________________
આદર્શ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૧ ) પૃથ્વી પર્યત નમાવીને પ્રણામ કરવા લાગ્યા. ખરેખર સતીરૂપ તીર્થ અદભુત છે, અલોકિક છે. તેવામાં છત્ર અને ચામર રહિત, પગપાળા ચાલતા અને દુઃખી બનેલા પોતાના સ્વામી શંખ રાજવીને જોઈને કલાવતી ઊભી થઈ ગઈ. “હે આર્યપુત્ર! આપ આપના પુત્ર સહિત વિજયવંત વર્તે, આપના ચરણની સેવાથી હંમેશાં મારે સંતાપ દૂર થાઓ !” ત્યારે લજાથી નમેલા મસ્તકવાળા, આંખમાંથી અશ્રુને વહાવતા શંખરાજાના મંત્રીએ મિષ્ટ વાણી બેલી કલાવતીને કહ્યું કે“હે માતા કલાવતી ! તમે જે કહે છે તે એગ્ય છે. જે રાજાની તું શરીરધારિણે યશલક્ષ્મી છે તે શંખરાજા આજે વિજ્યશાળી બન્યા છે. તમે ખરેખર સતી હોવાથી આ પ્રમાણે સાધના કરી શક્યા છે, તે હે કલાવતી ! ચાર ભુજાને કારણે તમે દેવી સ્વરૂપે પ્રસિદ્ધિ પામ્યા છે. ચંદ્ર સરખા તારા પુત્રના મુખે, પત્થરની પૂતળીને દૂધ વર્ષાવનારી બનાવી તે જાણે કે ચંદ્રથી સ્પર્શ કરાયેલ સૂર્ય જળની વૃષ્ટિ કરે તેના જેવું આશ્ચર્યકારક છે. તારા આ રમ્ય આશ્રયસ્થાનમાં કલ્યાણને ઈચ્છવાવાળા લેકે નિર્મળ જળમાં સ્નાન કરી રહ્યા છે અને ફલ તથા પુષ્પને ગ્રહણ કરી રહ્યા છે. જે કદાચ તારું અમં. ગળ થયું હોત તે આ રાજા તેમજ પ્રજાનું શું થાત? તે અમે જાણી શકતા નથી. તું, મહારાજા શંખ કે આ જનસમૂહ ખરેખર ભાગ્યશાળી છે. રાજાના અંતઃકરણમાં તારા માટે અંશમાત્ર પણ દ્વેષભાવ નથી, માટે તું માફ કર. હે દશાર્ણ રાજ પુત્રી ! તમે સામાન્ય નારી નથી પણ દેવી છે. તમે કલ્પાંતકાળ પર્યન્ત આ વનપ્રદેશને તીર્થભૂમિ બનાવી છે; તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com