________________
( ૧૧૫ )
કલાવતી
હે માતા ! હવે પ્રસન્ન થાઓ અને નગરને નાથ યુક્ત બનાવેશેભા.” આ પ્રમાણે વસુભૂતિ મંત્રીએ કહ્યાબાદ, વનદેવીને પ્રણામ કરીને તે વનની રજા લઈને કલાવતી શિબિકા પર ચઢી. પાણિગ્રહણના ઉત્સવ કરતાં પણ વિશેષ એ, જેમાં દવાઓ ફરકી રહી છે અને પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે તે નગરપ્રવેશોત્સવ થશે. તે સમયે તે બંનેનું ક્ષીર–નીરની માફક ઐક્ય થયું કે જેને ભિન્ન કરવાને હંસની ચાંચ પણ સમર્થ થઈ શકી નહીં.
કેઈ એક દિવસે નગરમાં દેવ, દાનવ અને મનુષ્યથી સ્તુતિ કરાયેલા, ચાર ઘાતી કર્મને નાશ કરનાર કેવળી મુનિ પધાર્યા. સુદર્શન નામના તે કેવળી ભગવંતને વંદન કરવાની ઇચ્છાવાળ, ભક્તિપરાયણ શંખરાજા પિતાના અંતઃપુર-પરિ. જન વર્ગ સાથે ગયે. તેમની પપાસનથી પાપસમૂહને નષ્ટ કરીને હર્ષ પામેલા રાજાએ સમયે પોતાની પત્ની ક્લાવતીને હસ્ત-છેદનની પીડા થવાનું કારણ પૂછ્યું ત્યારે કેવળી ભગવતે જણાવ્યું કે
હે રાજા! તેનું કારણ સાંભળ. પૂર્વ દિશામાં લ્યાણ કટક નામનું નગર હતું. તે નગરમાં બલ્લોલ નામના રાજાના સત્યકી નામના મંત્રીની વિભુખી પુત્રી પિપટ સાથે કીડા કરવામાં રક્ત રહેતી હતી. તેણે નકર નામના પિપટને પિતાની હથેળીમાં ધારણ કરતી. દેવપૂજા સિવાય તેને કોઈ પણ સ્થળે અળગે કરતી નહી. તે પિપટ પણ તેણીના પાલન-પોષણથી તેણીના પ્રત્યે પ્રીતિવાળો બન્યો હતો. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com