________________
આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૭૦ ), અગ્નિમાં પ્રવેશ કરવા ઈચ્છું છું; કારણ કે આવા મહારા સમાન વૃદ્ધ જનોને જીવિતવ્યથી મૃત્યુ કલ્યાણકારી છે,” પણ કુમાર તે મુનીશ્વરને ચરણે પડીને બોલ્યું. “અગ્નિ વેગથી પ્રાણ ત્યજવાથી દૂર રહે, કારણ કે એમ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે. તે વખતે ઋષિદત્તાએ પણ હસ્ત જોડીને કહ્યું. હે તાત! આપના આ જમાઈ જે આપને કહે છે, તે આપ મ્હારા ઉપર કરુણા કરીને અંગીકાર કરે.” એ સાંભળીને મુનિએ સુપ્રસન્ન થઈ પુત્રી પ્રત્યે કહ્યું. “હે વત્સ ! આમ શેક કર રહેવા દે. પણ હું આ તને શિક્ષાવચન કહું છું, તે તું કદાપિ ત્યજીશ નહીં. વડીલ જનની સેવા કરજે, પતિવ્રતા થઈ શીલનું પાલન કરજે, હારી છે લ્હારા ઉપર કોધ કરે, તથાપિ તું તેણીઓના ઉપર સામે કેપ કરીશ નહીં કારણ કે રાહુ ચંદ્રમાને ગ્રસે છે તથાપિ તે ચંદ્રમા તપાયમાન થતું નથી. વળી હે પુત્રી ! સુખમાં હો કે દુઃખમાં હે પણ કદાપિ ધર્મથી અવળા મુખવાળી થઈશ નહીં કારણ કે જીવોને ધર્મજ પિતારૂપ, માતારૂપ, પુત્રરૂપ અને પ્રભુરૂપ છે. હું હવે વૃદ્ધ થયે છું અને હારા શરીરને વિષે અતિશય વેદના થાય છે, માટે હું તે નિશ્ચ મૃત્યુ સાધીશ અને તે અગ્નિપ્રવેશ વિના સધાશે નહીં.” એમ કહીને તે વૃદ્ધ તાપસે જમાઈ અને મુનિની આજ્ઞા લઈ પંચપરમેષ્ઠી સ્મરણ સહિત અગ્નિ મધ્ય પ્રવેશ કર્યો. તે વખતે ઋવિદત્તા પૃથ્વી ઉપર આળોટતી વિલાપ કરવા લાગી. “હે તાત! હું તમારી પુત્રી ઉપર નહિ કહી શકાય એવા સ્નેહ દર્શાવનારા પિતા! હવે હું મૂળ રહિત થઈ ગયેલી કંદલીની પેઠે તમારા વિના શેક કરવા
ગ્ય સ્થિતિમાં આવી પડી છું. હે પિતા! મેં હારી માતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com