________________
આદ જિન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૦૬ ) નારી આ વિશ્વમાં કોઈ પણ સ્થળે જોવામાં આવતી નથી. શાપથી સમસ્ત રાષ્ટ્રને ભસ્મીભૂત કરવાને શક્તિશાળી હવા છતાં પતિપરાયણ, આ કલાવતી પતિ પ્રત્યે અંશ માત્ર રેષ કરતી નથી. પતિવડે આ પતિવ્રતા સ્ત્રી આપણું વનમાં ત્યજી દેવાઈ છે, તે આપણે તેણીનું પાલન (રક્ષણ) કરીએ. સ્ત્રીઓ હમેશાં સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારી હોય છે. ખરેખર, આ આપણે પ્રમાદ છે કે-આપણું વનની મર્યાદામાં આ કલાવતી બે ચાંડાલણીથી પરાભવ પામી.”
આ પ્રમાણે તે વનદેવીઓ પરસ્પર બોલી રહી હતી ત્યારે પોતાના પુત્રનું લાલનપાલન કરવાને ઉત્સુક બનેલ કલાવતી વિહવળતાપૂર્વક વિલાપ કરવા લાગી કે-“હે પુત્ર! પગલે પગલે ક્યા દુઃખથી તું રડી રહ્યો છે? મારી કુક્ષીએ તું જે જપે તે જ ખરેખર દુઃખનું મૂળ કારણ છે. હે પુત્ર! તું જે, છત્રપલંગમાં સૂવાની તારા માટે વાત કરવી નકામી છે. અત્યારે તે પત્થરથી કઠે એવી પૃથ્વી એ જ તારા માટે સુખશય્યા છે. સુગંધી અને કંઈક ઉષ્ણ એવા જળથી સ્નાન કરવું દૂર રહ્યું છે, પરંતુ અત્યારે તે પહોળા પટવાળી, ઊંચા કિનારા(ભેખડીવાળી અને સુકાઈ ગયેલી આ નદી ડાકણ સરખી છે. જેનાથી તારી સુશ્રષા કરી શકાય તે મારા બંને હસ્તે જ જ્યાં નથી ત્યાં બીજા પરિવારવર્ગની તે વાત જ શી કરવી? જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે છેદાયેલી, પતિથી ત્યજાએલી અને આશા રહિત હું નિર્જન વનમાં કેમ જીવી શકીશ? ભૂખ લાગવાથી શિકારી પશુઓ મને પીડા કરશે. અરે ! અરે ! ખેદની વાત છે કે-હું મરી ગયા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com