________________
( ૫
)
મદરેખા
યુગબાહુ મૃત્યુ પામીને પાંચમે દેવલેકે ગયે. ત્યાં ઇદ્રનો સામાનિક દેવતા થયા છે. તેણે અવધિજ્ઞાને કરીને મદન રેખાને પિતાના ગુરુ તરીકે ઓળખીને અહિં આવી પ્રથમ તેણીને નમસ્કાર કર્યો. એણીએ એને ધર્મ પમાડે માટે તે તેની ધર્માચાર્યો થઈ તેથી તેના વંદનને પણ યોગ્ય છે; ને પ્રણામ કરવાથી એ દેવ વિશેષે કરીને જણ રહિત થાય છે. કોઈ યતિએ કે ગૃહસ્થ જેને ધર્મને વિષે સ્થાપે હોય, તે જ તેને ધર્મદાતા કે ધર્મગુરુ કહેવાય છે. સમ્યકત્વ આપવાની સાથે સનાતન મેક્ષ સુખ આપ્યું; એવા દાનરૂપી ઉપકારથી કેઈ અન્ય ઉપકાર નથી. આપણને સમક્તિ પમાડનારને, આપણે સર્વ સગુણ મેળવીને તથા બહુ બહુ પ્રકારે કરીને સહસ કેટિ ઉપકાર કરીએ તે પણ તે તેને તુલ્ય થાય નહિ.” - મુનિરાજને આવે ઉપદેશ સાંભળીને જૈન ધર્મની ભાવના ભાવતા સામર્થ્યવાન ને બુદ્ધિમાન વિદ્યાધરે દેવતાની ક્ષમા માગી. પછી દેવે રાણી પ્રત્યે કહ્યું-“હું હારું શું પ્રિય કરું? તે કહે.” ત્યારે તે બેલી “મને તે જન્મ–જરા-મૃત્યુ-રોગ ને શેકથી વર્જિત, નિરપાધિ અને અચળ એવું મિક્ષસુખ પ્રિય છે. તે આપવાને આપ સમર્થ નથી, તે પણ આપ મને શીઘ મિથિલા નગરીએ લઈ જાઓ. ત્યાં હું પુત્રનું મુખ જોઈને યતિધર્મ અંગીકાર કરીશ.” એ ઉપરથી દેવતા તેણીને મિથિલાએ લઈ ગયે, કે જ્યાં મલ્લિનાથના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કલ્યાણક થયાં હતાં. ત્યાં જઈ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી પ્રથમ તેઓ સાધવી પાસે ગયાં ને સાવીને પ્રણામ કર્યા ત્યારે સાધ્વીએ ધર્મોપદેશ આપ્યો કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com