________________
( ૧૫ )
કલાવતો પિતાના ખોળામાં લેવા માટે કલાવતી કોઈ પણ પ્રકારે શક્તિમાન થઈ નહીં. કલાવતીથી મધુર સ્વરે વારંવાર બોલાવાયા છતાં પણ, માતાના હસ્તસ્પર્શને પ્રાપ્ત નહીં કરવાથી તે બાળક કઈ પણ પ્રકારે રુદન કરતાં અટકે નહીં.
આ પ્રમાણે કરુણસ્વરે રુદન કરતાં તે બાળકને દૂરથી સાંભળીને કરુણાભાવથી વનદેવીઓ જલ્દી તેની નજીક આવી પહોંચી, અને પિતાના જ્ઞાન દ્વારા કલાવતીનું સમગ્ર ચરિત્ર જાણીને તે વનપ્રદેશની અધિષ્ઠાયક દેવીઓ પરસ્પર વાર્તાલાપ કરવા લાગી કે “ રાજાઓના આ રાજ્યને ધિક્કાર હો ! કારણ કે જે રાજ્યને કારણે રાજાએ આંખવાળા હેવા છતાં કૃત્યાકૃત્યને જોઈ શક્તાં નથી. સામાન્ય વ્યક્તિ પણ કેળને ફળ આવી ગયા પછી જ છેદે છે જ્યારે શંખરાજાએ તો કલાવતી સગર્ભા હોવા છતાં તેનું (હસ્તેનું) છેદન કરાવ્યું. આ કલાવતીના એક હસ્તને જ અપરાધ છે કે જે હાથે શંખનું પાણિગ્રહણ કર્યું તે શંખરાજાએ તેણીના બંને હાથ શા માટે છેદી નાખ્યા ? જે તે રાજાએ સ્ત્રી હત્યા તેમજ ગર્ભહત્યા ન ગણી તે શું તે રાજા વજને બનેલું હશે કે જેથી પ્રેમ પણ તેને પીડા ઉપજાવી શક નથી. જે કઈ ફક્ત એક જ વાર આ કલાવતીને જે તે પિતાના પ્રાણના ભેગે પણ તેનું પ્રિય કરવાને ઈચ્છે તે આ જેના મહેલમાં રહી છે. તેણીનું પ્રિય કેમ ન કરે? પુત્રરૂપી તંતુથી જે સંધાયેલું ન હોત તે દુઃખરૂપી અસ્ત્રથી ઘાયલ થયેલું તેણીનું વક્ષસ્થળ અવશ્ય બે કકડા થઈ ગયું હોત. રાજાથી દુઃખ પામવા છતાં કાંતિયુક્ત અને અત્યંત દુભાયેલી હોવા છતાં મૃદુ–કમળ બેલનારી આ કલાવતી સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com