________________
આદશ જન ચીરત્ન ભાગ ૨ જે
(૫૮) હસ્તી અને મેરુપર્વતને જે. તે રૂડું થયું છે, કારણ કે તેથી હાર રાગ ગમે છે.” કહ્યું છે કે “દેવતા, યતિ, ગાય, માતા-પિતા, લિંગી અને રાજા સ્વપ્નને વિષે જે કહે છે તેમજ થાય છે. ( સત્ય પડે છે.)” તે સ્વપ્નને ફરી ફરી વિચાર કરતાં નમિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મેં પૂર્વભવને વિષે સાધુપણું પાળ્યું હતું ત્યાંથી મૃત્યુ પામીને હું પ્રાણુત દેવલોકે દેવતા થયે હતું. આમ જાતિસ્મરણ જ્ઞાન થવાથી નમિરાજાએ પોતાના પુત્રને રાજ્ય સેંપી દેવતાએ આપેલ જેહરણ લઈ દીક્ષા ગ્રહણ કરી.
નમિરાજાએ ચારિત્ર લીધું એટલે તેની પરીક્ષા કરવાને ઈંદ્ર દ્વિજનું રૂપ લઈને આવ્યું. આવીને તેણે કહ્યું. “હે રાજન ! તે રાજ્યને તૃણવત્ ગણીને અંત:પુર સહિત તેને જે ત્યાગ કર્યો તે બહુ સારું કર્યું પણ તેં જીવદયા પાળવાને દીક્ષા લીધી છે ને તેં વ્રત ગ્રહણ કર્યું તેથી આ હારી સ્ત્રીઓ તે રુદન કરે છે, તે ત્યારે એવું વ્રત ગ્રહણ કરવું ન જોઈએ; કારણ કે એમ કરવાથી પૂર્વાપર બાધ આવ્યું.” એ સાંભળીને નમિમુનિએ ઉત્તર આપ્યું “મહારું વ્રત કંઈ દુઃખનું કારણ નથી, પરંતુ લોકોને પોતપોતાના સ્વાર્થમાં હાનિ પહોંચે છે, તે જ એમને દુઃખકર્તા છે માટે હું તે મહારું કાર્ય કરું છું, બીજા જન કહે તેથી શું ?” પછી ઇંદ્રે કહ્યું “હે રાજન ! હારા મહેલ, અંતઃપુર આદિ સળગે છે, તેની તું કેમ ઉપેક્ષા કરે છે? તને એમાં દૂષણ લાગે છે, કારણ કે આશ્રિતની ઉપેક્ષા કરવી તે પાપ છે. તું તે ચતુર છે તેથી કહેવું પડે તેવું નથી.” નમિરાજર્ષિએ કહ્યું “આ મહેલ મ્હારા નથી. અંતઃપુર પણ
હારું નથી.” ત્યારે વળી ઇદ્રે કહ્યું. “હે રાજન ! જ્યારે તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
"હે રાજન !
સળગે છે, તેને
એમાં છે