________________
આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૦ ) બે પરસ્પર પ્રીતિવાળા રાજપુત્ર હતા. તેઓ અનુક્રમે પિતાના પુન્યવિશેષને લીધે દેવતાપણે ઉત્પન્ન થયા. તેમનામાંનો એક ત્યાંથી રચવીને પદ્યરથ રાજા થયે; બીજે ત્યારે પુત્ર થયે. પદ્યરથ રાજાને એકદા અશ્વ અટવીમાં લઈ ગયે ત્યાંથી તે હારા પુત્રને લઈ ગયે, ને પિતાની રાણી પુષ્પમાળાને તે સેં. ત્યાં રાજાએ પૂર્વભવના સ્નેહને લીધે તેને જન્મ મહોત્સવ કર્યો, માટે હમણાં ત્યારે પુત્ર સુખી છે.” મુનિ આ પ્રમાણે ખબર આપે છે એટલામાં ત્યાં આકાશમાર્ગેથી એક વિમાન આવીને ઉતર્યું. તેનું તેજ સૂર્ય અને ચંદ્રમાથી પણ ચડિયાતું હતું. તે રત્નના સમૂહથી બનાવેલું હતું અને તેની સાથે લટકતી ઘૂઘરીઓ નાદ કરી રહી હતી. તે વિમાનમાંથી મહાતેજસ્વી, અનેક આભરણથી શેભત અને ગંધર્વદેવ જેમના ગુણગાન કરી રહ્યા છે એવો એક દેવ ઉતરીને મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેણીના જ ચરણે નમ્યું. પછી તેણે મુનીશ્વરને નમસ્કાર કર્યો ને તેમની પાસે ધર્મ શ્રવણ કરવા બેઠે. તેને આવું અસંબદ્ધ કાર્ય કરતે જોઈ, નમીને વિદ્યાધર બે, “દેવે પણ અનીતિને માર્ગે ચાલે છે, ત્યારે અમારે શ દોષ? આમણે ચાર જ્ઞાનધારી મુનિને મૂકીને આ સ્ત્રીને કેમ પ્રથમ વંદન કર્યું ?” પિલ દેવ કંઇ કહેવા જાય છે, તેવામાં મુનિ પિતે જ ખેચરને કહેવા લાગ્યા. “અરે વિદ્યાધર ! તું એમ ન બેલ. આ દેવ ઠપકો દેવા ગ્ય નથી. જ્યારે આ મદનરેખાના સ્વામી યુગબાહુને તેના ભાઈ મણિરથે માર્યો, તે વખતે (તે યુગબાહુના મૃત્યુ સમયે) આ સ્ત્રીએ પિતાના ભર્તારને મધુર વચનવડે આરાધના કરાવી નિઝામ્યું હતું એટલે શુભ અધ્યવસાય રહ્યાથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com