી. પ્રભાતે તે નિત્ય કર્મ કરીને નિયમ પ્રમાણે સભામંડપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) ત્રષદના ગયે. તેટલામાં તો આરામિકે આવીને વધામણી આપી કે“હે નાથ ! શ્રી ભદ્રસૂરિ કુસુમાકર ઉદ્યાનને વિષે પરિવાર સહિત સમવસર્યા છે. અહા ! એવા પુરુષોને ધન્ય છે કે જેઓના મન, વચન અને કાયામાં લેશ પણ વિસંવાદ નથી. તેઓ જેવું મનમાં છે તેવું બોલે છે અને તેવું જ કરે છે. વળી જળથી સિંચાત એ પણ કઠીન પાષાણ જેમ પિતાને સ્વભાવ મૂકતો નથી, તેવી રીતે શાંતિ વચનથી સેવાને એવો દુષ્ટ જન પણ પિતાને સ્વભાવ ત્યજતે નથી.” આ પ્રમાણે આરામિકે આવીને વધામણી આપી એટલે તેને દાન આપી રાજા પરિવાર સહિત ગુરુને નમસ્કાર કરવા ગયે. ત્યાં જઈ પ્રણામ કરીને રાજા ધર્મ શ્રવણ કરવા બેઠે. ગુરુએ દેશના આપી. તે પછી ઋષિદના અંજળી જોડીને બોલી. “હે ગુરુ ! પૂર્વજન્મને વિષે મેં એવું શું કર્મ ઉપાર્જન કર્યું હશે કે જેથી મને આ ભવમાં રાક્ષસીનું કલંક આવ્યું ?” ગુરુએ કહ્યું: હે ત્રાષિદત્તા ! સાંભળ, ગંગાપુર નામે ભરતખંડનું ભૂષણરૂપ નગર હતું. ત્યાં મહાબળવાન્ ગંગદર રાજા રાજ્ય કરતા હતું. તેને ગંગા નામની રાણી હતી. તેમને ગંગસેના નામની પુત્રી થઈ. આ અનુક્રમે વૃદ્ધિ પામી. સલ્ફીલવડે શોભતી તેણીએ ચંદ્રયા સાધ્વી પાસે ધર્મ પામી વ્રત ગ્રહણ ક્યાં તેમાં તેણની જગતને વિષે એકબંધુ એવા ધર્મ ઉપર અતિશય પ્રીતિ થઈ. એવામાં એક નિઃસંગ સાધ્વી જે તીવ્ર તપશ્ચર્યા કરતી હતી, તે નિરંતર જિનચંદન, જિનસ્તુતિ પ્રમુખને વિષે લીન રહેતી હતી. તે સાધવી એક બીજી સાથ્વી પ્રવતિનીની પાસે પ્રશંસા કરતી હતી. આ પ્રશંસા ગંગસેના સાધવી સહી શકી નહી તેથી તે બેલી. “ આ દંભી નિ સંગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૮૮ ) સાથ્વી દિવસને વિષે તપશ્ચર્યા કરે છે પણ રાત્રીએ રાક્ષસીની પિઠે માંસ ભક્ષણ કરે છે” ભવને વધારનારી ગંગસેનાએ સાક્ષાત્ પ્રશમ રસની ખાણ એવી તે સાધ્વી ઉપર અસત્ય કલંક મૂકયું. તે તેણીએ સહન કર્યું પણ હે વત્સ! તે તે વખતે જે કર્મ બાંધ્યું તેને માટે “મિચ્છામિ દુકકડ” એમ કહીને પણ તેણીને ખમાવી નહીં. તે આ હારા દુષ્ટ કર્મને આવ્યાં નહીં તે તેના ફળના વિપાથી ત્યારે બહુ ભવ સુધી ભ્રમણ કરવું પડ્યું. વળી શ્રી મુનિસુવ્રતસ્વામીની સેવામાં રહી વિકટ તપ કરતી પાપ આવ્યા વિના મૃત્યુ પામી, તું ઈશાનંદ્રની સ્ત્રી થઈ. ત્યાંથી ચવીને હરિષણ રાજાની પુત્રી ઋષિદત્તા થઈ. હે ભદ્રે ! પૂર્વ કર્મના પરમાણુના ઉદયથી તારે માથે આવું ઘોર કલંક આવ્યું હતું, માટે એવા દુષ્કર્મ નિશ્ચ દુરંત છે, તે સેંકડોગમે જે પણ ક્ષીણ થતાં નથી. ગુરુના મુખેથી આવું સાંભળીને ત્રાષિદત્તાને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તેણીએ પિતાને પૂર્વ ભવ જે. આ સાંભળીને ભૂપતિ પણ વિશેષ વૈરાગ્યવાન થયે ને તેણે ગુરુ પાસે દીક્ષા લીધી. અષિદત્તાએ વૈરાગ્ય પામીને ગુરુને કહ્યું–મેં પણ પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તે બહુ વિસ્તાર પામ્યું તો હવે હારે પણ દીક્ષા લેવી છે.” ત્યારે ગુરુએ કહ્યું “તો વિલંબ કરો એગ્ય નથી, કારણ કે અસાર સંસારને વિષે તપકિયા એ જ સાર છે. પછી એ દંપતીએ પિતાના પુત્ર સિંહરથને રાજ્યભાર સંપીને દીક્ષા ગ્રહણ કરી. પછી શીતળનાથ તીર્થકરે પિતાના જન્મથી પવિત્ર કરેલા સ્થાને તેઓ તપશ્ચર્યા કરવા લાગ્યા. તપરૂપી અગ્નિથી પિતાના કર્મસમૂહને ઘાસના પૂતળાની પેઠે બાળી નાખીને કેવળજ્ઞાન પામી પ્રાતે મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ સતી કલાવતી. 1 જા વાલપુરમાં સુખના સાગર સમાન, ઔદાર્ય imછે તથા વૈર્ય વિગેરે ગુણોથી મનહર, કલાવાન, વિનયી અને ન્યાયપરાયણ શખ નામને રાજા હતા. રૂપથી કામદેવને જીતનાર અને પરાક્રમથી દુશ્મનને સંહાર કરનાર તે નિશ્ચિંત રાજાના દિવસો વિદ્વત્ જનેની સાથે વાર્તાલાપ કરવામાં પસાર થતા હતા. એકદા નગરના પ્રાંતભાગમાં ભ્રમણ કરતાં તે રાજાના સૈન્યના અશ્વેથી જાણે ઉડાડેલી હોય તેવી વનિયુક્ત રોરાશિ તેને દેખાયો. ત્યારે “આ શું છે?” એમ જાણવાને માટે રાજાથી ફરમાવેલા ઘોડેસવારેએ તે હકીકત જાણી લઈને, અંજલિ જોડીને પ્રસન્નતાપૂર્વક રાજાને જણાવ્યું કે-“હે રાજન ! આપણા નગરને રહેવાસી સાર્થવાહ, પરદેશથી ઉત્તમ વસ્તુઓ લઈને કુશળતાપૂર્વક આવી પહોંચે છે. હે રાજન ! શ્રીમતિમાં શ્રેષ્ઠ આ ગજસાધુ નામના સાર્થવાહ આપનું દર્શન કરવાને આવ્યો છે, તે આપ મહેરબાની કરે, તેને આવવાની આજ્ઞા આપો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જેન ચોરતને ભાગ ૨ જે ( ૯૦ ) આ પ્રમાણે હકીકત સાંભળીને, તેના નામપૂર્વક ગજસાધુ શ્રેષ્ઠીને બોલાવીને, સરોવરને કિનારે વૃક્ષની નીચે બેઠેલા રાજા તેને મળ્યા. ગજસાધુ શ્રેષ્ઠીએ સાથે લાવેલ મહામૂલ્યવાળું ભેગું કર્યું, એટલે તે સ્વીકારીને પ્રસન્ન બનેલા રાજાએ તેનું દાણ ( જકાત) માફ કર્યું. બાદ સજજન તે શ્રેષ્ઠીએ પેટી ઉઘાડીને તેમાંથી અનેક વથી વીંટળાયેલ ચિત્રપટ રાજાને બતાવ્યું. તે ચિત્રપટમાં ચિતરેલ નારીને જેતે રાજા અસાધારણ રૂપને લીધે સ્વર્ગાગના માનીને જોવામાં તેને નમસ્કાર કરવાને તૈયાર થયો તેવામાં રાજાને તેમ કરતાં અટકાવીને સાર્થવાહે જણાવ્યું કે – હે રાજન ! આપને એગ્ય આ દેવી છે. તેનું વૃત્તાંત સાંભળે-આપના નગરથી નીકળીને દશાર્ણ નામના દેશમાં જતાં વિદિશા નામની નગરીની નજીકમાં રહેલા વનપ્રદેશમાં પડાવ નાંખીને રહેલા મને સાયંકાળે મારા નાકરેએ મને જણાવ્યું કે-“અહીં લતાના સમૂહમાં લગામ વીંટળાઈ જવાથી અટકી ગયેલ કેઈ એક અશ્વ રહેલું છે અને તેની પાસે પૃથ્વીપીઠ પર ચેષ્ટા રહિત પડેલે તેને સ્વાર છે.” પછી મેં તે સ્વારને ઘોડા રહિત મારા તંબુમાં મંગાવીને, મારા સેવકવર્ગ દ્વારા ઉપચાર કરાવીને, જલ્દી સ્વસ્થ બનાવ્યું. બીજે દિવસે સવારે તે સ્વારના પગલે પગલે અનુસરતું તેનું સૈન્ય આવી પહોંચ્યું. તે કુમાર વિજયસેન રાજાને યુવરાજ હતે. અધવડે અપહરણ કરાવાથી તેણે તેવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તે કુમારનું નામ સુવર્ણબાયું હતું. હે રાજન ! ત્યારબાદ તે કુમાર મને પિતાની સાથે લઈ ગયે અને વજા તેમજ પતાકાથી શણગારાયેલ તેની નગરીમાં હું દાખલ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૯૧ ) કરાવી પિતાને પ્રણામ કરીને સભામાં બેઠા બાદ પૂછાયેલા તેણે પિતાનું અધથી અપહરણ કરાયા સંબંધીનું સમસ્ત વૃત્તાંત હર્ષપૂર્વક કહી સંભળાવ્યું–“હે પિતા! અધિથી હરણ કરી જવાયેલ હું નિર્જન વનમાં લઈ જવાય. ઘોડા પર ચઢેલે હું શ્રમને લીધે ચેષ્ટા રહિત બની ગયું હતું. લતાના સમૂહમાં વીંટળાઈ ગયેલ લગામવાળે મારે અશ્વ ત્યાં જ ઊભે રહી ગયે અને ડાળીઓ સાથે અથડાવાથી નિશ્રેષ્ઠ બનેલ હું પૃથ્વી પર પડી ગયે. સિંહ અને વાઘથી વ્યાપ્ત તે વનમાં ચેષ્ટા રહિત બનેલ મારી નજીકમાં ભાગ્યેગે આ ગજસાધુએ પિતાને પડાવ નાખ્યો હતો. જે તે સમયે નિષ્કારણ બંધુ એવા આ સાર્થવાહે મારી રક્ષા ન કરી હોત તે હું આજે જીવતે ક્યાંથી હેત? હે પિતાજી ! આપ સરખા પ્રાપ્ત થયેલા આ સાધુપુરુષથી, મને જીવતદાન આપવાવડે કરીને હું મરણ પર્યન્ત તેનાથી ખરીદાયે છું અર્થાત્ જિંદગી પર્યત હું તેને ત્રાણી છું.” આ પ્રમાણેના સુવર્ણ બાહુના કથનથી, મને બંધુ સરખા માનીને, તેમજ સામંતની પદવી આપીને કોઈપણ સ્થળે જવાની મને આજ્ઞા આપી નહીં. તે નગરમાં પ્રતિષ્ઠાપાત્ર મારા તથાપ્રકારના વિશ્વાસુપણને લીધે સમગ્ર સુંદર રાજકાર્યોમાં મને મુખ્ય સ્થાન આપવામાં આવતું. તે રાજાને કલાસમૂહના મંદિરરૂપ અને સુવર્ણ બાહુથી નાની ફ્લાવતી નામની પુત્રી છે. હે દેવ ! તે કલાવતીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે-“જે કોઈ મારી ચાર સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારો સ્વામી બનશે.” તે કાર્ય માટે અનેક રાજાઓને લાવવામાં આવ્યા છે અને મેં પણ આપની બુદ્ધિની તીણતા તે જાણેલી જ છે, એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com દિ૨ લાવતા પૂર્તિ કરાવવાથી જ છે, Page #105 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૯૨ ). આપને આમંત્રણ આપવા માટે દશાર્ણપતિએ મારી સાથે પિતાને ગરુડ નામનો દૂત મોકલે છે. હું પણ સાર્થને લઈને સ્વદેશ તરફ શીધ્ર તેની સાથે અહીં આવી પહોંચે છું. હવે આપને યોગ્ય લાગે તેમ કરે. આ ચિત્રપટમાં આળેખેલું તેણીનું સ્વરૂપ તે માત્ર છાયારૂપ જ છે અને આપની પ્રીતિને માટે હું તે ચિત્રપટને સાથે લેતે આવ્યું છું.” આ પ્રમાણે ગજસાધુ સાર્થવાહના મુખરૂપી ચંદ્રથી પ્રગટેલ વાણીરૂપી અમૃતનું પાન કરીને તેની સમક્ષ જ તે દૂતને રાજાએ અતીવ સત્કાર કર્યો. કલાવતીની કલા, કીર્તિ તથા લાવણ્યને વિચાર કરીને શંખરાજાએ સ્વયંવરમાં જવા માટે વિશેષ પ્રકારે તૈયારી કરી. “ હું કઈ રીતે તે સમસ્યાઓની પૂર્તિ કરીશ?” એમ વિચારીને રાજાએ સરસ્વતીના મંત્રને એક લાખ વાર જપ કર્યો; એટલે શક્તિશાળી, નિર્મળ અને ધનુષ તથા ચક્રની આકૃતિ યુક્ત અને બિંદુ ( અનુસ્વાર ) સહિત ( ) સારસ્વતમંત્રનો જાપ કરતાં તે રાજાએ સરસ્વતીનું સાક્ષાત્ દર્શન કર્યું એટલે મેતીની માળા જેવા નિર્મળ કમંડલુના જળથી રાજા પર છંટકાવ કરીને જગન્માતા સરસ્વતી દેવી અંતર્ધાન થઈ ગયા. સરસ્વતીની કૃપાથી અત્યંત બુદ્ધિશાળી બનેલ શંખરાજા પદ અને વાક્યની પૂર્તિ કરવામાં અસાધારણ શક્તિશાળી બન્યા. બાદ ગરુડ નામના તે દૂતને અગાઉથી રવાના કરીને શંખરાજા ગજસાધુ સાર્થવાહની સાથે કલાવતીના સ્વયંવરમાં જવા માટે ચાલી નીકળે. રેવા નદીના કિનારે પિતાના સૈન્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) કલાવી પડાવ નાખીને શંખરાજા રહ્યા હતા તે વખતે નદીના જળમાંથી એક મહાહસ્તી ( ગંધહસ્તી) જલ્દી બહાર નીકળે. અને રાજાના હસ્તસમૂહને જોઈને તત્કાળ તે ગંધહસ્તીની, જળસ્નાનથી જોવાઈ જવા છતાં પણ મદલમી શોભી ઊઠી અર્થાત્ તેનો અત્યંત મદ ઝરવા લાગ્યા. ઘડાઓથી ઘોડાઓને હતા અને રથની સાથે રથને અફળાવતા તે હસ્તીએ સમસ્ત સૈન્યસમૂહને વ્યાકુળ બનાવી મૂક્યું. આ પ્રમાણે હમલે કરતાં અને મદેન્મત્ત બનેલા તેમજ યમરાજ સરખા તે હસ્તીને, અવધ્ય હોવા છતાં, શંખરાજાએ શિક્ષા કરવાને માટે તેને કંઈક તાડન કર્યું. ગંડસ્થળમાં પડેલા બાણને પર્વતના શિખર સમાન વહન કરતાં તે ગંધહસ્તીએ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું, જેને જોવાથી સૈન્ય વિસ્મય પામ્યું. પિતાના સામÁથી પ્રાપ્ત કરેલ દિવ્ય પુષ્પની શંખરાજા પર વૃષ્ટિ કરીને પિતાના દંતસમૂહની કાંતિથી ખેતીઓને વેરતો તે બેલ્યો કે “હે રાજન ! ગંધર્વોના સ્વામી પ્રિયદર્શનના પ્રિયંવદ નામના પુત્ર તરીકે તું મને જાણ. પૂર્વે મારી વિદ્યાધરીએ સાથે નિર્લજ્જતાપૂર્વક કીડા કરતાં મેં માતંગ નામના મહામુનિનો તિરસ્કાર કર્યો હતો, એટલે રોષે ભરાયેલા તેણે શાપ આપવાથી હું મદન્મત્ત હસ્તી બની ગયે. પછી ફરીથી તેમને વિનતિ કરવાથી તે મહામુનિએ મને જણાવ્યું કે-“જ્યારે મદ્ર દેશને સ્વામી શંખરાજા તને પ્રહાર કરશે ત્યારે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીશ. આજે તે શાપનું નિવારણ થવાથી હું આપની સમક્ષ ઉપસ્થિત થયે છું. હે રાજન ! ઉપકારી એવા આપનું હું કઈ પણ પ્રિય કરવાને ઈચ્છું છું. