________________
( ૧૫ )
મદનરેખા
સ'સારને ધિક્કાર છે ! કારણ કે એ સગા ભાઇઓ થઈ ને પણ પરસ્પર યુદ્ધ કરે છે; તેા તેઓ નરકે જશે.” એમ વિચારી તે પેાતાની ગુરુણીની આજ્ઞા લઈ સાધ્વીઓના પરિવાર સહિત તે બન્ને યુદ્ધકર્તાએની વચ્ચે આવીને નમિરાજા પાસે ગઇ. ત્યાં તેણે સાધ્વીને અભ્યુત્થાનપૂર્વક વંદના કરી; એટલે પછી સાધ્વીએ ધૌપદેશ આપ્યા. “ આ સંસારમાં જીવને મનુષ્યપણું, ધર્મનું સાંભળવું, તેને વિષે શ્રદ્ધા અને ધકૃત્યને વિષે ખળ ફારવવુ' એ ચાર અંગ પામવાં દુર્લભ છે. આ જીવિત સંધ્યાના રંગ સરખું, જળના પરપોટા જેવું, પાણીના બિંદુ સમાન ચંચળ છે અને યૌવન નદીના વેગ જેવું છે; તેા પણ હે પાપિ જીવ! તું કેમ ખૂઝતા નથી ? ” આ પ્રકારનો ઉપદેશ આપીને પછી એ સાધ્વીએ મિરાજાને એકાંતમાં કહ્યું કે હે રાજન ! રાજ્ય છે તે આ ભવમાં તે દુઃખદાયક છે, એટલું જ નહિ પણ પરભવમાં તે નરકે લઇ જાય છે. ત્યાં જતા જીવનો કાઇપણ રક્ષક નથી, માટે તમારે જ્યેષ્ટ ભ્રાતા સાથે યુદ્ધ કરવું ચેાગ્ય નથી.” નમિરાજાએ પૂછ્યું–“ કેમ ? આ ચંદ્રયશા કેવી રીતે મ્હારા મ્હોટા ભાઈ થાય ?” સાધ્વીએ એ ઉપરથી એ સંબંધ મિરાજાને કહી સંભળાન્યા એટલે નમિરાજાએ વિશ્વાસને અર્થે પેાતાની પુષ્પમાળા માતાને પૂછાવ્યું, ત્યારે તેણીએ પણ કહ્યું.—“ તું આ સાધ્વીનો પુત્ર છે. ” એમ કહી તેણીએ તેને મુદ્રા યુક્ત રત્નક બળ બતાવી. આમ સાંભળવા છતાં પણ નમિરાજા યુદ્ધથી વિરમ્યા નહી. એટલે સુત્રતા સાધ્વી ચંદ્રયશા પાસે ગઇ અને ત્યાં એને પણ તેણીએ ધર્મોપદેશ આપ્યા. ચંદ્રયશાએ તેણીને પૂછ્યું . “અરે મહાસતી! તમે આવું યુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com