________________
સતી રાષિદના.
con
* શુભ આશયવાળા પ્રાણીઓ નિરંતર શુદ્ધ ભાવથી
જ શીળવ્રતનું પાલન કરે છે, તેઓ ત્રાષિદત્તાની પેઠે સુખનું ભાજન થાય છે.
આ ભરતક્ષેત્રના મધ્યદેશને વિષે રથમર્દન નામનું નગર છે. તેમાં હેમરથ નામને રાજા ન્યાય માર્ગે રાજ્ય કરતે હતે. તેની સુયશા નામે રાણી રૂપ-લાવણ્યરૂપી મણિની ખાણ સમાન હતી અને સિંદર્યમાં દેવાંગનાને પણ પરાભવ કરનારી હતી. તેમને કનકરથ નામને પુત્ર હતું. આ પુત્ર અનુક્રમે ધર્મકળામાં કુશળ થયો અને બહેતર કળા તેણે પ્રાપ્ત કરી.
એ સમયે કાવેરી નામની નગરીને વિષે સુંદરપાણિ રાજા રાજ્ય કરતા હતા. જેમ ઇદ્રને ઈંદ્રાણી, તેમ તેને વાસુલા નામની પત્ની હતી. તેનાથી તેણીને રુકિમણું નામે પુત્રી થઈ. તે વૃદ્ધિ પામી એટલે તેણીના પિતાએ તેણુને શાસ્ત્ર આદિને અભ્યાસ કરાવી સર્વ કળાને વિશે કુશળ કરી. એકદા યૌવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com