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સીરત્ન ભાગ ૨ જે ( ૯ ) આપને પ્રસ્થાપન નામનું ગાંધર્વ–અસ્ત્ર આપું છું તે સ્વીકારે. આ અસ્ત્રના પ્રયોગ કરનારને અહિંસા અને વિજયરૂપી અને ફલ પ્રાપ્ત થાય છે. (આ અસ્ત્રના ફેંકવાથી પ્રતિપક્ષ ઊંઘમાં પડે એટલે તેઓની હિંસા ન કરવી પડે અને વિજય પ્રાપ્ત થાય.)” આ પ્રમાણે પ્રિયંવદથી પ્રાર્થના કરાયેલ શંખ રાજાએ પિતે તેના મુખથી અસ્ત્ર-મંત્ર સારી રીતે ગ્રહણ કર્યો. આવા પ્રકારે તે વનપ્રદેશમાં મિત્રાચારીથી બંધાયેલા તે બંનેમાંથી એક ગંધર્વપુત્ર પ્રિયંવદ પોતાના દિવ્ય પ્રદેશમાં ગયે અને શંખ રાજવી અત્યંત સમૃદ્ધિશાળી દશાર્ણ દેશમાં ગયે. એટલે સામે આવેલ વિજયસેન રાજાથી અત્યંત આદરભાવપૂર્વક કરાવેલ આતિથ્યવાળા શંખરાજાએ, (સમસ્યા–પૂર્તિ માટે) આતુર હોવા છતાં પોતાના તંબૂમાં પથારીમાં જ રાત્રિ વ્યતીત કરી. બાદ માંગલિક વૃત્તિથી પ્રાતઃકાળ સંબંધી ક્રિયા સારી રીતે કરીને, પિતાને ઉચિત વેશ પહેરીને, શંખરાજા મહામૂલ્યવાળા માંચડા પર બેઠેલા રાજ-સમૂહવાળા સ્વયંવરમંડપમાં જલ્દી આવી પહોંચે. શંખરાજા મહામૂલ્યવાન રત્નજડિત સિંહાસન પર આવીને બેઠા એટલે સ્તુતિપાઠકે સ્તુતિ કરવા લાગ્યા અને વાજિંત્રે વાગવા લાગ્યા ત્યારે માણસેથી વહન કરાયેલ શિબિકામાં બેસીને સેંકડે કન્યાઓથી પરિવરેલ કલાવતીએ સ્વયંવર-મંડપમાં પ્રવેશ કર્યો. બાદ તેની પ્રતિહારિણુએ સુવર્ણ દંડવાળા પિતાના હસ્તને આનંદપૂર્વક ઊંચો કરીને ઘેષણું કરી કે-“હે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૯૫). કાવતી રાજાઓ! રાજકુમારી કલાવતીની પ્રતિજ્ઞા સાંભળે. જે કઈ મારી ( કલાવતીની) સમસ્યાઓની પૂર્તિ કરશે તે મારા સ્વામી થશે. (૧) શસ્ત્રથી કાપવા છતાં પણ વૃક્ષના બે ટુકડા થતા નથી. હે રાજવીએ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવે. (૨) કમલિનીથી તિરસ્કાર નહીં કરાયા છતાં પણ બ્રમર નિસાસા મૂકી રહ્યો છે, તે તે રાજવીઓ! આમાં કયું કારણ હોઈ શકે તે તમે જણાવે. (૩) દિવસે પણ ચક્રવાકેનાં જોડલાં વિખૂટા પડી જાય છે, તેનું કારણ છે રાજવીઓ! તમે જણ. (૪) પાણીથી ધોવા છતાં પણ સ્ત્રીઓના મુખ પરથી કુંકંમ ચાલ્યું જતું નથી તેનું કારણ છે રાજવીઓ! તમે જણ. આ પ્રમાણે સમસ્યાઓને ઉત્તર બીજા રાજાએ ન આપી શક્યા ત્યારે શંખરાજાએ તે સર્વ સમસ્યાની માત્ર એક શ્લેકદ્વારા જ પૂર્તિ કરી કે – (૧) વૃક્ષની છાયા (પડછાયે) (૨) કમલિનીના વિયેગથી (૩) સૂર્યગ્રહથી અને (૪) આરીસામાં (દર્પણમાં) પ્રતિબિંબિત થયેલા મુખ પરથી. આ પ્રમાણે પિતાની ચારે સમસ્યાઓની પૂર્તિ થવાથી સત્ય પ્રતિજ્ઞાવાળી કલાવતી જલ્દી શંખરાજાને વરી. લેકે સમાન ગુણવાળા તે બંનેની હર્ષપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્નો ભાગ ૨ જે ( ૯૬ ) સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓના હૃદયમાં ઈર્ષારૂપી વરે પ્રવેશ કર્યો, અર્થાત્ બધા રાજાઓ શંખ રાજવી પ્રત્યે ઈર્ષાળુ બન્યા. હૃદયમાં ગાઢ રેષવાળા અને બહારથી હર્ષ બતાવતા તે બધા રાજાઓ, રસ્તામાં જ શંખ રાજાને રેકી લેવાની ભાવનાથી દશાર્ણ રાજની રજા લઈને ચાલી નીકળ્યા. લગ્નોત્સવની વિધિ પૂર્ણ કરીને કલાવતી સાથે સ્વદેશ તરફ જતાં શંખ રાજાની સાથે જ માર્ગમાં જ શત્રુ રાજાઓએ યુદ્ધ શરૂ કર્યું. તે સ્થળે ધૂળથી સૂર્યને ઢાંકી દેવું અને શબ્દના સ્પર્શ માત્રથી હસ્તી, અશ્વ, રથ અને સૈનિકવર્ગને જાણી શકાય તેવું મહાયુદ્ધ થયું. જેમાં કાણોથી અગ્નિ દેદીપ્યમાન બને તેમ શત્રુઓના પડતા એવા અને મર્મસ્થળને ભેદનારા બાણથી શંખરાજાને વીર્યરૂપી અગ્નિ પ્રજ્વલિત થઈ ગયે. જેમ પતંગીયાઓથી ઘેરાયેલ મહાવૃક્ષ ન લેવામાં આવે તેમ શત્રુઓના બાણેથી ઢંકાયેલ શંખરાજવીને કઈ જોઈ શકતું નહતું અર્થાત તેના પર પુષ્કળ બાણવૃષ્ટિ થવા લાગી. એટલે મહાપરાક્રમી શંખ રાજાએ, પ્રિયંવદ ગાંધર્વે આપેલ સમેહન નામનું મહાબલીક અસ્ત્ર મૂકીને શંખ ફર્યો ત્યારે જેમ રાત્રિ કમલેને સંકેચ પમાડે તેમ દુશ્મન સૈનિકોના નેત્રે ગાઢ રીતે બીડાઈ ગયા અર્થાત્ શત્રુઓ નિદ્રામાં પડ્યા. બાળકથી પણ પકડી શકાય તેવા તેઓને દેખાડતા શંખ રાજાએ કલાવતીને જણાવ્યું કે-“ યુદ્ધદ્વારા આ લકે, મારા હાથમાં રહેલી તને ગ્રહણ કરવાને ઈરછે છે.” ત્યારે સ્વામીના વિજય સંબંધમાં પૂર્વે બ્રાતિ યુક્ત બનવાથી હાસ્ય રહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) કલાવતી મુખને વહન કરતી અને શરમથી ઘેરાયેલી કલાવતીએ સખીમુખદ્વારા સ્વામીની પ્રશંસા કરી. પછી શંખરાજાએ તે રાજાઓની વજાઓને વિષે પિતાના બાણના અગ્રભાગથી નીચે પ્રમાણે અક્ષરપતિ લખી કેદયાને અંગે હું તમારા જીવિતને ત્યજી દઉં છું; (તમને જીવતાં છોડું છું, પરંતુ તમારા યશને તે હરી જ લઉં છું.” પછી પ્રિયા સાથે શંખ રાજા કિલ્લાથી રક્ષાયેલ પિતાના નગરમાં આવી પહોંચ્યો અને ઉપરાઉપરી થતાં અનેક ઉત્સવેદ્વારા દિવસે વ્યતીત કરવા લાગ્યા. બંને નેત્રની માફક શંખ તથા કલાવતીને ઉત્કૃષ્ટ પ્રેમ નિરન્તર વૃદ્ધિ પામવા લાગે. સ્નેહી શંખરાજા સાથે નિર્દોષભાવે કીડા કરતી કલાવતીને, દેહને પુષ્ટ કરતે ગર્ભ રહ્યો. તે અવસરે તેણીના પિતાના ગૃહેથી મેકલાવાયેલ અંતઃપુરવાસી ઉત્તમ પુરુષ માંગલ્યવિધિ (સીમંતવિધિ) કરવા માટે આવ્યા. તે જ દિવસે શંખરાજા વનકીડા કરવા માટે ગયે હતો અને તે જ સ્થળે વિનંદપૂર્વક સમસ્ત દિવસ વ્યતીત કર્યો. સાયંકાળે વનવિહારથી પાછા ફરીને નગરમાં આવેલા રાજાએ ગુપ્ત રીતે પ્રિયાના સ્નેહની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. મેજડી (ઉપાનહ) રહિત બંને ચરણેથી ચૂપચાપ ચાલતાં અને ઇશારાથી નોકરવર્ગને અટકાવતા-વારતા રાજાએ કલાવતીના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. તેણના પીઠ પાછળના ભાગમાં પહોંચી જઈને, હાસ્યને માટે, તેણીના બંને નેત્રને ઢાંકી દેવાની ઈચ્છાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ આદર્શો જૈન સ્ત્રીરત્ના ભાગ ૨ જો કાગડાના જેવી કપટ-કળાપૂર્વક જાળિયાના છિદ્રભાગદ્વારા જોતા ઊભા રહ્યો. તે સમયે પિતાના ઘરેથી આવેલ આભૂષાને ધારણ કરીને સુખપૂર્વક બેઠેલી કલાવતીને તેની સખી કહી રહી હતી કે હે સખી ! જેમ આકાશ ચંદ્રથી વિશેષ દીપે છે તેમ આ બે બાજુબ ંધથી તુ શોભે છે. વધારે શું કહું ? મણુ, માણિક અને માતીઓથી જડેલા આ બંને ખાનુબંધનું મૂલ્ય થઈ શકે તેમ નથી. સૂર્ય અને ચંદ્ર સરખા, રક્તવર્ણા અને શરીરે ધારણ કરેલા આ બંને બાજુબંધથી તું અત્યંત દીપી રહી છે તે હે સખી ! તું કહે કે-પ્રેમશાસ્ત્રમાં શ્રેષ્ઠ પારંગત કઇ વ્યક્તિએ આ બંને બાજુબંધ તને મોકલ્યા છે? ” એકાંતમાં આ પ્રમાણે પૂછતી તે સખીના કથનથી આશ્ચર્ય પામેલ શંખરાજા મનમાં નીચે પ્રમાણે ચિન્તા કરવા લાગ્યો. “ અરે ! મે કદી પણ આપ્યા નથી અને પૂર્વમાં કદી જોયા નથી તે અપૂર્વ એવા આ ખાનુબંધ અત્યારે કલાવતી પાસે કયાંથી આવ્યા ? મારા સંશયને દૂર કરવાને માટે જ આ સખીએ કલાવતીને આવા પ્રશ્ન પૂછ્યો છે તે આ વિષયમાં કલાવતી શો જવાબ આપે છે તે હું સાવધાન થઈને સાંભળુ ,, ( ૯૮ ) "" (6 આ પ્રમાણે રાજા એકાન્તમાં એકાગ્ર બનીને સાંભળી રહ્યો હતા તેવામાં કલાવતીએ નિર્દોષભાવે ચતુરાઈપૂર્વક જણાવ્યુ કે- હું સખી ! કેણે આ બાજુ ધા માકલ્યા એમ તું શું પૂછે છે ? અલ્પ પ્રેમવાળી સામાન્ય વ્યક્તિ શું આવું અહુમૂલ્ય ભેટણું માકલી શકે ? જેના હૃદયમાં હું કાંતરાયેલી છું અને જે મારા હૃદયમાં વાસ કરીને રહેલ છે તેણે જ આ અને બાજુમા મોકલ્યા છે; કોઇ સામાન્ય વ્યક્તિએ મોકલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૯૯ ) કલાવતી નથી. પ્રાણપ્રિય એવા તેના પ્રસાદીરૂપ આ આભૂષણેને આજે પ્રાપ્ત કરીને જાણે હું સમસ્ત અંગે આલિંગન અપાઈ હોઉં તેમ માનું છું. સ્વામીએ આપેલ અબજે વસ્તુઓ મારા મહિમાને તથા પ્રકારે વધારી શકતી નથી કે જે પ્રકારે તેમનાથી મેકલાવાયેલ ફક્ત એક ચઠી પણ ગૌરવને વધારે. મંદભાગી એવી મને તેનું દર્શન કયાંથી થશે?” આ પ્રમાણે બેલીને અટકી ગયેલ કલાવતી રુદન કરવા લાગી. વિદ્યુતના પાત સરખા કલાવતીના દુસહ્ય વચને રાજાના હૃદયમાં રહેલ પ્રેમરૂપી પર્વતને જલદી બાળી નાખે. પ્રિયાના કથનના રહસ્યને રાજા જાણી શકે નહીં તેમજ તેના પિતાના ઘરેથી આવેલ ભેટણાને તર્ક પણ કરી શકે નહીં. દુષ્ટ શીલવાળી આ સ્ત્રીને વિષે બહારથી જ જેનાર, દુબુદ્ધિ અને રાગને કારણે અંધ બનેલ મારા પ્રેમને વારંવાર ધિક્કાર હો ! અરે! પાપીઝ! કુલટાપણાને કારણે વિરધીભાવને ભજવતી તું “ ક્લાવતી" એવા નામને ધારણ કરવાને શું તને શરમ નથી આવતી? હવે મારી પત્નીને સર્વ પ્રકારના પ્રતીકાર હું કરીશ. મર્યાદાનું ઉલ્લંઘન કરનાર અને શરમ રહિત એવા દુર્જન પ્રત્યે મહાપુરુષોને પ્રેમ એક મુહુર્ત માત્ર પણ ટકી શક્તા નથી. પાપી તેમજ વ્યભિચારિણી આ કલાવતી જે બંને બાજુબંધોને કારણે બંને ભુજાઓને ગર્વ કરી રહી છે તેને જે હું જલ્દી છેદી નાખું તે તેને ફરી ગર્વ કરવાને અવસર ન સાંપડે. વળી, મારાથી અર્પણ કરાયેલ અબજો પદાર્થોને જે તેણી તુચ્છ ગણે છે તે હવે હું તેણીને તેણીના શરીરથી જ કપાયેલ ભુજારૂપી મહાભેટ આપું અર્થાત્ હું તેણીના હાથ કપાવી નાખું.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ આદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૦૦ } આ પ્રમાણે પ્રચંડ રેષવાળા શંખ રાજાએ તેણીના અંતઃપુરમાં પ્રવેશ કર્યો નહીં અને જેમ અત્યંત પીત્ત જવરવાળા સ્વાદીષ્ટ પદાર્થને અનિષ્ટ માને તેમ તેણે કલાવતીએ ઉચ્ચારેલ કથનને વિપરીત માન્યું. તેણીના આવાસથી પાછા ફરીને, પિતાના મહેલે આવીને, એકાન્તમાં દુષ્ટ કર્મ કરવાની વિચારણા કરીને, કલાવતીને શિક્ષા કરવાને માટે કોંધયુક્ત ચિત્તવાળા તેણે તે તે માણસોને પિતાના મુખથી આદેશ આપે. ઈંદ્રાણી સરખી કલાવતીને સાયંકાલે રેષણ નામના સારથીએ આવીને જણાવ્યું કે –“હે દેવી! પર્વતની નજીકના વનમાં રાજા રહેલા છે અને આપને જેવાને ઈચ્છે છે તે જલદીથી પ્રયાણ કરવાને માટે તૈયાર થાવ.” એટલે વસ્તુસ્થિતિને નહીં જાણતી અને જલ્દી ચાલવાને ઈચ્છતી તેણી, પિતાના વસ્ત્રને છેડે અટવાવાથી (વચ્ચે આવવાથી) કંઇક વિલંબ કરીને ફરીથી ચાલવા લાગી. “ગતિની ક્રિયા વખતે પિતાના વસ્ત્રને છેડો પગ વચ્ચે અટવાય તે એક પ્રકારનું અપશુકન માનેલા છે.” હવે જ્યારે નગરની બહાર કલાવતી જઈ રહી હતી ત્યારે તે નગર પાસે આવી પહોંચેલા અને કુટિલ કર્મના સાક્ષી સૂર્યે આકાશપ્રદેશનો જલદી ત્યાગ કર્યો અર્થાત્ સૂર્યાસ્ત થવા લાગ્યું. રાજાના આદેશથી ગાઢ વનપ્રદેશમાં કલાવતીને ત્યજી દેવાને ઇચ્છતા રોષણ નામના સારથિનું મન ઘોડા હાંકવાને ઈચ્છી રહ્યું હતું, છતાં તેના હસ્ત તેવા પ્રકારનું કર્મ કરવા ચાહતા નહોતા. કલાવતીના દુઃખને નહીં જોવાને માટે અંધકારરૂપી કાજળથી ઢંકાયેલી આકાશ અને પૃથ્વીરૂપી દેવીઓએ જલ્દીથી પિતાના મુખને ઢાંકી દીધું અર્થાત્ સર્વત્ર અંધકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૧ ) કલાવતી વ્યાપી ગયો. અહિં કલાવતીનું મન શંકા રહિત હોવા છતાં અને તે વનપ્રદેશ નિર્જન હોવા છતાં ભયને કારણે તેણુંનું જમણું નેત્ર અત્યંત ફરકવા લાગ્યું. આવા પ્રકારના અપશુકનને લીધે અત્યંત દુઃખી બનેલ કલાવતીએ સારથિને વારંવાર પૂછયું કે “હજી પણ સ્વામી કેટલે દૂર છે?” ત્યારે ગભરાયેલ અને વ્યાકુળ તેણીને નિર્લજજ સારથિએ, જડતાને કારણે, કઠેર વાણીથી કહ્યું કે –“હે દેવી! સ્વામીના કાર્યને અંગે જેઓને પોતાના પિતા, ભાઈ અને પુત્ર હણવા લાયક બને છે તે અમારી જેવા સેવકોને જન્મ ધિક્કારને પાત્ર છે! તે દુખપૂર્વક ભરી શકાય તેવા ઉદરને માટે હંમેશાં સર્વ પ્રકારનાં પાપને કરતાં એવા અમે પરાધીન પ્રાણીઓ પર પ્રસન્ન થાઓ! તું અમને મન, વચન અને કર્મથી પૂજનિક છે તો પણ મારા મનને વજ જેવું બનાવીને હું કહું છું તે સાંભળે “સ્વામીના આદેશથી કર શિકારી પશુઓથી વ્યાપ્ત આ વનપ્રદેશમાં તમારે ત્યાગ કરીને, લજજા પામતા હું જલદી ચાલ્યા જઈશ. હે પૂજ્ય! તારા જેવી સગર્ભા સાધ્વી સ્ત્રી પ્રત્યે રાજાનું હૃદય કેમ વિધી બન્યું છે તેનું કારણ હું જાણુતે નથી. આ બાજુ સુકાઈ ગયેલી નદી છે અને આ નદીથી છેડે દર હાડકાઓથી કઠેર અને નરકના પાડાઓથી પણ દુઃખદાચક નદીને કિનારે છે, તો તું અહીં બેસ. અહીં રહેલી એવી તને કદાચ તારું દુર્દેવ જીવતી રાખે. જે કે તું રક્ષણ કરવા લાયક હેવા છતાં પણ રક્ષણ નહીં કરવાને માટે તું રાજાવડે અમને સુપ્રત કરાઈ છે અર્થાત્ રાજાના આદેશથી અમે તારું રક્ષણ કરવા સમર્થ નથી.” આ પ્રમાણે શિલાના પાત સરખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૨ ) તેના ઘેર વચનને સાંભળીને ભયને લીધે રુંધાયેલ વાણીવાળી કલાવતીની ગળું તેમજ હેઠ અચાનક સુકાઈ ગયા. પછી કાદવના સરખા મલિન દેહવાળી તેને રથમાંથી નીચે ઊતારીને, સારથીએ, મૃગલાની