________________
આદ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૬૬ ) મુનિના આશ્રમમાં ગયે. ત્યાં કચ્છ મહાકચ્છના વંશને વિષે ઉત્પન્ન થયેલા વિશ્વભૂતિ કુળપતિએ રાજાને દીઠે. રાજાએ તેને નમસ્કાર કર્યા. મુનિએ તેના લક્ષણ ઉપરથી તેને મહાન પુરુષ જાયે. પછી તે વળી તેણે રાજાને નામ લઈને આશીર્વાદ આપ્યા કે, “હે હરિષણ રાજા! આ ત્રણ ભુવનના પૂર્ણ કુંભ એવા શ્રી કષભદેવ પ્રભુ હારા મંગળ કાર્યને પુષ્ટિ આપે કે જે પ્રભુના કાનની પાસે રહેલી ભ્રમરના જેવી નીલ કેશની ગુચ્છ, (પૂર્ણકુંભ ઉપર) આપણુ કરેલાં એવાં લીલાં પાંદડાની લીલાને ધારણ કરે છે. આવી આશિષ દઈને તાપસે રાજાને પૂછ્યું: “હે ભૂપતિ! અહિં ક્યાંથી? એકાકી કેમ?” આના પ્રત્યુત્તરમાં તેણે સર્વ નિવેદન કર્યું. પછી તે મુનિના ચરણની સેવા કરવા લાગે. એટલામાં વનને વિષે બહુ મહેટા નાદ સંભળાવવા લાગ્યા. “આ શું? આવો ભયાનક નાદ ક્યાંથી ?” એમ બોલતાં સર્વ આશ્રમવાસી જનો એક બીજાના મુખ સામું જોવા લાગ્યા. એટલે રાજા હરિષેણે ધાર્યું કે વખતે હારું સૈન્ય હારી પાછળ આવ્યું હોય ! એમ વિચારી મુનિને નમસ્કાર કરીને કહ્યું. “હે કુળપતિ ! મ્હારું સૈન્ય મહારી પાછળ આવતું હોય એમ મને સંભવ છે, માટે હું અહિં છું એમ હારી તે સેનાને હું બતાવી આવું.” એમ કહી ત્યાંથી ઊઠીને તેની સેના પાસે ગયે, જેથી ત્યાં સર્વ સ્થળે હર્ષ થઈ રહ્યો. પછી પિતાના સૈન્યને રાજાએ ત્યાં જ સ્થાપ્યું અને પોતે એક માસ પર્વત મુનિસેવામાં કાળ નિર્ગમન કર્યો. એ રાજાએ જ એ દહેરું કરાવ્યું છે. ત્યારપછી એ રાજા જ્યારે પિતાને નગરે પાછો ગમે ત્યારે એ કુળપતિએ તેને વિષાવહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com