________________
(૧૦૩)
- કલાવતી નું વર્તન કર્યું હોવા છતાં ભવભવને વિષે તમે જ મારા સ્વામી થાઓ ! હે પ્રાણેશ્વર ! તમે મારા પ્રાણને હણ્યા છે તે ગ્ય જ છે, કારણ કે સ્વામીને માટે વિપત્તિને સહન કરનારી સ્ત્રીઓ ધન્યવાદને પાત્ર છે. નજીકના સમયમાં જ મૃત્યુ પામવાવાળી હું તમારા બંને ચરણેને યાદ કરી રહી હોવા છતાં ભયંકર સ્વરૂપવાળી શિયાલણી શિલા પર ચઢીને શામાટે રુદન કરી રહી છે?—“ કલાવતી દુરાચારિણી હતી, તેથી શંખ રાજાએ તેને ત્યાગ કર્યો.” આવા પ્રકારને, મારી કીર્તિને હણનારે અપયશ પ્રસરશે. કુળમર્યાદાને ત્યાગ કરનારા, તિરસ્કારને પાત્ર અને અપયશના ભાજન સમાન વ્યક્તિઓને માટે સ્વર્ગમાં તેમજ દેવની સભામાં સ્થાન મળતું નથી એ વાત ખરેખર સત્ય છે. હે પિતા ! હે માતા ! તમારે ત્યાં મારે જે જન્મ થયે તેથી તમારા નિષ્કલંક કુળમાં મેં ડાઘ લગાડ્યો છે. અરે ! તમને બંનેને શરમ તથા મારા પતિ તરફને તિરસ્કાર પીડી રહ્યો છે. મારું વક્ષસ્થળ ચીરાઈ રહ્યું છે અને મારી ચેતના પણ ચાલી જાય છે.” આ પ્રમાણે કરુણ, દીન અને દુઃખદાયક સ્વરે રુદન કરતી કલાવતીની પાસે બે ચાંડાલણુઓએ આવીને કહ્યું કે –“અરે ! પાપિણી! ફેગટ રુદન કરવાવડે કાનને શા માટે બહેરા બનાવી રહી છે? ઊભી રહે, ઊભી રહે, શું તું તારું આચરણ જાણતી નથી? હે કુલટા ! તું યાદ કર, યાદ કર. તારા મંડન(આભૂષણના)ના સ્થાનરૂપ હસ્તેને સ્થાને ખંડન કરવામાં આવે છે–અર્થાત્ અમે હમણું જ તારા હસ્ત કાપી નાખશું. રાજાનું અપ્રિય કરનારી હે પાપીe! અમે તને શિક્ષા કરશું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com