________________
( ૫૯ )
મદના
જાય જ છે ત્યારે આ નગરીના કેટને મજબૂત કરીને તથા નાના પ્રકારના મંત્રોથી યુક્ત કરીને પછી જજે.” રાજાએ કહ્યું. “અરે ભાઈ ! મહારે તે સંયમ એ જ નગર છે, તેમાં શમ નામે કેટ છે, તે નય નામે મંત્રથી યુક્ત છે.” આવો ઉત્તર મળ્યા પછી પણ ઇંદ્ર ફરી કહ્યું. “હે ક્ષત્રિય ! લેકને રહેવાને માટે મનોહર પ્રાસાદ કરાવી આપીને પછી વ્રત લેજે.” મુનિએ તે ઉપરથી જવાબ આપે. “એ તે કુબુદ્ધિજન કરે. મહારે તે ત્યાં મહારે દેહ છે ત્યાં જ મંદિર છે.” વળી ઈંદ્રે કહ્યું. “ચાર લોકોનો નિગ્રહ કરીને પછી જજે.” યતિ બોલ્યા “મેં ક્યારને ય રાપદિ ચરાનો નિગ્રહ કર્યો છે.” ત્યારે ઈંદ્રે કહ્યું “કેટલાએક ઉદ્ધત રાજાઓ તને નમતા નથી, તેમનો પરાજય કરીને પછી તે પ્રત્રજ્યા લેજે.” રાજાએ કહ્યું “યુદ્ધને વિષે લક્ષ સંખ્યામાં સુભટેને જીત્યાથી શે જય ગણાય? ખરો ય તે એક આત્માને જીત્યાથી થાય છે. અને એને જીત્યાથી જ મેં પરમ જય મેળવ્યું છે. (ઈત્યાદિ નમિ રાજર્ષિ અને ઇદ્રનો સંવાદ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારથી જણાવેલ છે.)
આવા આવા વિપ્રના રૂપમાં રહેલાં ઇંદ્રના વચનોની અવગણના કરીને નમિરાજા જેવો આગળ ચાલવા જાય છે તેવામાં ઇંદ્ર પિતાનું સ્વરૂપ પ્રકટ કરીને બે . “હે યતીશ્વર! તમને ધન્ય છે, તમે કૃતાર્થ છે, તમે સર્વ ભાવ-વૈરીને પરાભવ કરીને તમારે ઉત્કૃષ્ટ સ્વભાવ જણાવી આપે છે.” એમ સ્તુતિ કરીને ઇંદ્ર સ્વર્ગમાં ગયે. નમિ રાજર્ષિ અનુક્રમે મુક્તિએ ગયા. સાધ્વી મદનરેખા પણ સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મેક્ષ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com