________________
આદર્શ જન ઢોરત્ન ભાગ ૨
( ૬૮ ) પણ તેણુને પૂછયું. “હે પ્રિયે ! સદા સદાચારમાં લીન એવી જે તું, તેણીને આ ગર્ભશે?” તે સાંભળીને તેણીએ શરમાતાં કહ્યું. “હે સ્વામિન ! મને ગૃહસ્થાશ્રમમાં જ ગર્ભ રહ્યો છે, પરંતુ આપણું સંયમમાં અંતરાયના ભયથી મેં પ્રકટ કર્યું નહીં.” એ સાંભળી હરિણે ખેદ સહિત કહ્યું. “આપણી તપશ્ચર્યાને વિષે આપણને ધિક્કાર મળશે; માટે આપણે પ્રભાતે અન્યત્ર જઈને રહીશું.” એમ વિચાર કરીને તેઓ પ્રભાતે અન્યત્ર ગુસસ્થાને જઈ રહ્યા.
એટલામાં તાપસેએ તપોવનમાં તેમને દીઠાં નહીં અને વૃદ્ધ મુનિને કયાંય જતા જોયા. તેઓએ જઈને હરિષણને પત્ની સહિત પાછા આપ્યા. ત્યારે હરિષણે તેમની પાસે કહ્યું. “હારી પત્નીએ પ્રથમથી જ ગર્ભની વાત મને ન કહી, એ ઠીક ન કર્યું; માટે હવે હું આ મુખ લઈને બીજે રહીશ.” તે સાંભળીને મુનિએ કહ્યું. “હે ભદ્ર! એમ કેમ કહે છે? તમે આ આશ્રમ સ્થાનમાં રહ્યા છતાં પણ તે ગૃહસ્થાશ્રમ જેવું થયું છે. તમારે પરસ્પર સમ્યક પ્રકારે શીળ પાળવું. તમારે શું દેષ ? એ તો પૂર્વે કરેલાં કર્મનું વિલસિત છે, પછી આ દંપતી ત્યાં વસુભૂતિ મુનિની સેવામાં પિતાના કર્મને નિંદતા રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં ચાર માસ વ્યતીત થયા એટલે નવમે માસે પ્રીતિમતીને એક પુત્રી પ્રસવી. એ ષિના આશ્રમમાં જન્મી એ ઉપરથી તેણીના પિતાએ એનું નામ ઋષિદત્તા પાડયું. એટલામાં પ્રસૂતિ રોગને લીધે પ્રીતિમતી મૃત્યુ પામી, તેથી તેણીને પિતા તેણીને પાળવા લાગે. આઠ વર્ષની વયે પહોચેલી એ આ હારી પુત્રી વિદત્તા રહી. એ રૂપવતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com