________________
(૭૧)
કષિદના પણ જોઈ નથી, માતા પણ હારે તે આપ જ હતા તે આપના મૃત્યુથી તે હારે આજે બને (એટલે માતા કે પિતા) ગયા જેવું થયું છે.”
આ પ્રમાણે રૂદન કરતી પત્નીને રાજપુત્ર બોધવચન કહેવા લાગ્યું. “હે પ્રિયે ! હવે વધારે રૂદન ન કર; કારણ કે એ હારા પિતા તે પરલેકવાસી થયા, તે હવે દુઃખ કરવાથી શું વળવાનું છે? એ હારા પિતાએ રાજ્ય પણ કર્યું અને વ્રત પણ પાળ્યું, તો તેને ત્યારે શેક ન કરે; કારણ કે જે આ સૂર્ય પણ અસ્ત પામ્યું તે તેને શું શેક કરવા યેગ્ય છે?” પ્રિયાને આ રીતે શાંત કરી પિતાની સાથે લઈ કનકરથ પિતાની રાજ્યધાની ભણી અખંડ પ્રયાણે ચાલ્યું. ત્યાં પહોંચે એટલે પિતાએ મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરાવ્યું. વરવધુ માતાપિતાના ચરણે નમ્યા. ત્યાં કુમારના માતપિતા પણ આવી વિનયવંત વધુને જોઈને હર્ષ પામ્યા. પછી ત્યાં એક કૈલાસ જેવા પ્રાસાદને વિષે ત્રાષિદત્તા સંસારસુખ અનુભવતી રહેવા લાગી. - અહિં આવા બનાવ બની રહ્યા છે, તે વાતની કાવેરી નગરીના સ્વામી રાજા સુંદરપાણિને ખબર પડી. તેની પુત્રી રુકિમણીએ પણ જાણ્યું કે, કનકરથકુમાર માર્ગને વિષે રાષિદત્તાનું પાણિગ્રહણ કરી પાછો વળે છે. રુકિમણું પતે તેને ઈચ્છતી હતી તેથી હવે તે કોઈ સુલસા નામની ગિનીની ભક્તિ કરવા લાગી. ભેજન, વસ્ત્ર આદિના દાનથી તેણીને બહુ સંતોષી એટલે તે બેલી. “હે પુત્રી જે હારું કાર્ય હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com