________________
ત્રષિદના
વસ્થાને પામેલી આ પુત્રીને જોઈને તેણીની માતાએ તેણીને પિતા પાસે મેકલી. પિતાએ તેણીને પરણાવવા યોગ્ય જોઈને વિચાર્યું કે-આ હારી પુત્રી યૌવનવતી થઈ છે, તો હવે હારે એને કયા વરને દેવી ? મંત્રીને પૂછવા ઉપરથી તેને વૃદ્ધ મંત્રી બેલ્યો. “રથમર્દન નગરના હેમરથ નૃપતિને પુત્ર કનકરથ છે, તે આપણી પુત્રીને એગ્ય છે.”
એ સાંભળી રાજાએ ત્યાં પોતાનો દૂત મોકલે. તે દૂતે કન્યાના રૂપનું વર્ણન કર્યું. તે સાંભળીને હેમરથ ભૂપતિએ પિતાના કનકરથને સુંદરપાણિ રાજાની પુત્રી પરણવા મકલ્ય.
કુમાર કનકરથ ત્યાં જતાં રસ્તે એકદા સંધ્યા સમયે સૈન્ય પડાવ નાંખે ને કુમાર ત્યાં રથથી ઉતરીને સિંહાસન ઉપર બેઠે. એવામાં કઈ તે ત્યાં આવીને કહ્યું. “હે કુમાર ! હે પૈર્યવંત પુરુષ! તમારે આ માર્ગે આવવું ન જોઈએ. અહિંનો સ્વામી અરિમર્દન રાજા તમને કહેવરાવે છે કે,કહ્યા વિના તમે કેમ હારા દેશમાં આવ્યા છતાં પણ જે આવ્યા તો યુદ્ધ કરો.” ત્યારે કુમારે કહ્યું “જે ત્યારે સ્વામી એ પ્રમાણે આદેશ કરતે હોય તે ભલે, તે અહિં આવે. હું તેના હાથની ખરજ ઉતારવાને તૈયાર છું.” વળી તે ભ્રકુટી ચઢાવી ભયાનક મુખ કરી કર્કશ વાણુથી બોલ્યું. અરે દૂત! તું જઈને હારા સ્વામીને કહે છે કે, ગરૂડ જેમ સર્પને હણે છે તેમ આ રાજપુત્ર તને હણવાને જ અહિં આવ્યું છે.” આ વાત તે જઈને પિતાના સ્વામી અરિમર્દન રાજાને કહી. તે સાંભળી તે
સજજ થઈ કુમાર સામે યુદ્ધ કરવાને આવ્યું, એટલે બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com