માફક તેણીને તે શૂન્ય સ્થાનમાં નદીના કિનારે ત્યજી દીધી. બાદ જદી જવાને રજા માગતા એવા તે સારથીને વિશેષ ગંભીરતાને લીધે જેને કોઈ ઢંકાઈ ગયા છે એવી વિચક્ષણ કલાવતીએ કહ્યું કે-“હે પૂજ્ય! મારી આવા પ્રકારની સ્થિતિને શેક કરવાની જરૂર નથી કે જેણુંના દુઃખમાં ભાગ લેવાને માટે તમારા જેવા દયાળુ વિદ્યમાન છે. જે મારા પ્રાણનાશથી પણ મારા સ્વામીનું મન પ્રસન્ન કરાતું હોય તે તથા પ્રકારના વર્તનથી પણ મારા જીવિતવ્યનું કંઈક ફળ મેં પ્રાપ્ત કર્યું છે, તે હે આર્ય! જ્યાં સુધીમાં હું પરલેક પ્રયાણ ન કરે તે પહેલાં ધીરજને ધારણ કરીને જલદી ચાલ્યા જા. આ પ્રમાણે કહેવાયેલ સારથિ અથુને સારતે અને કલાવતીના દુઃખથી દુઃખી બનેલે અને તેણીના ભવિષ્ય સંબંધી કંઈક વિચારણું કરતે ચાલી નીકળ્યું. તે સારથિ ચાલ્યા જવા બાદ નિર્જન વન–પ્રદેશને જતી કલાવતીના ભયયુક્ત શેકે તેણીના વૃક્ષસ્થળ(છાતી)ને ચીરી નાખ્યું. નદીના કિનારે આળોટતી તેણી હસ્તના તાડનાપૂર્વક પૃથ્વીને સાક્ષી બનાવતી હોય તેમ મુક્ત કંઠે રડવા લાગી. ખરેખર ખેદની વાત છે કે-“હે વિધિ ! તારી ગતિ જાણવી ઘણું જ મુશ્કેલ છે તેમ રાજાઓનું વર્તન જાણવાને માટે વિદ્વાન પુરુષે સમર્થ થઈ શકતા નથી. મને પૂરેપૂરે આત્મ-વિશ્વાસ છે કે–તમારે વિષે હું વિરોધભાવ. ( શ્રેષભાવ) ધરાવતી નથી, તેથી હે નાથ ! તમે આવા પ્રકારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) - કલાવતી નું વર્તન કર્યું હોવા છતાં ભવભવને વિષે તમે જ મારા સ્વામી થાઓ ! હે પ્રાણેશ્વર ! તમે મારા પ્રાણને હણ્યા છે તે ગ્ય જ છે, કારણ કે સ્વામીને માટે વિપત્તિને સહન કરનારી સ્ત્રીઓ ધન્યવાદને પાત્ર છે. નજીકના સમયમાં જ મૃત્યુ પામવાવાળી હું તમારા બંને ચરણેને યાદ કરી રહી હોવા છતાં ભયંકર સ્વરૂપવાળી શિયાલણી શિલા પર ચઢીને શામાટે રુદન કરી રહી છે?—“ કલાવતી દુરાચારિણી હતી, તેથી શંખ રાજાએ તેને ત્યાગ કર્યો.” આવા પ્રકારને, મારી કીર્તિને હણનારે અપયશ પ્રસરશે. કુળમર્યાદાને ત્યાગ કરનારા, તિરસ્કારને પાત્ર અને અપયશના ભાજન સમાન વ્યક્તિઓને માટે સ્વર્ગમાં તેમજ દેવની સભામાં સ્થાન મળતું નથી એ વાત ખરેખર સત્ય છે. હે પિતા ! હે માતા ! તમારે ત્યાં મારે જે જન્મ થયે તેથી તમારા નિષ્કલંક કુળમાં મેં ડાઘ લગાડ્યો છે. અરે ! તમને બંનેને શરમ તથા મારા પતિ તરફને તિરસ્કાર પીડી રહ્યો છે. મારું વક્ષસ્થળ ચીરાઈ રહ્યું છે અને મારી ચેતના પણ ચાલી જાય છે.” આ પ્રમાણે કરુણ, દીન અને દુઃખદાયક સ્વરે રુદન કરતી કલાવતીની પાસે બે ચાંડાલણુઓએ આવીને કહ્યું કે –“અરે ! પાપિણી! ફેગટ રુદન કરવાવડે કાનને શા માટે બહેરા બનાવી રહી છે? ઊભી રહે, ઊભી રહે, શું તું તારું આચરણ જાણતી નથી? હે કુલટા ! તું યાદ કર, યાદ કર. તારા મંડન(આભૂષણના)ના સ્થાનરૂપ હસ્તેને સ્થાને ખંડન કરવામાં આવે છે–અર્થાત્ અમે હમણું જ તારા હસ્ત કાપી નાખશું. રાજાનું અપ્રિય કરનારી હે પાપીe! અમે તને શિક્ષા કરશું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે ( ૧૦૪ ). આ પ્રમાણે તિરસ્કાર કરતી અને હસ્તમાં છૂરીને નચાવતી તે બંને ચાંડાલીઓને જોઈને, જેના પ્રાણ કંઠે આવી ગયા છે તેવી કલાવતી જલદી મૂરછ પામી. અત્યંત કંપારી થવાથી પ્રગટેલા ભયાનક રૌદ્ર) રસે તે સમયે દશાર્ણભદ્ર રાજાની પુત્રી કલાવતીના દેહને શિથિલ બનાવી દીધું અર્થાત્ તેણીનાં ગાત્રે ઢીલા બની ગયા. યમરાજના સેવકે જેવી, કષાય (રાતા) વસ્ત્રને ધારણ કરનારી તેમજ કરુણ રહિત બંને ચાંડાલણીઓ, તેવી અવસ્થામાં રહેલી ક્લાવતી પાસે જલ્દી પહોંચી અને તેના બંને (કણીપર્યંતના) હસ્તને કાપીને, તે બંને ભુજાએને લઈ જઈને, શંખરાજા પાસે આવી પહોંચી. બંને ભુજાએના છેદનથી પ્રગટેલ અધિક પીડાને કારણે સંજ્ઞા પામેલી, છેદાયેલી બંને ભુજાઓને ધારણ કરતી સ્વામીની નિર્દયતાને કારણે મૃત્યુ સન્મુખ પહોંચેલી કલાવતીએ મંદ અને કરુણ સ્વરે રુદન કર્યું. “સર્વ પ્રકારે જીવનમાં ધર્મ જ એક માત્ર શરણભૂત છે. ” એમ વ્યાકુળતાપૂર્વક બેલતી, આશા રહિત બનેલી કુમુદના જેવા નેત્રવાળી અને ઊંચી નીચી તેમજ કઠિન પૃથ્વી પર જેને દેહ પડ્યો છે એવી કલાવતીને તે સમયે દૈવયેગથી પુત્ર જન્મ થયો. પૂર્ણિમાના ચંદ્ર સરખા પુત્રના પવિત્ર( નિર્મળ) મુખને જોઈને તેના પ્રત્યે વાત્સલ્યભાવને કારણે પિતાની ભુજાના છેદનની પીડાને ભૂલી ગયેલ, પતિવ્રતા કલાવતી મંગલિકને માટે, પુષ્કળ ભૈરવ તથા ભૂતના ભયંકર સ્વરવાળા અને નિર્જન પર્વતવાળા તે વનપ્રદેશમાં ભક્તિપૂર્વક દેવ-ગુરુનું સ્મરણ કરવા લાગી. સ્તનપાન કરવાને માટે રુદન કરતાં તે પિતાના પુત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) કલાવતો પિતાના ખોળામાં લેવા માટે કલાવતી કોઈ પણ પ્રકારે શક્તિમાન થઈ નહીં. કલાવતીથી મધુર સ્વરે વારંવાર બોલાવાયા છતાં પણ, માતાના હસ્તસ્પર્શને પ્રાપ્ત નહીં કરવાથી તે બાળક કઈ પણ પ્રકારે રુદન કરતાં અટકે નહીં. આ પ્રમાણે કરુણસ્વરે રુદન કરતાં તે બાળકને દૂરથી સાંભળીને કરુણાભાવથી વનદેવીઓ જલ્દી તેની નજીક આવી પહોંચી, અને પિતાના જ્ઞાન દ્વારા કલાવતીનું સમગ્ર ચરિત્ર જાણીને તે વનપ્રદેશની અધિષ્ઠાયક દેવીઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગી કે “ રાજાઓના આ રાજ્યને ધિક્કાર હો ! કારણ કે જે રાજ્યને કારણે રાજાએ આંખવાળા હેવા છતાં કૃત્યાકૃત્યને જોઈ શક્તાં નથી. સામાન્ય વ્યક્તિ પણ કેળને ફળ આવી ગયા પછી જ છેદે છે જ્યારે શંખરાજાએ તો કલાવતી સગર્ભા હોવા છતાં તેનું (હસ્તેનું) છેદન કરાવ્યું. આ કલાવતીના એક હસ્તને જ અપરાધ છે કે જે હાથે શંખનું પાણિગ્રહણ કર્યું તે શંખરાજાએ તેણીના બંને હાથ શા માટે છેદી નાખ્યા ? જે તે રાજાએ સ્ત્રી હત્યા તેમજ ગર્ભહત્યા ન ગણી તે શું તે રાજા વજને બનેલું હશે કે જેથી પ્રેમ પણ તેને પીડા ઉપજાવી શક નથી. જે કઈ ફક્ત એક જ વાર આ કલાવતીને જે તે પિતાના પ્રાણના ભેગે પણ તેનું પ્રિય કરવાને ઈચ્છે તે આ જેના મહેલમાં રહી છે. તેણીનું પ્રિય કેમ ન કરે? પુત્રરૂપી તંતુથી જે સંધાયેલું ન હોત તે દુઃખરૂપી અસ્ત્રથી ઘાયલ થયેલું તેણીનું વક્ષસ્થળ અવશ્ય બે કકડા થઈ ગયું હોત. રાજાથી દુઃખ પામવા છતાં કાંતિયુક્ત અને અત્યંત દુભાયેલી હોવા છતાં મૃદુ–કમળ બેલનારી આ કલાવતી સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ આદ જિન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૦૬ ) નારી આ વિશ્વમાં કોઈ પણ સ્થળે જોવામાં આવતી નથી. શાપથી સમસ્ત રાષ્ટ્રને ભસ્મીભૂત કરવાને શક્તિશાળી હવા છતાં પતિપરાયણ, આ કલાવતી પતિ પ્રત્યે અંશ માત્ર રેષ કરતી નથી. પતિવડે આ પતિવ્રતા સ્ત્રી આપણું વનમાં ત્યજી દેવાઈ છે, તે આપણે તેણીનું પાલન (રક્ષણ) કરીએ. સ્ત્રીઓ હમેશાં સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારી હોય છે. ખરેખર, આ આપણે પ્રમાદ છે કે-આપણું વનની મર્યાદામાં આ કલાવતી બે ચાંડાલણીથી પરાભવ પામી.” આ પ્રમાણે તે વનદેવીઓ પરસ્પર બોલી રહી હતી ત્યારે પોતાના પુત્રનું લાલનપાલન કરવાને ઉત્સુક બનેલ કલાવતી વિહવળતાપૂર્વક વિલાપ કરવા લાગી કે-“હે પુત્ર! પગલે પગલે ક્યા દુઃખથી તું રડી રહ્યો છે? મારી કુક્ષીએ તું જે જપે તે જ ખરેખર દુઃખનું મૂળ કારણ છે. હે પુત્ર! તું જે, છત્રપલંગમાં સૂવાની તારા માટે વાત કરવી નકામી છે. અત્યારે તે પત્થરથી કઠે એવી પૃથ્વી એ જ તારા માટે સુખશય્યા છે. સુગંધી અને કંઈક ઉષ્ણ એવા જળથી સ્નાન કરવું દૂર રહ્યું છે, પરંતુ અત્યારે તે પહોળા પટવાળી, ઊંચા કિનારા(ભેખડીવાળી અને સુકાઈ ગયેલી આ નદી ડાકણ સરખી છે. જેનાથી તારી સુશ્રષા કરી શકાય તે મારા બંને હસ્તે જ જ્યાં નથી ત્યાં બીજા પરિવારવર્ગની તે વાત જ શી કરવી? જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે છેદાયેલી, પતિથી ત્યજાએલી અને આશા રહિત હું નિર્જન વનમાં કેમ જીવી શકીશ? ભૂખ લાગવાથી શિકારી પશુઓ મને પીડા કરશે. અરે ! અરે ! ખેદની વાત છે કે-હું મરી ગયા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૭ ) કલારી મારા બાળકનું શું થશે? હે પુત્ર! શાંત અને સર્વાગે સુંદર તું મને સેંકડે સંકલ્પથી પ્રાપ્ત થયા છે, પરંતુ દૂરથી તાસ અંગનું જોવું તે જ મારા માટે તે ઉત્સવરૂપ છે. મારા મૃત્યુ બાદ, તારા પિતા વૈરને ત્યાગ કરી તને અહીં રહેલો જાણીને શરમને અંગે કદાચ તારા પર મહેરબાની કરે. ગર્ભવતી એવી મારા વિષે પ્રેમરહિત અને દયાવિહીન યમરાજા સર તે રાજા તારે સ્વીકાર કેમ કરશે? બસ કર, બસ કર, હે બેટા ! તું રુદન કરતા બંધ થા. હું તારું પાલન કરીશ. હે વનરાજ ! તું રુદન કરતો બંધ થા. જે મેં સમ્યક પ્રકારે શીલ પાળ્યું હોય તે મારી બંને ભુજાઓ મને પ્રાપ્ત થાઓ, જેથી હું પુત્રનું પાલન કરી શકું.” આ પ્રમાણે વાત્સલ્ય, વિધુરતા અને ધીરજવાળી ગદ્ગદ્ વાણું બોલતી તેણીના શિયળના પ્રભાવથી તે સમયે ઠુંઠા જેવા મહાવૃક્ષની બે ડાળી સરખી અને પહેલાં કરતાં અધિક ભાવાળી બે ભુજાઓ પ્રગટી નીકળી એટલે પિતાના હસ્તરૂપી સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી હર્ષને અંગે પિતાના પુત્રને હૃદય સાથે ગાઢ આલિંગન આપી રહી હતી તેવામાં પૂર્વ દિશામાં ચંદ્રનું, જગતના નેત્રને આનંદ આપનાર ઉજવળ બિંબ જોયું. વરુ, સિંહ, વાઘ અને સર્પ વિગેરે પ્રાણીઓ વિનાનું, ફલ અને પુષ્યરૂપી સમૃદ્ધિયુક્ત અને દાવાનલ રહિત તે વન બની ગયું તેમજ સૂકાઈ ગયેલી તે નદી પણ અચાનક પ્રગટી નીકળેલ પાણીના પ્રવાહને લીધે બંને કાંઠામાં ભરપૂર બની જવાથી જલ્દી પાર ન કરી શકાય તેવી બની ગઈ. આકાશપટમાં ઊગેલા સેળ કલાપૂર્ણ ચંદ્રને જોઈને ચકોરેએ અસાધારણ રસપૂર્વક કુમુદનું સેવન કર્યું તેમજ ચંદ્રની મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરો ભાગ જે ( ૧૦૮ ). હર કાંતિથી અંધકાર દૂર કરાયે છતે જેમ યુવાવસ્થામાં કન્યા સૌંદર્યવતી બને તેમ તે રાત્રિ સુંદર બની ગઈ. આ પ્રમાણે વનદેવીઓના પ્રભાવથી રમ્ય બનવાને અંગે મનની પીડા દૂર થવાથી કલાવતીએ નદીમાં સ્નાન કરીને કાંઠા પર રહેલ વૃક્ષની નીચે રહેલ ફિટિક મણિની શિલા પર છેડે સમય સુખપૂર્વક નિદ્રા લીધી. રાત્રિના પાછલા ભાગમાં પુત્રની ચિંતાથી નિદ્રા રહિત બનેલ અને કમલપત્ર જેવા નેત્રવાળી અને ઉત્સાહપૂર્વક ઉઠેલી કલાવતી જોવામાં જુએ છે તેવામાં સતી એવી તેણીએ પત્થરની કોતરેલી પૂતળીના સ્તનમાંથી કરતાં દુષ્પપાનને કરતાં પિતાના પુત્રને આશ્ચર્યપૂર્વક નીહાળે. વનદેવીની તથા પ્રકારની ઉત્તમ કૃતિને મસ્તકવડે પ્રણામ કરીને ઉત્કૃષ્ટ આનંદને ધારણ કરતી સ્વર્ણ બાહુની બેન કલાવતીએ, પોતાની જાતનું રક્ષણ કરનાર છે ” એવા પ્રકારનું જાણીને કેઈપણ પ્રકારની ચિંતા કરી નહી અને હવે તે નિશ્ચિંત બની. જે શીલના પ્રભાવથી અત્યંત અસંભવિત એવી બંને બાહુની પ્રાપ્તિ થઈ, વૃષ્ટિ વિના પણ નદી જળથી પરિપૂર્ણ બની અને પત્થરની પૂતળીએ પણ ધાવમાતાનું કાર્ય કર્યુંઆ ત્રણ પ્રકારના આશ્ચર્યો કલાવતી સિવાય બીજી કઈ પણ વ્યક્તિને માટે કેઈપણ સ્થળે જોવાતા નથી. આ બાજુ સારથિએ આવીને શંખરાજાને પિતાનું કાર્ય જણાવ્યું અને ત્યારબાદ બંને ચાંડાલણીઓએ પણ આવીને પિતાને સુપ્રત કરવામાં આવેલ હસ્ત- છેદનનું કાર્ય રાજાને જણાવ્યું. ગવાક્ષમાં રહેલા રાજાને તે ચાંડાલણઓએ ઊભી રહીને કલાવતીની કાપેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ કલાવતી ( ૧૦૯ ) બંને ભુજાઓ દૂરથી બતાવી. છેદેલી લતા સરખી કલાવતીની તે બંને ભુજાઓને જોતાં રાજા, સાચી વસ્તુને નિર્ણય ન થવા છતાં પણ દયાને લીધે ધ્રુજી ઊઠ્યો. ખરેખર સજજન પુરુષે સામાને દુઃખ આપીને શિક્ષા કરીને પોતે જ સંતાપ પામે છે; જ્યારે પાપી પુરુષે સેંકડે કાર્ય કરીને લેશમાત્ર શરમાતા નથી. પછી તે બંને બાજુબંધને ઓળખી કાઢવાને માટે, રાજા પિતે દયાળુ હોવા છતાં પણ તેણેની પાસેથી બંને બાજુબંધ મગાવીને જેવા લાગે એટલે તેણે તે બાજુબંધ પર કલાવતીના ભાઈ “સ્વર્ણ બાહુ’ના નામના અક્ષરે સ્પષ્ટ રીતે કરેલા નીહાળ્યા. તે અક્ષરે વાંચતાની સાથે જ શંખરાજા