________________
સુશીલા બહેન રસીલાને જીવન
પરિચય.
અનંત પુણ્યની રાશીઓ એકઠી થતાં મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, તેમાં પુણ્યવાન અને સંસ્કારી કુટુંબમાં જન્મ થ. તે પણ પૂર્વને પુચ્છેદય છે અને તેથી જન્મથી જ સાંપડેલા તે ધાર્મિક સંસ્કારો ભાવિમાં ધાર્મિક જીવનને ઉજવળ બનાવે છે. છતાં તેવા (બંધુ કે) બહેનના સંસ્કાર, સુવાસ, સગુણ વિકસિત થતાં પહેલાં લઘુવયમાં જ આયુષ્ય પૂર્ણ થતાં તેમનાં સણોને સમાજ જાણી શકતું નથી. આજે અમે તે જ બનેલ પ્રસંગને-હેન રસીલાને પરિચય આપીયે છીયે.
અહિંના અગ્રગણ્ય, ધાર્મિક જ્ઞાન માટે વિદ્વાન ગણાતા, પ્રતિષ્ઠિત વ્યાપારી અને જૈન સંઘના અગ્રગણ્ય, ઉત્તમ સંસ્કારી પુરુષ શેઠ ઝવેરભાઈ ભાઈચંદના પુત્ર ભાઈ જાદવજીને ત્યાં શ્રીમતી વિજ્યાલક્ષમીની કુક્ષિએ બ્લેન રસીલાને ૧૯૮૬ ભાદરવા સુદી (ઝષિપંચમી)ના રોજ જન્મ થયો હતો. આખું કુટુંબ ધર્મિક હોવાથી પ્લેન રસીલાને ઉચ્ચ આચાર વિચાર, સંસ્કાર તે કુટુંબમાંથી જ લધુવયથી સાંપડેલા હતા.
પરમાત્માના કલ્યાણક દિવસે પર્વ દિવસે વગેરેમાં જન્મ થે તે પણ પુણ્યની નિશાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com