________________
( ૭ ).
ઋષિદત્તા મંત્ર આપ્યો હતે. પછી એ હણિ મહોત્સવ સહિત નગરપ્રવેશ કરી પ્રજા પાલન કરવા લાગ્યું.
એક્તા તે સભામાં બેઠો હતો તેવામાં કોઈએ ત્યાં આવીને કહ્યું. “હે સ્વામિન ! સ્વસ્તિમતી નામની નગરીના પ્રિયદર્શન રાજાને વિદ્યુતપ્રભા રાણીની કુક્ષીએ એક પુત્રીનો જન્મ થયે અને તેણીનો જન્મોત્સવ કરી પ્રીતિમતી એવું નામ પાડયું. અનુક્રમે તે વૃદ્ધિ પામી છે. એવામાં હમણું તેને સર્વે ડંશ દીધું છે. તે વિષ કઈ રીતે પણ ઉતરતું નથી, તે તે અમે સાંભળ્યું છે કે, તમે વિષાપહાર મંત્રના જાણ છે માટે આપ એ વિષ ઉતારે તે બહુ સારું. તે ઉપરથી હરિણ રાજાએ વેગવાળી હાથણી ઉપર બેસીને ત્વરાથી જઈ તે પ્રીતિમતીનું વિષ ઉતાર્યું એટલે હર્ષ પામી પ્રિયદર્શન રાજાએ એ પિતાની પુત્રી હરિષેણ ભૂપાળને દીધી. તેણીને લઈને એ હરિર્ષણ બહુ આડંબર સહિત પિતાને નગરે આ. અનુક્રમે એ પ્રીતિમતી સાથે સંસારસુખ ભેગવતાં તેને એક પુત્ર થયે. તેનું “ધીર' એવું નામ પાડયું. એવામાં એ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી બાળક પુત્રને રાજ્ય સેપી પિતે તપસ્વી વ્રત ગ્રહણ કર્યું. તેની સ્ત્રીએ પણ તપસ્વીનીનું વ્રત અંગીકાર કર્યું. એમ કરી બન્ને નગરમાંથી આશ્રમ તરફ ચાલ્યા. તે સમયે પ્રજાજન તેમને જાતા જોઈ રૂદન કરવા લાગ્યા. પછી વનને વિષે જઈ તેઓ તાપસવેષ ધારણ કરી વિશ્વભૂતિ મુનિ પાસે સેવાપૂજા કરવા લાગ્યા. એટલામાં પ્રીતિમતીને ગૃહસ્થાશ્રમમાં ગર્ભ રહ્યો હશે, તે ગર્ભ પાંચમે માસે પ્રકટ થયે; તેથી તે તાપસીએમાં શરમાવા લાગી. તેના પતિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com