________________
બહેન રસીલાને લઘુવયથી બંને પ્રકારની કેળવણી લેવાની ઉત્કંઠા જાગી અને માતપિતા સહાયક બનવાથી દરેક ધોરણમાં પાસ થતાં છેવટે મહિલા-વિદ્યાલયમાં એફ.વાઈ કર્વે પ્રીવીયસની પરીક્ષામાં પસાર થયાં. શરૂઆતમાં તે મુંબઈ વીલાપારલામાં ગોકળીબાઈ હાઈસ્કુલમાં ઈંગ્લીશ અભ્યાસની શરૂઆત કરી હતી. ધાર્મિક અભ્યાસની પણ તેવી જ જિજ્ઞાસા હેવાથી સામાયિક, પ્રતિક્રમણ, નવસ્મરણ સુધી અભ્યાસ કર્યો હતો, જેથી અત્રેનાં શ્રી બહેનના શ્રી મહાવીર મંડળમાં તેમજ કૃષ્ણનગર શ્રી વર્ધમાન મંડળમાં દાખલ થઈ પ્રભુભક્તિ પૂજા ભર્ણવવામાં ભાગ લેતાં તેમજ કેટલેક સંગીતને અભ્યાસ પણ કર્યો હતે.
જ્ઞાનપંચમી, ચૈત્રી પુનમ તપનું આરાધન ચાલતું હતું અને પર્યુષણ જેવા પવિત્ર દિવસમાં અઠ્ઠમ જેવી તપસ્યા લઘુવય છતાં શાંતિપૂર્વક કરતા હતા.
જીવનમાં શ્રી શંખેશ્વરજી, તારંગાજી, આબુજી, ગિરનારજી, શ્રી શત્રુંજ્ય વગેરે તીર્થોની યાત્રાને પણ લાભ લીધે હતે. જીવલેણ છેલ્લી માંદગીના છેડા વખત પહેલાં કોઈ, પાટણ અને અન્ય તીર્થોની યાત્રા પણ કરી હતી.
માંદગી શરૂ થઈ ત્યારથી છેલ્લી ઘડી સુધી પરમાત્મા અને મુનિ મહારાજાઓના દર્શન-લાભ પણ લેવા ચૂકેલ નથી.
બહેન રસીલા સ્વભાવે સુશીલ સરલ, મિલનસાર, વિનયી અને શાંત હોવાથી કુટુંબ અને પરિચયમાં આવનાર સંબંધીઓને પણ ચાહ મેળવ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com