નદીના પ્રવાહથી ઉખાડાયેલ વૃક્ષની માફક અથવા વાથી હણાયેલા પર્વતની માફક મૂચ્છ પામીને પૃથ્વી પીઠ પર પડી ગયે, એટલે નજીકમાં રહેલા સેવકવર્ગે જળથી ભીંજાયેલા વીંઝણ(પંખો)થી વાયુ નાખે અને “હે સ્વામી! તમે શાંત થાઓ,” એમ બોલવા લાગ્યા. સચેતન થવા બાદ તે અક્ષરપંક્તિને વારંવાર જોતાં રાજાએ અંત:પુરવર્ગને તે દિવસ સંબંધી સમસ્ત વૃત્તાન્ત પૂછે. તેઓએ રાજાને જણાવ્યું કે –“હે દેવ! આજે સવારના કલાવતીના પિયરથી ફર્મ નામને કંચુકી આવ્યું હતું. ત્રણસે દાસીઓ, એક હજાર ઘોડેસ્વાર તેમજ પાયદળ સૈન્ય સાથે સસલા નામની ધાવમાતા આવી હતી. તેઓ બંનેએ કલાવતીના સ્વજનવગે આપેલ વસ્તુ તથા સંદેશાઓ હર્ષપૂર્વક ગ્રહણ કરતાં દેવીને સમસ્ત દિવસ વ્યતીત થઈ ગયો. આપનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૧૦ ) આજને સમગ્ર દિવસ વનકીડામાં વ્યતીત થઈ ગયે. પ્રાત:કાળે કલાવતી સાથે તથા પ્રકારની છે તે માંગલિક વસ્તુઓ આપ વેજો.” ઉપર પ્રમાણેની હકીકત હર્ષ પૂર્વક સાંભળીને તેઓ સર્વને વિદાય કરીને એકાંતમાં મ્યાનમાંથી પિતાના હાથે જ પગ ખેંચી કાઢયું અને તે ભયંકર ખડગને પિતાના કંઠ સાથે લગાડીને, પોતાના હસ્તને કઈક શિથિલ બનાવતાં શંખરાજાએ અત્યંત ખેદપૂર્વક કહ્યું કે–“અરે! ક્ષત્રિયપણના મૂળ સમાન! શૌર્યરૂપી વૃક્ષને વિકસિત કરવામાં મેઘ સમાન ! જ્યલક્ષમીને વરવાને માટે તીર્થ સમાન! હે ખડગ ! તને મારે નમસ્કાર હો! તું સાંભળ. સ્વર્ણબાહુની બહેન, દશાર્ણરાજની પુત્રી અને મારી પત્ની કલાવતી સતી છે. ગુપ્ત રીતે પાપ કરનાર અને પિતે જ પિતાની જાતને હણવા ઈચ્છતી એવી મારી મૃત્યુ પામવાની ઈચ્છા ખર્ષ્યાથી પૂર્ણ થાય તેમ નથી. હે મિત્ર ખડગ ! તું ઊભું રહે, ઊભું રહે. તું તારી જાતને કલંક્તિ ન કર. મારી જેવા ગુપ્ત પાપ કરનારાઓને હણીને પણ તારાથી શુદ્ધિ નહીં થાય; તે હવે પૃથ્વીને વિષે મારા પાપાચરણને પ્રસિદ્ધ કરીને હું અગ્નિનું શરણ સ્વીકારશ. અરે! અહીં કેણ છે? અરે! જલદી જઇને આ પ્રમાણે છેષણ કરો કે “કલાવતીને નિષ્કારણ વધ કરીને હત્યારે શંખરાજા અગ્નિનું શરણ લે છે તે હે સર્વ લેકે મેં જે કંઈ અગ્ય આચરણ કર્યું હોય તેની માફી આપ.” આ રીતે શંખરાજાના મુખમાંથી નીકળતાં કર્ણકર વચનને સાંભળીને પ્રલયકાળે ક્ષુબ્ધ બનતાં સાગરની માફક સમગ્ર જનસમૂહ વ્યાકુળ બની ગયે. સાહસપૂર્વક અગ્નિમાં ઝંપાપાત કરતાં શંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૧ ) કલાવતી રાજાને રાકવા માટે કોઈપણ કુટુંબીજન કે મિત્ર શક્તિમાન થઈ શકયા નહીં તેમજ કુમ નામનો કંચુકી અને સસલા નામની ધાવમાતા વિગેરે કલાવતીના પરિવાર વ પણ, પેાતાના જીવિતના ત્યાગ કરવાની ઈચ્છાથી ચિતામાં પડવા તૈયાર થઈ ગયા. 66 અરે ! નિમેષ માત્રમાં આ શું થઇ ગયું? એકી સાથે જ શિલાઓનુ પતન કેમ થયું? હવે આપણા દેશનું શું થશે ? ખરેખર અસાધારણ પ્રેમ( પ્રીતિ ) પરિણામે સુખકારક નથી, કારણ કે તેમાં ભંગ પડતાં અને પ્રીતિપાત્રો મૃત્યુને આધીન બને છે. કલાવતીની વાણી હમેશાં ચતુરાઈવાળી તેમજ મધુર હાય છે તે રાજા સારી રીતે જાણે છે તે અગ્નિમાં અપાપાત કરવાનો આ બનાવ કેમ બની રહ્યો છે ? રાજાના મૂર્ખ પરિવારવને ધિક્કાર હા ! બુદ્ધિહીન વ્યક્તિ સ્વામીનુ શું શું વિરુદ્ધ કર્તવ્ય ન કરે ? અથવા તે આ વિષયમાં કાઈના દોષ જણાતા નથી; ફક્ત એક દેવના જ દોષ જણાય છે. ભદ્રિક લેાકેાનુ પણ અમંગળ કરતાં તે દેવને શરમ નથી આવતી. ”આ પ્રમાણે શાકને કારણે સામાન્ય જનસમૂહ ખેલી રહ્યો હતા તેવામાં વસુભૂતિ નામના મંત્રીએ આવીને રાજાને જણાવ્યું કે— “હે રાજન! મહેરબાની કરે અને તમે સમજો, ન્યાયની દૃષ્ટિએ વિચાર કરો. સમજણુ વગરનું એક કાર્ય કરીને હવે આ બીજું અકાર્ય કરતાં અટકો, સર્વસ્વ ચાલ્યું જતું હોય અને ભયંકર દુઃખ આવી પડયું હોય તે પણ પ્રાણના ત્યાગ કરવા માટે નીતિકારા ( શાસ્ત્રકાર) આદેશ આપતા નથી. રાજ્ય ત્રણ વર્ષે ( ધર્મ, અર્થ ને કામ)ને સાધી આપનાર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્રીરત્ના ભાગ ૨ જો ( ૧૧૨ ) મૃત્યુ પામનારને તે ક્યાંથી પ્રાપ્ત થાય ? યત્નપૂર્વક જીવનનુ રક્ષણ કરવુ જોઇએ, કારણ કે જીવતા મનુષ્ય બધી વસ્તુઓ મેળવી શકે છે. ( જીવતા નર ભદ્રા પામે.) હે સ્વામિન્! તમે મૃત્યુ પામ્યે છતે કલાવતી કયાંથી મળશે ? વળી, આ રાજ્યને શત્રુઓ મૂળમાંથી ઉખેડી નાખશે. મૃત્યુ પામવાની ઇચ્છાના ત્યાગ કરો, ધીરજ ધારણ કરો અને શાકને ત્યજી ઢો. તેમજ ગર્ભવતી કલાવતીની પ્રાપ્તિ માટે પ્રયાસ કરો, હજી કઈ લાંબા સમય વ્યતીત થયેા નથી એટલે તે જીવતી મળી આવશે. આ પ્રમાણેની હસ્ત-છેદનરૂપી કદના કંઈ મૃત્યુ પમાડનારી બનતી નથી, તે દેવી કલાવતીની શોધખાળ માટે સજ્જ થાઓ ! ફોગટ મૃત્યુ પામવાથી શા લાભ ? ઉતાવળે જીવનનો ત્યાગ કરવા તે પશુક્રિયા છે, મૂર્ખાનું આચરણ છે; એ કંઈ પુરુષાર્થ નથી, ’ ઉપર પ્રમાણેના મંત્રી વસુભૂતિના વચને વિચારીને કલાવતીની શોધખોળ માટે સમસ્ત પૌરજન, સૈન્ય અને વાહનાની સાથે પર્વત અને વનપ્રદેશમાં તપાસ કરવાને માટે મહારાજા શંખ જલ્દી ચાલી નીકળ્યે. હજારા રથ, પાયદળ, હસ્તી અને અધદ્વારા તલ અને તૃણુ ( ફેતરા ) પ્રમાણુ જગ્યા જોવરાવ્યા છતાં કોઈપણ સ્થળે કલાવતી પ્રાપ્ત થઇ શકી નહીં. ખરેખર જરૂરિયાતને સમયે વસ્તુની પ્રાપ્તિ દુર્લભ બને છે. વનદેવીના પ્રભાવથી સુંદર ગિરિમાળા, મનાહર વૃક્ષા અને જળપૂર્ણ નદીને કારણે તે વન અપૂર્વ દૃશ્યવાળું બનેલુ હોઇને કષાયવાળા પ્રાણીઓના અંતઃકરણમાં તે વન, વન તરીકે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩ ) કલાવતી પરન્તુ મનહર સ્થાન તરીકે જણાતું. કલાવતીએ રાજાના સૈન્યના પ્રચંડ ઇવનિને સાંભળે છતાં પણ તેનું હૃદય અંશ માત્ર પણ ધ્રર્યું નહીં. કેઈપણ પ્રકારની રતિ (પ્રીતિ) એ ભવિષ્યના ભાગ્યની સૂચક દૂતીરૂપ છે. “હે શંખરાજા! તારી સમક્ષ તું આ તે જ કલાવતીને નીરખ” આ પ્રમાણે પોતાના કિરણસમૂહથી જણાવતો હોય તેમ સૂર્ય, કેઈપણ સ્થળેથી જલ્દી આવીને ઉદયાચલ પર આરૂઢ થયેસૂર્યોદય થયે. પ્રાતઃકાલમાં લોકોએ હંસરૂપી પત્રથી યુક્ત અને હસ્તરૂપી કમળથી યુક્ત કમલિની સરખી કલાવતીને જોઈ “ખરેખર સદ્ભાગ્યની વાત છે કે આપણે સફળ થયા છીએ, કારણ કે અક્ષત અંગવાળી, પુત્ર યુક્ત અને નદીના કિનારે બેઠેલી આપણી રાણી કલાવતી આપણી સન્મુખ દેખાઈ રહી છે. અરે! આ પત્થરની પૂતળી ધાવમાતાની માફક પુત્રની રક્ષા કરી રહી છે. અરે ! આ મહાન આશ્ચર્ય તમે જુઓ, જુઓ. જે વૃક્ષની નીચે, પુત્ર સાથે કલાવતી રહેલી છે તે વૃક્ષની છાયા પણ સજ્જન પુરુષોની પ્રતિજ્ઞાની માફક ફરતી પણ નથી અર્થાત્ વૃક્ષની છાયા સ્થિર થઈ ગઈ છે. કલાવતી દેવીના આગમનથી પૂર્વે કદી નહતું તેવું આ વન પણ વિકસિત લતાવાળું અને ફળથી લચી રહેલા વૃક્ષે યુક્ત બની ગયું છે. આ પર્વતની નદી, જે પૂર્વે શુષ્ક હતી તે હાલમાં ગાયની માફક જનતાને પિતાના જળથી આનંદ આપી રહી છે. ” આશ્ચર્યપૂર્વક ઉપર પ્રમાણે બોલતાં સમસ્ત લેકે પિતાનું મસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૧ ) પૃથ્વી પર્યત નમાવીને પ્રણામ કરવા લાગ્યા. ખરેખર સતીરૂપ તીર્થ અદભુત છે, અલોકિક છે. તેવામાં છત્ર અને ચામર રહિત, પગપાળા ચાલતા અને દુઃખી બનેલા પોતાના સ્વામી શંખ રાજવીને જોઈને કલાવતી ઊભી થઈ ગઈ. “હે આર્યપુત્ર! આપ આપના પુત્ર સહિત વિજયવંત વર્તે, આપના ચરણની સેવાથી હંમેશાં મારે સંતાપ દૂર થાઓ !” ત્યારે લજાથી નમેલા મસ્તકવાળા, આંખમાંથી અશ્રુને વહાવતા શંખરાજાના મંત્રીએ મિષ્ટ વાણી બેલી કલાવતીને કહ્યું કે“હે માતા કલાવતી ! તમે જે કહે છે તે એગ્ય છે. જે રાજાની તું શરીરધારિણે યશલક્ષ્મી છે તે શંખરાજા આજે વિજ્યશાળી બન્યા છે. તમે ખરેખર સતી હોવાથી આ પ્રમાણે સાધના કરી શક્યા છે, તે હે કલાવતી ! ચાર ભુજાને કારણે તમે દેવી સ્વરૂપે પ્રસિદ્ધિ પામ્યા છે. ચંદ્ર સરખા તારા પુત્રના મુખે, પત્થરની પૂતળીને દૂધ વર્ષાવનારી બનાવી તે જાણે કે ચંદ્રથી સ્પર્શ કરાયેલ સૂર્ય જળની વૃષ્ટિ કરે તેના જેવું આશ્ચર્યકારક છે. તારા આ રમ્ય આશ્રયસ્થાનમાં કલ્યાણને ઈચ્છવાવાળા લેકે નિર્મળ જળમાં સ્નાન કરી રહ્યા છે અને ફલ તથા પુષ્પને ગ્રહણ કરી રહ્યા છે. જે કદાચ તારું અમં. ગળ થયું હોત તે આ રાજા તેમજ પ્રજાનું શું થાત? તે અમે જાણી શકતા નથી. તું, મહારાજા શંખ કે આ જનસમૂહ ખરેખર ભાગ્યશાળી છે. રાજાના અંતઃકરણમાં તારા માટે અંશમાત્ર પણ દ્વેષભાવ નથી, માટે તું માફ કર. હે દશાર્ણ રાજ પુત્રી ! તમે સામાન્ય નારી નથી પણ દેવી છે. તમે કલ્પાંતકાળ પર્યન્ત આ વનપ્રદેશને તીર્થભૂમિ બનાવી છે; તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૫ ) કલાવતી હે માતા ! હવે પ્રસન્ન થાઓ અને નગરને નાથ યુક્ત બનાવેશેભા.” આ પ્રમાણે વસુભૂતિ મંત્રીએ કહ્યાબાદ, વનદેવીને પ્રણામ કરીને તે વનની રજા લઈને કલાવતી શિબિકા પર ચઢી. પાણિગ્રહણના ઉત્સવ કરતાં પણ વિશેષ એ, જેમાં દવાઓ ફરકી રહી છે અને પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે તે નગરપ્રવેશોત્સવ થશે. તે સમયે તે બંનેનું ક્ષીર–નીરની માફક ઐક્ય થયું કે જેને ભિન્ન કરવાને હંસની ચાંચ પણ સમર્થ થઈ શકી નહીં. કેઈ એક દિવસે નગરમાં દેવ, દાનવ અને મનુષ્યથી સ્તુતિ કરાયેલા, ચાર ઘાતી કર્મને નાશ કરનાર કેવળી મુનિ પધાર્યા. સુદર્શન નામના તે કેવળી ભગવંતને વંદન કરવાની ઇચ્છાવાળ, ભક્તિપરાયણ શંખરાજા પિતાના અંતઃપુર-પરિ. જન વર્ગ સાથે ગયે. તેમની પપાસનથી પાપસમૂહને નષ્ટ કરીને હર્ષ પામેલા રાજાએ સમયે પોતાની પત્ની ક્લાવતીને હસ્ત-છેદનની પીડા થવાનું કારણ પૂછ્યું ત્યારે કેવળી ભગવતે જણાવ્યું કે હે રાજા! તેનું કારણ સાંભળ. પૂર્વ દિશામાં લ્યાણ કટક નામનું નગર હતું. તે નગરમાં બલ્લોલ નામના રાજાના સત્યકી નામના મંત્રીની વિભુખી પુત્રી પિપટ સાથે કીડા કરવામાં રક્ત રહેતી હતી. તેણે નકર નામના પિપટને પિતાની હથેળીમાં ધારણ કરતી. દેવપૂજા સિવાય તેને કોઈ પણ સ્થળે અળગે કરતી નહી. તે પિપટ પણ તેણીના પાલન-પોષણથી તેણીના પ્રત્યે પ્રીતિવાળો બન્યો હતો. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૧૬ ) બંનેની પરસ્પર રીસાવું અને રીઝાવું વિગેરે પ્રકારની ક્રિયાઓ થતી હતી. કઈ એક દિવસ શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરવા જતી તેને પિપટે પ્રાર્થના કરી એટલે તેણે તેને પોતાની સાથે લઈ ગઈ. દેવાધિદેવ શ્રી આદીશ્વર પરમાત્માની મૂર્તિને પ્રતિદિન પ્રણામ કરવા આવવાને માટે પિતાના મનમાં પ્રતિજ્ઞા કરી. ઘણું કરીને મનુષ્યવાણ બેલતાં પિપટેની જાતિ માંસભક્ષણ કરતી નથી તેમજ ભદ્રિક ભાવવાળી હોય છે. વિદ્ય—ખીની માફક પુણ્યની લાલસાથી તે પોપટે પણ જેમ જોયું તેમ પૂજન કરીને મનમાં પોતાની જાતને ધન્ય માની. બીજે દિવસે પૂર્વની માફક પિપટથી પ્રાર્થના કરાયા છતાં પણ, તેની ચંચળતાના ભયને લીધે વિન્મતી પિોપટને સાથે લઈ ન ગઈ. એકલી તે જઈને, પરમાત્માને નમીને પાછી આવી અને ભોજન સમયે પિપટને પાંજરામાંથી બહાર કાઢ્યો ત્યારે પિતાનું ભોજન ત્યજી દઈને, જિનમંદિરમાં જઈને, પિતાને નિયમ પૂર્ણ કરીને ફરીથી અવસરે તે આવી પહોંચ્યું. વિદ્યુમ્મુખી ભદ્રિક સ્વભાવવાળી હોવા છતાં ફરીથી આવેલા તેને પ્રાપ્ત કરીને, સ્ત્રી સ્વભાવજન્ય વ્યાકુળતા તેણીના મનમાં પ્રગટી નીકળી અર્થાત્ તેણી ભ પામી. આ પિપટનું બાલ્યાવસ્થાથી મેં કાળજીપૂર્વક પાલન-પોષણ કર્યું છે, છતાં મને ત્યજીને, નિર્ભય બનીને હમણાં ભ્રમણ કરી રહ્યો છે. કદાચ કઈ વખત આ પિપટ બીજાના હસ્તમાં જઈ ચઢશે તે મારા હૃદયદહને શમાવવા માટે ઓષધ કે વૈદ્ય મળી શકશે નહીં. કદાચ બાજ, બીલાઓ અને ગીધાદિકથી તેને પરાભવ (મૃત્યુ) થાય અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૭ ) કલાવતો તે આ પ્રમાણે સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરવાથી તે વનમાં ચાલ્યા જાય; તે સંપૂર્ણ નાશ કરતાં અર્ધનાશ સારે, તે હવે ફરીને આ પિપટ કેઈપણ સ્થળે ચાલ્યું ન જાય તેમ હું કરું.” આ પ્રમાણે વિચાર કરીને તે દીન પક્ષીને પકડીને, “આમ ન કરે, આમ ન કરો.” એમ પિપટ બેલી રહ્યો હતો છતાં પણ તેની બંને મુખ્ય પાંખોને ખેદપૂર્વક છેદી નાંખી અને છેરાયેલ પાંખવાળે, દુઃખથી પીડાયેલ અને અશ્રુયુક્ત લોચનવાળે તે પિપટ ઉચ્ચ સ્વરે શકયુક્ત વાણથી વિદ્યુમ્મતી પ્રત્યે બેત્યે કે –“મેં કઈ સમયનું ઉલ્લંઘન કર્યું નથી, ભેજનસમયે તારી પાસે આવી પહોંચે છું, છતાં નિરપરાધી એવા મારી બંને પાંખો તે શા માટે છેદી નાખી? તારાથી જાતે જ રક્ષાયેલે, તારા પ્રત્યે પ્રીતિવાળે અને તને અત્યંત પ્રિય, તારે આધીન રહેનાર તેમજ રંક–ગરીબડા એવા મારા પર તે જે પરાક્રમ દાખવ્યું તે ઠીક જ કર્યું છે! આવા પ્રકારનું મારા પરત્વે વર્તન દાખવીને તે લેશ માત્ર દયા દાખવી નથી તેથી હવે જે હું તારી સાથે પાન કે અશન કરું તે હું ખરેખર પક્ષી ન કહેવાઉં અર્થાત્ આજથી મારે અશન-પાનને ત્યાગ છે.” આ પ્રમાણે અનશન કરવાનો નિશ્ચય કરીને તે પિોપટે મૌન ધારણ કર્યું અને ચિત્તને વિષે માત્ર દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવંતનું સ્મરણ કરવા લાગ્યો. પિપટના કટાક્ષ વચનોથી હૃદયમાં ઘાયલ થવાથી પશ્ચાત્તાપ કરતી વિદ્યુમ્મતી પિપટને વારંવાર આજીજીપૂર્વક કહેવા લાગી. શેકમગ્ન બનેલી તેણે તેની આગળ રુદન કરવા લાગી, તેમજ પિતાની જાતને નિંદવા લાગી. વળી પિપટને પિતાના મેળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ આદ જૈન સ્ત્રીરત્નો ભાગ ૨ જે ( ૧૧૮ ) બેસારીને તેવા પ્રકારના વચનોથી શાંત્વન–આશ્વાસન આપવા લાગી. જ્યારે દઢ પ્રતિજ્ઞાવાળા પિપટે કઈ પણ પ્રકારને આહાર ગ્રહણ કર્યો નહીં ત્યારે ચતુર વિન્મતીએ પણ તેની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે –“હે પિપટ! મારા અનુચિત વર્તનથી તે જે મૃત્યુ પામવાનો નિર્ણય કર્યો છે, તે હું પણ તારી સાથે જ મૃત્યુ પામીશ, આપણે બંનેની એક જ ગતિ થાઓ.” આ પ્રમાણે કહાન, ભેજન તથા પાણીને ત્યાગ કરેલી વિદ્યન્મતી સમયને અનુરૂપ સમસ્ત ક્રિયાઓ કરવા લાગી. વિદ્યન્મતી સર્વ લક્ષણોથી યુક્ત, મનેહર, વરને લાયક યુવાવસ્થામાં આવેલી, સુંદર શરીરવાલી અત્યંત વિચક્ષણ મંત્રી કન્યા હતી-અવિવાહિત હતી. નાગરિકજનો દુઃખથી વ્યાકુળ બચે છતે, બંધુઓ વિલાપ કર્યો છતે અને સેંકડો વિચક્ષણ પુરુષોએ હજાર ઉપાય કર્યા તે પણ હરણના જેવી નેત્રવાળી વિન્મતીના મૃત્યુ પામવાના નિર્ણયને દૂર કરવાને કઈ શક્તિમાન થઈ શકયું નહીં. ખરેખર ભાવભાવને દૂર કરી શકાતે નથી. પછી ત્રણ દિવસ બાદ, મૃત્યુ પામેલા પિપટને સાથે લઈને વિન્મતીએ અગ્નિમાં પ્રવેશ કરીને પિતાના દેહને ભસ્મીભૂત કરી નાખે. વિદ્યુન્મતી મૃત્યુ પામીને દશાર્ણ રાજાની લાવતી નામની પુત્રી થઈ અને તે પિપટ મૃત્યુ પામીને તું શંખ રાજારૂપે જન્મે છે. પાંખના છેદવાથી બંધાયેલા દુષ્કર્મ રૂપી ફળ કલાવતીએ હસ્ત છેદવાના બહાનાથી, તારા દ્વારા પ્રાપ્ત કર્યું (પૂર્વભવમાં તેણે તારી બે પાખે છેદી હતી, તો આ ભવમાં તે તેની બંને ભુજાઓ કપાવી.)” આ પ્રમાણે કેવળી ભગવંત કહી રહ્યા હતા ત્યારે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૯ ) કલાવતી સમક્ષ જાણે આળેખાયેલ હોય તેમ પિતાના પૂર્વજન્મને યાદ કરતાં તે બંને નિદ્રાની માફક ક્ષણિક મૂછ પામીને, જલ્દી પાછા સચેત બન્યા. પછી ત્યારથી જ પ્રારંભીને મુનિ સમક્ષ સ્વીકારેલ કોઈપણ પ્રકારની જીવહિંસા નહીં કરવાની પ્રતિજ્ઞાવાળા તે બંને રાજ્યનું સુંદર પ્રકારે પાલન કરી, વૃદ્ધાવસ્થામાં પિતાના મુખ્ય પુત્રને રાજ્યકારભાર સેંપીને, નિર્મળ તપશ્ચર્યા કરીને સ્વર્ગમાં ગયા. TI S. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ સતી તારા. આ સY મસ્ત સંકટ રહિત, સમસ્ત દેવતાઓને હિતકારી dw®í એવી અમરાવતી જેવી વારાણસી નામે નગરી છે. જેમાં વસતા લક કર રહિત નથી પણ અવદ્ય-પાપ કરનારા નથી, એ આશ્ચર્ય છે. તે નગરીમાં ત્યાં અત્યંત મટે ધનવાન પુરંદર નામે શેઠ હતે. સુરાંગના સમાન સૌદર્યવતી એવી સુંદરી નામે તેની સ્ત્રી હતી. ચંદ્રમાની જેમ સમસ્ત લેકેને આનંદ પમાડનાર એ ચંદ્રનામે તેમનો પુત્ર હતું અને રછુક વણિકની તારા નામની પુત્રી તે ચંદ્રની ગૃહિણી હતી. એ તારાના રૂપ આગળ કામદેવની પ્રિયા રતિ તે એક દાસી જેવી લાગતી હતી. તેણે કોઈવાર ગુરુ પાસે પરપુરુષની નિવૃત્તિરૂપ વ્રત અંગીકાર કર્યું. રોહિણીને બુધની જેમ લોકોના લેચનાનંદને વિકાસ પમાડનાર એ શંખચૂડ નામે એ ચંદ્રની પ્રિયા તારાનો પુત્ર હતા. એક દિવસે શિર પર તૃણ મૂકીને પિતાના પિતાના હાથે વેચાતી એક કન્યા ચૌટામાં ચંદ્રના જોવામાં આવી ત્યારે ચંદ્ર મિત્રોને પૂછયું કે-અત્યંત મનોહર આ કન્યા કોણ છે? તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૧ ) તારા બેલ્યા–એક દરિદ્ર બ્રાહ્મણ આ પિતાની પુત્રીને વેચે છે એમ કહીને મિત્રોએ પુનઃ જણાવ્યું કે હે ભદ્ર! એને લઈને તું તારી ગૃહિણું બનાવ કારણ કે એ અત્યંત રૂપવતી છે. ચંદ્ર કહ્યું–મારે તે રચ્છકની પુત્રી ગૃહિણી છે અને તે સુરૂપવતી છે, તે હું એ બ્રાહ્મણપુત્રીની શા માટે ઈચ્છા કરું ? પરંતુ આ અયુક્ત છે એમ ધારી દયા લાવીને એનું મૂલ્ય આપું. ત્યારે મિત્રે બેલ્યા પવનથી ઉછળતી દવજા સમાન ચંચલ વિભવનો માત્ર એટલે જ સાર છે કે સંકટરૂપ મહાસાગરમાં પડેલ પ્રાણીને ઉપકાર કરે.” પરોપકારમાં ન વપરાતું ધન, ભેગને ન પામેલ અને સુવર્ણ તારુણ્ય યુક્ત હોય છતાં વિધવા સ્ત્રીઓની જેમ કયાંય પણ શેભા પામતું નથી. પછી ચંદ્ર એ બ્રાહ્મણને પૂછ્યું કે-એ કન્યાનું મૂલ્ય શું? તે બેભે–“એક લક્ષ દ્રવ્ય ત્યારે ચંદ્ર કહ્યું–મુખ માગ્યું એક લાખ ધન લઈલે, પણ હે વિપ્ર ! બીજીવાર એવું કદિ કરીશ નહિ એમ કહીને ચંદ્ર તે બ્રાહ્મણને લાખ સોનામહેરે આપી. બાદ તે ભટ્ટ બે –અમને બંનેને તારા ઘરે ભેજન આપે ત્યારે ચંદ્ર વિચાર કર્યો કે–અહે! એ લજ્જાહીન લાગે છે. એક લાખ સોનામહોર પામ્યા છતાં ભેજન માગે છે, કારણ કે બહ લાભ મેળવ્યાં છતાં બ્રાહ્મણ ભજન વિના તૃપ્ત થતું નથી, એમ ધારીને ચંદ્ર પિતાના નેકરને કહ્યું કે આ બંનેને આપણે ઘેર ભજન કરાવ. એટલે તે પુત્રી સહિત ભટ્ટને ચંદ્રના ઘરે તેડી ગયે. ત્યાં વિશિષ્ટ મણિકનકના ભૂષણેથી શોભતી કલ્પલતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન ચોરત્ન ભાગ ૨ જે ( ૧૨ ) જેમ ઘરના એક ભાગમાં બેઠેલ તારા તે દ્વિજના જોવામાં આવી. તેની આગળ ભટ્ટ વેદાક્ષર બલવા લાગે, એવામાં તે નેકરે પતિને આદેશ સંભળાવતાં કહ્યું કે –“એને ભેજન આપે.” આથી સંતુષ્ટ થતી તારાએ તે બંનેને સુવર્ણના થાળમાં ઘૂતયુક્ત ભાત, દાળ, ભેદક, દહીં અને દૂધ વિગેરેનું ભેજન આપ્યું એટલે અત્યંત અતૃપ્ત એવા પિતૃઓની જેમ તેમણે કંઠ સુધી ભેજન કર્યું. પછી તાંબૂલ આપતાં તારાએ તેમને કહ્યું કે—“ફરી કઈવાર તમે આવજે.” આ તેણીના સુચરિત્રથી મનમાં અચંબો પામી શિર ધુણાવતાં તે બંને પિતાના સ્થાને ગયા. હવે સૂર્ય અસ્ત થતાં અને ભુવનમાં અંધકાર પ્રસરતાં પુરંદર શ્રેષ્ઠીએ ચંદ્રને વહીવટને હિસાબ પૂછયે. એટલે તેણે વિપ્રને આપેલ લક્ષ સેનામહોરને વૃત્તાંત કહી સંભળાવ્યું, જે સાંભળતાં શેઠ પાયમાન થઈને ચિંતવવા લાગે કે પુરુષને નવ મહિને ફરીને પણ પુત્ર થાય; પરંતુ લાખ સેનામહેર લાખ વરસે પણ વધી ન શકે. પછી ચંદ્રની નિર્ભછના કરતાં શેઠે કહ્યું—“અરે ! કુપુત્ર! નગુણા ! કુલખણું ! લક્ષના દાનમાં દુર્લલિત ! મારું ઘર મૂકી ચાલ્યો જા, મારા લક્ષ ધનનું તેં દાન કર્યું તેથી તું કયે મેટે રાજપુત્ર હતો? કેડી માત્ર વધારતાં પણ વણિકોને કેટલી મુશ્કેલી પડે છે, તે તું જાણતા નથી.એ પ્રમાણે શ્રેણીનાં નિષ્ફર વચનથી મનમાં દુભાયેલ ચંદ્ર, બગલાના બકવાદથી સરોવરથી ચાલી નીકળતા હંસની જેમ તે ઘરની બહાર નીકળી ગયું. એટલે શંખચૂડ પુત્રની સાથે તારા પણ તેની પાછળ ચાલી, કારણ કે કુલીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૧ર૩ ) તાર બાલિકાઓને પતિ વિના અન્ય શરણું કોનું હૈય? માર્ગમાં પુત્રને તેડીને ચંદ્ર દેશાંતર ચાલી નીકળે અને પતિની પાછળ પંથે પડેલી તારા પિતાના મનમાં જરા પણ ખેદ સમજતી ન હતી. ત્યારે તારાની કેડથકી ચંદ્ર જબરાઈથી પુત્રને લઈ લીધે, કારણ કે સજને સ્નેહના સ્વરૂપને સુખ-દુઃખના વિભાગરૂપ કહે છે. માર્ગમાં ચંદ્ર અગણિત ક્ષુધા, તૃષ્ણા પ્રમુખના સંકટને સહન કરતે જવા લાગે, કારણ કે માની પુરુષો અપમાનને જ મેટું દુઃખ સમજે છે. ચાલતાં ચાલતાં અનુક્રમે તે તાલિપ્તિ નગરીમાં આવી ચડ્યો. ત્યાં તેની ભદ્ર આકૃતિ જોઈને બકુલ નામને માળી સંતુષ્ટ થઈ તેને પિતાને ઘરે લઈ ગયો. તારા પણ વિચારવા લાગી કે-જે કાંઈ મનોહર ભજન હેય તે મારા પતિ અને પુત્રને આપું. એમ ધારીને તે પિતાનું દેહદુઃખ પણ ગણતી ન હતી. તે શ્રીમંતેના ઘરે રાંધતી, ખાંડતી, પીસતી, દળતી, જળ ભરતી ઈત્યાદિ બધા કામ કરવા લાગી. અહે! એનું સુગૃહીપણું કેવું અદ્ભુત ! નગરના લોકો તેને જોઈને બોલતા કે—“અહો! વિધાતાની કેવી દુષ્ટ કૃતિ કે જેણે આવી રમણીને પણ આટલી બધી દુર્દશાએ પહોંચાડી. એક દિવસે એ તારા કોઈ એક પરિવાજિકાના જોવામાં આવી. તેણે તારાને બોલાવતાં કહ્યું કે-હે ભદ્રે મારું વચન સાંભળ. તું કેઈની દાસી-દૂતી થા. ત્યારે તારાએ તેની ઉપેક્ષા કરી. પુનઃ તે બોલી-હું કંઈ અનુચિત કહેતી નથી. એમ કહીને તારાના સાંભળતાં ફરી તે કહેવા લાગી–હે ભદ્રે મને તું ઓળખે છે ? તારા બેલી–ના હું ઓળખતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સોરત્ના ભાગ ર જો ( ૧૨૪ ) ત્યારે પરિત્રાજિકાએ એળખાણ આપતાં જણાવ્યું કે-પૂર્વે વારાણસી નગરીમાં તેં તારા ઘરે બ્રાહ્મણ પિતાની સાથે જે ખળાને જમાડી હતી તે હું પોતે છું. એમ સાંભળતાં તારા એલી—તારી આવી અવસ્થા કેમ ? તે ખાલી-મેં વ્રત લીધું છે તેથી મારી તે। એ જ દશા હોય; પણ હે ભદ્રે ! હું બહુ દિલગીર છું કે તું આવી દુર્દશામાં આવી પડી. વળી હે ભદ્રે સાંભળગુરુએ આપેલ મારી પાસે એ ઔષિધ છે. તેનાંથી તિલક કરતાં એક ઔષધીથી સ્ત્રી તે પુરુષ બની જાય અને બીજીથી પુરુષ તે સ્ત્રીરૂપ થઇ જાય. તે બંને ઔષધિને તું શીલરક્ષાને માટે ગ્રહણ કર. એટલે તારાએ તે ગ્રહણ કરી. ખેલ્યાનહિ. " હવે ચંદ્રને રિદ્ર જોઇને માળીએ કહ્યું કે-હે ભદ્ર ! કઇ વ્યવસાય કેમ કરતા નથી ? કારણ કે પડિતને વ્યવસાયને લક્ષ્મીનું મૂળ કારણ બતાવે છે. ત્યારે ચંદ્ર - વિભવહીન માણસાને વ્યવસાય વૃદ્ધિ પામી શકે એટલે માળીએ કહ્યું– મારા ભાગમાં પુષ્પા વેચ ! ચંદ્રે તેમ કર્યું, પરંતુ તેમાં તે તથાપ્રકારના લાભ મેળવી ન શક્યા તેથી તારા પાતે ચૌટામાં જઈને પુષ્પા વેચવા લાગી. તેમાં દક્ષપણાથી તે સર્વાંત્તમ લાભ મેળવવા લાગી, આથી એક વખતે તે નગરના રાજા વૈરસિહે તારાને જોઈ જેથી · આ દેવાંગના આવી છે કે શું ? ’ એમ તે આશ્ચર્ય પામ્યા. પછી રયવાડીએ જતાં રાજા દરરાજ તે જ માગે નીકળતા અને વિલાસપૂર્વક તારાને જોતાં તે જરા હસીને તેને બાલાવતા હતા. એક દિવસે તે ઔષધિથી તિલક કરી પુરુષરૂપ બનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૫ ) તારા તારા જેટલામાં પુપે વેચે છે તેવામાં રાજા ત્યાં આવી ચડ્યો. ત્યારે તારાને ન જેવાથી તેણે કહ્યું કે-“હે માળી ! આજે તારી ભાર્યા કેમ દેખાતી નથી? તેના શરીરે શું તાવ લાગુ પડ્યો છે?” એટલે તારા હસીને બેલી કે–હે દેવ ! તેને તાવ લાગુ પડી નથી, પરંતુ તેને કામ જવર લાગુ પડ્યો લાગે છે. પછી બીજે દિવસે રાજાએ તારાને સ્વાભાવિક રૂપમાં જોઈ તેથી પરિહાસ કરતા રાજાને તારાએ કહ્યું કે-હે દેવ! એ તલમાં તેલ નથી. તું સારી રીતે ભૂલ્યા છે. તેમ છતાં રાજાએ રાત્રે પોતાનો નોકર મેકલીને તારાને બોલાવી એટલે તિલથી તેણે પોતાના પતિને ચંદ્રને સ્ત્રીરૂપ બનાવીને મોકલ્યો. તે રમણરૂપ ચંદ્રને પેલો પુરુષ રાજાના વાસગૃહમાં લઈ ગયે. તેને જોતાં ભૂપતિ અંતરમાં વિચારવા લાગ્યું કેઅહે! એનું રૂપ-સૌંદર્ય ! એના સ્તન, વદન, લેચન, કર અને ચરણમાં જે સુંદરતા છે, તેના પ્રમાણમાં જગતમાં અન્ય લલનાઓને લેશ માત્ર પણ નહિ હોય. પછી તેને શય્યા પર બેસારી, પુષ્પ, અંગરાગ અને તાંબૂલ આપતાં રાજા પોતાનો દઢ અનુરાગ પ્રગટ બતાવીને કહેવા