________________
આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે
( ૮ ). વિચાર કરીને એને બહુ લોકોની વસ્તીવાળું ઠરાવ્યું. એટલે શેઠે કહ્યું “ સર્વથા વિપરીત બેલનારી આ વહ, કુશિક્ષિત અશ્વિની પેઠે મને હઠથી શીધ્ર અનર્થ કરશે.” શેઠ આમ વિચારે છે, એવામાં શીળવતીને માને ત્યાં આવી શેઠને તથા શીળવતીને ગૌરવ સહિત પિતાને ઘેર લઈ ગયે. તેમને ભેજનાદિકથી સત્કાર કર્યો. વળી ત્યાં રહેવાને બહુ આગ્રહ કર્યો, પણ શેઠ રહ્યા નહીં. એટલે પેલાએ કરંબાનું ભાતું આપ્યું તે લઈ વળી આગળ પ્રયાણ કર્યું. ત્યાં કેરડાના વૃક્ષની પાસે ઝાડની હેઠે શેઠ પેલે કર મૂકીને સૂતા. એટલે વહ ખાવા લાગી; તેવામાં ત્યાં એક કાગડે બોલવા લાગે. તેની ભાષા સમજીને વહ બેલી. “કાક! શું કકળાટ કરે છે? મ્હારા મનમાં જે છે તે હું સમજું છું.” સૂતો સૂતો પણ શેઠ વહુનાં વચન સાંભળી વિચારવા લાગે. વહ તે કાક વગેરેની ભાષા જાણતી જણાય છે. ફરી ફરી કાકનો અભિપ્રાય જાણુંને વહુ બોલી. “હે કાક! પૂર્વે એકના વચને કરીને તે હારે પતિને વિયેગા થયે છે, માટે વળી જે ફરીથી કંઈ કરૂં અથવા બેલું તે તો મ્હારા માતપિતાને પણ મળવા પામું નહીં.” જાગતે સૂતેલે શ્વસુર એ સાંભળીને બલ્ય, “ અરે વિવેકહીન વહ ! એમ કેમ કહે છે ?” “જે સત્ય કહીએ તે ગુણ છે તે દોષને અર્થે થાય છે, કારણ કે વનસ્પતી ઉપર ફૂલને સમૂહ થયે તે તેની શાખાને કાપી નાંખવામાં આવે છે; મેરને વિષે રહેલી ડગમગતી ચાલ અને તેના પીંછને આડંબર એજ તેના વધનું કારણ થાય છે. વળી ચતુર ગતિવાળા ઉત્તમ અશ્વ પણ બળદની પેઠે જોડાય છે. આ પ્રમાણે ગુણવાનને વિષે રહેલા ગુણ એ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com