________________
( ૬૯ )
ત્રષદના
હોવાથી કોઈ વનમાં ફરનાર એણીને લઈ જશે, એમ ધારીને મેં એને અદશ્ય કરણ અંજન આપ્યું છે, તેથી કઈ વાર તે અદૃશ્ય રહે છે ને કઈવાર દષ્ટિગોચર થાય છે. હું એને પિતા અને આ હારી પુત્રી. તે અલક્ષ્ય રહેતી છતાં પણ તમારી દૃષ્ટિએ પડી છે.”
કુમાર તે તેણીને જોઈને રાગયુક્ત થયે, પણ એટલામાં તે ઋષિએ જ કહ્યું. “હે કુમાર ! મહારા અતિથિ એવા તમને પરેણાગતમાં હું જેમ વિનમિએ ભરતને પોતાની પુત્રી આપી હતી તેમ આ હારી પુત્રી આપું છું.” તે સાંભળીને ઋષિદત્તાએ લજ્જાથી નીચું મુખ કર્યું પણ કુમારે તે તેણીનો હસ્ત ગ્રહણ કરી મુનિને કહ્યું કે-“જે આપ પૂજ્ય એ આદેશ કરે છે તે તે હું કબૂલ કરું છું.” એ વખતે બંદીજને કહેવા લાગ્યા. “હે મુનિ ! તમે આ કુમારને તમારી પુત્રી આપીને સુખી થાઓ.” પછી તે ઋષિએ પિતાની પુત્રીને મહોત્સવ સહિત કુમારને પરણાવી. એટલે કુમાર કેટલાક દિવસ ત્રાષિદત્તા સાથે સંસારસુખ ભગવતે ત્યાં જ રહ્યો.
અન્યદા મુનિ ગદ્ગદ્ વાણીએ કુમારને કહેવા લાગ્યા. “હે જગદાધાર કુમાર ! હે કીર્તિવત્સલ! તમને અમારે વધારે શું કહેવું? એટલું જ કે આ હારી પુત્રીને તમે કદાપિ અપમાન ન આપશે. એ મ્હારી પુત્રી વનમાં વસવાથી ભેળી છે. એવી ભેળી છતાં મેં તમને તે સેંપી છે. તમે ગુણવાન છે તે તે પણ ગુણવતી જ થશે, કારણ કે મૃગની નાભિમાં ગયેલી ધૂળ પણ સુગંધી થાય છે. વળી હવે હું વૃદ્ધ થયો છું, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com