________________
આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જે
( ૧૦૪ ). આ પ્રમાણે તિરસ્કાર કરતી અને હસ્તમાં છૂરીને નચાવતી તે બંને ચાંડાલીઓને જોઈને, જેના પ્રાણ કંઠે આવી ગયા છે તેવી કલાવતી જલદી મૂરછ પામી. અત્યંત કંપારી થવાથી પ્રગટેલા ભયાનક રૌદ્ર) રસે તે સમયે દશાર્ણભદ્ર રાજાની પુત્રી કલાવતીના દેહને શિથિલ બનાવી દીધું અર્થાત્ તેણીનાં ગાત્રે ઢીલા બની ગયા. યમરાજના સેવકે જેવી, કષાય (રાતા) વસ્ત્રને ધારણ કરનારી તેમજ કરુણ રહિત બંને ચાંડાલણીઓ, તેવી અવસ્થામાં રહેલી ક્લાવતી પાસે જલ્દી પહોંચી અને તેના બંને (કણીપર્યંતના) હસ્તને કાપીને, તે બંને ભુજાએને લઈ જઈને, શંખરાજા પાસે આવી પહોંચી. બંને ભુજાએના છેદનથી પ્રગટેલ અધિક પીડાને કારણે સંજ્ઞા પામેલી, છેદાયેલી બંને ભુજાઓને ધારણ કરતી સ્વામીની નિર્દયતાને કારણે મૃત્યુ સન્મુખ પહોંચેલી કલાવતીએ મંદ અને કરુણ સ્વરે રુદન કર્યું. “સર્વ પ્રકારે જીવનમાં ધર્મ જ એક માત્ર શરણભૂત છે. ” એમ વ્યાકુળતાપૂર્વક બેલતી, આશા રહિત બનેલી કુમુદના જેવા નેત્રવાળી અને ઊંચી નીચી તેમજ કઠિન પૃથ્વી પર જેને દેહ પડ્યો છે એવી કલાવતીને તે સમયે દૈવયેગથી પુત્ર જન્મ થયો. પૂર્ણિમાના ચંદ્ર સરખા પુત્રના પવિત્ર( નિર્મળ) મુખને જોઈને તેના પ્રત્યે વાત્સલ્યભાવને કારણે પિતાની ભુજાના છેદનની પીડાને ભૂલી ગયેલ, પતિવ્રતા કલાવતી મંગલિકને માટે, પુષ્કળ ભૈરવ તથા ભૂતના ભયંકર સ્વરવાળા અને નિર્જન પર્વતવાળા તે વનપ્રદેશમાં ભક્તિપૂર્વક દેવ-ગુરુનું સ્મરણ કરવા લાગી.
સ્તનપાન કરવાને માટે રુદન કરતાં તે પિતાના પુત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com