________________
(૧૧૩ )
કલાવતી પરન્તુ મનહર સ્થાન તરીકે જણાતું. કલાવતીએ રાજાના સૈન્યના પ્રચંડ ઇવનિને સાંભળે છતાં પણ તેનું હૃદય અંશ માત્ર પણ ધ્રર્યું નહીં. કેઈપણ પ્રકારની રતિ (પ્રીતિ) એ ભવિષ્યના ભાગ્યની સૂચક દૂતીરૂપ છે. “હે શંખરાજા! તારી સમક્ષ તું આ તે જ કલાવતીને નીરખ” આ પ્રમાણે પોતાના કિરણસમૂહથી જણાવતો હોય તેમ સૂર્ય, કેઈપણ સ્થળેથી જલ્દી આવીને ઉદયાચલ પર આરૂઢ થયેસૂર્યોદય થયે.
પ્રાતઃકાલમાં લોકોએ હંસરૂપી પત્રથી યુક્ત અને હસ્તરૂપી કમળથી યુક્ત કમલિની સરખી કલાવતીને જોઈ “ખરેખર સદ્ભાગ્યની વાત છે કે આપણે સફળ થયા છીએ, કારણ કે અક્ષત અંગવાળી, પુત્ર યુક્ત અને નદીના કિનારે બેઠેલી આપણી રાણી કલાવતી આપણી સન્મુખ દેખાઈ રહી છે. અરે! આ પત્થરની પૂતળી ધાવમાતાની માફક પુત્રની રક્ષા કરી રહી છે. અરે ! આ મહાન આશ્ચર્ય તમે જુઓ, જુઓ. જે વૃક્ષની નીચે, પુત્ર સાથે કલાવતી રહેલી છે તે વૃક્ષની છાયા પણ સજ્જન પુરુષોની પ્રતિજ્ઞાની માફક ફરતી પણ નથી અર્થાત્ વૃક્ષની છાયા સ્થિર થઈ ગઈ છે. કલાવતી દેવીના આગમનથી પૂર્વે કદી નહતું તેવું આ વન પણ વિકસિત લતાવાળું અને ફળથી લચી રહેલા વૃક્ષે યુક્ત બની ગયું છે. આ પર્વતની નદી, જે પૂર્વે શુષ્ક હતી તે હાલમાં ગાયની માફક જનતાને પિતાના જળથી આનંદ આપી રહી છે. ” આશ્ચર્યપૂર્વક ઉપર પ્રમાણે બોલતાં સમસ્ત લેકે પિતાનું મસ્તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com