________________
આદર્શ જૈન સીરત્ન ભાગ ૨ જે
( ૫ ) નથી, તેથી તે આ નીતિવાક્ય જાણતું પણ નથી કે–લમી છે તે કુળક્રમથી આવેલી નથી, તેમ દસ્તાવેજમાં પણ લખી આપેલી નથી, તેને તે ખગવડે પ્રાપ્ત કરીને ભેગવવાની છે. કારણ કે, વીરમેઘા વસુંધરા છે, માટે હે રાજવીર ! જે તમે હસ્તીને હમણું પાછો નહી આપે તો અમારે સ્વામી તમને સંગ્રામને વિષે હણીને તે લેશે.” દૂતનાં આવાં વચન સાંભળીને કોપાયમાન થઈ ચંદ્રયશાએ તેને સભામાંથી કાઢી મૂકાવ્યું, એટલે તેણે પણ નમિરાજાને જઈને સર્વ વૃત્તાંત કહ્યો. નમિરાજ પણ પિતાના સકળ સૈન્યને સાથે લઈ ભેરી આદિ વાજિંત્રના નાદથી દિશાઓના અંતરાળને પૂરાવી નાંખતે સુદર્શનપુર ભણી ચા. આવા બળવાન નમિરાજાને બાહુબળ સાથે આવતે સાંભળીને ચંદ્રયશા નૃપ યુદ્ધ કરવા સન્મુખ ચાલ્યા. ત્યાં તે પ્રતિકૂળ શુકને રાજાને પ્રતિષેધ કર્યો. એટલે મંત્રીઓએ આવીને તેને વિજ્ઞાપના કરી કે “આપે બહાર નીકળીને યુદ્ધ કરવું એગ્ય નથી માટે દરવાજા બંધ કરી, અંદર રહી યુદ્ધ કરે. શત્રુ સબળ છે કે દુર્બળ છે તે જાણ્યા પછી બહાર નીકળો.” રાજાએ તે માન્ય કર્યું. કહ્યું છે કે-ચિત્તને જાણનાર, શીલસંપન્ન, વાચાળ, દક્ષ, પ્રિય બેલનાર, યક્ત વાદી અને સ્મૃતિમાન એ સાત દૂતના ગુણે કહ્યા છે. નમિરાજાએ આવીને ચંદ્રયશાના નગરને ચેતરફ પિતાની સેનાથી ઘેરી લીધું.
હવે સુવ્રતા સાધ્વી જે સંસારાવસ્થામાં મદનરેખા રાણી હતી, તેણીએ એ બને સહદરના કલહને લીધે થતાં યુદ્ધમાં હજારે
જીને ઘાત થશે એમ જાણી વિચાર્યું કે “અહો ! આ અસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com