________________
( ૯ ).
સતી શાળવતી પ્રાયે તેના શત્ર થાય છે. બાલ્યાવસ્થાને વિષે બંધુના આગ્રહથી હું સર્વશાસ્ત્ર ભણું, તે સાથે તિર્યંચની ભાષાનું જ્ઞાન પણ અર્થ અને આમ્નાય સહિત શીખી.” એ સાંભળી સર્ષથી દંશ પામેલે માણસ જેમ ગારૂડીના શબ્દથી એકદમ બેઠે થાય તેમ શેઠ ઊભે થઈને વહુની પાસે ગયે. ત્યાં જઈ તેણે કહ્યું
હારો અપરાધ ક્ષમા કરો.” તે સાંભળી વહુ બોલી. “હે પિતાજી ! તે વખતે તમે જાણતા હતા ત્યારે હું જે મસ્તક ઉપર ઘડે લઈને બહાર ગઈ હતી તે. એક શિયાળણીને શબ્દ સાંભળીને ગઈ હતી. તે એમ કહેતી હતી કે “એક મૃતક નદીમાં તણાતું આવે છે, તેના શરીર ઉપર લક્ષ મૂલ્યનાં આભરણે છે. તે સાંભળીને હું ત્યાં ગઈ, ને મૃતકના આભરણ લઈ તે જ સ્થાને નદીતીરે ગુપ્ત રીતે દાટીને ઘડે લઈ પાછી આવી. તે તમે જાણ્યું કે હું કંઈ દૃોષિત કરી આવી. ને તેથીજ મને તમે અહિં લાવ્યા છે. પણ હે સસરાજી ! એમાં તમારે દોષ નથી; એ તે આ ધૂર્ત કર્મનું જ કર્તવ્ય છે. શુભ યા અશુભ કર્મને કેટી યુગે પણ ભેગવ્યા વિના ક્ષય થતું નથી. હમણું આ કાક પક્ષી જે બેલે છે, તે આપણે કરબ માંગે છે ને સૂચવે છે કે, આ કેરડાના વૃક્ષની નીચે દશ લાખ સુવર્ણ છે. ત્યારે મેં તેને કહ્યું “પૂર્વે એક કાર્ય કર્યું તે હારા સસરાને રૂચિકર થયું નહિં, તે વળી બીજું કરવા જઉં તે તો હારૂં મૃત્યુજ થાય.” વહુનું આવું કહેવું સાંભળી શ્રેષ્ઠીએ મસ્તક ધૂણાવીને કહ્યું. “ તમે કહે છે તે ખરૂં છે શું?” વહુએ કહ્યું–જે તમને સંશય હોય તે આ કુહાડી છે, તે લઈને બેદી જુઓ. તે સાંભળી પ્રથમ એ કાગડાને કરંબાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com