________________
( ૭ )
મદરેખા ન્યાયમાગે વસુધાનું પાલન કરવા લાગે. એ વાતને છ માસ થયા એટલામાં તે તેને (નમિરાજાને) દાહજવર ઉત્પન્ન થયે. વૈદ્યો ચિકિત્સા કરવા લાગ્યા પણ કિંચિત્ માત્ર ફેર પડ્યો નહી. એવામાં દાહવરની શાંતિને અર્થે રાજાની સર્વ રાણુઓ ચંદન ઘસતી હતી. તેમના ચૂડલાને ઝણકાર કરતે શબ્દ નમિરાજાને અત્યંત વેદના કરવા લાગ્યું. રાજાએ કહ્યું: “મને આ દારુણ શબ્દ શાને સંભળાય છે?” તેના ઉત્તરમાં સેવકોએ ચંદન ઘસાતું હતું તેનું સ્વરૂપ કહ્યું ત્યારે રાજાએ કહ્યું-“એ હજારે સ્ત્રીઓના હસ્તથકી અનેક વલય (ચૂડલે) ઉતરાવી નાખો.” એમ કરાવ્યું એટલે રાજાને જરા શાંતિ વળી. એમ કરતાં કરતાં તેણે તેમના સર્વ વલય ઉતરાવી નાંખ્યા; ફકત મંગળાથે અકેક વલય રહેવા દીધું એટલે અવાજ થતો બંધ થયે. તે ઉપરથી રાજાએ પૂછાવ્યું કે-“હવે રાણીઓ ચંદન ઘસે છે કે નહિ? કારણ કે હવે વલયન શબ્દ સંભળાતો નથી.” મંત્રીઓએ એનું સ્વરૂપ જણાવ્યું. એ ઉપરથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો ને પોતે વિચારવા લાગેઃ ઘણું કંકણને શબ્દ દુઃખકર્તા થઈ પડ્યો, પણ એકેક કંકણ રહ્યું ત્યારે સુખ મળ્યું. તે પ્રમાણે એકલાપણામાં જ મહાસુખ છે. કહ્યું છે કે “ જેમ જેમ તંત્ર બહુ મેટો અને વિસ્તારપણે વધતો જાય તેમ તેમ દુઃખ પણ વધતું જાય છે. સુખ વધતું નથી. સર્વે વિસ્તાર કલેશરૂપ છે; સંક્ષેપ એ જ સુખનું કારણ છે, માટે સર્વ વિસ્તારને ત્યાગ કરે એ જ આત્મહિત છે. વળી તેણે વિચાર્યું કે-“જે આ
હારો દાહજવર બિલકુલ શાંત થશે તે હું ચારિત્ર અંગીકાર કરીશ.” આમ વિચારીને તે સૂઈ ગયો; તેવામાં તેને દાહજવર તદન શમી ગયે. પ્રભાતે વાજિંત્રના શબ્દ જાગીને વિચારવા લાગ્યો. “અહો ! આજે મેં સ્વપ્નને વિષે ઐરાવણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com