લાગે કે-“તારા વિરહમાં દુઃખાનલથી મારું શરીર જે સંતપ્ત થયું છે, તે હે સુચને! તારા અમૃત સમાન સંગમથી સત્વર શાંત કર !” એમ કહેતાં રાજા ચંદ્રના ગળે બાઝયે. એવામાં સ્ત્રી રૂપને તજીને તે બોલ્યા કે-“હે રાજન ! આ અયુક્ત શું કરવા માંડયું છે ? આથી પુરુષને જોતાં રાજા ચક્તિ થઈ લજજા પામીને ચિંતવવા લાગે કે-હા ! આ શું ઇદ્રજાળ છે? મને લાગે છે કે તે મહા સતીએ પોતાના શીલના પ્રભાવથી પતિને સ્ત્રીરૂપ બનાવીને મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ આદ જન સ્ત્રીરને ભાગ ૨ જે ( ૧૨૬ ) જણાય છે. અહે! એ ધન્ય છે કે મારા જે રાજા પ્રાર્થના કરનાર છતાં જે અનુરક્ત ન થઈ. એમ ચિંતવીને રાજા કહેવા લાગ્યું–હે મિત્ર! એમાં અયુક્ત શું છે? સ્નેહી મિત્રોનું સ્નેહ સમાગમ કંઈ અવિરુદ્ધ નથી! પછી રાત્રી ત્યાં જ ગાળીને પ્રભાતે ચંદ્ર પિતાને ઘરે આવ્યા અને રાત્રિને વૃત્તાંત તેણે તારાને કહી સંભળાવ્યું. જે સાંભળતા તારા બોલી કે—હે નાથ ! એમ વિલક્ષ થયેલ રાજા કેઈવાર કે પાયમાન થશે માટે આપણે સિંહલદ્વીપમાં તમારા મામા પાસે જઈએ. એવામાં મદન નામે સાર્થવાહ સિંહલદ્વીપ તરફ જતો હતો, એટલે સમુદ્ર ઓળંગવાના ઈરાદાથી ચંદ્ર, શંખચૂડ અને તારા સહિત તે સાર્થવાહના વહાણમાં બેઠે. ત્યાં તારાના મુખરૂપ ચંદ્રમાને જેવાથી મદનને મનસમુદ્ર અનેક કુવિકલ્પરૂપ કલેલથી ઉછળવા લાગ્યા. તે જાણવામાં આવતાં તારા અને ચંદ્ર અને પિતાના રૂપનું પરિવર્તન કરીને બેસી રહ્યા. હવે મદનમસ્ત મદને રાત્રે તારાને પુરુષ સમજીને સમુદ્રમાં નાખી દીધી અને ચંદ્રને સ્ત્રી જાણીને તેને આલિંગન કરવા તત્પર થયે. એટલે ચંદ્ર પુરુષરૂપે પ્રગટ કર્યું જેથી મદન વિલક્ષ થઈ ગયે. એવામાં અકાર્ય કરનારાઓને કુશળતા કયાંથી હોય? એમ જાણે પ્રગટ બતાવવા, મહિલાના હૃદયમાં રહેલ ગુહ્ય વાતની જેમ હાણ તરત ભાંગી પડયું. ત્યારે સ્વામી મરણ પામતાં સેવકની જેમ વહાણ ભાંગતાં લેકે સમુદ્રમાં પડ્યા અને બધા જુદા પડીને કોઈ બૂડી મુઆ અને કોઈ ક્યાંય કિનારે પહોંચ્યા. - હવે તારા સમુદ્રમાં પડતાં તેના શીલના પ્રભાવથી સંતુષ્ટ થયેલ દેવતાએ તેને વિના સંકટે કિનારે પહોંચાડી. ત્યાં સાગરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ તારા ( ૧૨૭ ) તીરે ભમતાં તે એક ભિલ્લના જોવામાં આવી એટલે તેણે તેને પલ્લીમાં લઈ જઈને પિતાના પલ્લી પતિને સેંપી. તારાના રૂપમાં મેહિત થયેલ પલ્લી પતિએ તેને ભેગની પ્રાર્થના કરી. પણ તારાએ તેનો અનાદર કર્યો. પછી પલ્લીપતિએ વિચાર કર્યો કે એ નહિ માનશે તે બલાત્કારથી એને ભેગવીશ. એમ ધારીને તે સૂઈ ગયે. એવામાં કુળદેવતાએ સ્વપ્નમાં તેને શિખામણ આપી કે—હે મૂઢ! એ મહાસતીને તું સતાવીશ નહિ. હે મૂર્ખ ! શું તે એટલું પણ સાંભળ્યું નથી કે – સિંહના કેશરા, સતીના સાથળ, સુભટના શરણે આવેલ અને આશીવિષ સર્ષના શિર પર મણિ–એ શું કેઈથી પામી શકાય? આથી તે પલ્લીપતિએ શાંત થઈને પિતાના પુરુષને કહ્યું કે એને લઈને મંગલપુરમાં વેચી આવે. એટલે તેઓ તારાને લઈને મંગલપુરમાં ગયા. ત્યાં સુમતિ નામના શ્રેષ્ઠીએ તારાને વેચાતી જોઈને દયા આવવાથી તે પુરુષોને મેં–માંગ્યું દ્રવ્ય આપી, તારાને લઈને પોતાના ઘરે આવી પોતાની ભદ્રા નામની ભાર્યાને કહ્યું કે હે સુતનુ ! આને તારે પુત્રી સમાન સમજવી.” એમ સાંભળતાં ભદ્રા વિચારવા લાગી કે-“શેઠ મુખથી તો એને પુત્રી કહી બતાવે છે, પરંતુ મને લાગે છે કે એના રૂપમાં મેહ પામીને છેવટે વખતસર એ ધૂર્ત એને પિતાની ગૃહિણી બનાવશે.” એમ ધારીને ભદ્રા તારાને બહુ જ અનાદરથી જેવા લાગી. તેમ છતાં પતિ અને પુત્રના સમાગમની આશા રાખીને તારા તે બધું સહન કરવા લાગી. એક દિવસે તારા પાણી ભરવા ગઈ ત્યાં માર્ગમાં ભમતા પિતાના પુત્ર શંખચૂડને જોઈને અત્યંત પ્રભેદ પામતી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જો ( ૧૨૮ ) તેને કહેવા લાગી કે-“હે વત્સ! પુણ્યને લીધે ઘણા લાંબા સમયે મેં તને જીવતે જે. એમ બોલતી અને સંતપ્ત થતી તારા પુત્રને આલિંગન દેવા ગઈ. એવામાં તે બેભે કે-હે માતા ! મને અડકીશ નહિ કારણ કે દૈવયોગે નાવ ભાંગતાં પાટિયાના આધારે હું સમુદ્રતીરે નીકળે. ત્યાં કઈ પુરુષે મને લઈ આવીને આ નગરમાં ચંડાળના ઘરે વેચે. તે હું અત્યારે ધન શ્રેણીના ઢોર ચારું છું એટલે તારાએ પિતાનો વૃત્તાંત કહીને તેને જણાવ્યું કે હે વત્સ! તું મને મળ્યા કરજે. હવે એ નગરમાં રાજશિરોમણિ મણિરથ નામે રાજા હતું. તેને કેઈએ કહ્યું કે-હે રાજેદ્ર! અહિં સુમતિ શેઠના ઘરે એક મૃગાક્ષી છે કે જે અસરાની જેમ જગતને આશ્ચર્ય પમાડે તેવી છે. વળી તે શરીરે મલિન અને ફાટેલટેલ વસ્ત્ર પહેરે છે, છતાં તે અપૂર્વ લાવણ્યથી લોકોના લોચનને લલચાવે તેવી છે, કારણ કે રજકણથી આચ્છાદિત છતાં સુવર્ણ કંઈ શ્યામ થઈ જતું નથી. એમ સાંભળતાં રાગવશ થયેલ રાજાએ તેને લાવવા માટે પોતાના એક પુરુષને મોકલ્યું. એટલે તેણે જઈને શેડના ગૃહ-દ્વાર પર બેઠેલ તારાને કહ્યું કે-હે ભદ્રે ! પૂર્વોપાર્જિત પુણ્યરૂપ વૃક્ષ આજે તને ફળ્યું છે કે રાજા મેટા અનુરાગથી તને બેલાવે છે, માટે સત્વર ચાલ. આ પ્રમાણે સાંભળતાં જાણે વજીથી ઘાયલ થઈ હોય તેમ તારા પોતાના હૃદયમાં બહુ ખેદ પામી, અને અહા ! હવે હું શીલની રક્ષા શી રીતે કરી શકીશ? એમ ભારે ચિંતામાં પડી ગઈ. એવામાં ત્યાં શંખચૂડ આવી ચડે. એટલે તારાએ તેને પિતાના ખોળામાં બેસારીને તેના મુખે ચુંબન કર્યું તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯ ) તારા તેણે તેને ખપ્પર–પાત્રમાં ભેજન લઈને આપ્યું. પછી તેણે પેલા પુરુષને કહ્યું કે–તું શું કહેવા માગે છે? ત્યારે તેણે પૂર્વોક્ત રાજાના કહ્યા પ્રમાણે કહી સંભળાવ્યું, જે સાંભળતાં તે બેલી કે-હું તો ચંડાલણી છું. શું રાજા પણ એ જ છે? કે જે મારા અંગના સંગને ઈચ્છે છે. આથી તે નોકરે લજિત થઈ બધું રાજાને જઈને સંભળાવ્યું. ત્યારે રાજાએ શેઠને બોલાવીને કહ્યું કે-અરે! તારા ઘરમાં રહેલ ચંડાલણી વટલાવે છે. એટલે સમયને જાણનાર શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કેહે દેવ ! તે ઘરની બહાર રહે છે અને ખાય છે, તેથી વટાળનો સંભવ નથી. પછી ઘરે આવીને શ્રેષ્ઠીએ તારાને પૂછ્યું કે તારો વ્યતિકર શો છે?” આથી તારાએ મૂળથી પિતાને બધો વૃત્તાંત શેઠને કહી સંભળાવ્યું, જે સાંભળતાં શ્રેષ્ટીએ કહ્યું કે તું તે મારી દેવીલા બહેનની પુત્રી છે. આટલા દિવસ તેં મને તારી ઓળખાણ ન આપી તે અયુક્ત કર્યું. હવે ચંડાળ અને ધનશેઠ પાસેથી તારા પુત્રને હું છોડાવીશ.” એમ કહીને સુમતિ શેઠે તેને ધીરજ આપી. એવામાં અહિં તારા ધનશેઠના ઘરે ગઈ. ત્યાં પિતાના પુત્રને ન જેવાથી તે નગરના પાદરે આવી. તેવામાં દૈવયોગે શંખચૂડને સર્ષ કર્યો. તેના વિષથી વ્યાકુળ થઈ મહીતલ પર પડેલ પિતાના પુત્રને જોતાં હા! મારું સત્યાનાશ વળ્યું ! એમ બોલતી અને કરતલથી હદયને કૂટતી તારા વિલાપ કરવા લાગી કે-હા ચંદ્રવદન ! હા કમળનયન ! હા મધુર બોલનાર સુતરત્ન! મને પુણ્યહીનને મૂકીને તું અન્યત્ર ક્યાં ચાલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૦ ) ગયે? આટલા દિવસો મેં તારી આશામાં વ્યતીત કર્યા. અત્યારે તું જતાં તે આશા પણ ગઈ તેથી હવે મારું શું થશે ? એ પ્રમાણે સમસ્ત રાત્રિભર તારાનું રૂદન સાંભળી વનવૃક્ષ પવનથી પડતા પુના મિષે જાણે ચેક પ્રગટ થવાથી રતા હોય તેવા ભાસંવા લાગ્યા. હવે અહીં શ્રેષ્ઠીએ રાત્રે તારાને પિતાના ઘરે ન જેવાથી પરિવારને સાથે લઈને તે ખેદપૂર્વક સર્વત્ર શેધવા લાગે. એટલે પ્રભાતે સૂર્યોદય થતાં તારાને વૃત્તાંત સાંભળીને તે તેની પાસે ગયે. ત્યાં પિતાના પુત્રની પાછળ જવાને તત્પર થયેલ તારાએ શેઠ પાસે અગ્નિમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા માગી. એવામાં રચવાડીએ નીકળેલ રાજા પણ તે સ્થળે આવી પહોંચ્યા. તારાને જોતાં કામથી પરાધીન થયેલ અને તારાની નજીકમાં આવતા તેને કોઈ ગુણાનુરાગી દેવીએ અટકાવી રાખે, એટલે તારાના રૂપમાં મુગ્ધ બનેલ રાજા પાછો જવાને પણ અસમર્થ થયે. એ અરસામાં શરીરે મસી સમાન શ્યામ, દેરીથી બાંધેલ વાંદરાને લઈ આવતે તથા સર્પના કરંડીયા સહિત કાવડને સ્કંધ પર ઉપાડતે એ ગારૂડિક આવીને કહેવા લાગે કે હે શંખચૂડ ! ઊભે થા. તારી આવી અવસ્થા જેઈને તારી માતા દુઃખિત થઈને રૂદન કરે છે. એટલું સાંભળતાં જાણે સૂતેલ હોય તેમ શંખચૂડ તરત ઊઠીને ઊભે થયે. આવું નજરે જોતાં લેકે બધા અચંબો પામ્યા. એવામાં તે ગારૂડિક પુનઃ બોલ્ય-હે શંખચૂડ ! હું તારો પિતા છું. ત્યારે તેણે કહ્યુંતું મારે પિતા નથી, કારણ કે તે શરીરે શ્યામ વર્ણને છે. મારો પિતા તે શરીરે કનક સમાન વર્ણવાળે છે. ત્યારે તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) તારા પોતાનું ચંદ્રનું સ્વરૂપ બતાવ્યું જે જોતાં પુત્ર બહુ સંતુષ્ટ થઈને ચંદ્રના ઉલ્લંગ પર ચડ્યો. આ બધું જોઈ તારા પણ મનમાં વિસ્મય પામતી કહેવા લાગી કે હે પ્રિયતમ ! આ શું ? ત્યારે તે બેભે કે-નાવ ભાંગતાં એક પાટિયાના આધારે સાગર ઓળંગીને હું એક આશ્રમમાં જઈ ચડ્યો. ત્યાં તાપસે મને જોઈને કહ્યું–હે ભદ્ર! જે બ્રાહ્મણને તે લાખ સેનામ્હારે આપી હતી, તે દીક્ષિત થયેલ હું પિતે જ છું. અત્યારે તું સંકટમાં આવી પડ્યો છે. તારું હું શું હિત કરું? એમ કહીને તેણે મને ગારૂડ મંત્ર અને રૂ૫-પરાવર્તિની વિદ્યા આપી, તેથી હું ગારુડિક થઈને તમને શોધતે શેતે અહિં આવી ચડ્યો. એ પ્રમાણે સાંભળતાં “આ એની ભાર્યા અને આ એનો પુત્ર’ એમ રાજાના જાણવામાં આવ્યું. ત્યારે તારાના રૂપ અને શીલથી આશ્ચર્યચકિત થતાં રાજા ચિંતવવા લાગ્યું કે–આ સતી ધન્ય છે કે જે સંકટમાં આવતાં પણ પોતાના ઉજવળ શીલને સંભાળે છે. હું જ એક અધમ છું કે જે પરરમણની આશામાં પડ્યો. અહા! હું નિર્લજ્જ હવે લેકોને મારું મુખ કેમ બતાવીશ? એમ ધારીને રાજાએ ગુરુ પાસે જઈને દીક્ષા ધારણ કરી. એટલે તેના ગુણથી રંજિત થયેલ કુળદેવીએ ચંદ્રને રાજ્ય પર બેસાર્યો. પછી જિનધર્મ આરાધતાં ચંદ્ર તારા સહિત સગતિના સુખનું ભાજન થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ dol of 5000 III છે. 'ઇS - સTI 1 == ==: ] 1 ) 3 ) એ , ; 50; & ડ કદા જયસુંદરી OOOOL TUUL હું છું રાજન ! અપરાસત (અન્ય રમણીમાં આસક્ત DD અથવા પશ્ચિમ દિશામાં આસકત) એવા સૂર્યને અથવા પિતાના પતિને જાણ્યા છતાં કમલિનીની જેમ જે રમણી સુંદરીની જેમ પરપુરુષમાં પિતાનું ચિત્ત લગાડતી નથી, તે જ સતી ધન્ય છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે – આ જ ભરતક્ષેત્રમાં યથાર્થ નામવાળી જયંતી નગરી છે કે જે પિતાની રમણીયતાથી અલકા વિગેરે નગરીઓને જીતે તેવી છે. ત્યાં યશેખર નામે રાજા હતો કે જે ન્યાયવાન, સમરાંગણમાં પ્રચંડ અસિદંડથી શત્રુઓને ખંડિત કરનાર અને દયા–દાનાદિક ગુણોથી વિભૂષિત હતો. બહસ્પતિ સમાન બુદ્ધિશાળી વિમલમતી નામે તેનો અમાત્ય અને વેદવિચારમાં કુશળ ચતુર્મુખ નામે પુરોહિત હતું તેમજ બધા કેના કામ પાર ઉતારનાર તથા ધનમાં ધનદ સમાન એ ધનાવહ નામે નગરશેઠ હતે. એ બધા પરદાર-વિરમણવ્રત ધારણ કરીને કાળ નિર્ગમન કરતા હતા. વળી ત્યાં પરમાર્થમાં ધનને વાપરનાર ધનપતિ નામે શેઠ હતો કે જે જિન ધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ જયસુંદરી (૧૩૩ ) નિરંતર નિશ્ચલ મન રાખીને સમય વ્યતીત કરતો હતે. પોતાના શરીરની છાયાની જેમ સ્વજનોને અનુસરનારી એવી ધનશ્રી નામે એ શેઠની ભાર્યા હતી. કૃપાદિ ગુણોથી મનહર એવો સુંદર નામે તેમનો પુત્ર હતો. રૂપની રમણીયતામાં રતિ સમાન એવી જયસુંદરી નામે એની ગૃહિણી હતી. અને અન્ય સનેહમાં તત્પર રહીને તે દિવસે વ્યતીત કરતા હતા. સર્વ પદાર્થોના ક્ષણવિનાશી સ્વભાવથી એક દિવસે ધનપતિ શેઠ નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં પંચત્વ પામ્યું. એટલે સમસ્ત સ્વજનોએ ધનપતિના પદે તેના પુત્ર સુંદરને સ્થાપન કર્યો. ' એક દિવસે સુંદરે પોતાની માતાને કહ્યું કે-યૌવનાવસ્થામાં વર્તતાં જે ધન ઉપાર્જન ન કરે તે કાયર પુરુષ સમજવો. વળી બકરીના