________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૬ ). ચાલે છે ત્યાં કેમ આવ્યા છે?” એટલે તેણીએ તેને તેના બીજા ભાઈને વૃત્તાંત કહ્યો. તે ઉપરથી ચંદ્રયશાએ પૂછ્યું
તે હારો ભાઈ ક્યાં છે ? ” સાધ્વીએ કહ્યું “ આ તારા નગરને વીંટીને પડ્યો છે તે જ હારે ભાઈ છે.” આવી ખબર પામીને ચંદ્રયશા તે તત્ક્ષણ ભાઈને મળવા ચાલ્યું. ભાઈ મળવા આવે છે એમ જાણી નમિરાજા પણ સંગ્રામ ત્યજી દઈને સન્મુખ આવી, જ્યેષ્ઠ ભ્રાતાના ચરણમાં પડે. એટલે
હોટે ભાઈ પણ તેને ઊભે કરી હૃદયથી ભેચ્યો. આ વખતે બને ભાઈઓને મળતાં જે હર્ષ થયે તેનું સ્વરૂપ બ્રહસ્પતી પણ કહી શકે નહી.
આમ બન્ને ભાઈઓ હર્ષ સહિત મળ્યા પછી ચંદ્રયશાએ નમિરાજાને મહાન ઉત્સવ સહિત પિતાના નગરમાં પ્રવેશ કરાવ્ય. બન્નેએ સ્નેહપૂર્વક સાધ્વીને વંદન કર્યા પછી ચંદ્રયશાએ નમિરાજાને કહ્યું, “ભાઈ, પિતાના ઘાત પછી રાજ્યને ભારે ધારણ કરનાર પુત્ર ન હોવાથી, આટલે કાળ મેં રાજ્યકર્યું. તેને હું જાણતો નહોતે. હમણું જ માતાએ આપણે સંબંધ જણાવ્યું, તે હવે હારે રાજ્યને ખપ નથી. પૂર્વે પણ હું રાજ્યને ત્યાગ કરવાનું હતું, તે હવે તું રાજ્યભાર ધારણ કરવા સમર્થ છે ” ત્યારે નમિરાજાએ કહ્યું “મને પણ આ રાજ્ય રુચિકર નથી. હું પણ સંયમ લઈશ.” પણ ચંદ્રયશાએ કહ્યું. “ મહટ ભાઈ નાનાભાઈને રાજ્ય સેપી ત્રત અંગીકાર કરે તે ચગ્ય જ છે.” એમ તેને સમજાવીને તેણે મહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી.
આમ ચંદયશાએ ચારિત્ર લીધા પછી પ્રતાપી નમિરાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com