ગળામાં રહેલા સ્તનની જેમ તેનું જીવિત પણ નિષ્ફળ સમજવું. વળી બુદ્ધિમાન પુરુષે પિતાના મનમાં એ વિચાર ન કરે કે-“પુષ્કળ ધન હોવા છતાં હવે મારે ધન કમાવાની શી જરૂર છે? કારણ કે પ્રતિદિન હજારે નદીઓથી જે કઈ રીતે ન પુરાય તે માટે મહાસાગર પણ અલ્પકાળમાં સોસાઈ જાય. એમ વિવિધ પ્રકારના ઉપાયથી જે નિરંતર વૃદ્ધિ પામતું ન રહે, તે અગણિત ધન પણ અવશ્ય ક્ષીણ થઈ જાય છે. તેથી વિભવહીન પુરુષ સુગુણી છતાં નિર્ગુણી કહેવાય, તે પરિજનોથી દૂર થાય અને પગલે પગલે પરાભવને પામે. ધનવંત લોકોના દેષને પણ માણસે ગુણ સમજીને પ્રકાશે છે અને નિર્ધન પુરુષને પિતાના નજીકના સંબંધીઓ પણ તજી દે છે. કારણ કે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જો ( ૧૩૪ ) “વિપુમાર મુળ વધી , जडमयि मइमंतं मंदसतं पि सुहं । अकुलमविकुलीणं तं पयंति लोया, નામી ૬ પોઇફ રછી ?” અર્થ –નૂતન કમળના પત્રલેનવાળી લક્ષ્મી જેના પર પ્રસન્ન થાય છે તે નિર્ગુણીને પણ લેક ગુણી કહે છે, રૂપાહીનને પણ રમણીય, જડને પણ મતિમાન, નિર્બળને પણ શૂરવીર અને તે અકુલીન હોય છતાં તેને લેક કુલીન કહે છે. વળી ધન મેળવીને સુપાત્ર દાન અને ભેગથી તેને સફળ કરવું. જો એમ કરવામાં ન આવે તે તે વિદ્યમાન છતાં પણ અવિદ્યમાન જેવું છે. ધન મેળવ્યા છતાં જે સુપાત્રે દાન આપતા નથી અને પિતે ભેગવતા નથી, તે વિના પગારના નેકર જેવા થઈ પરને માટે ધનનું રક્ષણ કરે છે, માટે હે માત ! હું દેશાંતરમાં જઈને પુષ્કળ ધન ઉપાર્જન કરું અને તેથી ઉભય ભવમાં સુખકારી ધર્મ સાધું અને કીર્તિ મેળવું. એમ સાંભળતાં ધનશ્રી બેલી–હે વત્સ ! અહીં રહીને જ તું ધન ઉપાર્જન કર. દેશાંતર જવાથી અનેક સંકટ સહન કરવાં પડે છે. નવા નવા પ્રયાણ કરતાં દિવસે દિવસે શરીરને ખેદ થાય છે. વળી તોફાન, વૃષ્ટિ, શીત અને તાપ વિગેરેના દુસહ દુઃખ સહેવાં પડે છે. લાંબા અને વિષમ માર્ગો ઓળં. ગતાં સુધા, તૃષાની પીડા વેઠવી પડે છે. તેમજ અકાળે ભેજન કરવાથી જમ્બર રેગે પેદા થાય છે. વળી દુષ્ટ રાજા, ચેર, લુંટારા વિગેરે બલાત્કારથી ધન છીનવી લે છે. તેમજ માયાવી જને અને ધૂર્ત જનો કઈ રીતે છળ પામીને ધન છેતરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ . ( ૧૩૫ ) જયસુંદરી લે છે. વળી રાત્રે નિરંતર અપ્રમાદી થઈને જાગતાં પણ દ્વિપદ, ચતુષ્પદ અને ચાર પ્રકારના કરિયાણાની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડે છે. હે વત્સ! એમ દેશાંતરના ગમન સંબંધી તને કેટલું દુઃખ સંભળાવું? વળી તું સુખમાં ઉછરેલ છે, તેથી એવા મોરથ કરવા મૂકી દે. ત્યારે સુંદર બે -“હે માતા પુરુષાર્થ કરતાં પુરુષને મનવાંછિત લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના જીવિતને સંશયરૂપ કાંટા પર ન ચડાવે, ત્યાં સુધી તે શું મનવાંછિત સંપત્તિ પામી શકે? માટે મારે તે પૂર્વ દિશારૂ૫ વધુના વિભૂષણ સમાન કંચનપુર નામના નગરમાં અવશ્ય જવું છે.” એમ સાંભળતાં ધનશ્રી બલી- હે પુત્ર ! જે આવે તારો નિશ્ચય હોય, તે તું ભલે જા, પણ તારી ગૃહિણીને તે મારી પાસે જ રહેવા દે.' સુંદરે કહ્યું –ભલે એમ કરીશ. પછી તેણે પિતાની પત્નીને કહ્યું કે-“હે ભદ્રે ! નિર્મળ શીલ પાળવામાં તત્પર રહી તારે માતાની ચરણસેવા કરવી.” ત્યારે લેચનમાં અશ્રુ લાવીને જયસુંદરી બોલી કે- હે નાથ ! તમારી આજ્ઞાને શિરસાવંઘ કરીને હું શરીર માત્રથી અહિં રહીશ. પરંતુ હે પ્રિયતમ ! મારું મન તે તમારી સાથે જ ચાલવાનું. હે સ્વામિન ! અંબાની શુશ્રષા વિના બીજું મારે કર્તવ્ય નથી, કારણ કે અન્યથા બુધજને કુલીન કાંતાઓને જન્મ નિષ્ફળ બતાવે છે. વળી મારું શીલ તો ઇંદ્ર પિતે પણ હરણ કરવાને શક્તિમાન નથી, કારણ કે મેરુશિખર કદી ચલાયમાન થાય? અથવા શું પૃથ્વીપીઠ કદિ ઉછળે? આથી સંતોષ પામતાં સુંદર બે-“હે પ્રિયે ! બહુ જ સારી વાત છે, સતીઓને એ જ માર્ગ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ આદ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૩૬ ) પછી પ્રશસ્ત દિવસે સુંદરે બધી તૈયારી કરી. તેમજ દેવગુરુની પૂજા કરીને અનેક મંગલપૂર્વક શુભ શકુનથી મનમાં બમણે ઉત્સાહ લાવી, રથ, પિઠીયા અને ખચ્ચર પર પુષ્કળ કરિયાણું ભરી અને અશ્વો પર આરૂઢ થયેલ અનેક રખવાળ પુરુષને સાથે લઈને તેણે પ્રયાણ કર્યું. અને દીનાદિકને દાન દેતાં, માગધ જનોની સ્તુતિ સાંભળતાં, મિત્રના અનુગમાનપૂર્વક નાગરોથી અભિનંદન પામતાં તે નગરથકી બહાર નીકળે. પાદરે જતાં તેણે માતાને પ્રણામ કર્યા એટલે ધનશ્રીએ શિખામણ આપતાં કહ્યું કે-“ હે વત્સ ! આ જિનમુખ નામે પરમ શ્રાવક તારે બધા કાર્યોમાં સહાયકારી થશે. એના વચનથી તારે પ્રતિકૂળ ન ચાલવું. તેમજ વિષયરૂપ તસ્કરોથી લૂંટાતા આત્માનું રક્ષણ કરજે, કે જે વિષયો ચારિત્રને હરે છે અને તસ્કરો ધન લુંટે છે. અત્યંત રસ( વિષય કે જળ )થી પરિપૂર્ણ તથા જેમના મધ્યઅંતરને ધીવર ( બુદ્ધિમાને કે મચ્છીમારે) પણ જાણવા ન પામે એવી સ્ત્રીઓ અને નદીઓને વિશ્વાસ ન કરતાં ઓળંગી જજે. વળી મદ, કોધ પ્રમુખ શ્વાપોથી ભયંકર મદનરૂપ ભીલને લીધે દુર્લથ તથા પ્રબળ ઇદ્વિરૂપ રાક્ષસોથી વ્યાપ્ત એવાં તારુણ્યરૂપ વનમાં ક્ષોભ ન પામતાં હિમ્મતથી તેનું ઉલ્લંઘન કરજે.” એ પ્રમાણે સુંદરને સુંદર શિખામણરૂપ આશિષ આપીને ધનશ્રી પાછી વળી. એટલે સુંદર પિતાના સાર્થની સંભાળ રાખીને જતાં જતાં કાદંબરી નામની અટવામાં આવી પહોંચે કે જે રાત્રિની જેમ બહ દીપ અથવા દીપડા યુક્ત, ગ્રામ્ય ભૂમિની જેમ ખેડૂત અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૭) જયસુંદરી સેંકડે હાથીઓથી વ્યાસ, વેશ્યાની જેમ કામીજન અથવા ભુજગોથી સંયુક્ત તથા ગૌરીની જેમ મયૂરે અથવા મહાદેવ સહિત હતી. ત્યાં તરવારના પ્રહારથી ઘાયલ થઈ પૃથ્વી પર પડેલ એક ભેગી સુંદરના જોવામાં આવ્યું, એટલે દયા લાવી તેને સ્વસ્થ કરીને સુંદરે પૂછયું કે-“હે ભદ્ર! તું આવી અવસ્થા પાપે તેનું શું કારણ?” ત્યારે ગીએ પિતાને વૃત્તાંત જણાવતાં કહ્યું કે– અહીં નજીકમાં જ વસતપુર નામે નગર છે, ત્યાં યોગસાર નામે હું યેગી રહેતા હતા અને શ્રી નામની મારી પરિચારિકા હતી. હું ત્યાં શરીરસિદ્ધિ તથા આયુષ્યવૃદ્ધિના કારણરૂપ કાળને છેતરવામાં સમર્થ અને ગુરુએ બતાવેલ એવા પવનનિરોધાદિક યુગમાર્ગને સાધતે હતો. તેવામાં ગચડ નામે એક યોગી મને મળ્યું. તેણે મારી સાથે કપટ મૈત્રી કરી. એકદા તેણે મને કહ્યું કે–ગીઓને અકાર્ય, અખાદ્ય, અપેય કે અગમ્ય કંઈ જ નથી. એમ કહીને તેણે મને મદ્યપાન કરાવ્યું. એટલે આજે મઘથી મસ્ત થયેલ મને તરવારથી ઘાયલ કરીને રોગચંડ તે મારી ભાર્યા ગશ્રીને લઈને ચાલ્યા ગયે. એ સાંભળીને સુંદરે કહ્યું કે “હે ભદ્ર! એ મદ્યપાન તો અનુચિત છે કે જે ઉત્તમ જનેને નિંદનીય છે. દુષ્ટ ચેષ્ટા કરાવનાર, વિવેકને હણનાર, દુર્વચનના કારણરૂપ અને કુવિકલ્પરૂપ સર્પના કેલિબિલ સમાન છે, વળી શરીરસિદ્ધિની જે બુદ્ધિ છે, તે પાણીમાં રહેલ પડછાયાને ગ્રહણ કરવાની વાંછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૩૮) તુલ્ય છે કારણ કે દરેક મનુષ્યનું શરીર વિનષ્ટ થાય છે, એ તે પ્રત્યક્ષ પૂરાવે છે. તેમજ જે કૃતક (ઉત્પન્ન થયેલી છે, અનિત્ય છે એ યુકિતથી શરીરની ભંગુરતા સિદ્ધ થયા છતાં જે એને સ્થિર કરવાની મતિ રાખવી તે ઈંદ્રધનુષ્યને સ્થિર કરવા સમાન છે, માટે હે ભદ્ર! કુબુદ્ધિનો ત્યાગ કરી, જીવદયા પ્રમુખ સર્વ ગુણેથી શ્રેષ્ઠ અને સમસ્ત સુખના કારણરૂપ એવા જિનધર્મમાં શ્રદ્ધા રાખ. ઈત્યાદિ સાંભળતાં પ્રતિબંધ પામીને એગીએ સમ્યક્ પ્રકારે જિનધર્મનો સ્વીકાર કર્યો. આથી તે યોગીએ પણ સુંદરને પાઠસિદ્ધ ગારૂડ મંત્ર આપે. પછી સુંદર અનુક્રમે કંચનપુરમાં આવ્યું અને હાર રહ્યો. ત્યાં વિવિધ કરિયાણુનો તે ક્ય-વિક્રય કરવા લાગ્યા. હવે એકદા આમ્રવનમાં ઊડી રહેલ કોયલનાં પંચમ સ્વરથી મન્મથને જગાડનાર તથા માનિની મહિલાઓના માનને મૂકાવનાર એવી વસંતઋતુ આવી. જેમાં સ્ત્રીઓનાં પરિરંભ( આલિંગન )થી કુરબક વૃક્ષની જેમ કેટલાક કામીજને વિકાસ પામતાં પ્રમદાના પગથી હણાયેલ અશકની જેમ કેટલાક પલ્લવિત (રામાંચિત) થતા, રમણના મદિરાના કોગળાથી બકુલની જેમ કેટલાક વિકસિત થતા, કામિનીઓથી કટાક્ષિત થયેલા તિલકની જેમ કેટલાક હસતા, કેટલાક વિરહીજનો પંચમ સ્વર સાંભળીને વિરહ વૃક્ષની જેમ પ્રફુલ્લિત થતા અને કેટલાક સુગંધી જળથી ચંપકની જેમ ખુશ થતા હતા. એવામાં સુંદર અને જિનમુખ વસંત મહત્સવ જેવાને ઉદ્યાનમાં ગયા કે જ્યાં નિંબ, આમ્ર, કદંબ, જાંબૂ, કદલી, કપૂર, પંગિ, પ્રિયંગુ, ખજૂરી, અર્જુન, સલ્લ, સલ્લકી, શમીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૯ ) જયસુંદરી વટ, શેભંજન, કંકાલકુવલી, લવિંગ, લવલી, નવમાલિકા, માલતિ, સર્ગ, અશે, તમાલ, તાલ, તિલક વિગેરે સ્નિગ્ધ વક્ષે શેભતા હતા. ત્યાં અશોકવૃક્ષ નીચે તારાઓથી પરિવૃત ચંદ્રલેખાની જેમ પોતાની સખીઓથી પરિવરેલ એક કન્યા તેમના જેવામાં આવી. તેને તાકી તાકીને ઘણીવાર જોયા પછી સુંદરે કહ્યું કે હે મિત્ર ! આ બાળાએ પિતાના મુખથી જીતી લીધેલ છતાં જે કમળ વિકસિત થાય છે, તે જળ (જડ) સંસર્ગ કરતાં તેમનામાં ખરેખર મૂઢતા આવેલ લાગે છે. એવામાં મદન–કામદેવ પ્રતિમાની પૂજા કરતાં, સુંદરને જોઈને તે બાળા બેલી કે-“હે સખી! અત્યારે હું સાક્ષાત્ આ મદનની શું અર્ચા કરું?” સખી બેલી–તે તે અનંગ ( અંગરહિત ) સંભળાય છે. અને આ તે શ્રેષ્ઠ શરીરધારી છે. બાળા બેલી–શું એ શક( ઇંદ્ર) છે? સખી બેલી–તે તે વિત્ત સદાચાર)થી હીન છે અને આ તે વિત્ત(ધન)થી પરિપૂર્ણ છે.” બાળા બેલી-હે હેન! તે એ કોણ છે? ત્યારે વૃત્તાંત જાણીને સખી બેલીએ સાર્થવાહનો પુત્ર છે. એવામાં એક પુરુષે આવીને કન્યાને કહ્યું કેહે કનકસુંદરી ! તારા પિતાએ કહ્યું છે કે-તું પોતાના ઘરે જા. ત્યારે સુંદરના મનને જાણતા જિનમુખે હળવેથી પાસે આવીને તે પુરુષને કહ્યું કે આ કન્યા કોની પુત્રી છે? તે બોલ્ય–અહીં કેટિસુવર્ણો ધણી કનકસાર નામે શેઠ છે, તેની એ કનક સુંદરી નામે માનિની પુત્રી છે. પરણવાને ઉમેદવાર ઘણું વર આવે છે, પરંતુ શ્રેણીના મનને કઈ ગમતું નથી તેથી એ હજી પરણેલ નથી. એમ જિનમુખને કહી કન્યાને લઈને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જો ( ૧૦ ) પુરુષ ચાલ્યો ગયો. પછી જિનમુખે સુંદરને કન્યાને વૃત્તાંત કહી સંભળાવ્ય જે સાંભળતાં કામબાણથી પરાધીન થઈને સુંદર દીર્ઘ નિસાસા નાખવા લાગ્યું. તેણે તરત જિનમુખને કહ્યું- હે મિત્ર! એના વિરહમાં હું મારું જીવિત નિષ્ફળ માનું છું. ત્યારે મિત્ર બે –હે સુંદર! જનનીના વચનને કેમ યાદ કરતા નથી? શું ગુરુ(વડીલ)નો ઉપદેશ બધે તારા ચિત્તમાંથી ચાલ્યા ગયે? વળી હે મિત્ર ! તે વિવેક પણ ક્યાં ગયો ? કે તું આવું બોલે છે. સુંદરે કહ્યું–તે બધું છે. કંઈ પણ નાશ પામ્યું નથી, પરંતુ હે મિત્ર! એ મૃગાક્ષી જાણે મનમાં કોતરાઈ ગઈ હોય તેમ મનને મૂકતી નથી ! એટલે જિનમુખ બે“હે વયસ્ય ! જેમ તું તેના પર આસક્ત છે, તેમ તે બાળા પણ તારામાં અનુરક્ત છે એમ તેણીનું મુખ જોવાથી મારા જાણવામાં આવ્યું છે. કારણ કે-જે જેને પ્રિય હોય તે મુખરાગ જ કહી આપે છે. આ બાબતમાં વધારે શું કહેવું? કારણ કે આંગણું જ ઘરની અંતર્ગત લક્ષ્મી બતાવી આપે છે; માટે તું ધીરજ રાખ. એ અવશ્ય તારી પ્રિયતમા થશે. એમ અનુકૂળ નિમિત્ત અને શકુનોથી મને લાગે છે એમ સમજાવીને જિનમુખ સુંદરને પોતાના આવાસમાં લઈ ગયા. ત્યાં દેવગુરુનું સ્મરણ કરીને રાત્રે બંને નિદ્રાવશ થયા. હવે પ્રભાત થતાં તેમણે પટની ઘોષણા સાંભળી કે-જે કનકસાર શેઠની સર્ષે દશેલ કનકસુંદરીને જીવાડશે તેને શેઠ એક લાખ સેનાર આપશે; એટલે સુંદરે પટને અટકાવીને પુરુષને કહ્યું કે તે બાળા મને બતાવે. તેમણે કહ્યું–‘મહેરબાની કરીને ચાલે” ત્યારે મિત્ર સાથે સુંદર ત્યાં ગયે. અને શેઠ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧ ) જયસુંદરી કનકસુંદરીને તેણે જોઈ. શ્રેષ્ઠીએ યથાસ્થિત વૃત્તાંત જણાવતાં કહ્યું કે હે ભદ્ર! કનસુંદરીને જીવાડીને મને જીવિત દાન આપ. સુંદર બે -મારી પાસે ગારૂડમંત્ર તે છે, પરંતુ કાર્યસિદ્ધિ તે દેવાધીન છે. એમ કહી મંડળ આળેખીને તેણે ગાફડ મંત્રનું સ્મરણ કર્યું એટલે તરત જ લોચન ઉઘાડી આળસ મરડતી કનસુંદરી મંડળથી ઉઠીને તેની માતાના ખોળામાં બેડી. આથી શેઠ અત્યંત સંતુષ્ટ થયે. અને આનંદના ઉદ્ગાર ચતરફ પ્રસરી રહ્યા. ત્યારે કનસુંદરી પણ “તે જ આ સુભગ છે ” એમ ધારી ઉતાવળથી કંઈક વડીલેની લજજાથી મંદદૃષ્ટિએ સુંદરને જોવા લાગી. તે બાળાને તેવી શરમાળ અને અનુરાગવતી જોઈને સુંદરને જે આનંદ થયે, તે પણ વચનાતીત હતે; કારણ કે અનુરાગથી વિસ્તાર પામેલ અને વડીલેની લજ્જાથી સ્મલિત થયેલ છાની રીતે કરેલ અવલોકન અત્યંત આનંદ પમાડે છે. પછી શ્રેષ્ઠીએ પુત્રીનું મન પારખી તથા જિનમુખના મુખથી નગર, કુળ વિગેરેની સુંદરની હકીકત જાણીને તેણે સુંદરને કહ્યું કે–હે સુંદર ! મારી આ પુત્રીને મેહ (મૂચ્છ) પમાડનાર દર્પયુક્ત સર્પ અને કંદર્પ(કામ)ને પરાસ્ત કરવામાં તું જ એક દક્ષ છે; માટે એનું પાણિગ્રહણ કર. સુંદર બે –એ બાબત વડીલોના તાબાની છે. શેઠ બે -“હે વત્સ ! એ તારા વિનય કુલીનતાને સૂચવે છે, માટે હવે તું તારા આવાસમાં જા અને હું એ પ્રસ્તુત હકીકત માટે તારી માતાની અનુજ્ઞા મંગાવી આપીશ !” એમ કહીને શ્રેષ્ઠીએ પિતાના માણસે જયંતીમાં મેકલ્યા. ત્યાં તેમણે જઈને શેઠન લેખ ધનશ્રીને બતાવ્યું. એટલે તેણે તે લેખ ખોલીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ આદર્શ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૪૨ ) વાં કે – હે ભદ્રે ! કંચનપુરને કનકસાર શ્રેષ્ઠી તારા પુત્રને પિતાની પુત્રી પરણાવે છે, પરંતુ તેમાં તારી અનુજ્ઞાની તે અપેક્ષા રાખે છે. ત્યારે ધનશ્રી બેલી-કલ્યાણમાં વિરોધ કોણ કરે?” પછી જ્યસુંદરીની સંમતિથી તેમને પ્રતિલેખ આપે. તેમણે જઈને શેઠને તે આગે. એટલે છીએ તેમાં એવું વાંચ્યું કે—જે સુંદરને તમે પિતાની કન્યા આપતા હો તે બહુ જ ઉત્તમ છે કારણ કે ભવનમાં આવતી લક્ષ્મીને કણું અટકાવે ? એ લેખ બતાવીને કનકસાર શ્રેષ્ઠીએ સુંદરને કનકસુંદરી પરણાવી. - પછી એક વખતે સુંદર પિતાના નગર ભણી જવાને તૈયાર થયે, પણ માસું પાસે હોવાથી તે ત્યાં જ રહ્યો. એવામાં કેટલાક સાથે લેકે જતા હતા તેથી સુંદર દામોદર નામના બ્રાહ્મણને સાત રને આપીને કહ્યું કે-આ રને મારી માતા અને સ્ત્રીને આપજે. હવે તે જયંતીમાં આવ્યું, પણ લેભના દેષથી તેણે તે રન્ને છુપાવી રાખ્યા. સુંદરે બીજા એક વણિકને લેખ આપ્યો હતો તેમાં તેણે ધનશ્રીને સૂચના લખી હતી કે-દાદર વિપ્ર પાસેથી સાત રત્નો લઈ લેજે. એટલે એ લેખ લઈને ધનશ્રી દાદર પાસે ગઈ અને તે લેખ બતાવીને તેણે તેના પાસે રત્ન માગ્યા ત્યારે તે વિપ્રે કહ્યું –“મારા સાથે તે મેકલ્યા નથી, આ તે કેઈએ કુડે લેખ લખ્યો છે. ” આથી ધનશ્રી પિતાના ઘરે આવી અને તેણે સુંદરીને કહ્યું–હે વત્સ! એ બ્રાહ્મણનું મન ખોટું છે માટે કોઈ પ્રધાન પુરુષ પાસે જઈ તેને હકીકત જણાવીને એ રત્નો વસુલ કર. તે બેલી-ભલે, જેવી માતાની આરા. એમ કહી ભોજન કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૩ ) જયસુદરી પછી જયસુંદરી નગરશેઠ પાસે ગઈ. તેને રત્નોનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે તેણીના રૂપમાં લુબ્ધ થયેલ નગરશેઠે કહ્યું–હે ભદ્ર! જે મારી સાથે એક વાર પણ વિષય–સેવન કરે, તે તારું કામ કરી આપું. એમ સાંભળતાં જયસુંદરી બેલી. હે શેઠ! જે એમ હોય તે તમે રાત્રિના પહેલા પહેરે મારે ઘરે આવજે. હવે તે પુરોહિત પાસે આવી. તેણે પણ નગરશેઠના જેવો વિચાર દર્શા. એટલે તેને બીજા પહેરે આવવાનું કહીને તે મંત્રી પાસે ગઈ. તે પણ પુરોહિત જે નીવડશે. ત્યારે તેના ત્રીજા પહેરે આવવાનું કહીને તે રાજા પાસે આવી. એટલે રાજાએ પણ તેવું જ જણાવ્યું. આથી તેને ચેથા પહોરે આવવાનું કહીને તે પિતાના ઘરે ગઈ. ત્યાં બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યારે સાસુ બેલી-જ્યાં અધિકારી પુરુષે પણ આવા હોય ત્યાં રત્નોની આશા કેવી? હવે જયસુંદરીએ ધનશ્રીને કહ્યું કે-ચાર દિશામાં ચાર પુરુષે રહી શકે તેવી ચાર ખૂણાવાળી આપણી મંજૂષા છે, તે ખાલી કરીને ઘરના એક ભાગમાં મૂકાવી દે. એટલે સાસુએ તે પ્રમાણે કર્યું. જયસુંદરીએ મકાનને સાસુફ કરીને તૈયાર રાખ્યું. પછી રાત્રે મેહની જેમ દૃષ્ટિ(સુદષ્ટિ)નો પ્રતિરોધ કરનાર અંધકાર તરફ પ્રસરતાં શ્રેષ્ઠીએ આવીને મકાનમાં પ્રવેશ કર્યો. એટલે તેને યોગ્ય સત્કાર કરીને તેણે શંગારની વાતો કરવા માંડી. એવામાં પુરોહિત આવી ચડ્યો. તેણે દ્વાર ઠેકતાં કહ્યું કે-હે સુંદરી ! દ્વાર ઉઘાડે. તે બેલી–એ કેણ છે? એટલે શ્રેષ્ઠીએ જણાવ્યું છે તે પુરહિત જેવો લાગે છે. અહીં ક્યાંય છુપાઈને રહેવાનું સ્થાન છે? જયસુંદરીએ તેને મંજૂષાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ આદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૪૪ ) ઉત્તર ખૂણ બતાવી. નગરશેઠ છુપાયે અને તાળું વાચ્યું. પછી દ્વાર ઉઘાડતાં પુરોહિત આવે તેને આદર કરીને તેણે તેને સિંહાસન પર બેસાર્યો અને પિતે શંગારની કથા ચાલુ કરી. એવામાં મંત્રીએ આવીને જણાવ્યું– દ્વાર ઉઘાડ” તે બોલી “એ કોણ? ” ત્યારે પુરોહિતે કહ્યું-“એ તો મંત્રી જે લાગે છે. હવે અહીં ક્યાં ભાગી છૂટવાનું ઠેકાણું છે? તેણે પશ્ચિમ ખૂણ બતાવી. તેમાં પુરોહિત દાખલ થતાં તેણે તાળું વાસી દીધું. પછી મંત્રીને આવવા દીધો. એને પણ યોગ્ય ઉપચાર કરીને શૃંગારને લગતી તેણે વાતો કરવા માંડી. એવામાં રાજાએ આવીને જણાવ્યું કે-દ્વાર છે. સુંદરી બેલી એ કોણ છે?” ત્યારે મંત્રીએ જણાવ્યું કે–એ તો રાજા લાગે છે. હવે મને છુપાવવાનું સ્થાન બતાવ. તેણે દક્ષિણ મૃણ બતાવી. તેમાં મંત્રી છુપાઈ બેઠે. એટલે સતીએ તાળું વાસી દીધું. પછી રાજાને પ્રવેશ કરાવીને તેણે તેનો ગ્ય સત્કાર કર્યો અને શૃંગારની વાત કરવા માંડી. એવામાં પૂર્વના સંકેત પ્રમાણે તેણીની સાસુ આવીને બેલી-હે વત્સ ! દ્વાર ઉઘાડ. રાજાએ પૂછ્યું. એ કોણ છે? ત્યારે સતી બેલી–એ તો મારી સાસુ છે.” રાજા બોલ્ય–તો મને ક્યાંય સ્થાન બતાવ કે થોડીવાર ત્યાં છુપાઈ બેસું. તેણે મંજૂષાની પૂર્વ ખૂણુ બતાવી. રાજા છુપાઈ રહ્યો અને જયસુંદરીએ એક મજબૂત તાળું વાસી દીધું. એવામાં રાત્રિ વ્યતીત થઈ અને પ્રભાત થયું એટલે વહુને ગળે બાજીને ધનશ્રી રોવા લાગી જેથી લોકો ભેગા થયા અને કોટવાલ પણ આવ્યો. તેણે પૂછયું કે-“આ શું છે?ત્યારે ધનશ્રી બોલી કે-મારો એકનો એક પુત્ર દેશાંતરમાં મરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૫ ) જયસુદરી પામ્યો. આથી કોટવાલ રાજભવનમાં ગયા. ત્યાં રાજા ન હતું, ત્યારે મંત્રીના ઘરે તે ગયે, મંત્રી પણ ન હોવાથી તે પુરોહિતના ઘરે આવ્યા, તે પણ ન હતું. તેથી નગરશેઠને ઘેર ગયે, તે પણ ન હતું. એટલે તેણે પંચને કહ્યું. તેમણે આવી ઘરની સાર વસ્તુ તપાસીને ધનશ્રીને કહ્યું- હે ભદ્રે ! તારા ઘરે ધનસંપત્તિ તે મેટી હોવી જોઈએ અને દેખાતું તે કાંઈ નથી. ત્યારે ધનશ્રી બલી- દેશાંતર જતાં જતાં મારા પુત્રે કહ્યું છે કે-આ મંજૂષાની બરાબર સંભાળ રાખજે.” આથી પંચે વિચાર કર્યો કે એમાં ઘરની કીંમતી વસ્તુ સંભવે છે, પણ તે ભારે વજનને લીધે જરાપણું ખસતી ન હોવાથી તેણે વહુને પૂછ્યું કે એ બહુ ભારે છે. તેનું શું કારણ? તે બેલી-આજે સ્વપ્નામાં ચાર લેકપાલને મેં ઘરે આવેલ જોયા અને તે પણ આ મંજૂષાની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ખૂણમાં પેઠા તેથી એ સ્વપ્ન જે સત્ય હશે તે તેમના પ્રભાવથી ભાર સંભવે છે. પછી રાજપુરુષએ તે પેટી ગાડી પર ચડાવી અને રાજસભામાં સિંહાસન આગળ મૂકાવી ત્યાં લોકો ભેગા થયા. પંચે ધનશ્રી પાસેથી કુંચીઓ મંગાવીને તાળા ઉઘાડયાં એટલે પૂર્વ ખૂણથકી નવવધૂની જેમ વસ્ત્રથી મુખને છુપાવતે અને નીચે દૃષ્ટિ નાખતો રાજાનીકળે. દક્ષિણ ખૂણથી મંત્રી બહાર આવ્યું. પશ્ચિમથી પુરોહિત પ્રગટ થયે અને ઉત્તર ખૂણથી નગરશેઠ નીકળે. એ બધા શરમના માર્યા તરતજ પોતપોતાને ઘરે ચાલ્યા ગયા. એટલે પંચે કહ્યું–શું આ રાજા, મંત્રી, પુરહિત અને નગરશેઠ છે કે આ ઈંદ્રજાળ છે ? પછી તેમણે જયસુંદરીને ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ આદ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે ( ૧૪ ). પૂછયું–આ શી હકીકત છે ? તે બેલી મેં તમને ઘરે જ સ્વપ્નની વાત સંભળાવી હતી. તે વખતસર સાચી નીવડી હશે. ત્યારે પંચે વિચાર કર્યો–આ વાત લંબાવીને લોકોને ડાહ્યા બનાવવાની શી જરૂર છે? એમ ધારી વાત બધી દબાવીને તેમણે મંજૂષા સહિત સાસુ-વહુને પિતાને ઘરે મોકલી. પછી રાજાએ કોટવાલને એકાંતમાં બેલાવીને કહ્યું કે-જયસુંદરીના ઘરે જઈને તેને કહે કે “તને રત્નો પ્રાપ્ત થશે તે ઉપાય કરશું; પરંતુ રાત્રિની વૃત્તાંત તારે કઈને કહે નહિ.” રાજાના આ હુકમ પ્રમાણે કેટવાલે તેમ કર્યું. પછી મંત્રીએ દાદર વિપ્રને કહ્યું કે બીજાના રત્ન પચાવી પાડતાં તું યમને યાદ આવ્યું લાગે છે, માટે તે રત્નો એને સત્વર આપી દે. એટલે ભય પામતા બ્રાહ્મણે રત્નો ધનશ્રીને સેંપી દીધાં. હવે વર્ષાકાળ વ્યતીત થતાં પુષ્કળ ધન વધારીને સુંદર પણ કનકસુંદરી સાથે નિર્વિને પિતાની નગરીમાં આવ્યું. ત્યાં જનનીના મુખથી જયસુંદરીના શીલ અને રત્નોને વૃત્તાંત સાંભળતાં સુંદર તેના પર અધિકાધિક અનુરાગ ધરવા લાગે. એમ દેવ, ગુરુની ભકિતથી રમણિય એવા ધર્મને ચિરકાળ આરાધી, પ્રાંતે સંયમ સ્વીકારી, સમાધિપૂર્વક મરણ પામીને જયસુંદરી તે દેવકના સુખનું ભાજન થઈ. ૬ શ્રી આદશ જૈન સ્ત્રીરને ; બીજો ભાગ સંપણ. ••••••••••••૦૦૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ લાલ. શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકોને (સં. ૧૯૫૯થી સં. ૨૦૦૬ની સાલ સુધીની ) આપેલી ભેટ. પુસ્તક નામ. ૧-૨ શ્રી નવતત્વને સુંદર બેધ. સં. ૧૯૫૮-૧૫૯-૧૬૦ શ્રી જિવ વિચાર વૃત્તિ. સં. ૧૯૬૧ શ્રી જૈન ધર્મ વિષયિક પ્રશ્નોત્તર સં. ૧૯૬૨ ૫ શ્રી દંડક વિચાર વૃત્તિ. સં. ૧૯૬૩ ૬ શ્રી નય માર્ગ દર્શક. સં. ૧૯૬૪ શ્રી મોક્ષપદ સંપાન. સં. ૧૯૬૫ શ્રી જૈન તરવસાર, સં. ૧૯૬૬ શ્રી શ્રાવક કપતરૂ. સં. ૧૯૬૭ શ્રી ધ્યાન વિચાર સં. ૧૯૬૮ શ્રી જંબુસ્વામી ચરિત્ર. સં. ૧૯૬૯ શ્રી જૈન ગ્રંથ ગાઈડ. સં. ૧૯૭૦ શ્રી ચંપકમાળા ચરિત્ર. સં. ૧૯૭૧ શ્રી અનુગદ્વાર સૂત્ર સં. ૧૯૭૨ શ્રી ગુરૂ ગુણમાળા અને સમયસાર પ્રકરણ. સં. ૧૯૭૩ શ્રી જ્ઞાનામૃત કાવ્યકુંજ સં. ૧૯૭૪ શ્રી દેવભક્તિમાળા સં. ૧૯૭૫ શ્રી ઉપદેશ સતિકા. સં. ૧૭૬ શ્રી સંધ સપ્તતિકા. સં. ૧૯૭૭ શ્રી સુમુખ તૃપાદિ ધર્મ પ્રભાવકેની કથા. સં. ૧૯૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ નામ, પુસ્તક. સાલ ર૧-રર શ્રી આદર્શ જૈન સ્ત્રી રત્નો ભા. ૧ લે. સં. ૧૯૭૯-૮૦ ૨૩-૨૪ શ્રી ધર્મ રત્ન પ્રકચ્છ. સં. ૧૯૮૧-૮૨ ૨૫-૨૬ શ્રી જૈન નરરત્ન ભામાશાહ (સચિત્ર) સં. ૧૯૮૩-૮૪ ૨૭-૨૮ શ્રી સુકૃતસામર યાને માંડગઢને મહામંત્રીશ્વર. સં. ૧૯૮૫-૮૬ ર૯-૩૦ શ્રી ધર્મ પરીક્ષા સં. ૧૯૮૭-૮૮ ૩૧-૩૨ જૈન ધર્મ-વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દષ્ટિએ. સં. ૧૯૮૯-૯૦ ૩૩-૩૪ બ્રહ્મચર્ય-ચારિત્ર--પૂજાદિત્રયી સંગ્રહ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર,નવસ્મરણ. સં. ૧૯૯૧-૯૨ ૩૫-૩૬ કલિંગનું યુદ્ધ યાને મહારાજા ખારવેલ. સં. ૧૯૩-૯૪ ૩૭-૩૮ દેવસરાઈ પ્રનિકમણ સાથે. સં. ૧૯૯૫-૯૬ ૩૯-૪૦ વિજયાનંદસૂરિ. સં. ૧૯૯૭-૯૮ ૪૧-૪૨ શ્રી નવપદ પૂજા, પં. શ્રી ગંભીરવિજયજી મ. કૃત સંવેગકુમકંદલી, સમ્યકત્વ પૂજા, સમ્યકત્વ સ્વરૂપ. (૪) સં. ૧૯૯૯-૨૦૦૦ ૪૩-૪૪ શ્રાવક કહપતરૂ, અધ્યાત્મ મત પરીક્ષા, આચારપદેશ. (ત્રણમાંથી એક) સં. ૨૦૦૧-૨૦૦૨ ૪૫-૪૬ કાવ્ય સુધાકર. સં. ૨૦૦૩-૨૦૦૪ ૪૭ ધર્મ પરિક્ષા, એક્ષપદ પાન, દંડક વૃત્તિ, સમ્યકત્વ કૌમુદિ. (ચારમાંથી એક). સં. ૨૦૦૫ ૪૮ શ્રી આદર્શ જૈન સ્ત્રી રન્ને ભા. ૨ જે. સં. ૨૦૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ થશોહિ ભાવનગ૨ Hent BE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com